Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ૪ અભિનવે ઉપદેશ પ્રાસાદ જીવન શા કામનું? ત્રિીજે કહે-દરવાજા પાછળ છૂપાઈ જઈએ. આખું ષણ્યત્ર રચાઈ ગયું. જેવા અર્જુનમાલી અને બંધુમતી મંદિરના અંદરના ગૃહમાં પ્રવેશ્યા કે તુરંત પેલા છએ પુરુષોએ અર્જુનમાલીને બાંધી દીધે. તેની નજર સામે છએ પુરુષોએ બંધુમતી સાથે લેગ વિલાસ કર્યો. અર્જુનમાલી કેધથી ધમધમી ઉઠયા. - અરે ! હું નિત્ય યક્ષની પૂજા કરનારે ને મારે આ પરાભવ, ખરેખર! મેં જેની પૂજા કરી તે પથરો જ છે, યક્ષ નહીં. નહીં તો મારી આ દશા ન હોય. યક્ષના મનમાં અનુકંપા જાગી. તેણે અજુનમાલના શરીરમાં પ્રવેશ કર્યો, બંધને તોડી નાખ્યા. છ પુરુષ અને સાતમી સ્ત્રી, સાતે ને મારી નાખ્યા. પછી તે રોજેરોજ રા મણને લોઢાને મુદ્દગર લઈને ફરે છે અને ૬ પુરુષ તથા ૧ સ્ત્રીની હત્યા કરી રહ્યો છે. રાજગૃહી નગરીમાં હાહાકાર મચી ગયે. શ્રેણિક મહારાજે ઉદ્દઘેષણ કરાવી કે જ્યાં સુધી અર્જુનમાલી ૭ ની હત્યા ન કરે ત્યાં સુધી નગરવાસીઓએ બહાર નીકળવું નહીં. - છ મહિના સુધી આ ક્રમ ચાલ્યો છે. રેજ સાત-સાતની હત્યા. એવા સમયે ભગવાન મહાવીર શહેરની બહાર ઉદ્યાનમાં સમેસર્યા. પણ જાય કોણ ? સુદર્શન શેઠ વિચારે કે ભગવાન ખુદ પધાર્યા ને હું જિનવાણી સાંભળવા ન જઉં તે કેમ બને ? માતા-પિતા રજા ન આપે-છતાં નગર દરવાજે પહોંચ્યું તે દરવાન દરવાજો ન ખેલે સુદર્શન તે. જિનવાણી શ્રવણ માટે અનન્ય શ્રદ્ધાવાન છે. ગમે તેમ જીદ કરીને નીકળે છે નગર બહાર. તુરંત દરવાજો બંધ થઈ ગયો. નગરના કિલે લોકોની ભીડ જામી ગઈ. સુદર્શન તે પરમ શ્રદ્ધાથી આગળ વધે છે. એક જ વિચાર છે – અમૃત ઝરણું મીઠી તુજ વાણું વહાલા મારે જેમ અષાઢ ગાજે કાન મારગ થઈ હિયડે પેસી સંદેહ મનના ભાંજે પ્રભુની વાણુના શ્રવણ વિના સંદેહ નિવારણ કેમ થાય? તે વિના પદાર્થનું ચિન્તન કેમ થાય? શ્રાદ્ધવિધિમાં રત્નશેખરસૂરિજી જણાવે છેश्रद्धालुतां श्राति पदार्थचिन्तनात् धनानि पात्रेषु वपत्यनारतम्

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 364