________________
શ્રમણભગવત-૨
૨૨૯
મહારાજ (હાલ આચાર્યશ્રી)ના શિષ્ય બની મુનિ શ્રી યશોવિજયજી નામ ધારણ કર્યું. આ રીતે પૂજ્યશ્રીને બીજી વાર દીક્ષા લેવી પડી. અડગ નિશ્ચયને અંતે વિજય થયું. પોતે સેવેલું સ્વપ્ન સાકાર થતાં અપાર આનંદ થયો. આ રીતે સેળ વર્ષની ઊગતી વયે તેમણે સંસારનાં સર્વ પ્રલેભનેને ત્યાગ કરી અમણજીવનને સ્વીકાર કર્યો. તે પછી પૂ. ગુરુદેવની છાયામાં રહીને શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. તેમાં પ્રકરણગ્રંથ, વ્યાકરણ, કાવ્ય, કેષ તથા આગમાદિ ગ્રંથોનું સારી રીતે અધ્યયન કર્યું, અને પિતાની વિરલ પ્રતિભાને લીધે ટૂંક સમયમાં જ જૈનધર્મના એક ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.
શાસનને ચરણેકઈ પણ ઉચ્ચ ધ્યેયની પાછળ સતત મંડયા રહેવામાં જ સાચા વિજ્યનાં એંધાણ છે. હકીકતમાં સફળતાની આછી રેખા પણ કાર્યમાં ઊગેલી ન દેખાવા છતાં ઉરચ યેયની પાછળ જે વ્યક્તિ અવિરત અને ભગીરથ પ્રયત્નો કરે છે તે જ આખરે વિજેતા બને છે. અવિરામ અને અવિરત પુરુષાર્થ વિજયશ્રીને વરાવે છે. મુનિશ્રી યશવિજયજી મહારાજમાં ઉપરોક્ત ગુણોને સુભગ સમન્વય હોવાથી ટૂંક સમયમાં, એટલે કે દીક્ષાના પ્રારંભના વર્ષથી જ સ્વકીય સર્જનશક્તિથી સાહિત્યક્ષેત્રને અજવાળવા લાગ્યા. પૂજ્યશ્રીમાં અપૂર્વ અને વિશિષ્ટ કલાપ્રતિભા તે હતી જ; એમાં સમ્યક્ આરાધના અને અપ્રતિમ સાધનાને ઉમેરે થયે. પરિણામે તેઓશ્રીની સર્જનાત્મક અને ચિંતનાત્મક શક્તિ વિકસવા માંડી. અને થોડાં વરસોમાં તે એ ક્ષેત્રમાં ચિરસ્મરણીય કુમકુમ પગલી પાડી દીધી ! ૧૮ વર્ષની નાની ઉંમરમાં તેઓશ્રીએ સુપ્રસિદ્ધ “સંગ્રહણીસૂત્ર” જેવા દળદાર ગ્રન્થને ૬૦ ચિત્રો સાથે કરેલ અનુવાદ તેને સ્પષ્ટ પુરાવે છે.
અવધાનકાર : મુનિશ્રી વડેદરામાં અવધાનકળા શીખતા હતા. પરંતુ સમયના અભાવે અધવચ્ચે છોડી દઈને પિતાના શિષ્ય મુનિશ્રી જયાનંદવિજયજીને અવધાનમાં તૈયાર કર્યા. તે પછી લેકે એ કેટલાંક કારણોસર તેઓશ્રીને અવધાન શીખવાની ફરજ પાડી અને તેઓશ્રીએ અવધાન શીખી લીધાં. વડોદરા જ્ઞાનમંદિરના હાલમાં લગભગ ૪૦૦ શિક્ષિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં ૬૦ અવધાન કરી બતાવ્યાં. ઉત્તરસાધક તરીકે મુનિશ્રી જયાનંદવિજયજી હતા. પ્રારંભમાં જ ૬૦ અવધાનથી શરૂઆત કરી હોય એવા આ પ્રથમ મુનિ છે. તે પછી મુંબઈ જવાનું થયું. ત્યાં પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તથા અન્ય શિક્ષિત જોડે વાર્તાલાપ થતાં ૨૦૦ અવધાન કેઈએ નથી કર્યા. માટે તે અંગે મુનિશ્રીને દબાણ કરવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સમય મેળવીને ૧૨૫ અવધાને તૈયાર કર્યો. અવધાનોમાં કેટલાંક ભારે હતા. અડધે પહોંચ્યા પછી, જાહેરજીવનની જવાબદારી વધી જતાં દ્વિશતાવધાની થવાની ઐતિહાસિક ઘટના અટકી ગઈ.
રાજકીય અને સાહિત્યક્ષેત્રે : આગળ જતાં, મુનિજી ન્યાય, વ્યાકરણ, અલંકાર શા તથા શિલ્પ, તિષ, સ્થાપત્ય, ગ, ઇતિહાસ, મંત્રશાસ્ત્ર આદિન ઉત્કટ અભ્યાસી બન્યા. તેઓશ્રીની વિદ્વત્તા સર્વતોમુખી બની રહી. અનેક જૈન જૈનેતર વિદ્વાનો, કલાકારે, સામાજિક કાર્યકરે, રાજકારણીઓમાં પૂજ્યશ્રી આદરણીય અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org