________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગયા હશે. આટલા લાંબા વખતે જ્યારે પોતાના જિજ્ઞાસાભરેલા પ્રશ્નોના જવાબરૂપે આ અધ્યાત્મરસભરપૂર ચિઠ્ઠી સાધર્મી પાસેથી મુલતાનના ભાઈઓને પ્રાપ્ત થઈ હશે ત્યારે એ “અધ્યાત્મસંદેશ થી તેઓને કેટલો હર્ષોલ્લાસ થયો હશે !! આજે ૨૦૦ વર્ષ પછી પણ એ ચિઠ્ઠીની હસ્તલિખિત પ્રતો જાના શાસ્ત્રભંડારોમાં સચવાયેલી પડી છેએ ઉપરથી ખ્યાલમાં આવશે કે સાધર્મીઓ તે ચિઠ્ઠીને કેટલી કિંમતી ગણતા હતા. એવી બે પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી ખૂરઈ (સાગર, મધ્યપ્રદેશ)ના કર્તવ્યપ્રબોધ કાર્યાલયે' લગભગ ૫૦ વર્ષ પહેલાં (વીર સં. ૨૪૪૨ માં) આ રહસ્યપૂર્ણચિઠ્ઠી પ્રકાશિત કરી હતી. તેમાં પ્રકાશક લખે છે કે “યદ વિઠ્ઠી હિતની महत्वपूर्ण है इसको प्रेमी पाठक स्वयं अवलोकन करके जान सकेंगे। परंतु यहां हम इतना अवश्य कहेंगे कि, यदि इसी तरहकी कोई प्राचीन विद्वानकी कृति आज युरोपादि देशोंमें किसीको प्राप्त होती तो सारे देश ओर समाचारपत्रोंमें धूम પ૭ નાતી” પચાસ વર્ષથી પ્રસિદ્ધ થઈ હોવાં છતાં આ ચિઠ્ઠી વિશેષ પ્રચારમાં આવી ન હતી, પણ હવે પૂ. ગુરુદેવે એના ઉપર ત્રણ વખત પ્રવચનો કરીને આ ચિઠ્ઠીનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે, અને એના રહસ્યને ખુલ્લું કર્યું છે. આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર, તેમજ ૫. શ્રી બનારસીદાસજીની બે ચિઠ્ઠી (પરમાર્થવનિકા તથા ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી) ઉપર, એમ ત્રણે ચિઠ્ઠી ઉપર પૂ. ગુરુદેવે વીર સં. ૨૪૭૧ માં, ૨૪૭૯માં, તથા ૨૪૮૯ માં એમ ત્રણ વખત જે વિસ્તૃત પ્રવચનો કર્યા તેનું સંકલન કરીને આ ‘અધ્યાત્મસંદેશ 'રૂપે પ્રગટ કરવામાં આવ્યાં છે.
અહીં પ્રસંગોપાત એ બને વિદ્વાનોનો ટૂંક પરિચય આપીએ છીએ
અનેક શાસ્ત્રોના રહસ્યની મેળવણી કરીને “મોક્ષમાર્ગપ્રકાશક' જેવા શાસ્ત્રની જેમણે રચના કરી તે પં. શ્રી ટોડરમલ્લજીએ શિથિલાચાર સામે નીડરપણે પડકાર કરીને આધ્યાત્મિક આંદોલન વડે અને મહાન વિપુલ સાહિત્ય રચના વડે જૈનસમાજમાં ક્રાંતિનું મોજું ફેલાવ્યું હતું. ગૃહસ્થી હોવા છતાં જૈનસમાજમાં તેમનું સ્થાન એક આચાર્યસમાન ગણવામાં આવે છે. પં. શ્રી ટોડરમલજીનો જન્મ વિક્રમ સં. ૧૭૯૭ માં જયપુરના ગોદીકાપરિવારમાં થયો હતો. તેમના પિતાજી જોગીદાસજી તથા માતાજી સંભાદેવી હતાં. તેમનો પરિવાર ‘ઢોસા1' તરીકે વિખ્યાત હતો. આજ પણ જયપુરમાં તેમના વંશમાં શ્રી છગનલાલજી લાદૂલાલજી ઢોલાકા છે. તેમના શિક્ષાગુરુ શ્રી બંશીધરજી હુતા-જેઓ મૈનપુરી (આગ્રા)થી જયપુર આવીને રહ્યા હતા. પંડિતજી અસાધારણ પ્રતિભાશાળી હતા, નાની ઉમરમાં જ તેમણે ઘણું અધ્યયન-મનન કર્યું હતું. સં. ૧૮૧૧ ના માહુ વદ પાંચમે જ્યારે તેમણે આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી ત્યારે તેમની ઉમર કેટલી હતી?-માત્ર ૧૪ કે ૧૫ વર્ષની તેમની ઉમર હતી. આવડી નાની ઉમરમાં તેમણે લખેલી આ અધ્યાત્મશાસ્ત્રના મર્મથી ભરેલી ચિઠ્ઠી બતાવે છે કે તેઓ કેટલા વિદ્વાન અને અધ્યાત્મરસિક હતા.
સં. ૧૮૧૧ ની આસપાસમાં એટલે કે ૧૪-૧૫ વર્ષની વયે જ તેઓ જયપુરરાજ્યના સિધાણા ગામે જઈને એક શેઠને ત્યાં નોકરી કરવા લાગ્યા. આ દરમિયાન સાધર્મી ભાઈ રાયમલ કે જેઓ ૧૩-૧૪ વર્ષની વયમાં જ શાસ્ત્રાભ્યાસી હતા ને ધર્મનું રહસ્ય સમજવાની જિજ્ઞાસાથી અનેક જગ્યાએ ઘૂમી રહ્યા હતા, તેઓ ૫. ટોડરમલ્લજીને મળ્યા, અને તેમના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk