________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિચયથી પ્રસન્ન થઈને તેમણે લખ્યું કે “ટોડરમાનીò જ્ઞાનળી મહિમા અદ્ભુત વેહી.” ત્યારબાદ ભાઈ રાયમલ્લજીએ તેમને ગોમ્મટસાર વગેરે શાસ્ત્રોની ટીકા લખવાનો આગ્રહ કર્યો અને પં. શ્રી ટોડરમલ્લજીએ હિંદી ભાષામાં ટીકા લખવી શરૂ કરી. તેઓ લખતા જતા હતા ને ભાઈ રાયમલજી તે વાંચતા જતા હતા. સં. ૧૮૧૫ સુધીનાં ત્રણેક વર્ષમાં એટલે માત્ર ૧૫ થી ૧૮ વર્ષની નાની વયમાં તો તેમણે ગોમ્મટસારના ૩૮ હજાર શ્લોક, લબ્ધિસાર-ક્ષપણસા૨ના ૧૩ હજા૨ શ્લોક અને ત્રિલોકસા૨ના ૧૪ હજાર શ્લોક, એમ કૂલ ૬૫૦૦૦ પાંસઠ હજા૨ શ્લોકપ્રમાણ (સમ્યજ્ઞાનચંદ્રિકા ) ટીકા રચી. માત્ર ૧૫ વર્ષની વયે ગોમ્મટસાર જેવા મહાનશાસ્ત્રની ટીકા લખવી તે શ્રુતાભ્યાસનો અસાધારણ પ્રેમ અને વિદ્વત્તા બતાવે છે. ભાઈ રાયમલ્લજી લખે છે કે “ અત્યારે આ કનિષ્ઠ કાળમાં ટોડરમલ્લજીના જ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ છે. ગોમ્મટસાર ગ્રંથનું વાંચન પાંચસો વર્ષ પહેલાં હતું. પણ ત્યા૨પછી બુદ્ધિની મંદતાને લીધે ભાવસહિત વાંચન અટકી ગયું; હવે ફરી (ટોડરમલ્લજી દ્વારા ) તેનો ઉદ્યોત થયો. વર્તમાનકાળમાં અહીં ધર્મનું નિમિત્ત છે તેવું અન્યત્ર નથી.
""
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પં. ટોડરમલ્લજી કેટલા પ્રતિભાશાળી હતા અને ધર્મ-પ્રચારની તેમને કેટલી લગન હતી. તે વખતે જયપુરમાં ઇન્દ્રજપૂજાનો મોટો ઉત્સવ થયેલો, તેની નિયંત્રણ-પત્રિકામાં (સં. ૧૮૨૧ ના માહ વદ નોમે ) લખ્યું છે કે “ અહીં ભાઈજી ટોડરમલજીના જ્ઞાનનો ક્ષયોપશમ અલૌકિક છે, તેમણે ગોમ્મટસારાદિ અનેક ગ્રંથોની પૂરા લાખ શ્લોકપ્રમાણ ટીકાઓ બનાવી છે અને હજી બીજા પાંચ-સાત ગ્રંથોની ટીકા બનાવવાનો વિચાર છે, તે આયુની અધિકતા હશે તો બનશે. વળી ધવલ-મહાધવલાદિ ગ્રંથોને પ્રગટમાં લાવવાનો ઉદ્યમ તેમણે કર્યો છે, તથા તે દક્ષિણદેશથી બીજા પાંચ-સાત ગ્રંથો તાડપત્રમાં કર્ણાટકીલિપિમાં લખેલા અહીં પધાર્યા છે તેને ‘મલજી' વાંચે છે, અને તેનું યથાર્થ વ્યાખ્યાન કરે છે તેમજ કર્ણાટકીલિપિમાં લખી લ્યે છે. ઇત્યાદિ ન્યાય, વ્યાકરણ, ગણિત, છંદ, અલંકાર વગેરેનું જ્ઞાન તેમને છે. મહાન બુદ્ધિના ધારક આવા પુરુષ આ કાળ વિષે હોવા દુર્લભ છે.” આ ઉલ્લેખ ઉપ૨થી સમાજમાં પંડિતજીનું મહત્વ કેટલું હતું તેનો ખ્યાલ આવે છે.
અત્યારની માફક ઝડપી પ્રવાસનાં કે સંદેશવ્યવહારનાં સાધનો તે જમાનામાં
ન હતાં; એવા એ સાધનહીન કાળમાં પણ દક્ષિણદેશના ધવલાદિ સિદ્ધાંતગ્રંથોના ઉદ્ધારની યોજના પં. શ્રી ટોડરમલ્લજીએ બનાવી હતી અને જયપુરથી કેટલાક ભાઈઓને ત્યાં મોકલ્યા હતા; તેમાં બે હજાર રૂપીયા ખર્ચ કર્યા અને આ કાર્યમાં પાંચ વર્ષ લાગ્યાં; તેમાંથી એક વ્યક્તિનું તો ત્યાં જ (દક્ષિણમાં) મૃત્યુ થયું. પણ તેમાં સફળતા ન મળી, છતાં પણ શ્રુતની તીવ્ર ભક્તિથી પ્રયત્ન ચાલુ રાખ્યો. જો નાની વયે તેમનું અકાળ અવસાન થયું ન હોત તો જરૂર તેમના સમયમાં જ તે પખંડાગમ આદિ શાસ્ત્રો જયપુર આવી ગયા હોત. તોપણ કર્ણાટકલિપિમાં તે શાસ્ત્રો આવ્યા, તેને તેઓ પઢવા લાગ્યા, અને તેની લિપિ લખવા લાગ્યા, એ કેટલી આશ્ચર્યની વાત છે!
ઉપરોક્ત ગોમ્મટસારાદિ ગ્રંથોની ટીકા પછી તેમણે આત્માનુશાસનની તથા પુરુષાર્થસિદ્ધિ ઉપાયની હિન્દી ટીકા ( જયપુરી ઢુંઢારી ભાષામાં) લખી, તેમજ
‘મોક્ષમાર્ગપ્રકાશક’
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk