________________
શાસનપ્રભાવક
હતી. સમગ્ર મુંબઈ શહેરને આ વાત ગમી ન હતી, છતાં પૂજ્યશ્રી પિતાના નિર્ણયમાં અડગ રહ્યા હતા.
રાષ્ટ્રીય પદવીનો ઇન્કાર : પ્રજાને હજી ખબર નથી કે એક નિસ્પૃહી મુનિએ ભારત કરફારને ૨૬મી જાન્યુઆરીએ ૧૭ લાખનું સોનું અપાવી, મંત્રમુગ્ધ કર્યા તેથી પ્રભાવિત થઈને પૂજ્યશ્રીને રાષ્ટ્રીય પદવી આપવાને પત્ર મુંબઈ સમિતિ પર આવ્યું હતું. પૂ. મુનિજીને સર્વ આગેવાનેએ ખૂબ વિનંતી કરી. સર્વ પ્રથમવાર કેન્દ્ર સરકાર સ્વયંભૂ ઇચ્છાથી પદવી અર્પણ કરે છે ત્યારે ઇન્કાર ન કરવો જોઈએ, એવું ઘણી રીતે દબાણ થવા છતાં, પૂજ્યશ્રીએ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. પૂજ્યશ્રીની સાહિત્ય અને કળાની અભૂતપૂર્વ સેવાને લક્ષમાં લઈ તેઓશ્રીની ઇચ્છા ન હોવા છતાં, વિશાળ જનસમૂહ વચ્ચે, “સાહિત્યકલારત્ન”ની પદવી આપવામાં આવી. મુનિજીને કળાઓનું અભુત જ્ઞાન હોવા છતાં નિઃસ્પૃહી અને નિરહંકારી વ્યક્તિત્વ એ જ એમના જીવનની મહાન સિદ્ધિ ગણી શકાય. તદુપરાંત, મુંબઈ અથવા પાલીતાણામાં જંગી
મ્યુઝિયમ ઊભું કરવા માટે પૂજ્યશ્રીએ પ્રયત્ન શરૂ કરેલા, પણ આ કાર્ય અધવચ્ચે સ્થગિત થઈ ગયું. સર્વ કાર્યો સફળતાપૂર્વક પાર પાડવામાં પૂજ્યશ્રીનું આત્મબળ, બુદ્ધિબળ, નિર્ણયાત્મક શક્તિ, સહિષ્ણુતા, સમતા, વિરોધીઓને પણ આદર કરવાની ઉદારતા, સમય-સંજોગે પ્રમાણે કાર્ય કરવાની કુશળતા આદિ ગુણલક્ષણો ભાગ ભજવતાં. પરિણામે ચારેય ફિરકાઓને મનમેળ સધાવી કાર્ય કરી શકે છે. કહે છે કે મુનિશ્રી વરસોથી એકધારા મુંબઈ છવાઈ ગયા. જાહેર જનતાને મુનિશ્રી પ્રત્યે ભારે આદર હતું. એક જંગી સભામાં, ૩૦ હજારની માનવમેદની વચ્ચે મુંબઈના ગવર્નર અને શ્રી એસ. બી. ચાવણને ૧૫ ઈંચની આરસની કલાત્મક મૂતિએ ભેટ આપી ત્યારે જ્યનાદોથી ગગન છવાઈ ગયું હતું. ભગવાન શ્રી મહાવીરસ્વામીની ૨૫૦૦ન્મી પુણ્યતિથિ નિમિત્ત ૨૫ લાખના ખર્ચે ૩૨ ફૂટ ઊંચે એક કીર્તિસ્તંભ ઊભું કરવાનું નક્કી થયું હતું. તેના ખાતમુહૂર્ત પ્રસંગે મુંબઈ મહાનગરપાલિકાના કેગ્રેસ, સામ્યવાદી, સમાજવાદી, શિવસેના અને અન્ય પક્ષોના સર્વ સભ્ય હાજર રહ્યા હતા તે પૂજ્યશ્રી પ્રત્યેનું શહેરીજનેનું માન સૂચવે છે. આ કીતિ સ્થંભ અંદર અને બહારથી કંઈ ન હોય એ જાતને થવાનું હતું. આ કીર્તિસ્તંભ હેંગિંગ ગાર્ડન પર ઊભો કરવાની ઇચ્છા હતી પણ કેટલીક મર્યાદાઓ આવી પડવાથી અને ત્યાં વિહાર કરે પડ્યો તેનાથી કામ આગળ વધી શકયું નહીં. પૂજ્યશ્રીની ઇચ્છા હજુ પણ મુંબઈ જવાય અને કામ આગળ ચાલે તે જોવાની છે.
છરી પાલિત સંધના સર્વોપરી માર્ગદર્શક : વિ. સં. ૨૦૩૩ના મહા સુદ ૩ને દિવસે પૂ. ગુરુદેવ, સાધુઓ, સાધ્વીજીએ તથા ૭૦૦ યાત્રિ સાથે મુંબઈથી પાલીતાણને ૭૩ દિવસને છ’રી પાળતે જે યાત્રા સંઘ નીકળે તેમાં તથા વિ. સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનારના પૂ. ગુરુદેવે સાથે ૧૦૦૦ યાત્રિકને ૨૪ દિવસને છરી પાળ જે યાત્રાસંઘ નીકળે તેમાં અદ્ભુત સફળતા મળી હતી. કાર્યકર્તાઓએ અને પૂ. ગુરુદેવોએ સુંદર આયોજન કર્યું હતું. આ બંને સંઘ પર સર્વોપરી દેખરેખ અને સુવ્યવસ્થા–સુરક્ષાની જવાબદારી પૂજ્યશ્રી પર હતી. તેઓશ્રીની આત્મશક્તિ અને કુદરતી સૂઝ અને ખી હતી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org