Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
પ્રસંગોમાં ઉત્કૃષ્ટ સંપદાનું જ કથન જોવા મળે છે. આ એક પ્રકારની આગમવર્ણનની વિશેષ પદ્ધતિ છે તેમ સમજવું જોઈએ. પરંતુ હંમેશાં તે સર્વ શ્રમણો ભગવાનની સાથે જ રહેતા હતા, તેમ ન સમજવું. નિષધ અણગારની ભવ્ય ગતિ :
૧૫૮
२४ तए णं से वरदत्ते अणगारे णिसढं अणगारं कालगयं जाणित्ता जेणेव अरहा अरिट्ठणेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी णिसढे णामं अणगारे पगइभद्दए जाव विणीए, से जं भंते ! णिसढे अणगारे कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे ?
वरदत्ता ! त्ति अरहा अरिट्ठणेमी वरदत्तं अणगारं एवं वयासी- एवं खलु वरदत्ता ! मम अंतेवासी णिसढे णामं अणगारे पगइभद्दे जाव विणीए, ममं तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाइं एक्कारस अङ्गाई अहिज्जित्ता बहुपडिपुण्णाई णव वासाइं सामण्णपरियागं पाउणित्ता बायालीसं भत्ताइं अणसणाए छेदित्ता आलोइय- पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा उड्ड चंदिमसूरियगहगणणक्खत्ततारा - रूवाणं सोहम्मीसाण जाव अच्चुए तिण्णि य अट्ठारसुत्तरे गेविज्जविमाणावाससए वीइवइत्ता सव्वट्ठसिद्धविमाणे देवत्ताए उववण्णे । तत्थ णं देवाणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । तत्थ णं णिसढस्स वि देवस्स तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- તે સમયે ગણધર વરદત્ત અણગાર નિષધ અણગારને કાળધર્મ પામેલા જાણીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનની પાસે આવ્યા અને વંદના, નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! પ્રકૃતિથી ભદ્ર, વિનીત આપ દેવાનુપ્રિયના શિષ્ય નિષધ નામના અણગાર હતા, તે મૃત્યુના અવસરે મૃત્યુ પામીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ?
હે વરદત્ત ! આ પ્રમાણે સંબોધન કરીને અરિષ્ટનેમિ ભગવાને વરદત્ત અણગારને કહ્યું– પ્રકૃતિથી ભદ્ર અને વિનીત મારા અંતેવાસી નિષધ અણગાર મારા તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનો અભ્યાસ કરી, નવ વર્ષ સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કરી, અનશન દ્વારા બેતાલીસ ભક્તનો ત્યાગ કરી, આલોચના–પ્રતિક્રમણ પૂર્વક સમાધિસ્થ થઈ, મૃત્યુના અવસરે મૃત્યુ પામીને ઊર્ધ્વ– લોકમાં ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારારૂપ જ્યોતિષ્ક દેવ વિમાનોને, સૌધર્મ–ઈશાન આદિ અચ્યુત દેવલોકને, ત્રણસો અઢાર ત્રૈવેયક વિમાનોને ઉલ્લંઘીને અર્થાત્ તેનાથી પણ ઉપર સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં દેવોની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. નિષધ દેવની સ્થિતિ પણ તેત્રીસ સાગરોપમની છે. વિવેચન :
ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીની જેમ બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિના
Loading... Page Navigation 1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228