________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
નમો નાણસ્સ (૧) શ્રાવક એટલે શું ?
– સાંભળવાની કળા
परलोक हिय सम्मं जो जिणवयणं सुणेइ उवउत्तो __अई तिव्व कम्म विगमा सुक्को सो सावगो एत्थ
શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજાએ પંચાશક ગ્રન્થમાં શ્રાવકની વ્યાખ્યા કરતા આ શ્લેકમાં છેલ્લે તો સાવ જુથ કહ્યું તે શ્રાવક જાણ. શ્રાવક એટલે શું ?
સાવ સાદી વ્યાખ્યા કરતા રોતિ ઝુતિ શ્રાવક કહ્યું. જે સાંભળે તે શ્રાવક. તમે બધાં સાંભળો છે કે નહી ? એને અર્થ એ થાયને કે બહેરા માણસ કેઈ શ્રાવક હોય જ નહીં ? શ્રાવકના કુળમાં જમેલો રેડીયે સાંભળે તે પણ શ્રાવક અને બજારમાં ભાવતાલ સાંભળે તે પણ શ્રાવક, ઘરમાં ઝંકારારા સાંભળે તે પણ?
એમ નહીં. તે પછી શ્રાવક એટલે શું ? સ્થાનાંગ સૂત્રમાં અભયદવસૂરિ મહારાજાએ સ્પષ્ટતા કરી કે જોતિ બનવવન તિ શ્રાવ: જિનવાણીને સાંભળે તે શ્રાવક. અહીં મહત્વ કેનું ? સાંભળવાનું કે જિનવચનનું ?
મેક્ષાર્થી માટે પાયે છે “ભગવાનની વાણું.” શ્રવણ કરવાનું ખરું, પણ ભગવાનની વાણીનું.
ઝાલાવડમાં રાજસીતાપુર ગામ. ત્યાં માલુભા રાણું નામે ફોજદાર. આખા પરગણામાં ફેં ફાટે. માલુભા પોતે મૂળ કૅઢના વતની. છ ફૂટ ઊંચા, ગોરવાન, ભરાવદાર મૂછ, અંગ્રેજી ભાષા પર કાબુ. એ સમયે ધાંગધ્રાના રાજા સાહેબને નેજો ફરકે અને રૈયતના રક્ષણ માટે માલુભા રાણા હતા.
રાજસીતાપુર ગામે એક પગી ભજન ગાય. પગીના એ બુલંદ કંઠ કે સૂરની સરવાણીમાં જાણે આખું ગામ તણાઈ જાય, પગી રામસાગરે ભક્તિની ભભક ફેલાવી દીધી. માલુભાને કાને વાત આવી કે
જદાર ! પગીના ભજન સાંભળવા એ જીવતરને લહાવે છે, લહાવે. ભજન તો શુ મરમના ઘા છે, ઘા સાહેબ