Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 200
________________ [ ૧૪૬] શ્રી નિયાવલિકા સત્ર પાંચમો વર્ગ | વૃષ્ણિદશા જ જે પરિચય : આ વર્ગમાં બાર અધ્યયન છે. તેના ચરિત્રનાયકો અંધકવૃષ્ણિ કુળના હોવાથી તેનું નામ વૃષ્ણિદશા છે. અધ્યયન – ૧: નિષધમાર - કૃષ્ણ વાસુદેવના ભાઈ બળદેવ રાજાને રેવતી નામની રાણી અને નિષધમાર નામનો પુત્ર હતો. યૌવનાવસ્થામાં પ્રવેશ કરતાં પચાસ કન્યાઓ સાથે તેના લગ્ન થયા. ભવ્ય પ્રાસાદમાં તે સુખપૂર્વક રહેતો હતો. અરિહંત અરિષ્ટનેમિ દ્વારિકા નગરીમાં પધાર્યા. કુષ્ણ વાસુદેવ તથા પ્રજાજનો ભગવાનના દર્શનાર્થે ગયા. નિષધકુમાર પણ ભગવાનના દર્શન કરવા ગયા. ઉપદેશ શ્રવણ કરી તેમણે ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. અરિષ્ટનેમિ ભગવાનના પ્રથમ ગણધર વરદત્ત અણગારે નિષધકુમારનો પૂર્વભવ પૂછ્યો અને ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું. નિષધકમારનો પૂર્વભવ :- આ ભરત ક્ષેત્રના રોહતક નગરમાં મહાબલ નામના રાજા અને તેનો વીરાંગદ નામનો પુત્ર હતો. બત્રીસ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયાં. કોઈ એક સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય તે નગરીમાં પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળી વિરાંગદને વૈરાગ્ય ભાવ જાગૃત થયો, તેણે સંયમ અંગીકાર કર્યો. અગિયાર અંગ કંઠસ્થ કરી અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ કરવા લાગ્યા. ૪૫ વર્ષ સુધી શુદ્ધ સંયમનું પાલન કરી, બે મહિનાનો સંથારો કરી, આરાધકભાવે પાંચમા દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાંની દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી અહીં નિષધકુમાર તરીકે ઉત્પન્ન થયા છે અને આજે તેણે શ્રાવકવ્રત સ્વીકાર્યા છે. નિષધકુમારની દીક્ષા - એક દિવસ શ્રમણોપાસક નિષધકુમારને પૌષધમાં ધર્મજાગરણ કરતાં દ્વારિકા નગરીમાં ભગવાનની પર્યાપાસના કરવાના ભાવ જાગૃત થયાં. ભગવાન અરિષ્ટનેમિ તેમના મનોગત ભાવને જાણી ત્યાં પધાર્યા. નિષધકુમારની ભાવના પરિપૂર્ણ થઈ એટલું જ નહીં, તેના ભાવો વિરતિધર્મ માટે વૃદ્ધિગત બન્યા; પ્રભુ પાસે સંયમનો સ્વીકાર કર્યો. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરતાં, નવ વર્ષની ચારિત્રપર્યાયનું પાલન કર્યું અને એકવીસ દિવસનો સંથારો કરી, આરાધનાપૂર્વક કાળધર્મ પામી, સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી તેત્રીસ સાગરોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. અધ્યયન – ૨ થી ૧૧ - શેષ અગિયાર અધ્યયનમાં ૧૧ રાજકુમારોનું વર્ણન ઉપર પ્રમાણે જ છે. સંયમ ગ્રહણ અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ આદિ નિષધકુમારની જેમ સમજી લેવું.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228