Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો-૨
રર૭
વક્તા, સાહિત્યકલાપ્રેમી, શતાવધાની, તપસ્વી, ક્રિયાનિષ્ઠ શિષ્યની ભવ્ય પરંપરા નક્ષત્રોની જેમ ઝળહળી રહી છે- જેમાં શ્રી વિજયદેવસૂરિજી, શ્રી વિજયાનંદસૂરિજી, શ્રી વિજયકનકરત્નસૂરિજી, શ્રી વિજય મહાનંદસૂરિજી, શ્રી વિજયસૂર્યોદયસૂરિજીની મુખ્યતા છે. એવા એ અજોડ અનુપમ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજને કેટિ કોટિ વંદન!
(સંકલન : શ્રી પી. કે. શાહના એક પ્રકાશિત લેખનું સંવર્ધન-સંકલન)
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, આજીવન જ્ઞાનોપાસક, કલામર્મજ્ઞ, વિપુલ સાહિત્યકૃતિઓના સર્જક-સંપાદક, પરમ
શાસન પ્રભાવક, સાહિત્ય કલારત્ન પૂ. આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ અજોડ વ્યક્તિત્વ અને અનેરી પ્રતિભા ધરાવતા એક વિવિધરંગી
જીવનનું એક અનોખું ભવ્ય દર્શન અત્યંત પ્રાચીન કાળથી ગુજરાતે એવાં માનવરત્નો નિપજાવ્યા છે કે જેમનું કાર્યક્ષેત્ર ગુજરાતની સીમાની પેલે પાર કયાંય ને ક્યાંય સુધી વિસ્તરેલ હોવા ઉપરાંત, એમની સિદ્ધિઓને કાળ પણ કદી ગ્રસી શક્યો નથી, નામશેષ કરી શક્યો નથી. ઉપદેશરની તથા આચારસંહિતાની એમની મંજૂષ પાંડેના અક્ષયપત્રની જેમ ગમે તેટલી ખાલી કરવા છતાં એવી ને એવી સભર રહે છે. પુરાતન સમયમાં અને ઇતિહાસમાં એવા અનેક સાધક, સંત, સતીએ, શ્રેષ્ઠિઓ, અને રાજવીએ આ ભૂમિમાં થઈ ગયા કે જેઓ ગુજરાતની સંસ્કારિતાનું ગૌરવ વધારતા જ રહ્યા. સેક સેકે અને ક્યારેક તે દસકે દસકે આવી ધર્મસૂર, કર્મચૂર અને સેવાપરાયણ વ્યક્તિએ ગુજરાતની સંસ્કારભૂમિમાં પાકતી જ રહી અને માતા ગુર્જરીના કીર્તિમંદિરને વધુ ને વધુ શોભાભર્યું બનાવતી જ રહી. આજે અહીં એક એવી જ વિભૂતિને સંક્ષિપ્ત પરિચય આપતાં આનંદ અને ધન્યતા અનુભવાય છે. એ ત્યાગી છે, સંત છે, જ્ઞાનની સાક્ષાત્ ગંગા છે, નમ્રતા અને પ્રસન્નતાની પ્રેરક મૂતિ છે, સાહિત્ય અને કલાના પરમ ઉપાસક છે. એ સહુને સમતાથી નિહાળે છે, સહુના કલ્યાણની કામના કરે છે, એ વંદનીય વિભૂતિનું નામ છે પૂજ્ય આચાર્ય શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજ.
જન્મ અને બાલ્યાવસ્થા : જેની પાછળ અનેક રોમાંચક ઈતિહાસની ઘટના છપાઈ છે એવી સુપ્રસિદ્ધ પ્રાચીન નગરી દર્શાવતી (ડભોઈ) એ પૂજ્યશ્રીની જન્મભૂમિ. વિ. સં. ૧૯૭૨ના પિષ સુદ બીજ, તા. ૭-૧-૧૯૧૬ના મધ્યરાત્રિએ પિતા નાથાલાલ વીરચંદ અને
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શાસનપ્રભાવક માતા રાધિકાબેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયે. બાળકનું નામ પાડયું છવણલાલ. વિશાશ્રીમાલી જ્ઞાતિમાં જન્મેલા જીવણલાલે જન્મ થતાં પહેલાં પિતાની શીળી છાયા અને જન્મ પછી પાંચ જ વરસમાં માતાની વાત્સલ્યભરી છત્રછાયા ગુમાવી દીધી. એ પછી તેમનો ઉછેર તેમના વડીલ બંધુ શ્રી નગીનભાઈ એ કાળજીપૂર્વક કર્યો. તેમની સ્મરણશક્તિ અતિ તીવ્ર હતી. ગુજરાતી શાળામાં છ ધોરણ અને અંગ્રેજીનાં ત્રણ ધોરણને અભ્યાસ કર્યો. ચાર વર્ષની ઉંમરે ધાર્મિક પાઠશાળાના અભ્યાસની શરૂઆત કરી. આઠ-નવ વર્ષની વયે સંગીત-કલા પ્રત્યેની અભિરુચિને કારણે ડભેઈની સંગીતશાળામાં જોડાયા. ભારતરત્ન કૈયાજખાંના ભાણેજ ગુલામરસૂલખાં પાસે સંગીતને અભ્યાસ કર્યો. સંગીતનાં હારમનિયમ, ફિડલ, બંસરી, સારંગી, તબલાં વગેરે વિવિધ વાદ્યો અને ૫૦ જેટલાં નટેશન સાથે રાગ-રાગિણીઓમાં તેઓ પ્રવીણ બન્યા. સંગીતની પરીક્ષાઓ પણ આપી. ઉપાધ્યાય શ્રી. સકલચંદ્રજીકૃત સત્તરભેરીપૂજાએ સંગીતશાસ્ત્રના અતિ ઉચ્ચ કક્ષાના ક્લિષ્ટ રૂપ ૩૫ રાગ-રાગિણીઓની સ્વરલિપિ સાથે શીખી લીધી. સુંદર મીઠાશભર્યા કંઠ અને ગાવાની સુંદર હલક સાથે જૈનસંઘના પ્રેત્સાહનથી નૃત્યકલા શીખ્યા અને તેમાં ટૂંક સમયમાં આગવી કુશળતા પ્રાપ્ત કરી. બુહારી તથા જલાલપુર જેવા સ્થળોએ ધાર્મિક ઉત્સવમાં પિતાના સાથીમિત્રો સાથે જમ્બર જનમેદની સમક્ષ સમૂહનૃત્યમાં પોતાની વિશિષ્ટ કલાનું ભવ્ય દર્શન પણ કરાવ્યું.
સંયમના માર્ગેઃ સમય અને સંજોગો પલટાય તેમ માનવના ભાવ પલટાય છે. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણથી તેમ જ સંગીત અને નૃત્યકળાના સુભગ સંગથી તેમનું જીવનઘડતર ઉત્તમ પ્રકારે થયું, અને તેઓ ઉજવળ કારકિર્દીની આગાહી આપવા લાગ્યા. પરંતુ આ જ અરસામાં, વિ. સં. ૧૯૮૫માં, પૂ. આ. શ્રી વિજયમહનસૂરીશ્વરજી મહારાજ આદિ પરિવારનું ચાતુર્માસ ડઈ થયું. જીવણભાઈ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યના પરિવારના પરિચયમાં આવ્યા. જ્ઞાની સશુરુના ચગે તેમના અંતરમાં સંયમ-ચારિત્રની ભાવના જાગી, અને તેમના જીવનનું વહેણ બદલાયું. દીક્ષા લેવા માટે કુટુંબીઓને અનુકૂળ કરવા ભેઈથી વડોદરા સત્તર વખત નાસભાગ કરી. નાની ઉંમરમાં ઘણી તકલીફે વેઠી. છ છ વિગય ત્યાગ કર્યો પણ દીક્ષા માટે સંમતિ ન મળતાં ડભેઈથી વડેદરા પાસે છાણ ગામમાં ગુરુજી પાસે જઈ દીક્ષા લીધી. સુખી અને સમૃદ્ધ કુટુંબ અને જીવણભાઈ ઉપરને કુટુંબીજનોને અગાધ પ્રેમ, એટલે દિક્ષાનાં કષ્ટ શી રીતે ઉઠાવી શકશે એ વિચારથી કુટુંબીજને તેમની દીક્ષા સામે વિરોધી બન્યા. ઘેર લઈ જવા માટે વડોદરાની કેર્ટમાં કેસ કર્યો. કેટના કમ્પાઉન્ડમાં હજારે માણસની ભીડ જામતી. ત્રણ દિવસ કેસ ચાલ્યું. કાયદાના અધીન જજે દીક્ષા માન્ય ન રાખી, અને કુટુંબીઓને પાછા એંપ્યા. ત્યાર બાદ, એક વર્ષ સંસારમાં રહ્યા. પરંતુ આ સમયગાળામાં તેમની સંયમભાવના વધુ દઢ બની. પિતાના અનેક પ્રયત્ન છતાં દીક્ષાની મંજૂરી ન મળી, એટલે તેઓ પોતાના ગુરુદેવ પાસે પાલીતાણા પહોંચ્યા. ત્યાં સં. ૧૯૮૭માં વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયાના મંગલ દિને યાત્રા કરીને, કદમ્બગિરિ તીર્થની પવિત્ર છાયામાં પૂ. આ શ્રી વિજયહિનસૂરીશ્વરજી મહારાજની પાસે દીક્ષા લઈ, તેઓશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી ધર્મવિજયજી
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવત-૨
૨૨૯
મહારાજ (હાલ આચાર્યશ્રી)ના શિષ્ય બની મુનિ શ્રી યશોવિજયજી નામ ધારણ કર્યું. આ રીતે પૂજ્યશ્રીને બીજી વાર દીક્ષા લેવી પડી. અડગ નિશ્ચયને અંતે વિજય થયું. પોતે સેવેલું સ્વપ્ન સાકાર થતાં અપાર આનંદ થયો. આ રીતે સેળ વર્ષની ઊગતી વયે તેમણે સંસારનાં સર્વ પ્રલેભનેને ત્યાગ કરી અમણજીવનને સ્વીકાર કર્યો. તે પછી પૂ. ગુરુદેવની છાયામાં રહીને શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. તેમાં પ્રકરણગ્રંથ, વ્યાકરણ, કાવ્ય, કેષ તથા આગમાદિ ગ્રંથોનું સારી રીતે અધ્યયન કર્યું, અને પિતાની વિરલ પ્રતિભાને લીધે ટૂંક સમયમાં જ જૈનધર્મના એક ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.
શાસનને ચરણેકઈ પણ ઉચ્ચ ધ્યેયની પાછળ સતત મંડયા રહેવામાં જ સાચા વિજ્યનાં એંધાણ છે. હકીકતમાં સફળતાની આછી રેખા પણ કાર્યમાં ઊગેલી ન દેખાવા છતાં ઉરચ યેયની પાછળ જે વ્યક્તિ અવિરત અને ભગીરથ પ્રયત્નો કરે છે તે જ આખરે વિજેતા બને છે. અવિરામ અને અવિરત પુરુષાર્થ વિજયશ્રીને વરાવે છે. મુનિશ્રી યશવિજયજી મહારાજમાં ઉપરોક્ત ગુણોને સુભગ સમન્વય હોવાથી ટૂંક સમયમાં, એટલે કે દીક્ષાના પ્રારંભના વર્ષથી જ સ્વકીય સર્જનશક્તિથી સાહિત્યક્ષેત્રને અજવાળવા લાગ્યા. પૂજ્યશ્રીમાં અપૂર્વ અને વિશિષ્ટ કલાપ્રતિભા તે હતી જ; એમાં સમ્યક્ આરાધના અને અપ્રતિમ સાધનાને ઉમેરે થયે. પરિણામે તેઓશ્રીની સર્જનાત્મક અને ચિંતનાત્મક શક્તિ વિકસવા માંડી. અને થોડાં વરસોમાં તે એ ક્ષેત્રમાં ચિરસ્મરણીય કુમકુમ પગલી પાડી દીધી ! ૧૮ વર્ષની નાની ઉંમરમાં તેઓશ્રીએ સુપ્રસિદ્ધ “સંગ્રહણીસૂત્ર” જેવા દળદાર ગ્રન્થને ૬૦ ચિત્રો સાથે કરેલ અનુવાદ તેને સ્પષ્ટ પુરાવે છે.
અવધાનકાર : મુનિશ્રી વડેદરામાં અવધાનકળા શીખતા હતા. પરંતુ સમયના અભાવે અધવચ્ચે છોડી દઈને પિતાના શિષ્ય મુનિશ્રી જયાનંદવિજયજીને અવધાનમાં તૈયાર કર્યા. તે પછી લેકે એ કેટલાંક કારણોસર તેઓશ્રીને અવધાન શીખવાની ફરજ પાડી અને તેઓશ્રીએ અવધાન શીખી લીધાં. વડોદરા જ્ઞાનમંદિરના હાલમાં લગભગ ૪૦૦ શિક્ષિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં ૬૦ અવધાન કરી બતાવ્યાં. ઉત્તરસાધક તરીકે મુનિશ્રી જયાનંદવિજયજી હતા. પ્રારંભમાં જ ૬૦ અવધાનથી શરૂઆત કરી હોય એવા આ પ્રથમ મુનિ છે. તે પછી મુંબઈ જવાનું થયું. ત્યાં પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તથા અન્ય શિક્ષિત જોડે વાર્તાલાપ થતાં ૨૦૦ અવધાન કેઈએ નથી કર્યા. માટે તે અંગે મુનિશ્રીને દબાણ કરવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સમય મેળવીને ૧૨૫ અવધાને તૈયાર કર્યો. અવધાનોમાં કેટલાંક ભારે હતા. અડધે પહોંચ્યા પછી, જાહેરજીવનની જવાબદારી વધી જતાં દ્વિશતાવધાની થવાની ઐતિહાસિક ઘટના અટકી ગઈ.
