Book Title: Adhyatma Sandesh Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ... .... R..... - મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમું તેહુ જેથી થયા અરહંતાદિ મહાન. કરી મંગલ કરું છું મહા ગ્રંથકરણ શુભ કાજ, જેથી મળે સમાજ સર્વ, પામે નિજપદ રાજ. (૫. ટોડરમલજી: મોક્ષમાર્ગપ્રકાશકનું મંગલાચરણ ) સ્વયં મંગલરૂપ અને મંગલનું કરનાર એવું જે વીતરાગી-વિજ્ઞાન તેને હું નમસ્કાર કરું છું, કે જેના પ્રતાપે અરહંતાદિ મહાન થયા. આ રીતે મંગલાચરણ કરીને મહાન ગ્રંથરચનાના શુભકાર્યનો પ્રારંભ કરું છું કે જેથી આત્માના ગુણોરૂપી સર્વ સમાજ મળે અને આત્મા નિજપદનું રાજ પામે, એટલે કે સ્વપદની પ્રાપ્તિથી શોભી ઊઠે. બનારસી કહે ભૈયા ભવ્ય સુનો મેરી સીખ, કેહોં ભાંતિ કૈસે હોંકે ઐસો કાજુ કીજિયે; એક હો મુદૂરત મિથ્યાતકો વિલંસ હોઈ, ખ્યાનકો જગાઈ અંસ હંસ ખોજિ લીજિયે, વાહી કો વિચાર વાકો ધ્યાન યહૈ કૌતૂહલ. યોં હી ભરી જનમ પરમ રસ પીજિયે; તજી ભવ-વાંસકો વિલાસ સવિકાર રૂપ, અન્ત કરિ મોહકો અનંતકાલ જીજિયેા ૪TI (પં. બનારસીદાસજી, નાટકસમયસાર) શુદ્ધ જીવદ્રવ્યના જ્ઞાન-ધ્યાનમાં રહેવું તે જ પરમાર્થ છે, તેનો ઉપદેશ દેતાં બનારસીદાસજી કહે છે કે-અહો ભવ્ય ભૈયા ! મારી શિખામણ સાંભળ. કોઈ પણ રીતે, ગમે તેવો થઈને આ કાર્ય કર, -કયું કાર્ય ? કે એક મુહૂર્તમાં મિથ્યાત્વમોહને વિધ્વંસ કર તે જ્ઞાનનો અંશ જગાડ: “સોડું હંસ' એવી ધ્વનિ કરતો જે ચૈતન્યહંસ તેને ખોજી લે. એનો જ વિચાર, એનું જ ધ્યાન ને એનું જ કૌતુહલ કર. એની કળાને ખોજ, અને જીવનભર એવા પરમરસનું પાન કર. સવિકારરૂપ જે સંસારવાસનો વિલાસ તેને છોડ ને મોહનો અંત કરીને અનંતકાળ સિદ્ધપણાનું જીવન જીવ. Please inform us of any errors on rajesh.shah@totalise.co.ukPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 246