Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિ વે દ ન પ્રાચીન યુગમાં રાજદૂતો મારફત નૃપતિઓ વચ્ચે અરસ્પરસ સંદેશાઓ મોકલાતા. ધર્મરાજા શ્રી તીર્થંકર પરમાત્માના દિવ્યધ્વનિમાં આવેલા અધ્યાત્મસંદેશાઓ સમ્યજ્ઞાની આત્માઓ પોતાના અંતરમાં ઝીલતા અને પછી જગતમાં તેનો પ્રચાર અને પ્રસાર કરતા. ગણધરદેવો, આચાર્ય-ભગવંતો, મહામુનિવરો અને સમ્યગ્દષ્ટિઓ દ્વારા આવા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી અને વર્તમાનમાં પણ તે ચાલુ છે. પંડિતપ્રવર શ્રી ટોડરમલ્લજીએ તથા શ્રી બનારસીદાસજીએ ત્રણ ચિઠ્ઠીઓમાં અધ્યાત્મરહસ્ય ગૂઢ રીતે ભરી દીધું છે. તેના ઉપર સ્વરૂપાનુભવી આત્મજ્ઞસંત પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ વિસ્તૃત પ્રવચનો કરીને તેનું રહસ્ય ઉદ્દઘાટન કર્યું છે તેમ જ સ્વાત્માનુભવ કરવાના દિવ્ય સંદેશાઓ તેઓ આપી રહ્યા છે તે માટે તે મુક્તિદૂતનો અત્યંત ઉપકાર માનીએ છીએ. આ પ્રવચનો ઝીલીને તેના ભાવો યથાતથ જળવાઈ રહે તે રીતે બ્ર. શ્રી હરિલાલભાઈએ તેનું સુંદર રીતે સંકલન કરી આપ્યું છે, જે આ પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે. રાજકોટના સદ્ધર્મપ્રેમી ભાઈશ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયાએ આ પુસ્તકની બે હજાર પ્રત છપાવીને ગુજરાતી ‘ આત્મધર્મ 'ના ગ્રાહકોને ભેટ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. તે ઉદારતા બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકમાં આપવામાં આવેલ ‘અધ્યાત્મસંદેશ ઝીલીને આખું જગત અધ્યાત્મરુચિપૂર્વક આત્મશાંતિનો અનુભવ કરો એમ પ્રાર્થીએ છીએ. સોનગઢ, તા. ૧-૮-૬૫. ખીમચંદ જે. શેઠ (સાહિત્ય પ્રકાશન સમિતિ ) Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 246