રાજકીય અને સાહિત્યક્ષેત્રે : આગળ જતાં, મુનિજી ન્યાય, વ્યાકરણ, અલંકાર શા તથા શિલ્પ, તિષ, સ્થાપત્ય, ગ, ઇતિહાસ, મંત્રશાસ્ત્ર આદિન ઉત્કટ અભ્યાસી બન્યા. તેઓશ્રીની વિદ્વત્તા સર્વતોમુખી બની રહી. અનેક જૈન જૈનેતર વિદ્વાનો, કલાકારે, સામાજિક કાર્યકરે, રાજકારણીઓમાં પૂજ્યશ્રી આદરણીય અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા.
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શાસનપ્રભાવક
દક્ષા લીધા પછી સાત વર્ષ બાદ, એટલે માત્ર બાવીસ વર્ષની ઉંમરે તેઓશ્રીથી પ્રભાવિત થઈ પાલીતાણાના ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી તથા દીવાન શ્રી માનસિંહજીએ તેઓશ્રીને પિતાના હવામહેલમાં પગલાં કરવાં નિમંચ્યા હતા. વળી, તેઓશ્રી સાહિત્યમદિરમાં પણ પધાર્યા હતા અને ત્યાં પ્રાચીન કળા-કારીગરીની ચીજો જોઈ ખુશ થયા હતા. ત્યાર પછી, સં. ૧૯૦માં રાજકેટ-સદરમાં પિતાના પૂ. ગુરુદેવ સાથે કરેલા ચાતુર્માસ દરમિયાન ગંડલ યુવરાજ, બીલખા નરેશ, જેતપુર-સાયલાના રાજવી, થાણ-દેવળીના દરબાર, રાજકેટ નરેશ વીરાવાળા તથા અનેક રાજ્યાધિકારીઓએ પૂજ્યશ્રીનાં દર્શન કરી, વાર્તાલાપ કરી આશીર્વાદ લીધા હતા. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ પિતાના વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ દ્વારા પિતાની કેશકચેરીનું નિરીક્ષણ કરવા નિમંત્રણ આપ્યું. કેશની વ્યાપક પ્રવૃત્તિમાં જૈનધર્મ વિશેની માહિતી દર્શાવતા શબ્દો ઉમેરવાની વિનંતિ કરતાં “ભગવદ્ ગોમંડળ” માટે પૂજ્યશ્રીએ ૮૦૦ પાનાં અને ૬૦ ચિત્રોવાળે, ભારે પરિશ્રમ ઉઠાવીને તૈયાર કરેલ “સંગ્રહણીગ્રંથ” તત્કાલ મંગાવીને ભેટ આપે હતે. એ જોઈ ને મહારાજાને ઘણો જ આનંદ થયે હતો. મહારાજાએ કહ્યું કે, “કેટલાંય સ્થળે પત્ર લખવા છતાં જૈનધર્મનાં પુસ્તકે ઉપલબ્ધ થયાં નહીં. અમારે કેશ જૈનધર્મના શબ્દો વિનાને રહે એ ખૂબ જ ખટકતું હતું. આપે આ પુસ્તક આપ્યું એટલે હવે અનેક શબ્દો મળી જશે.” મહારાજાએ તે બદલ ઘણો આભાર માન્યો. ત્યાર પછી, વડોદરાનરેશ શ્રી પ્રતાપસિંહરાવ ગાયકવાડનાં મહારાણી શાંતાબાઈ પરિવાર સાથે કેકી પિળમાં નંદીશ્વર દ્વીપની રચનાના દર્શનાર્થે આવ્યાં અને મુનિશ્રીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. રાવપુરા રોડ ઉપર રાજકુટુંબને જોવા માટે માનવમહેરામણ ઊમટયો હતે. પૂજ્યશ્રીએ પિતાના ગુરુદેવેની હાજરીમાં મહારાણજીને સુંદર શબ્દોમાં પ્રેરણા આપી હતી. વડોદરાનું સમગ્ર રાજકુટુંબ જેનમંદિરમાં પધાર્યાનો આ પહેલા જ પ્રસંગ હતે.
" રાષ્ટ્રના અગ્રણીઓ મુલાકાતે ? રાજાશાહી પછી લોકશાહી આવી. અશુભ કર્મના ઉદયે નાની ઉંમરથી સ્વાધ્ય પ્રતિકૂળ રહેતું હોવાથી પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું. તે દરમિયાન મુંબઈ અને પાલીતાણામાં અનેક રાજકીય નેતાઓ પૂજ્યશ્રીના દર્શને આવી ગયા છે. ગુજરાતના પ્રધાનેમાં શ્રી રતુભાઈ અદાણી, શ્રી રસિકભાઈ પરીખ, શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, શ્રી માધવસિંહ સોલંકી, શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી પિપટલાલ વ્યાસ, શ્રી નવલભાઈ શાહ, શ્રી મકરંદ દેસાઈ, શ્રી વિજયકુમાર ત્રિવેદી, શ્રી કાંતિલાલ ઘીયા, શ્રી જશવંત મહેતા, રાજ્યપાલ શ્રી આર. કે. ત્રિવેદી, શ્રી દલસુખભાઈ પટેલ, મહારાષ્ટ્રના પ્રધાનોમાં શ્રી કન્નમવર, શ્રી વાનખેડે, શ્રી યશવંતરાવ ચવાણુ, શ્રી શંકરરાવ ચવાણ, શ્રી મધુકર દેસાઈ દેશનેતાઓમાં રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિ, શ્રી મેરારજીભાઈ દેસાઈ, શ્રી વી. પી. સિંધ, શ્રી એસ. કે. પાટિલ, શ્રી ગુલઝારીલાલ નંદા, શ્રી કે. કે. શાહ, શ્રી સરેજીની મહિણી, શ્રી સુશીલાબેન નાયર, શ્રી વિજયસિંહજી નાહર, શ્રી ચંદ્રશેખરજી, શ્રી સુંદરલાલ પટવા આદિ રાજકારણીઓ તેમ જ પૂજ્યશ્રી સાહિત્યકાર હોવાથી અનેક વિદ્વાને મળવા આવતા; જેમાં શ્રી કાકા કાલેલકર, શ્રી રમણલાલ વ. દેસાઈ, શ્રી ધૂમકેતુ, શ્રી જયભિખુ, શ્રી મોહનલાલ ચુ. ધામી, પ્રો. રસિકલાલ
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો-ર
ર૩૧ કાપડિયા, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી મનુભાઈ પંચોળી, બીકાનેરના વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા, શ્રી ભંવરલાલજી નાહટા, સ્વામી સત્યભક્ત, દિગમ્બર વિદ્વાને પરમેષ્ઠીદાસ જૈન આદિ અનેક વિદ્વાનોએ પૂજ્યશ્રીના દર્શન કરી, જ્ઞાન અને સાહિત્ય આદિ વિષયેની ચર્ચા-વિચારણા કરી પ્રસન્નતા અનુભવી હતી.
જૈન સમાજના આચાર્યો અને મુનિરાજો જોડેના સંબંધ : મૂર્તિપૂજક સંપ્રદાયના કેટલાક આચાર્યો તથા મુનિવર્યો પણ પૂજ્યશ્રી પ્રત્યે આદરભાવ ધરાવે છે. ભૂતકાળમાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જોડે ખૂબ જ આત્મીય સંબંધ બંધાયે હતા. દીક્ષા કદગિરિમાં થઈ તે પછી બીજા વરસે, અંજનશલાકા વખતે, પૂ. ગુરુદેવ સાથે કદંબગિરિ જવાનું થતાં પરિચય વચ્ચે અને ત્યાં એકાએક કોણ જાણે કેમ, પૂ. સૂરિજીએ વર્ધમાનવિદ્યા નામને પટ મુનિજને અર્પણ કર્યો. આ અકલ્પનીય બાબત હતી. પૂ. શાસનસમ્રાટશ્રી સાથે પાલીતાણા તથા અમદાવાદમાં ઘણી ઘણી બાબતે વિશે ચર્ચા-વિચારણાઓ થતાં ખૂબ જ આત્મીયતા બંધાઈ હતી. એવી જ રીતે, પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ સાથે પણ તેઓશ્રીના ગુરુતુલ્ય સંબંધે હતા. આગદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને પ્રથમ યુગ સં. ૧૯૯૦માં મુનિ સંમેલન વખતે અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રય થે હતા, ત્યારે બૃહદુસંગ્રહણી પર વિચારણા ચાલતી હતી, અને અષ્ટ રૂચકપ્રદેશે અને ચર્ચા થઈ હતી. આગમમંદિરના આજના (Planning)માં મુનિશ્રી નિકટના માર્ગદર્શક રહ્યા હતા. સહુથી પહેલું આગમ મુનિશ્રીની પ્રેરણાથી પૂ. આ. શ્રી વિજય મેહનસૂરિજી મહારાજ તરફથી નોંધાવી મંગલાચરણ કરાવ્યું હતું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં પણ પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ વગેરે પાસે મુનિશ્રીનું આદરભર્યું સ્થાન હતું, કેમ કે તેઓશ્રીમાં સંઘભાવના, વિનય, વિવેક, ઉદારતા, આત્મીયતા, મધુરતા અને વિશાળતા વગેરે ગુણોના કારણે સહુને પિતાના જ લાગે એવી એમના વ્યક્તિત્વની વિશેષતા છે. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી, પૂ. આ. શ્રી માણેકસાગરસૂરિજી, પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી, આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી, પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરિજી, પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી, મુનિવર શ્રી અંબૂવિજયજી, વિમલગચ્છના શ્રી શાંતિવિમલજી, ખરતરગચ્છના શ્રી સુખસાગરજી, પ્રજ્ઞા પુરુષ શ્રી કાંતિસાગરજી, અચલગચ્છના આ. શ્રી ગુણસાગરસૂરિજી, ત્રિસ્તુતિક થેયના આ. શ્રી જયંતસેનસૂરિજી, પાયચંદગચ્છના પદસ્થ મુનિરાજ ઉપરાંત સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન આ. શ્રી આનંદદ્રષિજી, શ્રી પુષ્કરમુનિજી, શ્રી દેવેન્દ્રમુનિજી, તેરાપંથી સંપ્રદાયના પ્રધાન આ. શ્રી તુલસીજી, શ્રી નથમલજી, શ્રી રાકેશમુનિજી આદિ સાથે પણ મળવાનું થયું છે. એ સહુએ ત્યારે આત્મીય ભાવ વ્યક્ત કરી હાદિક આદરભાવ દાખવ્યું છે. ખ્યાતનામ આચાર્ય શ્રી સુશીલ મુનિજી વરસેથી પૂજ્યશ્રી પ્રત્યે હાદિક અનુરાગ ધરાવે છે. મુંબઈ-દિલ્હીથી ખાસ મળવા માટે પાલીતાણા બે વાર પધાર્યા હતા. અમેરિકામાં “સિદ્ધાચલ તીર્થ' ઊભું કરવા માટે સલાહસૂચના, માર્ગદર્શન મેળવ્યું હતું, અને બીજી પણ અનેક વિચારણાઓ કરી હતી. વક્તા ચિત્રભાનુજી પણ પૂજ્યશ્રીને મળતા રહ્યા છે. હિન્દુ સમાજના
2010_04
WWW.jainelibrary.org
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પ્રથમ પ ́ક્તિના વિદ્વાન સન્યાસી શ્રી અખંડાન ંદ સરસ્વતી તથા સુપ્રસિદ્ધ શ્રી દીક્ષિતજી મહારાજ પણ તેઓશ્રીને મુ'બઇ વાલકેશ્વરમાં મળ્યા છે અને ઉપયેગી વિચારણા કરી છે.
શાસનપ્રભાવક
અગ્રણી શ્રાવક : જૈનસમાજના વિવિધ કિાના આગેવાનોમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શાહુ શ્રી શાંતિપ્રસાદજી, શ્રી શ્રેયાંસપ્રસાદજી, ચીમનલાલ ચકુભાઈ, ખીમચંદભાઈ વેારા, દુલ ભજી ખેતાણી, ભારત મહામંડળના અનેક પદાધિકારીએ, સાધક ઋષભદાસજી, લંડનસ્થિત રતિભાઈ ચંદેરિયા, શ્રેણિકભાઈ, દીપચંદભાઈ ગાડી વગેરે અવારનવાર મળીને ધર્મપ્રચાર અને શાસનકાર્યોમાં માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહ્યા છે.
