SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન પ્રભાવક આજે આ પાઠશાળા કુશળ શિક્ષકને લીધે કામધેનુ રૂપ બની છે. મુંબઈ–વાલકેશ્વરમાં પૂજ્ય ગુરુદેવશ્રીના વષીતપ નિમિત્તે તેઓશ્રીના અધ્યક્ષપણું નીચે ઉજમણાનું ભવ્ય આયોજન થયું હતું. આ ઉજમણામાં અવનવી ડિઝાઈન ભરાવવામાં આવી હતી. ચીલાચાલુ રીતે નહીં. પણ વિશિષ્ટ પ્રકારે ગોઠવણ કરવામાં આવી હતી. આ ઉજમણાનાં દર્શન માટે, પૂજ્યશ્રીના નિમંત્રણથી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વાય. બી. ચવાણ ખાસ આવ્યા હતા અને દરેક વસ્તુ જોવામાં ખૂબ રસ લીધું હતું. એવું જ બીજું જંગી ઉજમણું પૂજ્યશ્રીની સંપૂણ દેખરેખ નીચે, આકર્ષક પદ્ધતિએ મુંબઈ-ગોડીજી જૈન ઉપાશ્રયમાં ગોઠવવામાં આવ્યું હતું. તેમાં દોઢ લાખ રૂપિયાની કિંમતને, ૬૦ વર્ષ જૂને, ગેડીજીના સંગ્રહને એક સુંદર અંદર રજૂ કરવામાં આવ્યું હતું. લાખ માણસેએ આ ઉજમણાનાં દર્શન કરીને આનંદ અનુભવ્યું હતું. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ વખતે મુંબઈ–વાલકેશ્વરમાં મંદિરના ચેકમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી આબેહૂબ પાવાપુરીની રચના પૂ. ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ અને પૂજ્યશ્રીની ભાવના મુજબ કરવામાં આવી હતી. તેનું ઉદ્દઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એસ. બી. ચવાણુના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. સૌ કેઈ આ રચનાથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ રીતે, વર્ષોથી ચાલી આવતી જૈન મૂર્તિકળામાં મુનિશ્રીએ ઘણું સુધારાએ સૂચવીને, રાજસ્થાન જયપુરથી અનેક કારીગરેને બેલાવીને કલાક સુધી એની ખૂબીઓખાસિયતે સમજાવીને, મૂતિઓ વધુ સુંદર, કલાત્મક અને આકર્ષક કેમ લાગે તે સમજાવીને, તેઓને તૈયાર કર્યા. અને પરંપરાગત મૂર્તિવિધાનમાં ઘણા ફેરફાર કરાવ્યા. પૂજ્યશ્રીએ પિતાની માન્યતા મુજબ શ્રી સિદ્ધચક્ર યંત્ર, બૃહદ્ પૂજન યંત્રને ખૂબ આકર્ષક સુંદર પિટ કરાવ્યું છે. બીજા પણ અનેક શિલ તેઓશ્રી હસ્તક તૈયાર થયાં છે. સોમપુરા શિલ્પીઓને પણ ઘણું માર્ગદર્શન આપ્યું છે. મૂર્તિવિધાનવિદ્યામાં પૂજ્યશ્રી પ્રમાણરૂપ મનાય છે. હાલ શ્રી સિદ્ધચક્ર અને શ્રી પદ્માવતી પૂજનવિધિ લખવાનું મંગલાચરણ થઈ ચૂકયું છે. આધુનિક છાપકામથી પાંચ રંગોમાં વિદેશી કાગળ પર શ્રી અર્હત્ મહાપૂજનવિધિ શ્રેષ્ઠ લહિયા પાસે લખાવરાવી છે. આવા નમૂના બીજે જોવા મળતા નથી. તમામ પૂજનવિધિઓની પણ હસ્તલિખિત પ્રતે તૈયાર કરાવરાવી છે તથા સોનેરી રૂપેરી શાહીમાં અનેક પ્રતિએ લખાવરાવી છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં કરડેના બચે થનારા જૈન દેરાસરને નકશે તેઓશ્રીએ તપાસ્યો છે. આવી તે, નાનીમેટી અગણિત ઘટનાઓ પૂજ્યશ્રીના દૈનંદિન જીવનકમમાં ઘટતી રહે છે! સરકારે કરેલું અભૂતપૂર્વ સન્માન : વિ. સં. ૨૦૩૫માં પાલીતાણામાં માગશર સુદ પાંચમને દિવસે, મુંબઈ તેમ જ અનેક સંઘોની ભાવભરી વિનંતિથી, લાખા જૈને જેમની પદવી માટે વરસેથી ઝંખના કરી રહ્યા હતા, અને પદવી જલદી સ્વીકારે એવી પ્રાર્થના કરી રહ્યા હતા તે પ્રસંગ, પૂ. યુગદિવાકરશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઊજવવાને નિર્ણય થયે. આ નિર્ણયની ખબર અખબારે દ્વારા તે સમયના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈને દિલ્હીમાં પડી. એટલે વડા પ્રધાનશ્રીએ સ્વયંભૂ ઈચ્છાથી, પૂજ્યશ્રી પ્રત્યેના આદરભાવને લીધે, ધર્મભાવનાને કારણે, સરકાર તરફથી જાહેર સત્કાર સમારંભ યોજવાનું નક્કી થયું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249127
Book TitleVijay Yashodevsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Story
File Size533 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy