Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 6
________________ શ્રી નેમિનાથાય નમઃ – ગ્રન્થ ભૂમિકા – શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતે બે પ્રકારને ધર્મ પ્રરૂપેલ છે. (૧) સાધુ ધર્મ (૨) શ્રાવક ધર્મ. પરમાત્મા શ્રી મહાવીર મહારાજના શાસનમાં અનેક વિદ્વાન પૂજ્ય આચાર્યાદિ થઈ ગયા. તેઓએ કેવળ સાધુધર્મ કે શ્રાવક ધર્મને અનુલક્ષી ને અનેક પ્રકારની રચના કરી છે. પ્રતિક્રમણદિક ક્રિયામાં પણ કેટલાંક સૂત્ર સાધુ અથવા શ્રાવકને લક્ષમાં રાખીને જ છે. શ્રાવક માટેના જ સૂત્રમાંનુ એક સૂત્ર તે “મનહ જિસુણું.” પ્રસ્તુત ગ્રન્થને વિષય–અધ્યયન પરત્વેને આધાર આ મનહ જિણાયું સૂત્ર છે. કેઈને શંકા થાય કે તે પછી આ ગ્રંથનું નામ અભિનવ ઉપદેશ પ્રાસાદ શા માટે ? જૈન સાહિત્યમાં ઉપદેશ પ્રાસાદ ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ છે. પૂ. લક્ષમી સૂરીજી મહારાજે સ્વશિષ્યને માટે એ ગ્રંથ તૈયાર કરેલો. આ ગ્રંથ વ્યાખ્યાન કરતી વખતે મંદ પશમવાળા સાધુને તે ખૂબજ ઉપયોગમાં આવે છે. પણ તેમાં રહેલ અષાઢ ચાતુર્માસિક અને અષ્ટાક્ષિકા [શ્રી પયુંષણ પર્વના પ્રથમ ત્રણ દિવસ)ના વ્યાખ્યાને તે બધાં જ પૂજ્યો વાંચે છે. તેથી વ્યાખ્યાનને માટે પ્રસિદ્ધ એવા તે ગ્રન્થ ને આધારે પ્રસ્તુત પુસ્તકનું નામ પણ અભિનવ ઉપદેશ પ્રાસાદ રાખેલ છે. તેમાં એક એક વિષય પર તૈયાર કરેલ પરિશીલન વ્યાખ્યાન તરીકે પણ ચાલે તેવું છે. વર્તમાન કાલે ચાતુર્માસ કરાવવામાં મોટા ભાગના સંઘમાં પૂજ્ય સાધુ ભગવંતને ચાતુર્માસ વિનંતી કરતાં પહેલાં એક જ વાત વિચાશય છે કે વ્યાખ્યાન કેવું ?Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 364