સગીતકળાના ક્ષેત્રે : સંગીત અને અન્ય કળાની આગવી સૂઝના કારણે સુપ્રસિદ્ધ સગીતકારો અને કલાકારે તેઓશ્રીના પરિચયમાં આવ્યા છે અને પૂજ્યશ્રીના મંત્રિત વાસક્ષેપ દ્વારા આશીર્વાદે પણું પ્રાપ્ત કર્યાં છે. કારનાથજી, મહેન્દ્ર કપૂર, મન્ના ડે, મુકેશ, કલ્યાણજી આણંદજી, પુરુષાત્તમ ઉપાધ્યાય, મનુભાઈ શાહ, દેવેન્દ્રવિજય પડિત, મનુભાઈ ગઢવી, શાંતિલાલ શાહ, અવિનાશ વ્યાસ, માસ્ટર વસંત, પિનાકિન શાહ, મનહર ઉધાસ વગેરે નામી-અનામી કલાકારોએ પૂજ્યશ્રીની મુલાકાત લીધી છે અને સતસમાગમનો આનંદ માણ્યું છે. અનેકવાર સંગીતની લ્હાણ પણ પીરસી છે. જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર તરફથી ૧૪ સ્તવનેની ધામિક ગીત-સ'ગીતની રેકર્ડ નિમિત્તે આ પરિચય સધાયા છે. પ્રસિદ્ધ ગાયક અને ગીતકાર શ્રી પ્રદીપજી, શેકની સામ્રાજ્ઞી મીનાકુમારી અને અભિનેત્રી શ્રી નરગીસ વગેરેએ પણ મુ`બઈચેમ્બરમાં પૂજ્યશ્રીની મુલાકાત લઈને આનંદ વ્યક્ત કર્યો છે. આ પ્રકારના વિવિધ ક્ષેત્રાના મહાનુભાવેના વિશાળ સપના કારણે મુનિશ્રીની જ્ઞાનસાધના વિશાળ અને ગહન બની, તેઓશ્રીના વિચારમાં ઉદાત્તતા આવી, અને તેઓશ્રી ધર્મની સાથે સમાજ તથા રાષ્ટ્રના કલ્યાણને પણ સન્મુખ રાખતા રહ્યા. મૂર્તિ અને મંદિરનું શિલ્પ-સ્થાપત્યનું જ્ઞાન ઊંડું છે. નાની ઉંમરથી જ એમાં રસ હતેા. એક શિલ્પજ્ઞ તરીકે પૂ. મુનિશ્રીની ઇચ્છા ૨૫-૩૦ની સખ્યામાં દર્શનીય તરીકે કલાત્મક અને સુંદર તેમ જ શ્રેષ્ઠ કેટિનાં શિલ્પાના નમૂના તૈયાર કરાવી, પ્રદર્શન હોલ બનાવી, કાયમ માટે સ્થાપિત કરવા એવા નિર્ણય જયપુરના શ્રેષ્ઠ કલાકારની વિનંતિથી કર્યાં હતા; પણ તે યેાજના પડી રહી. તેમ છતાં, બીજા' પાંચેક શિલ્પા તૈયાર કરાવ્યાં. જે શિલ્પા મંદિરમાં પ્રતિષ્ઠિત થયાં, તેમાં ગોડીજીમાં બિરાજમાન કરેલી ૯ ફૂટની ખડ્ગાસને રહેલી ભગવાન આદીશ્વરની મૂર્તિ, મુ ́બઈ-વાલકેશ્વરમાં રહેલી ભારતભરમાં અોડ કહી શકાય અને જીવંત લાગે તેવી ભગવતી પદ્માવતીજીની મૂર્તિ ( આ જ આકારની સ્મૃતિ આદેશભરમાં સેંકડોની સંખ્યામાં પ્રતિષ્ઠિત થઇ છે), તે ઉપરાંત ૨૭ ફૂટની ઘાટકોપર સર્વોદય હેાપિટલમાં મૂકેલી ખગાસનની મૂર્તિ તથા વાલકેશ્વરમાં મૂકેલી વિશિષ્ટ પ્રકારના શ્રી મહાવીરસ્વામીજી તથા વિઘ્નહર પાર્શ્વનાથજી તથા અન્ય મૂર્તિ એ તેઓશ્રીની કળાનું અદ્ભુત રસપાન કરાવે છે. પાલીતાણામાં પેાતાના બંને દાદાગુરુની, હમણાં જ ખેલશે એવા ભાવની, જીવ'ત મૂર્તિ બિરાજમાન થઈ છે તેને જોઈ ને લાકે મુગ્ધ બની જાય છે! ધામિઁક અનુષ્ઠાનોમાં પણ તેઓશ્રીની પ્રતિભા ઝળકતી રહી છે. ઉપધાન–ઉજમણાં-ઉત્સવ-મહેાત્સવ વગેરેમાં જનતાની રુચિ વધે
2010_04
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો-ર
૨૩૩ તેવાં કલાત્મક ચિત્રો દ્વારા અનેક નવીનતાઓ અને વિશિષ્ટ આયેાજન દ્વારા નવા અભિગમે આપ્યા છે. જેન-જૈનેતર હજારો સ્ત્રી-પુરુષે પૂજ્યશ્રીની પ્રેરણા પામીને આધ્યાત્મિક ઉત્કર્ષ સાધી શક્યા છે. આનંદની વાત એ છે કે આ અભિગમે અને નવીનતાએ બીજા સાધુશ્રાવકેએ પણ અપનાવી છે. અરે, મુનિશ્રી હસ્તકનાં અન્ય શિલ્પ–કલાકૃતિઓનું અનેક પ્રાંતનાં મંદિરમાં અનુકરણ થયું છે. તેઓશ્રી હસ્તકની કલાકૃતિઓ જેનારને કંઈ ને કંઈ નવીનતા લાગે છે
વિશ્વશાંતિ–આરાધના સત્ર : અષ્ટગ્રહયુતિના ઉપદ્રવ વખતે “વિશ્વશાંતિ જૈન આરાધના સત્રની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ગુરુદેવેની સંમતિ મળતાં મુંબઈ મહાનગરીમાં રાજ્યપાલશ્રી શ્રી પ્રકાશના હાથે આ ઉત્સવનું ઉદ્ઘાટન થયું. સાથે પ્રાચીન સાહિત્ય અને કલાચિત્રનું જંગી પ્રદર્શન જાયું. તેની દસ દિવસ સુધી અભૂતપૂર્વ ઉજવણી થઈ હજારે આયંબિલેને તપ, કરડેને મંત્રજાપ, નવકાર મંત્રની અખંડ ધૂનના કાર્યક્રમ
જાયા. આખા દેશમાં આ કાર્યક્રમ થવા પામ્યું. એક અભૂતપૂર્વ ઉત્સવ ઉજવાયે. હેલિકોપ્ટરથી શહેર ફરતી શાંતિ જળની જલધારા થઈ આ ઉજવણમાં એ વખતે નીકળેલા વરઘોડામાં ચાર લાખ લોકેએ લાભ લીધું હતું. ત્યાર બાદ, રાષ્ટ્રને સુવર્ણની જરૂર પડતાં વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ જેનો દ્વારા દેશને સોનું મળે એવી શેકેટ દ્વારા ખાસ વિનંતી કરી. પ્રથમ તે મુનિશ્રીની પ્રેરણાથી રાષ્ટ્રીય સહકાર સમિતિની રચના કરવામાં આવી. બંને ગુરુદેવના ઉપદેશથી અને મુનિશ્રીના અથાગ પ્રયતથી લડાઈ માટે અનાજ બચાવવાની જરૂર હતી, તેથી હજારો માણસને એક ટંક ભેજન છેડાવવાની જાહેર પ્રતિજ્ઞા લેવડાવી. દેશને એનું જોઈતું હતું તેથી મુનિશ્રીએ જાહેર ભાષણ દ્વારા ૧૭ લાખ રૂપિયાનું સોનું “સુવર્ણ બેન્ડ” માટે ભેગું કરાવ્યું અને તે વખતના ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાને મુંબઈ બેલાવીને ગોડીજી ઉપાશ્રયની જંગી સભામાં, અનેક અધિકારીઓ, મુંબઈના પ્રથમ પંક્તિના જૈન-જૈનેતર આગેવાને વચ્ચે એ “સુવર્ણ બેન્ડ” બહેનો દ્વારા અર્પણ કરવામાં આવ્યા. એ પ્રસંગે સમગ્ર શહેરમાં જયજયકાર વતી રહ્યો ! સમગ્ર દેશમાં આ ઘટનાને સહ આશ્ચર્યભાવે અપનાવી રહ્યા!
વિવિધ સંસ્થાઓની સ્થાપના : પૂજ્યશ્રીની આગવી પ્રતિભાથી સંસ્થાઓની સ્થાપના થઈ છે. વિવિધ પ્રકારના પ્રેરક અને અવનવી ભાત પાડતા સમારેહે અને ભવ્ય પ્રદર્શને
જાયાં છે, જેમાં પ્રાચીન અમૂલ્ય ચિત્ર, જાતજાતની કલાત્મક સચિત્ર પ્રતિએ મૂકવામાં આવી હતી. આવાં બહુમૂલ્ય પ્રદર્શનોથી લાખો લેકેએ પ્રેરણા મેળવી છે. પૂજ્યશ્રી કળા-સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ ફળ આપતા જ રહ્યા છે. જેનાનાં ઘરમાં જેને સંસ્કૃતિનાં ચિત્રો, કળાની ચીજો પહોંચે તે માટે તેઓશ્રીએ “જેન સંસ્કૃતિ કલાકેન્દ્રની સ્થાપના કરી હતી અને જેન વેપારીઓને આગેવાની લેવાની પ્રેરણા કરી હતી. પણ આ બાબતે જોઈ એ તે ઉત્સાહ ન જણાતાં સમગ્ર આયેાજન મુલતવી રહ્યું અને મુનિશ્રીને તેને ઘણો રંજ થયે. સત્તરમી સદીમાં જન્મેલા
2010_04
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજના શ્રથાને પ્રગટ કરવા પૂજ્યશ્રીની પ્રેરણાથી ‘યશેભારતી જૈન પ્રકાશન સમિતિ ’ની સ્થાપના થઈ. એ સુ'સ્થા તરફથી દસ વરસમાં સ’સ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાના ૩૦ પ્રથા તેઓશ્રીની અથાગ મહેનતથી સંશાધન-સપાદન કરવાપૂર્ણાંક પ્રકાશિત થયા છે. આ અથાગ પરિશ્રમ માગે તેવુ અત્યંત કઠિન કાર્ય પણ તેઓશ્રીએ પર પાડયું. ત્યારપછી કળાનાં પ્રકાશને માટે ‘ચિત્રકળા નિર્દેશન ' નામની કળા આખત સ્વતંત્ર કાય કરી શકે તેવી સંસ્થા પણ સ્થાપી. આ સસ્થાએ પ્રગતિના પંથે પદાર્પણ કરી પ્રારંભમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીનું અનુપમ ચિત્રસંપુટ પ્રગટ કર્યુ છે. પ્રારંભમાં સંસ્થા તરફથી પ્રાચીન સ્તવ, પદો અને ગીતાની રેકોર્ડ તૈયાર કરાવી, જેનસમાજમાં એક નવી જ પહેલ કરી, આજની યુવાન પેઢીને પ્રાત્સાહિત કરી છે.
શાસનપ્રભાવક
અત્રેડ-અભૂતપૂ વિશ્વપ્રસિદ્ધ ગ્રન્થનું પ્રકારાન : છેલ્લા એક દશકાથી પૂજ્યશ્રીએ વિશ્વવ ંદ્ય ભગવાન મહાવીરસ્વામીની શાસ્ત્રીય કથાને ૩૫ સુ ંદર ચિત્રમાં અ ંકિત કરવા માટે ભગીરથ પુરુષાર્થ સેવ્યે છે. આ ચિત્રાનું સર્જન કરવા માટે તેમણે સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને વારંવાર સૂચનાઓ આપી, ચિત્રા ભાવનામય અને સુ ંદર બને તે માટે પ્રેરણા આપી છે. તેમનુ એક કલાકાર તરીકે સન્માન સાચવીને, તેમની પાસેથી કામ લીધું છે. વળી આ ગ્રંથ ચિરસ્મરણીય બની રહે તે માટે આ ચિત્રાના પરિચય એ રીતે આપ્યા છે કે તેમાં ભગવાન શ્રી મહાવીરસ્વામીની સંપૂર્ણ જીવનકથા કડીબદ્ધ આવી જાય. પરિણામે, વાંચકોના મન પર ભગવાનનું સળંગ-સુરેખ ચિત્ર અ`તિ થાય. વિશેષમાં આ ગ્રંથો લાભ બધા લઈ શકે તે માટે તેને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી – ત્રણે ભાષામાં પરિચય આપ્યા છે. જૈનશાસનના ઇતિહાસમાં આવું પ્રકાશન પહેલી જ વાર થયુ છે. પૂજ્યશ્રીનાં સૂઝસમજ, બુદ્ધિ પ્રતિભા, અનુભવ અને કળાષ્ટ વડે તૈયાર થયેલું આ ચિત્રસ’પુત વિશ્વવિખ્યાત બન્યુ છે.
