Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 211
________________ વૃષ્ણિદશા વર્ગ–૫ : અધ્ય.-૧ નિષધકુમારની દીક્ષા : આરાધના : २२ तए णं अरहा अरिट्ठणेमी णिसढस्स कुमारस्स अयमेयारूवं अझत्थियं जाव मणोगयसंकप्पं वियाणित्ता अट्ठारसहिं समणसहस्सेहिं जाव णंदणवणे विहरइ । परिसा णिग्गया । ૧૫૭ तए णं णिसढे कुमारे इमीसे कहाए लद्धट्टे समाणे हट्ठतुट्ठे जाव चाउग्घंटेणं आसरहेणं णिग्गए, जहा जमाली जाव अम्मापियरो आपुच्छित्ता पव्वइए । अणगारे जाए जाव गुत्तबंभयारी । ભાવાર્થ :- ત્યાર પછી નિષધકુમારના આ પ્રકારના મનોગત ભાવને જાણીને અરિહંત અરિષ્ટનેમિ અઢાર હજાર શ્રમણભગવંતોની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં યાવત્ નંદનવનમાં પધાર્યા. પરિષદ દર્શન–વંદન કરવા માટે નીકળી. ત્યારે નિષધકુમાર પણ અરિહંત અરિષ્ટનેમિના આગમનને જાણીને હૃષ્ટ–તુષ્ટ થયા યાવત્ ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થઈને, જમાલીની જેમ પોતાના વૈભવ સહિત દર્શન કરવા ગયા યાવત્ માતાપિતા પાસેથી આજ્ઞા લઈને પ્રવ્રુજિત થયા યાવત્ ગુપ્ત બ્રહ્મચારી અણગાર થઈ ગયા. | २३ तए णं से णिसढे अणगारे अरहओ अरिट्ठणेमिस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कास्स अङ्गाई अहिज्जर, अहिज्जित्ता बहूई चउत्थछट्ठ जाव विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे बहुपडिपुण्णाई णववासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता बायालीसं भत्ताइं अणसणाए छेदेइ, आलोइयपडिक्कंते समाहिपत्ते आणुपुव्वीए कालगए । ભાવાર્થ :- ત્યાર પછી તે નિષધ અણગારે અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનો અભ્યાસ કર્યો અને ઘણાં ઉપવાસ, છઠ વગેરે વિચિત્ર તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં પૂરા નવ વર્ષ સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને; બેતાલીસ ભોજન (ભક્ત)નો અનશન દ્વારા ત્યાગ કરીને અર્થાત્ એકવીસ દિવસનો સંથારો પૂર્ણ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક કાળધર્મને પામ્યા. વિવેચન : अट्ठारसहिं समण सहस्सेहिं :– ભગવાન અરિષ્ટનેમીના શાસનની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા અઢાર હજારની હતી. તેમના જીવનકાળ દરમ્યાન ઉત્કૃષ્ટ સંપદા તો ક્યારેક મર્યાદિત કાળપર્યંત જ હોય છે. તેઓની મધ્યમ શ્રમણ સંપદા જ વધારે સમય હોય છે. છતાં શાસ્ત્ર વર્ણનમાં તેઓના વિચરણ વગેરેના

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228