Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 175
________________ પુષ્પિકા વર્ગ-૩ : અઘ્ય.-૪ શરીરવાળી તથા મેલાં કપડાંથી કાંતિહીન, અશુચિથી ભરેલી, જોવામાં બીભત્સ અને અત્યંત દુર્ગંધિત થઈ જવાથી રાષ્ટ્રકૂટની સાથે વિપુલ કામભોગોને ભોગવવા માટે અસમર્થ બની જશે. બહુ સંતાનથી અધન્યતાનો વિચાર : | ३० तए णं तीसे सोमाए माहणीए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि कुडुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झत्थिए जाव मणोगयसंकप्पे समुप्पज्जिहिइ एवं खलु अहं इमेहिं बहूहिं दारगेहि य जाव डिंभियाहि य अप्पेगइए हिं उत्ताणसेज्जएहि य जाव परमदुग्गंधा णो संचाएमि रटुकूडेणं सद्धिं जाव भुंजमाणी विहरित्तए । तं धण्णाओ णं ताओ अम्मयाओ जाव जीवियफले, जाओ णं वंझाओ अवियाउरीओ जाणुकोप्परमायाओ सुरभिसुगंधगंधियाओ विउलाई माणुस्सगाइं भोगभोगाई भुंजमाणीओ विहरति । अहं णं अधण्णा अपुण्णा अका णो संचाएमि रट्ठकूडेणं सद्धिं विउलाई भोग भोगाई भुंजमाणी विहरित्तए । I ૧૨૧ ભાવાર્થ :- ત્યાર પછી તે સોમા બ્રાહ્મણીને એક વાર રાત્રિના પાછલા પ્રહરમાં સાંસારિક વિચારણા કરતાં આ પ્રકારનો વિચાર આવશે કે– હું આ ઘણાં નાનાં—મોટાં અને નવાં જન્મેલાં બાળક–બાળિકાઓ, કુમાર–કુમારિકાઓથી ત્રસ્ત થઈ રહી છું. તેમાંથી કોઈ લાંબા કાળ સુધી સૂતાં જ રહે છે થાવત્ કોઈ પેશાબ કરતા જ રહે છે. તેના મળ–મૂત્ર વમન આદિથી ખરડાયેલી રહેવાના કારણે અત્યંત દુર્ગંધવાળી થઈ જવાથી હું રાષ્ટ્રકૂટની સાથે ભોગ ભોગવી શકતી નથી. તે માતાઓ ધન્ય છે યાવત્ તેઓએ મનુષ્યજન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કર્યું છે કે જે વંધ્યા છે, બાળકને જન્મ નહીં આપવાથી, જાનુકુર્પ૨માતા બની, સુગંધી દ્રવ્યોથી સુવાસિત થઈને, વિપુલ મનુષ્ય સંબંધી ભોગોને ભોગવતી સમય વ્યતીત કરે છે. પરંતુ હું પુણ્યહીન અને નિર્ભાગી છું કે રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગોને ભોગવી શકતી નથી. અધન્ય સુવ્રતા આર્યાનું બિભેલ સન્નિવેશમાં આગમન : | ३१ | तेण कालेणं तेणं समएणं सुव्वयाओ णामं अज्जाओ इरियासमियाओ जाव बहुपरिवाराओ पुव्वाणुपुव्विं चरमाणीओ गामाणुगामं दुइज्जमाणीओ जेणेव विभेले सण्णवेसे तेणेव उवागच्छिहिंति उवागच्छित्ता अहापडिरूवं उग्गहं जाव विहरिस्संति । ભાવાર્થ :- તે કાળે તે સમયે ઈર્યા આદિ સમિતિઓથી યુક્ત યાવત્ ઘણાં સાધ્વીજીઓ સાથે સુવ્રતા નામના આર્યાજી અનુક્રમથી ગ્રામાનુગ્રામ વિચરતાં તે બિભેલ સન્નિવેશ(ગામ)માં આવશે અને શ્રમણોચિત– સાધુને યોગ્ય ઉપાશ્રયમાં ઉતરવાની આજ્ઞા લઈને ત્યાં રહેશે.

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228