મુંબઈ–બરલા માતુશ્રી ગૃહમાં યાદગાર ઉદ્ઘાટન : આ અનેડ અને અભૂતપૂર્વ ગ્રન્થના અતિભવ્ય પ્રકાશનસમારેહ તા. ૧૬-૬-૭૪ના રોજ ખીરલા માતુશ્રી ગૃહ-મુંબઈમાં પૂ. ગુરુદેવેાની અધ્યક્ષતામાં ભારે જનમેદની વચ્ચે આન ંદપૂર્વક થયા હતા. ખીરલા સભાગૃહમાં ૩૦ વર્ષીમાં આવા સમારે થયેા ન હતા. એ વખતે મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન શ્રી અનંતરામ જોષીએ આ ગ્રંથનું પ્રકાશન કર્યુ` હતુ`. દેશભરમાંથી ગવન રે, પ્રધાનો, આચાયૅ, વિદ્વાને અને અનેક સ ંઘેાના સંદેશાએ આવ્યા હતા. ચારેય સંપ્રદાયના આગેવાનાએ હાજરી આપી હતી. આ સંપુટ ચારેય સંપ્રદાયના આગેવાનાએ સમારંભ વખતે પૂ. ગુરુદેવને અર્પણુ કર્યાં હતા. ચિત્રસંપુટને રથમાં મૂકી, મેટરમાં મૂકી કચ્છ, રાજસ્થાનમાં વરઘોડા નીકઢ્યા હતા. મદ્રાસ, જયપુર વગેરે સ્થળે જંગી સમણુ સમાર ંભા યેજાયા હતા. ચિત્રસ'પુટ પાછળ પ્રજા ઘેલી બની ગઇ હતી. પૂજ્યશ્રીની આ કાર્યમાં કામે લાગેલી પ્રતિભા અને પુરુષાથની ભારોભાર પ્રશંસા થઈ હતી.
આચાર્યશ્રીની મહાન કૃતિને! વિશ્વને મહાન લાભ : તાજેતરમાં સુરત
2010_04
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા-૨
ખાતે ખુલ્લી મુકાયેલી શ્રી. મહાવીર હાસ્પિટલના વિશાળ હોલમાં પૂ. મુનિશ્રી યજ્ઞેાવિજયજી મહારાજની પ્રેરણાથી તૈયાર કરાયેલાં ભગવાન મહાવીરનાં જીવન-કવન અંગેનાં ભીતચિત્રા હેાસ્પિટલના ઉદ્ઘાટન પ્રસ`ગે વડાપ્રધાન શ્રી મેારારજી દેસાઈએ ખૂબ જ એકાગ્ર ચિત્તે નિહાળ્યાં હતાં. મનને મુગ્ધ કરનારાં સુંદર ભાવવાહી ચિત્રા અને તેની ત્રણ ભાષામાં અપાયેલ ચિત્રા વિશેની સમજૂતી પાછળ રહેલી પૂજ્યશ્રીની આગવી દ્રષ્ટિની શ્રી દેસાઈ એ ભારોભાર પ્રશ ંસા કરી હતી. આ ચિત્રસ ંપુટનાં જ ચિત્રો ઉપરથી મુંબઈ-ધાટકે પર-સર્વોદય હાસ્પિટલ, જયપુર વગેરે અનેક સ્થળોએ આરસનાં ચિત્રો અન્યાં છે. ઉપરાંત, કાપડ ઉપર, હાથીદાંતમાં એમ વિવિધ માધ્યમ ઉપર આ ચિત્રો બન્યાં છે, કેટલેક સ્થળે ગેલેરીએ પણ તૈયાર થઈ રહી છે. ચિત્રસંપુટમાં આપેલાં ચિત્રો, પ્રતીકો, ખેડ રાના ઉપયેગ સે કડા લોકોએ વિવિધ રીતે કર્યાં છે. આજે છપાતી ઘણી કંકોતરીએમાં આ પુસ્તકની એડ રાનું અનુકરણ થાય છે તેની નોંધ કરીએ તે ઘણી લાંબી થાય.
શ્રી મહાવીર ભગવાનની ઉજવણી કમિટી : ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ મહેૉત્સવ અંગે રાષ્ટ્રીય સમિતિમાં જૈન સમાજમાં અગ્રણીઓની સલાહ લઈ ને ભારત સરકારે પૂજ્યશ્રીની ચાગ્યતા પિછાણીને તેમની અતિથિવિશેષ તરીકે નિમણુક કરી હતી. સરકારે તેઓશ્રી સાથે સવિનય પત્રવ્યવહાર કર્યાં હતા. અજાણતાં પણ જૈન શાસ્ત્ર કે સંસ્કૃત વિરુદ્ધ કોઈ આયેાજન ન થઈ જાય તેની ભારે તકેદારી રાખી હતી. પૂજ્યશ્રીએ સરકારશ્રી પાસે અહિંસા વગેરે વિષે ઘણા કાર્ય ક્રમે કરાવ્યા હતા. એ વખતે દિલ્હીથી અનેક રાજદ્વારી નેતા પૂજ્યશ્રીને મળવા વાલકેશ્વર મુંબઈ આવતા હતા. જૈન આગેવાનો, વિદ્વાને, સામાજિક કાર્ય કરે પણ આવતા હતા. આ પ્રસંગે મુંબઈમાં જે ભવ્ય ઉજવણી થઈ તેમાં પૂજ્યશ્રીના ગુરુદેવેાની કૃપા વડે તેએશ્રીના મહત્ત્વને ફાળેા હતે. આકાશવાણીનાં સાત કેન્દ્રો પરથી એક વરસ સુધી ચાલે તેટલાં સ્તવના, ગીતા અને સંવાદોની રજૂઆતે માટેનુ આયેાજન પૂજ્યશ્રીએ કરી આપ્યું હતું. એક પુસ્તક થાય એટલી કામગીરી તે વખતે તેએશ્રીએ કરી હતી. જૈનધ્વજ અને જૈનપ્રતીકનુ આયેાજન કરવામાં પણ પૂજ્યશ્રીએ મુખ્ય ભાગ ભજજ્ગ્યા છે. રાષ્ટ્રપતિ શ્રી વી. વી. `રે અને પૂજ્યશ્રી : તા. ૨૨-૭-૭૪ના રોજ પૂ. મુનિરાજ શ્રી યશે.વિજયજી મહારાજના શુભ હસ્તે ભગવાન શ્રી મહાવીની ભવ્ય મૂર્તિ અ`ણુ કરવાની હોવાથી તે નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિને મુંબઈ વાલકેશ્વર શ્રી આદિનાથ જૈન મંદિરના દર્શન કરી, ઉપાશ્રયમાં પધારતાં પૂ. ગુરુદેવાની અધ્યક્ષતામાં હાથીદાંતની ભવ્ય મૂતિ, એ ઐતિહાસિક સમાર ંભમાં ભારે જયનાદો વચ્ચે અર્પણ થઈ હતી અને વાસક્ષેપ દ્વારા તેમણે આશીર્વાદ લીધા હતા. મુનિજીના વ્યક્તિત્વથી તેએ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ સમારંભમાં એસ. બી. ચૌહાણ અને શહેરની પ્રથમ પક્તિની વ્યક્તિએ ઉપસ્થિત હતી. બીજા દિવસે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં, રાજભવનમાં મુંબઈના ૩૦૦ અગ્રણી, જેમાં હિન્દુ, મુસલમાન, પારસી ધર્માંગુરુ સામેલ હતા, તે સની હાજરીમાં પૂજ્યશ્રીને અભિનંદન આપવાના તેમ જ શાલ ઓઢાડી બહુમાન કરવાને નિર્ણય લેવાયેા હતેા. પણ ખૂબ જ આગ્રહભરી વિનંતિ કરવા છતાં તેઓશ્રીએ આ સન્માન માટે અશક્તિ દર્શાવી
2010-04
પ
Page #10
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
હતી. સમગ્ર મુંબઈ શહેરને આ વાત ગમી ન હતી, છતાં પૂજ્યશ્રી પિતાના નિર્ણયમાં અડગ રહ્યા હતા.
રાષ્ટ્રીય પદવીનો ઇન્કાર : પ્રજાને હજી ખબર નથી કે એક નિસ્પૃહી મુનિએ ભારત કરફારને ૨૬મી જાન્યુઆરીએ ૧૭ લાખનું સોનું અપાવી, મંત્રમુગ્ધ કર્યા તેથી પ્રભાવિત થઈને પૂજ્યશ્રીને રાષ્ટ્રીય પદવી આપવાને પત્ર મુંબઈ સમિતિ પર આવ્યું હતું. પૂ. મુનિજીને સર્વ આગેવાનેએ ખૂબ વિનંતી કરી. સર્વ પ્રથમવાર કેન્દ્ર સરકાર સ્વયંભૂ ઇચ્છાથી પદવી અર્પણ કરે છે ત્યારે ઇન્કાર ન કરવો જોઈએ, એવું ઘણી રીતે દબાણ થવા છતાં, પૂજ્યશ્રીએ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. પૂજ્યશ્રીની સાહિત્ય અને કળાની અભૂતપૂર્વ સેવાને લક્ષમાં લઈ તેઓશ્રીની ઇચ્છા ન હોવા છતાં, વિશાળ જનસમૂહ વચ્ચે, “સાહિત્યકલારત્ન”ની પદવી આપવામાં આવી. મુનિજીને કળાઓનું અભુત જ્ઞાન હોવા છતાં નિઃસ્પૃહી અને નિરહંકારી વ્યક્તિત્વ એ જ એમના જીવનની મહાન સિદ્ધિ ગણી શકાય. તદુપરાંત, મુંબઈ અથવા પાલીતાણામાં જંગી
મ્યુઝિયમ ઊભું કરવા માટે પૂજ્યશ્રીએ પ્રયત્ન શરૂ કરેલા, પણ આ કાર્ય અધવચ્ચે સ્થગિત થઈ ગયું. સર્વ કાર્યો સફળતાપૂર્વક પાર પાડવામાં પૂજ્યશ્રીનું આત્મબળ, બુદ્ધિબળ, નિર્ણયાત્મક શક્તિ, સહિષ્ણુતા, સમતા, વિરોધીઓને પણ આદર કરવાની ઉદારતા, સમય-સંજોગે પ્રમાણે કાર્ય કરવાની કુશળતા આદિ ગુણલક્ષણો ભાગ ભજવતાં. પરિણામે ચારેય ફિરકાઓને મનમેળ સધાવી કાર્ય કરી શકે છે. કહે છે કે મુનિશ્રી વરસોથી એકધારા મુંબઈ છવાઈ ગયા. જાહેર જનતાને મુનિશ્રી પ્રત્યે ભારે આદર હતું. એક જંગી સભામાં, ૩૦ હજારની માનવમેદની વચ્ચે મુંબઈના ગવર્નર અને શ્રી એસ. બી. ચાવણને ૧૫ ઈંચની આરસની કલાત્મક મૂતિએ ભેટ આપી ત્યારે જ્યનાદોથી ગગન છવાઈ ગયું હતું. ભગવાન શ્રી મહાવીરસ્વામીની ૨૫૦૦ન્મી પુણ્યતિથિ નિમિત્ત ૨૫ લાખના ખર્ચે ૩૨ ફૂટ ઊંચે એક કીર્તિસ્તંભ ઊભું કરવાનું નક્કી થયું હતું. તેના ખાતમુહૂર્ત પ્રસંગે મુંબઈ મહાનગરપાલિકાના કેગ્રેસ, સામ્યવાદી, સમાજવાદી, શિવસેના અને અન્ય પક્ષોના સર્વ સભ્ય હાજર રહ્યા હતા તે પૂજ્યશ્રી પ્રત્યેનું શહેરીજનેનું માન સૂચવે છે. આ કીતિ સ્થંભ અંદર અને બહારથી કંઈ ન હોય એ જાતને થવાનું હતું. આ કીર્તિસ્તંભ હેંગિંગ ગાર્ડન પર ઊભો કરવાની ઇચ્છા હતી પણ કેટલીક મર્યાદાઓ આવી પડવાથી અને ત્યાં વિહાર કરે પડ્યો તેનાથી કામ આગળ વધી શકયું નહીં. પૂજ્યશ્રીની ઇચ્છા હજુ પણ મુંબઈ જવાય અને કામ આગળ ચાલે તે જોવાની છે.
છરી પાલિત સંધના સર્વોપરી માર્ગદર્શક : વિ. સં. ૨૦૩૩ના મહા સુદ ૩ને દિવસે પૂ. ગુરુદેવ, સાધુઓ, સાધ્વીજીએ તથા ૭૦૦ યાત્રિ સાથે મુંબઈથી પાલીતાણને ૭૩ દિવસને છ’રી પાળતે જે યાત્રા સંઘ નીકળે તેમાં તથા વિ. સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનારના પૂ. ગુરુદેવે સાથે ૧૦૦૦ યાત્રિકને ૨૪ દિવસને છરી પાળ જે યાત્રાસંઘ નીકળે તેમાં અદ્ભુત સફળતા મળી હતી. કાર્યકર્તાઓએ અને પૂ. ગુરુદેવોએ સુંદર આયોજન કર્યું હતું. આ બંને સંઘ પર સર્વોપરી દેખરેખ અને સુવ્યવસ્થા–સુરક્ષાની જવાબદારી પૂજ્યશ્રી પર હતી. તેઓશ્રીની આત્મશક્તિ અને કુદરતી સૂઝ અને ખી હતી.
