________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
-
-
-
-
-
- -
-
બંધ એ આત્મા સાથે કર્મના સંબંધ રૂપે છે. માટે તેને સમાન વેશ અજીવ તવમાં કર્યો. કેમ કે ત્યાં કર્મનું પ્રાધાન્ય છે. મેક્ષ એ કર્મને સર્વથા ક્ષય થકી પ્રગટેલ વિશુદ્ધ સ્વરૂપ છે, માટે તેને જીવમાં સમાવિષ્ટ કર્યું એમ નવે ત થઈ ગયા કે નહીં?
આમ છતાં જે નવ તવ અલગ અલગ જણાવ્યા તે જીવને હેય અને ઉપાદેયના જ્ઞાન માટે છે. જેમ કે મુમુક્ષને મેક્ષ ઉપાદેય છે. પણ બંધ હેય છે, સંવર-નિર્જરા ઉપાદેય છે, પણ આશ્રવ હેય છે વગેરે ખ્યાલ રહે માટે સ્પષ્ટ પણે અલગ પાડયા.
પણ આ બધી વાત સમજાય કયારે ? જિનવાણીનું શ્રવણ રૂચિ પૂર્વક કરે તે. સુદર્શન શેઠ તે શ્રાવક ખરા અર્થમાં છે. માત્ર શ્રાવક કુળમાં જન્મ્યા કે જેનું નામ જ શ્રાવક રાખ્યું હોય તે શ્રાવક નહીં. પ્રભુ મહાવીર પરમાત્માની વાણી સાંભળવા નીકળેલ છે. સામે અર્જુનમાલી હાથમાં મુદ્દગર લઈ ધસમસતે આવે છે. કિલ્લા ઉપર ટીંગાતા નગરજનેના મુખમાંથી ચીસ નીકળી જાય છે. બધાંની આંખે સુદર્શન પર ચૂંટી ગઈ છે. પણ સુદર્શન જેનું નામ- તુરત જ ખેસથી ભૂમિ પ્રમાર્જન કરે છે.
જે જે પાછા પૂછતા નહીં પ્રેસ ક્યાંથી આવ્યો? –શ્રાવકને વેશ જ છે કે છેતી-માથે પાઘડી, અંગરખા કે કેટ ઉપર બેસીને વાળીને નાખી હોય. માટે ખેસથી ભૂમિ પ્રમાર્જન કર્યું.
ભૂમિ પ્રમાઈ–જિનેશ્વરને ભાવ નમસ્કાર કરી વ્રત ઉચ્ચારણ કર્યું. ચાર શરણું ગ્રહણ કર્યા. કયા ચાર શરણ?
चतारी शरणं पवज्जामि अरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलि पन्नत्तं धम्मं शरणं पवज्जामि
સાગારી અનશન કરી, દુષ્કૃત ગર્યો કરે છે, સુકૃત અનુમોદના કરે છે. ક્ષમાપના કરે છે, દઢ શ્રદ્ધાથી પ્રભુને હૃદયમાં અવધારી કાર્યોસગમાં ઉભા રહે છે. દુઃખ દેહગ દુરે હત્યારે સુખ સંપદશું ભેટ ધગ ધણું માથે કિયેરે કુણુ ગજે નર બેટ
વિમલજિન દીઠા...