Book Title: Adhyatma Sandesh Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રસ્તાવના પરમ વીતરાગી જૈનધર્મના અનાદિનિધન પ્રવાહમાં તીર્થકરો અને સંતોએ આત્મહિતના હેતુભૂત અધ્યાત્મવાણીનો પ્રવાહુ વહેવડાવ્યો છે; તીર્થકરો અને સંતોનો એ અધ્યાત્મસંદેશ ઝીલીને અનેક જીવો પાવન થયા છે. ગૃહસ્થ-શ્રાવકધર્માત્માઓએ પણ એ અધ્યાત્મરસના પુનિત પ્રવાહને પોતાની અધ્યાત્મરસિકતા વડ વહેતો રાખ્યો છે. એ અધ્યાત્મરસના પાનથી, સંસારના સંતપ્ત જીવો પરમતૃપ્તિ અનુભવે છે. તીર્થકરો અને મુનિઓની તો શી વાત! તેઓનું તો જીવન સ્વાનુભવ વડે અધ્યાત્મરસથી ઓતપ્રોત બનેલું છે; તે ઉપરાંત જૈનશાસનમાં અનેક ધર્માત્મા-શ્રાવકો પણ એવા પાકયા છે કે જેમનું અધ્યાત્મજીવન અને અધ્યાત્મવાણી અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની પ્રેરણા જગાડે છે. તેમાંથી આ પુસ્તક સાથે સંબંધ ધરાવતા અધ્યાત્મરસિક વિદ્વાન શ્રાવકો-એક તો પં. શ્રી ટોડરમલજી અને બીજા પં. શ્રી બનારસીદાસજી; એ બંનેએ લખેલી અધ્યાત્મ-વચનિકા ઉપર પૂ. ગુરુદેવે જે અધ્યાત્મરસથી ભરેલાં પ્રવચનો કર્યા તે આ “અધ્યાત્મસંદેશ” પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય છે. જગતના બધા રસો કરતાં અધ્યાત્મરસ એ કેટલો સર્વોત્કૃષ્ટ છે, ને તેનો સ્વાદ કેટલો રસભરપૂર છે–તે તો જિજ્ઞાસુઓને આ પ્રવચનોના અભ્યાસવડ ખ્યાલમાં આવશે. સમ્યકત્વસંબંધી અને નિર્વિકલ્પ-સ્વાનુભવ સંબંધી જે આત્મસ્પર્શી ચર્ચાઓ આમાં ભરી છે તે સમ્યકત્વપિપાસુ જીવોને ખરેખર અત્યંત આફ્લાદકારી છે. પૂ. ગુરુદેવે એ સ્વાનુભવના ને સમ્યકત્વના કોઈ અભુત-અચિંત્ય મહિમાનું ઝરણું આ પ્રવચનોમાં વહેવડાવ્યું છે, તેના દ્વારા સ્વાનુભવી સંતોની પરિણતિનું સાક્ષાત્ દર્શન કરાવ્યું છે. છપાતાં પહેલાં આ પ્રવચનોનું લખાણ વાંચી જવા ગુરુદેવે કૃપા કરી છે. પં. શ્રી ટોડરમલ્લજીએ સાધર્મીઓ ઉપર જે પત્ર લખ્યો છે. તેમાં અધ્યાત્મચર્ચાનો પ્રેમ દેખાઈ આવે છે. અધ્યાત્મરસિક જીવો તે વખતે પણ બહુ જ થોડા હતા; જેઓ હતા તેમને પણ એકબીજાનો સંપર્ક ને સમાગમ બહુ જ મુશ્કેલીથી બની શકતો, કેમ કે તે Please inform us of any errors on rajesh.shah@totalise.co.ukPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 246