Book Title: Aatmbodhak Granthtrai
Author(s): Yogtilaksuri
Publisher: Sanyam Suvas

View full book text
Previous | Next

Page 5
________________ આ ગ્રન્થોનું મહત્ત્વ કલ્પી ન શકાય એવું હોવાનું એક ખાસ કારણ છે, અસારમાંથી સાર કાઢવાનું કામ સહેલું છે પણ સારમાથી જ જ્યારે સાર કાઢવાનો હોય તો? ખૂબ અધરું છે, એ કામ. આપણા અમૂલ્ય વારસા જેવા આગમગ્રન્થો અને પ્રકરણ ગ્રન્થોમાંથી ચૂંટી ચૂંટીને વેધક શ્લોકો આ ગ્રન્થોમાં એકત્રિત કરવામાં આવ્યા છે. એક અદ્ભુત ખજાનો છે આ, જેમાં લાખેણાં રત્નો ગોઠવાયેલા છે. કરબદ્ધ વિનંતિ : શ્રીસંધના કોઈ પણ વ્યક્તિ માટે આ ત્રણ ગ્રન્થો ખૂબ ખૂબ ઉપયોગી છે. જેમ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ અને ત્રણ ભાષ્ય જેવા ગ્રન્થો આપણે ત્યાં અભ્યાસક્રમમાં રૂઢ થયા છે તે જ રીતે આ ત્રણ ગ્રન્થો સૌએ કંઠસ્થ કરવા - રાખવા જોઈએ. રોજ આમાંના એકાદ શ્લોકને અર્થ સાથે યાદ કરી માત્ર બે ત્રણ ક્ષણ – અંતર્મુખ બનીને વિચાર કરાય તો ચોક્કસ જ ‘આત્મા’ ની અનુભૂતિ થઈ શકે. પ્રસ્તુત સંપાદન : ૧) ટીકાના આધારે છાયા ૨) ટીકાના આધારે જ શબ્દાર્થ ૩) ગુજરાતી ભાષાના બંધારણને ધ્યાનમાં લઈને અન્વય મુજબનો ગાથાર્થ. વિગેરે બાબતોની કાળજી પ્રસ્તુત સંપાદનમાં રાખવામાં આવી છે. આ ત્રણે’ય સંગ્રહ ગ્રન્થોના શ્લોકો કયા કયા ગ્રન્થોમાં આવે છે. તેનું સૂચન પણ આમાં કરાયું છે. પણ તેનો પૂરેપૂરો

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 292