Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ પરિણામે મંદ પશમવાળા અથવા તે જ્ઞાન-તપ-ભગવંતભક્તિ જાપ વગેરે આરાધનામાં વિશેષ રસવાળા પૂજ્ય સાધુ મહારાજ તથા સાધ્વીજીઓને પણ ઈચ્છા કે અનિચ્છાએ આવડે કે ન આવડે તે પણ વ્યાખ્યાન આપવું પડે છે. આવા સમયે વ્યાખ્યાનમાં સીધે સીધું વાંચે તે પણ શ્રાવકાચાર સ્પષ્ટ સમજાવી શકાય તેમજ સાથે સાથે વિવિધ શાસ્ત્રીય છણાવટે, કથા, બહારના પ્રસંગે, લોકો, સ્તવન સઝાય વગેરેની પંક્તિ આદિ એક સાથે મળે તે કઈ સંગ્રહ હોય તે ઘણે ઉપયોગી થાય. આ ઉપરાંત કેઈપણ કારણસર વ્યાખ્યાનમાં ન જઈ શકનાર શ્રાવક-શ્રાવિકા વર્ગ પણ ઘેર બેઠાં શ્રાવક-આચારના જ્ઞાનને મેળવે તેમજ સાધુ-બહુમાન આદિને પણ પ્રાપ્ત કરે તેવા સંગ્રહ પરિશિલનજેવું કંઈક હોય તે ઉપયોગી થાય. આવા હેતુથી પ્રરાઈને મુનિ દીપરત્ન સાગરે તૈયાર કરેલ પરિશીલન એટલે આ-- અભિનવ ઉપદેશ પ્રાસાદ ------------- --~~-~-~-~-- પ્રસ્તુત પરિશીલન તૈયાર થયા બાદ “છપાવવા અંગે શું કરવું” તે વિચારણા ચાલુ હતી. રાજસ્થાનના તીર્થોની યાત્રા કરતાં મધ્યપ્રદેશના દ્વાર સમી નીમચ (છાવણી) પહોંચ્યા. નયનરમ્ય મૂળનાયક શ્રી પાર્શ્વ પ્રભુજીના દર્શન કરતાં વિહારને થાક ઉતરી ગયો. ઉપાશ્રયમાં પગ મુકતા એક રોમાંચક અનુભવ થયો. મનમાં વિચાર આવ્યો “ચોમાસું અહીં થાય તે?” બીજે કે ત્રીજે દિવસે નીમચ છાવણી સંધમાં તન-મન-ધનથી ભેગ આપનાર પુનમચંદજી ચેરડીયા એ વિનંતી કરી કે વાવણી सा ! इस साल चातुर्मास यहीं करा तो अच्छा । नरे साल से साधु મહારાગ ઈ રામ નટ મા | બાદમાં સર્વે ટ્રસ્ટી ગણે વિનંતી કરી. * સ્રાતુર્માસ આજ્ઞા માટે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી ને પત્ર લખ્યો. પૂજ્યશ્રીની અનુમતિ આવી ગઈ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 364