Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 192
________________ ૧૩૮ | શ્રી નિરયાવલિકા સૂત્ર ભાવાર્થ – હે ગૌતમ! તે કાલે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજગૃહનગરમાં સુદર્શન નામના ધનાઢય ગાથાપતિ રહેતા હતા. તેને પ્રિયા નામની પત્ની હતી. તે અત્યંત સુકુમાર અને સુંદર શરીર આદિ વિશેષણોથી યુક્ત હતી. તે સુદર્શન ગાથાપતિની પુત્રી તથા પ્રિયા ગાથાપત્નીની આત્મજા ભૂતા નામની પુત્રી હતી. જે વૃદ્ધા વૃદ્ધકુમારી(મોટી ઉંમરની કન્યા) જીર્ણ શરીરી અને જીર્ણકુમારી, શિથિલ નિતંબ અને સ્તનવાળી તથા અવિવાહિત હતી. ભૂતાનું દર્શનાર્થ ગમન :| ७ तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए जाव रायगिहे णयरे, गुणसीलए चेइए समोसरिए, वण्णओ । परिसा णिग्गया ।। ભાવાર્થ :- કાળે અને તે સમયે પુરુષાદાનીય અહંત પાર્શ્વનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં રાજગૃહ નગરના ગુણશીલ નામના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા માટે નીકળી. | ८ तए णं सा भूया दारिया इमीसे कहाए लट्ठा समाणी हट्टतुट्ठा जेणेव अम्मा-पियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी- एवं खलु अम्मयाओ ! पासे अरहा पुरिसादाणीए पुव्वाणुपुर्वि चरमाणे जाव समणगणपरिवुडे विहरइ । तं इच्छामि णं अम्मयाओ तुब्भेहिं अब्भणुण्णाया समाणी पासस्स अरहओ पुरिसादाणीयस्स पायवंदिया गमित्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंधं । ભાવાર્થ - ત્યારે તે ભૂતા કન્યા પ્રભુના આગમનને જાણીને હૃષ્ટ-તુષ્ટ થઈ અને તે પોતાના માતાપિતાની પાસે ગઈ. ત્યાં જઈને આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા! પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ સ્વામી અનુક્રમથી વિહાર કરતાં કરતાં શિષ્ય સમુદાય સાથે રાજગૃહ નગરની બહાર ગુણશીલ ઉદ્યાનમાં બિરાજ– માન છે. હે માતા પિતા ! આપની આજ્ઞા લઈને હું પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનના ચરણ–વંદના માટે જવા ઈચ્છું છું. માતાપિતાએ કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ સુખ થાય તેમ કરો, પરંતુ શુભકાર્યમાં વિલંબ ન કરો. | ९ तए णं सा भूया दारिया ण्हाया जाव विभूसियसरीरा चेडीचक्कवालपरिकिण्णा साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूढा ।। ભાવાર્થ :- ત્યાર પછી તે ભૂતા કુમારી સ્નાન કરી લાવત્ અલંકારો ધારણ કરીને દાસીઓના સમૂહ સાથે પોતાના ઘરેથી નીકળી અને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં આવી અને શ્રેષ્ઠ ધાર્મિક રથમાં બેઠી.

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228