2010_04
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા-૨
૨૩૭
વિશ્વની અસ્મિતા સમારોહ : વિ.સ. ૨૦૩૩માં પાલીતાણામાં નંદલાલ દેવલુક સંપાદિત અનેકવિધ સામગ્રીથી શોભતે ‘ વિશ્વની અસ્મિતા' ગ્રંથને પ્રકાશન સુમારે હ પૂજ્યશ્રીની નિશ્રામાં યાાયા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું હતુ. પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં ઊજવાયેલા આ ભવ્ય સમારેહ પૂજ્યશ્રીની સાહિત્યપ્રીતિના પરિચાયક બની રહ્યો.
શત્રુજય હાસ્પિટલ અને અન્ય કાર્યો : યુગદિવાકર પૂ. આ. શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અને મુનિશ્રીની પ્રેરણાથી પાલીતાણામાં શત્રુ જય હોસ્પિટલ અને સાધ્વીજીએ માટે શ્રમણીવિહાર તેમ જ જૈનસાહિત્યના જ્ઞાનભંડાર માટે ધર્મવિહાર – આ ત્રણે સ્મારકે ઊભાં થયાં. તેના આયેાજન પાછળ પૂજ્યશ્રીની કાર્યકુશળતાના માટે ફાળેા હતેા. ઉપરાંત, પૂજ્યશ્રીએ નવકારમ`ત્રની તથા પૂર્વાચાયાનાં ચૌદ ગીતાની રેકર્ડ ઉતરાવી. પૂજ્યશ્રીના આ સાહસને ચારે બાજુથી અભિનંદને મળ્યાં હતાં. તેમનું નાની ઉંમરનું એક ગીત મહાતપસ્વી પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ હસ્તક ચાલતી શિબિરમાં વિદ્યાથી એ દ્વારા પૂજ્યશ્રીની હાજરીમાં ભાવપૂર્વક ગવાતું હતું, જેની જાણ મુનિશ્રીને પેાતાને પણ ન હતી. શિમિરના વિદ્યાથીના હાથમાં ચોપડી જોવા મળતાં ઘટસ્ફોટ થયેા. શિબિરના વિદ્યાથી ઓએ કહ્યું કે, ગીતેની રેકર્ડ ઉતરાવા. એટલે ‘મારી નાવલડી મજધાર, તારે મને એક છે આધાર.' એ ગીતની પણ રેકર્ડ ઉતરાવી છે. આ ગીતે પ્રથમ કક્ષાના સંગીતકારો પાસે રેક કરાવ્યાં છે. અમેરિકાના પ્રમુખ જી. બી. કારને ભારત આવવાના કાર્યોક્રમ જાહેર થયેા, ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યે કે વીતરાગ તીર્થંકરની નાની પ્રતિમાઓની ભેટ આપવામાં આવે તે તે પ્રમુખ, અમેરિકા અને જૈનધર્મ માટે ગૌરવની ઘટના બની રહે. શ્રી મારારજી દેસાઈ ત્યારે વડાપ્રધાન હતા. પૂજ્યશ્રીના તેમની સાથેના નિકટના આત્મીય સંબંધ હોવાના કારણે આ ઐતિહાસિક કાર્ય ક્રમ ગોઠવવામાં આવ્યે હતે. આ માટે પૂજ્યશ્રીએ અગાઉથી જયપુરમાં ખાસ આદેશ આપીને ભાવવાહી મૂતિ અને તે માટે અગ્રણી કલાકારને કામ સોંપ્યું. એ સુંદર મૂર્તિએ જયપુરથી પાલીતાણા આવી. એક મૂર્તિ પર પ્રમુખ કારનું નામ અને બીજી મૂર્તિ પર શ્રીમતી કારનું નામ લખાવવામાં આવ્યું. મૂર્તિ એ પાલીતાણાથી મુંબઈ અને મુંબઈથી દ્વિલ્હી લઈ જવામાં આવી. એક જ દિવસને ઝડપી કાર્યક્રમ હતો, પણ મૂતિ એ દિલ્હી મેડી પહોંચી અને કાર્યક્રમ થઇ ન શકયો. મિ. કારના સેક્રેટરીએ આશ્વાસન આપ્યુ કે મૂર્તિ' કોઈની સાથે અમેરિકા મેકલે. ત્યાં અણુવિધિ કરાશે, પણ પૂજ્યશ્રીને આ કાર્યક્રમ અહીં નહીં થવાથી ઘણા ખેદ થયા.
મુંબઈમાં સ'સ્કૃત-પ્રાકૃત ભણતા ઘણા વિદ્યાથી એક પૂજ્યશ્રી પાસે કેટલાક શબ્દાર્થા પૂછવા આવતા હતા. આ વિદ્યાથી એ માટે પૂછવાનુ` કાઇ કાયમી જાહેર સ્થાન ન હતું, આ બધી પરિસ્થિતિ જોઈ ને પૂજ્યશ્રીને થયુ કે મુંબઈ જેવા મેટા શહેરમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા શિખવાડતી એક પાઠશાળા સ્થાપવી જોઇ એ. એક દિવસ ગુરુદેવ સાથે પરામર્શ કર્યાં અને નિણૅય લેવાયે; જેને લીધે ‘જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી જૈન પાઠશાળા 'ની સ્થાપના કરવામાં આવી.
2010_04
Page #12
--------------------------------------------------------------------------
________________
શાસન પ્રભાવક
આજે આ પાઠશાળા કુશળ શિક્ષકને લીધે કામધેનુ રૂપ બની છે. મુંબઈ–વાલકેશ્વરમાં પૂજ્ય ગુરુદેવશ્રીના વષીતપ નિમિત્તે તેઓશ્રીના અધ્યક્ષપણું નીચે ઉજમણાનું ભવ્ય આયોજન થયું હતું. આ ઉજમણામાં અવનવી ડિઝાઈન ભરાવવામાં આવી હતી. ચીલાચાલુ રીતે નહીં. પણ વિશિષ્ટ પ્રકારે ગોઠવણ કરવામાં આવી હતી. આ ઉજમણાનાં દર્શન માટે, પૂજ્યશ્રીના નિમંત્રણથી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વાય. બી. ચવાણ ખાસ આવ્યા હતા અને દરેક વસ્તુ જોવામાં ખૂબ રસ લીધું હતું. એવું જ બીજું જંગી ઉજમણું પૂજ્યશ્રીની સંપૂણ દેખરેખ નીચે, આકર્ષક પદ્ધતિએ મુંબઈ-ગોડીજી જૈન ઉપાશ્રયમાં ગોઠવવામાં આવ્યું હતું. તેમાં દોઢ લાખ રૂપિયાની કિંમતને, ૬૦ વર્ષ જૂને, ગેડીજીના સંગ્રહને એક સુંદર અંદર રજૂ કરવામાં આવ્યું હતું. લાખ માણસેએ આ ઉજમણાનાં દર્શન કરીને આનંદ અનુભવ્યું હતું. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ વખતે મુંબઈ–વાલકેશ્વરમાં મંદિરના ચેકમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી આબેહૂબ પાવાપુરીની રચના પૂ. ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ અને પૂજ્યશ્રીની ભાવના મુજબ કરવામાં આવી હતી. તેનું ઉદ્દઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એસ. બી. ચવાણુના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. સૌ કેઈ આ રચનાથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ રીતે, વર્ષોથી ચાલી આવતી જૈન મૂર્તિકળામાં મુનિશ્રીએ ઘણું સુધારાએ સૂચવીને, રાજસ્થાન જયપુરથી અનેક કારીગરેને બેલાવીને કલાક સુધી એની ખૂબીઓખાસિયતે સમજાવીને, મૂતિઓ વધુ સુંદર, કલાત્મક અને આકર્ષક કેમ લાગે તે સમજાવીને, તેઓને તૈયાર કર્યા. અને પરંપરાગત મૂર્તિવિધાનમાં ઘણા ફેરફાર કરાવ્યા. પૂજ્યશ્રીએ પિતાની માન્યતા મુજબ શ્રી સિદ્ધચક્ર યંત્ર, બૃહદ્ પૂજન યંત્રને ખૂબ આકર્ષક સુંદર પિટ કરાવ્યું છે. બીજા પણ અનેક શિલ તેઓશ્રી હસ્તક તૈયાર થયાં છે. સોમપુરા શિલ્પીઓને પણ ઘણું માર્ગદર્શન આપ્યું છે. મૂર્તિવિધાનવિદ્યામાં પૂજ્યશ્રી પ્રમાણરૂપ મનાય છે. હાલ શ્રી સિદ્ધચક્ર અને શ્રી પદ્માવતી પૂજનવિધિ લખવાનું મંગલાચરણ થઈ ચૂકયું છે. આધુનિક છાપકામથી પાંચ રંગોમાં વિદેશી કાગળ પર શ્રી અર્હત્ મહાપૂજનવિધિ શ્રેષ્ઠ લહિયા પાસે લખાવરાવી છે. આવા નમૂના બીજે જોવા મળતા નથી. તમામ પૂજનવિધિઓની પણ હસ્તલિખિત પ્રતે તૈયાર કરાવરાવી છે તથા સોનેરી રૂપેરી શાહીમાં અનેક પ્રતિએ લખાવરાવી છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં કરડેના બચે થનારા જૈન દેરાસરને નકશે તેઓશ્રીએ તપાસ્યો છે. આવી તે, નાનીમેટી અગણિત ઘટનાઓ પૂજ્યશ્રીના દૈનંદિન જીવનકમમાં ઘટતી રહે છે!
સરકારે કરેલું અભૂતપૂર્વ સન્માન : વિ. સં. ૨૦૩૫માં પાલીતાણામાં માગશર સુદ પાંચમને દિવસે, મુંબઈ તેમ જ અનેક સંઘોની ભાવભરી વિનંતિથી, લાખા જૈને જેમની પદવી માટે વરસેથી ઝંખના કરી રહ્યા હતા, અને પદવી જલદી સ્વીકારે એવી પ્રાર્થના કરી રહ્યા હતા તે પ્રસંગ, પૂ. યુગદિવાકરશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઊજવવાને નિર્ણય થયે. આ નિર્ણયની ખબર અખબારે દ્વારા તે સમયના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈને દિલ્હીમાં પડી. એટલે વડા પ્રધાનશ્રીએ સ્વયંભૂ ઈચ્છાથી, પૂજ્યશ્રી પ્રત્યેના આદરભાવને લીધે, ધર્મભાવનાને કારણે, સરકાર તરફથી જાહેર સત્કાર સમારંભ યોજવાનું નક્કી થયું.
2010_04
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો-ર
માગશર સુદ ચોથને દિવસે પ૦ હજાર ભાવિકેની મેદની વચ્ચે, ૧૦૦ સાધુઓ તથા ૪૦૦ સાધ્વીજીએ વચ્ચે પૂ. યુગદિવાકરશ્રીની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી મોરારજીભાઈએ પ્રથમ જાતે કાંતેલી ખાદીને કપડે એટાડીને, પછી શાલ ઓઢાડીને જાહેર સન્માન કર્યું. દબદબાભર્યા આ અવસરનું લોકેએ ગગનભેદી જયનાદોથી સ્વાગત કર્યું. આ પ્રસંગ ઈતિહાસમાં પહેલીવાર ઊજવા. –કેમ કે રાષ્ટ્ર પહેલી જ વાર એક સંતનું બહુમાન કરી રહ્યું હતું. આ પ્રસંગે શતાવધાની મુનિશ્રીજયાનંદવિજયજી મહારાજનું પણ શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ આદિ અગ્રગણ્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા. ભારત સરકારના આદેશથી ઉજવણીમાં ૧૩ લાખને ખર્ચ થયે તે ગુજરાત સરકારે ભગવ્યું હતું. તે પછી બીજા દિવસે જૈનવિધિ પ્રમાણે વીસ હજાર માનની જંગી હાજરી વચ્ચે પૂજ્યશ્રીને આચાર્યપદે આરૂઢ કરવાને ભવ્ય પ્રસંગ ઊજવી હતો.
ગુજરાતના રાજ્યપાલે કરેલું બહુમાન : પૂ. આચાર્યશ્રીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં અનેરા ઉત્સવનું આયોજન થયું. તે પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી ખાસ પાલીતાણુ પધાર્યા હતા, અને પૂજ્યશ્રીનું શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. બીજે દિવસે પાલીતાણાના નાગરિક તરફથી, પાલીતાણામાં કરેલાં ધાર્મિક, સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈ સુંદર માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. બંને દિવસમાં મહામહોત્સવ પૂર્વક ઉજવાયેલા આ પ્રસંગે જેના ઈતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા છે. વળી, તા. ર૦-ર-૯૦ને દિવસે ભારતના વડા પ્રધાન શ્રી વી. પી. સિંઘે પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં પધારી, વાસક્ષેપ નંખાવી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા. પૂજ્યશ્રીએ વડાપ્રધાનને સુંદર ધાર્મિક ચીજો ભેટ આપી હતી.
