________________
શ્રમણભગવ તા-૨
૨૩૭
વિશ્વની અસ્મિતા સમારોહ : વિ.સ. ૨૦૩૩માં પાલીતાણામાં નંદલાલ દેવલુક સંપાદિત અનેકવિધ સામગ્રીથી શોભતે ‘ વિશ્વની અસ્મિતા' ગ્રંથને પ્રકાશન સુમારે હ પૂજ્યશ્રીની નિશ્રામાં યાાયા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું હતુ. પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં ઊજવાયેલા આ ભવ્ય સમારેહ પૂજ્યશ્રીની સાહિત્યપ્રીતિના પરિચાયક બની રહ્યો.
શત્રુજય હાસ્પિટલ અને અન્ય કાર્યો : યુગદિવાકર પૂ. આ. શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અને મુનિશ્રીની પ્રેરણાથી પાલીતાણામાં શત્રુ જય હોસ્પિટલ અને સાધ્વીજીએ માટે શ્રમણીવિહાર તેમ જ જૈનસાહિત્યના જ્ઞાનભંડાર માટે ધર્મવિહાર – આ ત્રણે સ્મારકે ઊભાં થયાં. તેના આયેાજન પાછળ પૂજ્યશ્રીની કાર્યકુશળતાના માટે ફાળેા હતેા. ઉપરાંત, પૂજ્યશ્રીએ નવકારમ`ત્રની તથા પૂર્વાચાયાનાં ચૌદ ગીતાની રેકર્ડ ઉતરાવી. પૂજ્યશ્રીના આ સાહસને ચારે બાજુથી અભિનંદને મળ્યાં હતાં. તેમનું નાની ઉંમરનું એક ગીત મહાતપસ્વી પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ હસ્તક ચાલતી શિબિરમાં વિદ્યાથી એ દ્વારા પૂજ્યશ્રીની હાજરીમાં ભાવપૂર્વક ગવાતું હતું, જેની જાણ મુનિશ્રીને પેાતાને પણ ન હતી. શિમિરના વિદ્યાથીના હાથમાં ચોપડી જોવા મળતાં ઘટસ્ફોટ થયેા. શિબિરના વિદ્યાથી ઓએ કહ્યું કે, ગીતેની રેકર્ડ ઉતરાવા. એટલે ‘મારી નાવલડી મજધાર, તારે મને એક છે આધાર.' એ ગીતની પણ રેકર્ડ ઉતરાવી છે. આ ગીતે પ્રથમ કક્ષાના સંગીતકારો પાસે રેક કરાવ્યાં છે. અમેરિકાના પ્રમુખ જી. બી. કારને ભારત આવવાના કાર્યોક્રમ જાહેર થયેા, ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યે કે વીતરાગ તીર્થંકરની નાની પ્રતિમાઓની ભેટ આપવામાં આવે તે તે પ્રમુખ, અમેરિકા અને જૈનધર્મ માટે ગૌરવની ઘટના બની રહે. શ્રી મારારજી દેસાઈ ત્યારે વડાપ્રધાન હતા. પૂજ્યશ્રીના તેમની સાથેના નિકટના આત્મીય સંબંધ હોવાના કારણે આ ઐતિહાસિક કાર્ય ક્રમ ગોઠવવામાં આવ્યે હતે. આ માટે પૂજ્યશ્રીએ અગાઉથી જયપુરમાં ખાસ આદેશ આપીને ભાવવાહી મૂતિ અને તે માટે અગ્રણી કલાકારને કામ સોંપ્યું. એ સુંદર મૂર્તિએ જયપુરથી પાલીતાણા આવી. એક મૂર્તિ પર પ્રમુખ કારનું નામ અને બીજી મૂર્તિ પર શ્રીમતી કારનું નામ લખાવવામાં આવ્યું. મૂર્તિ એ પાલીતાણાથી મુંબઈ અને મુંબઈથી દ્વિલ્હી લઈ જવામાં આવી. એક જ દિવસને ઝડપી કાર્યક્રમ હતો, પણ મૂતિ એ દિલ્હી મેડી પહોંચી અને કાર્યક્રમ થઇ ન શકયો. મિ. કારના સેક્રેટરીએ આશ્વાસન આપ્યુ કે મૂર્તિ' કોઈની સાથે અમેરિકા મેકલે. ત્યાં અણુવિધિ કરાશે, પણ પૂજ્યશ્રીને આ કાર્યક્રમ અહીં નહીં થવાથી ઘણા ખેદ થયા.
મુંબઈમાં સ'સ્કૃત-પ્રાકૃત ભણતા ઘણા વિદ્યાથી એક પૂજ્યશ્રી પાસે કેટલાક શબ્દાર્થા પૂછવા આવતા હતા. આ વિદ્યાથી એ માટે પૂછવાનુ` કાઇ કાયમી જાહેર સ્થાન ન હતું, આ બધી પરિસ્થિતિ જોઈ ને પૂજ્યશ્રીને થયુ કે મુંબઈ જેવા મેટા શહેરમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા શિખવાડતી એક પાઠશાળા સ્થાપવી જોઇ એ. એક દિવસ ગુરુદેવ સાથે પરામર્શ કર્યાં અને નિણૅય લેવાયે; જેને લીધે ‘જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી જૈન પાઠશાળા 'ની સ્થાપના કરવામાં આવી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org