Book Title: Aatmbodhak Granthtrai
Author(s): Yogtilaksuri
Publisher: Sanyam Suvas

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના 2. “સારનો’ય સાર વૈરાગ્ય : અધ્યાત્મની આધારશીલા : આપણો આત્મા સંસારમાં અટવાયેલો છે. મહેનત પુષ્કળ કરવા છતા'ય સાચું સુખ કાયમ માટે હાથમાં આવી જાય એ ઘટના આપણાં જીવનમાં બની નથી કારણ એક જ છે, સંસારનો રાગ અકબંધ સચવાયેલો છે. જ્યાં સુધી સંસારનો તાત્ત્વિક વૈરાગ્ય પ્રગટતો નથી ત્યાં સુધી અધ્યાત્મની પ્રાપ્તિ શક્ય નથી. અધ્યાત્મનું પ્રથમ સોપાન છે-અપુનબંધશા. શી રીતે આવે છે એ દશા ? સંસાર વિશેનો ઉહાપોહ કરીને તેની અસલિયતને ઓળખવાથી જીવ અપુનર્બંધશા પામે છે. સમ્યગ્દર્શન તે પછીની અવસ્થા છે. તેમાં શું છે ? સંસારના તમામ પદાર્થો અંગે ‘તે સુખ આપનાર નથી’ એવી સ્પષ્ટ માન્યતા. દેશિવરિત અને સર્વવિરતિ સંસારના વળગણને અંશથી અને સર્વથી દૂર કરવા સ્વરૂપ છે. ટૂંકમાં સંસારનાં પદાર્થો પ્રત્યેનો સાચો અભિગમ અને વૈરાગ્ય એ જ આત્માની પ્રગતિનો આધાર છે, એ સ્પષ્ટ છે. અદ્ભુત ખજાનો : સાધુજીવનનો તો પ્રાણ જ ‘“વૈરાગ્ય’’છે. એ વૈરાગ્યની જ્યોત સતત જ્વલંત રહી શકે એવું અદ્ભુત આલંબન આ પુસ્તકમા પ્રસ્તુત કરેલા ત્રણે ત્રણ ગ્રન્થોમાં છે. આ ગ્રન્થોનો એક એક શ્લોક આતમરામને જગાડવા માટે અદ્ભુત આલબેલ પોકારી રહ્યો છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 292