પૂજ્યશ્રીના વ્યક્તિત્વ વિષે, તેમની પ્રવૃત્તિ અને કાર્યો વિશે, તેમના સાહિત્યસર્જન વિષે, અનેકાનેક વિષે ઘણું ઘણું વિસ્તારથી લખી શકાય એટલી વિપુલ સામગ્રી છે. પરંતુ નાના લેખોમાં તે ગાગરમાં સાગર ભરવાની વાત છે. પૂજ્યશ્રી કવિ, લેખક, મધુર વક્તા, અવધાનકાર, મંત્રમુગ્ધ કરે એવા અજોડ મૂતિવિધાનના જ્ઞાતા છે. મંત્ર આદિ જુદી જુદી વિદ્યાઓના અભ્યાસી છે. બાહ્ય તેજથી પ્રકાશિત તેજસ્વી વદન, જ્ઞાન અને કળાથી અંકિત સૌમ્ય દષ્ટિ, ગંભીર અને મધુર વાણી, વિનયયુક્ત વ્યવહાર, સંયમસૌરભથી મહેકતું જીવન એ સર્વ તેઓશ્રીના વ્યક્તિત્વને અજવાળતાં ઉજજ્વળ પાસાં છે. પૂજ્યશ્રીના આ બહુમુખી ભવ્ય વ્યક્તિત્વને ધ્યાનમાં લેતાં એક કલ્પના કરવી વધુ પડતી નથી કે માત્ર ભારતવર્ષના જ નહિ, પણ વિશ્વના એક આદર્શ સાહિત્યકલાપ્રેમી સાધુ તરીકે તેઓશ્રીને ઇતિહાસ સુવર્ણાક્ષરે અંકિત કરશે. અંતમાં, પૂજ્યશ્રીની શાસનસેવા ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રભાવશાળી બને, તેઓશ્રી સાહિત્ય અને કળાના ક્ષેત્રે અવનવાં સર્જન કરતા રહે, તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એ જ અભ્યર્થના અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટ કેટિ વંદના !
2010_04
Page #14
--------------------------------------------------------------------------
________________
ર
શાસનપ્રભાવક
પ૯ વર્ષથી પૂજ્યશ્રીના ચાલી રહેલા સાહિત્ય અને કલાના યાદગાર મહાયજ્ઞને અતિ ટૂંકો પરિચય : પિતાના પૂજ્યપાદ બંને દાદાગુરુદેવેની નિશ્રામાં, પોતાના ગુરુવર્ય પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ પાસે જ્યારે મુનિશ્રી યશોવિજયજી અભ્યાસ કરતા હતા, ત્યારે ગત જન્મના કોઈ સંસ્કારને લીધે ભણવાની સાથે કંઈક લખવાની પણ ભાવના રાખતા હતા. બે વર્ષ બાદ, એટલે કે દીક્ષાના ત્રીજા વર્ષે, ૧૯ વર્ષની ઉંમરે, મુનિશ્રીએ સાહિત્યક્ષેત્રે લેખનની અલ્પ શરૂઆત કરી. પ્રથમ “બૃહતસંગ્રહણી” જેવા મહાન ગ્રંથના ભાષાંતર દ્વારા મંગલાચરણ થયું. ભવિષ્યમાં થનારી સમૃદ્ધ જ્ઞાનયાત્રાનો આ રીતે શુભારંભ થયે. એ યાત્રા જ્ઞાનસંપાદનના ક્ષેત્રમાં ધીમે ધીમે વિસ્તરતી ગઈ. અને પૂજ્યશ્રી લેખક સાથે સંશોધક અને સંપાદક પણ બન્યા. શ્રત, સાહિત્ય, લેખન, સંપાદન, સંશોધન અને સાથે સાથે કળાવિધાન વગેરે ક્ષેત્રે શરૂ થયેલી જ્ઞાનયાત્રા ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સમૃદ્ધ બનતી ગઈ. પરિણામે, તેઓશ્રીના હસ્તે બંને ક્ષેત્રોમાં અજોડ અને અદ્દભુત કહી શકાય તેવું યોગદાન થવા પામ્યું. આથી જૈનસંઘને બીજા લાભો પણ પ્રાપ્ત થયા. આ બધાને વાચકને પૂતે ખ્યાલ મળે, અનમેદનાના ભાગીદાર બને, તેવા શુભાશયથી અહીં રચનામાલ સાથે વિસ્તૃત નોંધ રજૂ કરી છે. આ યાદીનું પ્રકાશન કરતાં હું મહદુ આનંદ અને ગૌરવ અનુભવું છું. એક સાધુ જેવી વ્યક્તિએ, અને તે પણ નાજુક અને નબળી શારીરિક સ્થિતિમાં, જાહેરજીવનમાં વ્યસ્ત અનેક શાસનકાર્યોનાં રેકાણે વચ્ચે, આશ્ચર્યચક્તિ કરી દે તેવું સાહિત્યસર્જન કર્યું, તે જોતાં જ શિર ઝૂકી પડે!
બાવીસ વર્ષની ઉંમરે ગુજરાતી ભાષામાં ૬થ્થી વધુ ચિત્રો સાથે જૈનસંઘપ્રસિદ્ધ પાઠગ્રંથ મોટી સંગ્રહણીનું ભાષાંતર કર્યું. અને ૨૩ વર્ષની ઉંમરે ઊણાદિ વ્યુત્પત્તિ નામના વ્યાકરણ વિષયક બહુમૂલ્ય ગ્રંથનું સર્જન કર્યું. આરંભમાં જ ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષામાં કાર્ય કરવાને વેગ બને તે મેંધપાત્ર ઘટના છે. ખરેખર, આવા સર્જકે જ દેશકાળને
ખ્યાલમાં રાખીને નવી દિશા અને નવી દષ્ટિનું દર્શન કરાવતા હોય છે. નાની ઉંમરમાં પ્રગટેલી તેઓશ્રીની જ્ઞાનપાસનાને, તેઓશ્રીના સતત પુરુષાર્થને, તેઓશ્રીની મર્મજ્ઞ શક્તિમત્તાને, વિશિષ્ટ પ્રકારની સર્જનાત્મકતાને, ઊંડી સૂઝબૂઝને અંતઃકરણ પૂર્વક નમન કરવાં જ રહ્યાં !
સ્વરચિત અને સંપાદિત કૃતિઓ ઃ ૧. સુયશ જિન સ્તવનાવલી (સં. ૧૯૧). ૨. ચંદ્ર-સૂર્યમંડળ કણિકા (સ. ૧૯૯૨). ૩. બૃહદ્ સંગ્રહણી ચિત્રાવલી : ૬૫ ચિત્ર સાથે (સં. ૧૯૯૮). ૪. પાંચ પરિશિષ્ટ- બૃહદ્ સંગ્રહણી ગ્રંથના ભાષાન્તરના અનુસંધાનમાં ભૂગોળખગોળને લગતા વિષય છે. બીજી આવૃત્તિ સં. ૨૦૪૭. ૫. નવ્વાણુયાત્રાની વિધિ (સં. ૨૦૦૦). ૬. ગોકુલદાસ કાપડિયાના શરૂઆતનાં ૧૫ ચિત્રોને સુંદર પરિચય (સં. ૨૦૧૫). ૭. મહેપાધ્યાય શ્રીમદ્ વિજ્યજી મહારાજ દ્વારા હસ્તલિખિત પ્રતિઓના આદિ અને અંત ભાગની ૧૦ કૃતિઓનું ઉપાધ્યાયજીના હસ્તાક્ષરોનું આલબમ. (સં. ૨૦૧૭). ૮. આગમરત્ન પિસ્તાલિશી : ગુજરાતી પદ્યમાં ૪૫ આગમને પરિચય આપતી સુંદર રચના (સં. ૨૦૨૩). ૯. સિદ્ધચક્ર બૃહદ્ યન્ત્રપૂજન : એક સર્વેક્ષણ અને સમીક્ષા (સં. ૨૦૩૪). ૧૦. પ્રતાકારે
2010_04
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રમણુભગવંતો-ર
૨૪૧
છપાયેલ પહેલા ગણધરવાદાદિનું ગુજરાતીમાં વિવેચન (સં. ૨૦૩૬). ૧૧. જલદી માની ન શકાય તેવી (સ્વ. પૂ. પ્રતાપસૂરિજી મહારાજની) અનેખી ચમત્કારિક ઘટના (ચાર આવૃત્તિ થઈ ) (સં. ૨૦૩૮ ). ૧૨. મંગલ ચિત્રસંગ્રહ શ્રેણીને સંક્ષિપ્ત પરિચય આપતી પુસ્તિકા (સં. ૨૦૪૨). ૧૩. મંગલ ચિત્રસંગ્રહ શ્રેણીને વિસ્તૃત પરિચય આપતી પુસ્તિકા (સં. ૨૦૪૩). ૧૪. વ્યાખ્યાન ઉપયોગી ૧૦ પુસ્તિકાઓ પ્રગટ કરવાની યોજનામાં હાલ ૩ પુસ્તિકાઓ પ્રગટ થઈ છે. તેમાં પહેલી : પ્રેરણા અને પ્રકાશ આપતું એક પ્રવચન (ત્રણ આવૃત્તિઓ થઈ. ૧પ. બીજી : ભગવાન શ્રી મહાવીર અને ચંડકૌશિક નાગના પ્રસંગની હૃદયસ્પર્શી કથા (સં. ૨૦૪૪-૨૦૪૬માં ત્રણ આવૃત્તિ). ૧૬. ત્રીજી : માનવ બનવું છે ખરું? વગેરે છે ઉદ્ધ ને. (બે આવૃત્તિઓ થઈ ). (સં. ૨૦૪૪). ૧૭. ઋષિમંડલસ્તંત્ર: એક અધ્યયન (તેત્રપાઠ, મૂળમંત્ર અંગે ગંભીર ચિંતનાત્મક વિચારણા) (સં. ૨૦૪૬). ૧૮. ઊણાદિપ્રયોગ યશસ્વિની મંજૂષા : સંસ્કૃત ભાષાની ભારતમાં પહેલી જ વાર ૧૮૦૦ શબ્દની વ્યુત્પત્તિ પ્રકાશિત કસ્તી કૃતિ (સં. ૨૦૪૬). ૧૯. વામ મારી ન સ વી શાશ્વર્યાની ઘટના (સં. ૨૦૪૬). ૨૦. ત્રણ છત્રોને સાચે કમ-તીર્થકરને દીક્ષા પછી વાળ હેય છે ખરા? આસોપાલવ અને અશક એક છે કે ભિન્ન? તેનાં અનેક ઉોગી ચિત્ર સાથેની મહત્વપૂર્ણ અને મનનીય પુસ્તિકા (સં. ૨૦૪૭). તદુપરાંત, પૂજ્યશ્રી દૈનિક, સાપ્તાહિક અને માસિકમાં જુદા જુદા વિષયે પર લેબ લખતા રહ્યા છે, તેમાં મુંબઈથી પ્રગટ થતા “જેનયુગ' નામના માસિકમાં ચિત્ર-શિલ્પ આદિ વિશે માહિતી આપતા લેખો વિદ્વાનોમાં આદરપાત્ર બન્યા છે.
ભાષાંતર કરેલી કૃતિઓ : ૧. બૃહદ્ સંગ્રહણી સૂત્રનું ગુજરાતી ભાષાંતર* : ૮૦૦ પાનાં : સ્વયં બનાવેલાં ૬પ થી વધુ ચિત્ર સાથે. (લેખન સં. ૧૯૮૯-૯૦ : પ્રકાશન સં. ૧૫). ૨. બૃહદ્ સંગ્રહણું : મૂળ ગાથા માત્ર : તેના ગાથાર્થ સાથેની નાનકડી કૃતિ ( સં. ૧લ્પ). ૩. સુજસવેલી ભાસ, મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે ભાષાન્તર (સં. ૨૦૦૯). ૪. બૃહદ્ સંગ્રહણી સૂત્રનું ગુજરાતી ભાષાન્તર : સુધારા વધારા સાથે બીજી આવૃત્તિ: પૃ. ૮૦૦ (ભૂગોળ-ખગોળને લગતાં ૧ થી ૪ રંગનાં ૭૫ ચિત્ર ) : મનનીય પ્રસ્તાવના અને તે ઉપરાંત પહેલી વાર વિજ્ઞાનવિષયક ૫૬ પાનાંની વાંચવા-સમજવાલાયક લેખમાળા. (સં. ૨૦૪૭). ५. बृहत् संग्रहणी-हिन्दी अनुवाद : १ से ४ कलर के ७५ चित्र : ७२० पन्नों का महाग्रंथ (सं. २०४७)
સંશોધિત-સંપાદિત રચનાઓ: ૧. આત્મકલ્યાણમાળાસ્તવન, સઝાય વગેરેને અતિસુંદર સંગ્રહ (સં. ૨૦૦૭) (ત્રણ આવૃત્તિ). ૨. સઝા તથા ઢાળિયા (કલ્યાણમાળાનાં). (સં. ૨૦૦૭) ૩. પૌષધવિધિ (આવૃત્તિ ચાર) (સં. ૨૦૦૮) ૪. જિનેન્દ્રસ્તાવનાદિ મેહન માળા (આવૃત્તિ ચોથી) (સં. ૨૦૦૯). ૫. “કલ્પસૂત્ર સુબાધિકા” ટકા સહિત : અનેક
* અતિ આશ્ચર્યની વાત એ છે કે ૮૦૦ પાનાં જેટલા દળદાર ગ્રંથનું ભાષાન્તર અને ચિત્રો બનાવવાનું
કામ પૂજ્યશ્રીએ ૧૮ વર્ષની નાની વયે હ્યું હતું ! શ્ર. ૩૧
2010_04
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૪૨
વિશેષતાઓ સાથે અતિ ઉત્તમ પ્રકારનું સંપાદન : શ્રેષ્ઠ મુદ્રણ સાથે શ્રમસંઘની પ્રતાકારે છપાયેલી પ્રિય કૃતિ ( સ. ૨૦૧૦). ૬. ઋષિમડલ સ્તોત્ર : નાનુ` અને મેાટુ': ૧૦૨ પાડભેદ સહિત : પ્રથમ આવૃત્તિ સ. ૨૦૧૨ : છઠ્ઠી આવૃત્તિ સ. ૨૦૪૬, ૭. ભગવતીસૂત્રનાં પ્રવચને : પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજયધસૂરિજી મહારાજ ( ચોથી આવૃત્તિ ). સ. ૨૦૧૨ ). ૮. યશેાવિજયસ્મૃતિગ્રંથ : અત્યંત મહત્ત્વના લેખાથી સમૃદ્ધ સચિત્ર દળદાર ગ્રંથ : મહાપા ધ્યાયજીની જીવન કવન-કથા (સં. ૨૦૧૩). ૯. ભગવાન શ્રી મહાવીરના ૧ થી ૨૬ પૂર્વભવ અને ૨૭મા ભને માત્ર પ્રારંભ; લે. પૂ. આ. શ્રી વિજયધ સૂરિજી મહારાજ : વાંચવાલાયક મનનીય કૃતિ ( ચેાથી આવૃત્તિ ) ( સં. ૨૦૨૪). ૧૦, શ્રાવક અને શ્રાવિકાનાં પ્રતિક્રમણા : લે. હીરાલાલ ૨. કાપડિયા ( સ. ૨૦૩૭ ). ૧૧, વિમં સ્તોત્ર (હિન્દી) વિવિધ ષય જે સાથ ( સ. ૨૦૪૨ ) ૧૨. માવાન શ્રી મહાવીર છે ? સે ૨૬ પૂર્વ મય કૌર ૨૭ હૈં મત્ર ઝા प्रारम्भ : तीसरी आवृत्ति : ले. आचार्य श्री विजयधर्मसूरिजी महाराज ( सं ૨૩૪૨-૨૦૪ ). ૧૩. પાંચમે કમ ગ્રંથ : ભાષાન્તર : લે, ચંદુલાલ માસ્ટર ( આવૃત્તિ ચાર ) ( સ. ૨૦૩૮ ). ૧૪. ભક્તિગંગા નવસ્મરણાદિ સ્તત્રસ ગ્રહ ( આવૃત્તિ ચાર ) ( સં. ૨૦૪૪) ૧૫. પૂ. આ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી શ્રદ્ધાંજલિ વિશેષાંક ( સચિત્ર દળદાર ગ્રંથ પ્રકાશિત ).
શાસનપ્રભાવક
:
સચિત્ર કલાત્મક પ્રકાશને ઃ ૧. યક્ષ-યક્ષિણી ચિત્રાવલી : કૈંક એન્ડ વ્હાઇટ ૫. ભગવાનદાસ રચિત, (સ’. ૨૦૧૮ ) ૨. ભગવાન મહાવીરનાં સુપ્રસિદ્ધ ચિત્રસૌંપુટનાં ૨૨ ચિત્રોની તથા આમુના ઘુમ્મટ તેમ જ અન્ય વિવિધ વિષયેની પેપર કટિંગથી તૈયાર કરેલી ૫૦ ડીઝાઇ નાનુ આલ્બમ. (સ. ૨૦૨૫) ૩. પ્રતિક્રમણ ચિત્રાવલી : માત્ર ચિત્રોની જ સ્વતંત્ર કૃતિ, તેના પરિચય સાથે (સં. ૨૦૨૮ ) ૪. સ’વચ્છરી પ્રતિક્રમણની સરળ વિધિ : ૪૦ ચિત્રો સાથે ( ગુજરાતીમાં સાત આવૃત્તિ, સાતમી એટમાં સ. ૨૦૪૭માં ) ( સ. ૨૦૨૮ ). ૫. તીર્થંકર મળવાન શ્રી મહાવીર જેવુ ફળ પિત્રો ના સમ્પુટ ઃ ભગવાન મહાવીરના ચાર કલરનાં અદ્ભુત ચિત્રોને! સંગ્રહ : ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – ત્રણેય ભાષાના પરિચય સાથેની વિશ્વવિખ્યાત કૃતિ ( જેની ૧૩ નવાં ચિત્રો સાથેની, સુધારેલી નવી ત્રીજી આવૃત્તિ થઇ છે. ) ( સ. ૨૦૩૦ ) ૬. સંછી પ્રતિમા ી સહ વિધિ : અનેક ચિત્રોં કે સાથ ( સં. ૨૦૪૭માં ત્રીજી આવૃત્તિ થઈ). (સં. ૨૦૩૩ ) ૭. ભગવાન શ્રી મહાવીર અને ગૌતમસ્વામીનુ' દિવાળીના દેવવંદન માટેનુ, દેશ-પરદેશમાં અતિ આવકાર પામેલુ, પહેલી જ વાર પ્રગટ થતું કલાત્મક શ્રેષ્ઠ ચિત્ર, (સ. ૨૦૩૭) ૮. તીર્થંકર પરમાત્મા અને દેવદેવીઓનાં ચાર રગમાં આર્ટ કાર્ડ પર જૈનસંઘ માટે કરાવેલાં અતિ ઉપયેગી, શાàક્ત અને કલાત્મક બાર ચિત્રાનું સગ્રાહ્ય પ્રકાશન ( સર્ટ ૨૦૩૯) ૯. યશસ્વિની યશેજ્જવલ ચિત્રાવલી ( સ. ૨૦૪૩ ). ૧૦. જયપુરી આના ભગવાન મહાવીર સ્વામીના પીપળનાં પાન તેમ જ પેસ્ટ-સ્ટેમ્પ પર બનાવેલાં ૩૨, અજોડ અને અનુપમ ચિત્રાનુ, પાથી આકારનુ` આલ્બમ. ( સ. ૨૦૪૭) ૧૧. પુ. ભગવાનદાસ જૈનો તરફથી દર્શનચાવીશીનુ સંયુક્ત સંસ્થા દ્વારા થનારું પ્રકાશન. ( હવે પછી પ્રગટ થશે. )
2010-04
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તે –ર
૨૪૩
અન્ય લેખકાના ગ્રંથાનું સ`શેાધન-સ`પાદન તથા પ્રસ્તાવના-લેખન :
પ્રે. હીરાલાલ કાપડિયાના ગ્રંથાની પ્રસ્તાવનાએ ઃ ૧. યશેદેહન–મહાપાધ્યાય શ્રી યશવિજયજીના તમામ ગ્રંથાનેા પરિચય. (સ. ૨૦૨૨). ૨. જૈન સંસ્કૃતિ સાહિત્યના ઇતિહાસ ભાગ-૧, ૨, ૩ (સં. ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૨૬ ). ૩. સંગીત, નૃત્ય અને નાચસબધી જૈન ઉલ્લેખે અને ગ્રંથા (સં. ૨૦૨૯ ).
પ', શ્રી ધીરજલાલ ટોકરશી શાહનાં પુસ્તકાની પ્રસ્તાવના
:
:
૧. ધર્મોએ!ધ ગ્રંથમાલા ’સંશોધન, સપાદન ( આબાલવૃદ્ધને ઉપયેાગી ૨૦ પુસ્તકાની શ્રેણી ) ( સં. ૨૦૦૮ ). ૨. નવતત્ત્વદીપિકા ( સ. ૨૦૨૨). ૩. નમસ્કાર મ`ત્રસિદ્ધિ (સં. ૨૦૨૩) ૪. ઉવસગ્ગહર સ્તોત્ર યાને જૈન મંત્રવાદની જયગાથા ( સ. ૨૦૨૫), ૫. ભક્તામર રહસ્ય (સ. ૨૦૨૭). ૬. ઋષિમ`ડલ આરાધના (સ. ૨૦૨૮ ), ૭. સિદ્ધિદાયક સિદ્ધચક્ર (સ ૨૦૩૩). ૮. અ મ ત્રેપસના (સ. ૨૦૩૬).
અન્ય : ૧. ભુવનવિહારદજી (સ. ૨૦૧૭ ). (સ. ૨૦૨૦). ૩. સમાધિમરણની ચાવી (સ', ૨૦૨૪).
૨. જગદુખારક ભગવાન મહાવીર
ઉપરના ગ્ર’થેની તેમ જ પ્રેમે દેદરાણી, સંગીતસુધા, જૈન તપાવલી, જૈનદન સંગ્રહસ્થાન પરિચય, અમૃતધારા, અમર ઉપાધ્યાયજી, પ્રગટ્યા પ્રેમપ્રકાશ આદિ પુસ્તકની મહત્ત્વની મનનીય પ્રસ્તાવના પણ પૂજ્યશ્રીએ લખી છે. આમાં નમસ્કાર મ`ત્રસિદ્ધિ, જગદુદ્વારક ભગવાન મહાવીર અને સમાધિ-મરણની ચાવી – આ ત્રણ પુસ્તકની પ્રસ્તાવનાએ મનનીય હોવાથી તેની જીદ્દી પુસ્તિકાઓ પ્રકાશકે પ્રગટ કરીને પ્રભાવના કરેલ છે.
અનુષ્ઠાન વિધિના ગ્રંથ : ઋષિમંડલ બૃહત્ પૂજનવિધિ-પ્રતાકારે એ રંગમાં, વિશિષ્ટ કૅટિનું, પાને પાને બેર સાથેનુ મુદ્રણ, ૯૦ ચિત્રા સાથે, ઉત્તમ કાગળ પર છપાઈ ને પ્રગટ થઈ છે. લેખક : સપાદક આચાય શ્રી યશે દેવસૂર્જીિ (સ. ૨૦૩૮ ).
પૂજ્યશ્રી દ્વારા જૈનશાસનના મહાન યેતિર મહેાધ્યાય શ્રી યજ્ઞેશવિજયજી મહારાજના ૨૩ ગ્રંથાનું સ`પાદન-સ ́શે ધન-ભાષાંતર : (નોંધ સત્તરમી-અઢારમી શતાબ્દીમાં વિદ્યમાન, સેંકડા ગ્રંથાના રચયિતા, મહેાપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજના ન્યાય, તર્ક, દન, અલંકાર, સચિત્ર, સમાચારી, સ્તંત્ર, કાશ આદિ વિષયાના પૂર્ણ –અપૂર્ણ એવા નાના-મોટા ૨૩ ગ્રંથાનુ સંશાધન-સ`પાદન-ભાષાંતર ) કરી, કરાવી, પ્રસ્તાવના લખી, યશે!ભારતી જેન પ્રકાશન સંસ્થા વતી પહેલી જ વાર પ્રકાશન થયુ' તે કૃતિઓનાં નામ :
નીચેના ૨૬ ગ્રંથામાંથી ૨૩ ગ્રંથા પહેલી વાર પ્રગટ થયા છે અને ૩ ગ્રા જે અપૂર્ણ હતા તે પૂર્ણ કરી છાપ્યા છે.
—સ. ૨૦૧૧માં શરૂ કરેલા ઉપાધ્યાયજીના ગ્રંથના મહાયજ્ઞ વચમાં વરસો સુધી અંધ રહી, ફરી ચાલુ થયા, અને સં. ૨૦૪૦માં પૂરા થયે.
2010-04
Page #18
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
૧. એન્દ્રસ્તુતિ (સં. ૨૦૧૮) ૩. યશદહન (સં. ૨૦૨૨) ૩. વૈરાગ્યરતિ (સં. ૨૦૨૨) ૪. સ્તોત્રાવલી–હિન્દી ભાષાંતરસહિત, ૧૧ ઑત્ર-સ્તુતિઓને સંગ્રહ; જેમાં વિજય પ્રભસૂરિક્ષામણુક પત્ર અને વિજ્ઞપ્તિકાવ્ય સામેલ છે. (સં. ૨૦૩૧ ). ૫. વિશ્વપ્રસિદ્ધ કાવ્યપ્રકાશ સટીક : બીજા-ત્રીજા ઉલ્લાસની ટીકા-હિન્દી ભાષાંતર સાથે. (સં. ૨૦૩૨) ૬. આર્ષભીયચરિત મહાકાવ્યમ, વિજલ્લાસ મહાકાવ્યમ તથા સિદ્ધસહસ્રનામકેશ (ત્રણેય કૃતિઓ સાથે) (સં. ૨૦૩૪) ૭. ૧૦૮ બેલસંગ્રહ (સં. ૨૦૩૬) ૮. શ્રદ્ધાનજલ્પપટ્ટક (સં. ૨૦૩૬) ૯. અઢાર સહસશીલાંગર (ગુજરાતી) (સં. ૨૦૩૬) ૧૦. કુપદષ્ટાંતવિશદીકરણ (સં. ૨૦૩૬) ૧૧. કાયસ્થિતિસ્તવન (સં. ૨૦૩૬). નવ્ય ન્યાયના માધ્યમથી લખાયેલી ઉપાધ્યાયજીની શ્રેષ્ઠ રચનાઓ : ૧૨. આત્મખ્યાતિ (સં. ૨૦૩૭) ૧૩. વાદમાલા ઃ પહેલી (સં. ૨૦૩૭) ૧૪. વાદમાલા : બીજી (સં. ૨૦૩૭) ૧૫. વાદમાલા : ત્રીજી (સં. ૨૦૩૭) ૧૬. વાયુષ્પાદે : પ્રત્યક્ષા પ્રત્યક્ષત્વવિવાદરહસ્યમ્ (સં. ૨૦૩૭) ૧૭. વિષયતાવાદ (સં. ૨૦૩૭) ૧૮. ન્યાય સિદ્ધાન્તમંજરી શબ્દખંડ ટકા (સં. ૨૦૩૭) ૧૯. યતિદિનકૃત્યમ્* (સં. ૨૦૩૭) ૨૦. વિચારબિન્દુ (સં. ૨૦૩૭) ૨૧. એકાઠિયા સ્વરૂપ (ગુજરાતી) (સં. ૨૦૩૭) ૨૨. સ્યાદ્વાદરહસ્યમ્ (ત્રણ ટીકાઓવીતરાગતેત્ર, અષ્ટમ પ્રકાશ ઉપરની) (સં. ૨૦૩૮) ૨૩. તિડ-ન્તાન્વયેક્તિ (સં. ૨૦૩૮) ૨૪. પ્રમેયમાલા (સં. ૨૦૩૮) ૨૫. ચક્ષુરપ્રાધ્યકારિતાવાદ (પદ્યમય).
૩૦ વર્ષ પહેલાં પૂજ્ય ઉપાધ્યાયજીના હસ્તલિખિત ગ્રંથ કયા કયા ભંડારમાં છે તેની યાદી તૈયાર કરવા માંડી. આઠેક ભંડારેની યાદી તૈયાર કરેલી. બાકીના છેડા ભંડારની યાદી મેળવવી બાકી હતી. બીજાં કામે ઉપસ્થિત થતાં આ કામ ખોરંભે પડી ગયું. ઉપાધ્યાયજી અંગે જરૂરી ઘણું ખરું કામ તે થઈ ગયું છે, પણ જે કાંઈ બાકી રહ્યું તે પૂજ્યશ્રીની અવસ્થા જોતાં તે પર પૂર્ણવિરામ મૂકવું પડ્યું છે. હવે બાકીનાં બે કાર્યો પૂર્ણ કરવાની ભાવના છે
૧. ત્રણેય ભાષાના તમામ ગ્રંથમાં આદિ (મંગલાચરણ ભાગ), અંતના ભાગો (પ્રશસ્તિ, તેનાં ભાષાંતર વગેરે) સાથે તૈયાર થયાં છે. ૧૨ વર્ષ ઉપર તેને હિન્દી ભાષાન્તર સાથેને ફરો છપાયેલે પણ પડયો છે પરંતુ એક માથું અને બે હાથ, વળી અનેક કાર્યોમાં અનેક રીતે વ્યસ્ત જીવન, એ આ કામ રહી ગયું. કોઈ વિદ્વાન સાધુ સહાયક બને તે આ કામ થઈ શકે તેમ છે.
૨. પૂ. ઉપાધ્યાયજીના વિવિધ ગ્રંથમાંથી વિશિષ્ટ હકકોને જણાવતી બાબતેના લેકે વગેરેની ને પડી છે. તેનું વ્યવસ્થિત સંકલન કરી “ઉપાધ્યાયજી–એક ગંભીર સ્વાધ્યાય” એવા નામ નીચે પ્રગટ કરવાની ભાવના છે.
- તદુપરાંત, ડેઈની દેરીમાં ઉપાધ્યાયજીના આરસ ઉપર જીવનપર્ટ માટે લાઈનવર્કની કે હનની ડિઝાઈને બનાવવાનું કાર્ય સં. ૨૦૧૨ની સાલથી ઊભું છે તે પૂરું કરવાનું છે. જ આ રચના ઉપાધ્યાયશ્રીની નથી, એવો ખ્યાલ છપાયા પછી મળે.
2010_04
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો-૨
ર૪૫ – ઉપાધ્યાયજીનું એક ચિત્ર તે પ્રગટ થયું છે, પણ બીજું વિશિષ્ટ ચિત્ર તીબેચ્છા છતાં બનાવી શકાયું નથી. શ્રેષ્ઠ ચિત્રકાર મળે તે તે બની શકે.
પૂજ્યશ્રીની ખાસ પ્રેરણાથી છપાયેલા ગ્રંથો : (પ્રકાશક : શ્રી મુક્તિ કમલ જૈન મોહન માળા, વડોદરા). ૧. મહાવીરચરિત્ર (ગુજરાતીમાં દળદાર ગ્રંથ) લે. શ્રી નંદલાલ વકીલ, વડોદરા. ૨. પત્રિશિકા ચતુષ્ક પ્રકરણ (નિગોદાદિ ચાર છત્રીશીઓ-ભાષાંતર સહિત) (સં. ૧૯૯૦). ૩. નવતત્વ પ્રકરણ સુમંગલ ટીકા : લે. આ. શ્રી વિજયધર્મસૂરિજી, સ્વશિખ્ય મુનિશ્રી યશોવિજયજીના ખાસ આગ્રહથી જ રચેલી ટીકા. (સં. ૧૯૦). ૪. પ્રશ્નોત્તર મેહનમાળા (સં. ૧૯૩). પ. મેહનમાળા (વનાદિ વગેરેને સંગ્રહ).
બકલેટ જેન પંચાગે. છેલ્લાં બાર વર્ષથી બુકલેટ પંચાંગમાં શિક્ષણની દષ્ટિએ પૂજ્યશ્રીએ એક ક્રાંતિકારી, તર્ક અભિનવ આયજન કર્યું છે. તેઓશ્રીને લાગ્યું કે બુકલેટ પંચાંગ દ્વારા હજારે ઘરમાં રહેતાં લાખો માણસને જેન શિલ્પ, સ્થાપત્ય, મંત્રશાસ્ત્ર, પૂજનવિધિ, ભૂગોળ, ખગોળ, આયુ, મુદ્રા, તંત્ર વગેરે વિષને સ્પર્શતી બાબતનું ચિત્રો દ્વારા જ્ઞાન સંપાદન કરવાને સુલભ માર્ગ છે. તેથી એ પંચાગ વને પણ સંગ્રહી રાખવા ગ્ય બને છે. દર વર્ષે આ પંચાંગોની ખૂબ માંગણી થાય છે. સહુ કે પૂજ્યશ્રીની દૃષ્ટિને બિરદાવે છે. આ પંચાંગમાંનાં ચિત્ર, પ્રતીકે વગેરેનું સ્વતંત્ર પ્રકાશન કરવાની માંગણીઓ પણ થાય છે.
લેખોનું પ્રકાશન : પૂ. આચાર્યશ્રી વસોથી જુદાં જુદાં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક વગેરે બધા જૈન પત્રોમાં જુદા જુદા વિષય ઉપર લેખો લખતા રહ્યા છે. આ લેખે મેળવીને તેની યાદી પ્રગટ થાય એ જરૂરી અને ઉપયોગી છે.
–શકય હોય ત્યાં સુધી ઉપર ને પૂરી આપવા પ્રયત્ન કર્યો છે. બાકીની નાની કૃતિઓ, શિલ્પની કૃતિઓ, કલાકૃતિઓની નોંધ કદ વધી જવાના ભયે આપી નથી.
પૂ. આચાર્યશ્રી હસ્તક હાલમાં તૈયાર થઈ રહેલાં અને થનારા તેમ જ સત્વરે બહાર પડનારાં કલાને લગતાં વિવિધ પ્રકાશનોની યાદી -
(આ યાદી સં. ૨૦૪૭માં યૌર કરે છેલી.) ૧. ભશ્વાન મહાવીરના ચિત્રસંપુટની ત્રીજી આવૃત્તિ : નવાં ૧૩ ચિત્રોના ઉમેરા સાથે ૪૮ ચિત્રો : વિવિધરંગી-આકર્ષક.
૨. જૈન સાધુની ૨૪ કલાક દરમિયાનની સમગ્ર દિનચર્યાનાં ૪૦ રંગીન ચિત્ર.
૩. પિપરકટિંગમાં ભગવાન મહાવીરની તથા અન્ય ડિઝાઈને સાથેનું લગભગ ૮૦ આકૃતિઓનું કેરેક્ષ પ્રકાશન.
૪. ભગવાન મહાવીરના ચિત્રસંપુટમાં ત્રીજી આવૃત્તિમાં છાપેલી ૮૦ બોર્ડ અને ૧૮૫ પ્રતીકેના પરિચય સાથેનું પ્રકાશન.
2010_04
Page #20
--------------------------------------------------------------------------
________________ 26 શાસન પ્રભાવક 5. ભગવાન મહાવીરના લાઈનવર્કનાં 35 ચિત્રો. (પ્રકાશિત). 6. શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ વગેરે 23 તીર્થકરનાં (ભગવાન મહાવીરના સંપુટ જેવાં જ ) ચાર રંગમાં, ઓફસેટમાં તૈયાર કરાવેલાં ચિત્રો. તદુપરાંત, પાણિની-ધાતુકેશ, દસ પ્રકારના ધાતુઓના સંપૂર્ણ રૂપે, ટિપણે સાથે પ્રત તૈયાર છે. શ્રી હરિભદ્રસૂકૃિત ગવિશિકાના બે-ત્રણ ખંડોના કલેકેનો અનુવાદ પણ તૈયાર છે. % વિવિધ ચિત્રો સાથે સિદ્ધચક બૃહયંત્ર પૂજનવિધિ તથા પદ્માવતી પૂજનવિધિ વગેરે પ્રકાશને. * સૂરિમંત્ર યંત્રનું સંશોધન ચાલે છે શ્ન પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજની દ્વાત્રિશિકાના કઠિન કલેકેનું ભાષાંતર. ઈ પૂજ્યશ્રી મંત્ર-યંત્ર વિદ્યામાં પણ સારા અભ્યાસી છે. તેઓર્થી દ્વારા છેલ્લાં સેંકડો વર્ષોમાં ન થયા હોય તેવાં મંત્ર-યંત્રનાં ક્ષેત્રે સંશોધન થયાં છે. એમાં સિદ્ધચક્ર બૃહયંત્ર, ઋષિમંડલ બૃહયંત્ર અને પદ્માવતીજ બૃહયંત્ર- આ ત્રણ મહત્ત્વપૂર્ણ રચનાઓ છે. * પિતે શ્રેષ્ઠ અવધાનકાર હોવાથી અને અવધાનવિદ્યામાં નિષ્ણાત હોવાથી “અવધાન કેમ શીખવાં ? " એની થોડીક પદ્ધતિઓ ગુજરાતી પદ્યમાં ઉતારી છે. 2 નાની ઉંમરથી જ કંઈક ને કંઈક સર્જન કર્યા કરવું એવા સંસ્કાર હોવાથી, સિદ્ધાંતકૌમુદીના કારક પ્રકરણ ઉપર, વૈયાકરણ ભૂષણસાર વગેરે વ્યાકરણ વિષયક ગ્રંથના શરૂઆતના અમુક ભાગ ઉપર તેમ જ કાદમ્બરીના સમાસવિલેષણ પર પણ કલમ ચલાવી છે. ક સં. ૧૯૩માં પિતાના શિષ્ય સમાન જગન્નાથ ફેટોગ્રાફરને સાથે રાખીને મેડલ ઉપરથી ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું તે ડ્રોઇંગની બે બુક વિદ્યમાન છે. * સંગ્રહણી ગ્રંથનાં થોડાંક રંગબેરંગી ચિત્રનું એળીયું સંગ્રહસ્થાનમાં 13 વર્ષની ઉંમરે ચીતરેલું તે તેઓશ્રી પાસે છે. * સંગ્રહણીનાં નવાં તૈયાર કરેલાં ચૌદ રાજલકનાં, 1 થી 4 રંગનાં ૭પ ચિત્રની વધારાની બુક પણ પ્રકાશિત થનાર છે. આમ, ધર્મ, સંસ્કૃતિ, કળા, સાહિત્ય, વિદ્યાઓ આદિ–ઇત્યાદિ અનેક ક્ષેત્રમાં અસંખ્ય સંશોધન-સંપાદન-સર્જન કરનાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ લાખ લાખ વંદનના અધિકારી છે! 2010_04