________________
શ્રમણભગવંતો-૨
રર૭
વક્તા, સાહિત્યકલાપ્રેમી, શતાવધાની, તપસ્વી, ક્રિયાનિષ્ઠ શિષ્યની ભવ્ય પરંપરા નક્ષત્રોની જેમ ઝળહળી રહી છે- જેમાં શ્રી વિજયદેવસૂરિજી, શ્રી વિજયાનંદસૂરિજી, શ્રી વિજયકનકરત્નસૂરિજી, શ્રી વિજય મહાનંદસૂરિજી, શ્રી વિજયસૂર્યોદયસૂરિજીની મુખ્યતા છે. એવા એ અજોડ અનુપમ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજને કેટિ કોટિ વંદન!
(સંકલન : શ્રી પી. કે. શાહના એક પ્રકાશિત લેખનું સંવર્ધન-સંકલન)
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, આજીવન જ્ઞાનોપાસક, કલામર્મજ્ઞ, વિપુલ સાહિત્યકૃતિઓના સર્જક-સંપાદક, પરમ
શાસન પ્રભાવક, સાહિત્ય કલારત્ન પૂ. આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ અજોડ વ્યક્તિત્વ અને અનેરી પ્રતિભા ધરાવતા એક વિવિધરંગી
જીવનનું એક અનોખું ભવ્ય દર્શન અત્યંત પ્રાચીન કાળથી ગુજરાતે એવાં માનવરત્નો નિપજાવ્યા છે કે જેમનું કાર્યક્ષેત્ર ગુજરાતની સીમાની પેલે પાર કયાંય ને ક્યાંય સુધી વિસ્તરેલ હોવા ઉપરાંત, એમની સિદ્ધિઓને કાળ પણ કદી ગ્રસી શક્યો નથી, નામશેષ કરી શક્યો નથી. ઉપદેશરની તથા આચારસંહિતાની એમની મંજૂષ પાંડેના અક્ષયપત્રની જેમ ગમે તેટલી ખાલી કરવા છતાં એવી ને એવી સભર રહે છે. પુરાતન સમયમાં અને ઇતિહાસમાં એવા અનેક સાધક, સંત, સતીએ, શ્રેષ્ઠિઓ, અને રાજવીએ આ ભૂમિમાં થઈ ગયા કે જેઓ ગુજરાતની સંસ્કારિતાનું ગૌરવ વધારતા જ રહ્યા. સેક સેકે અને ક્યારેક તે દસકે દસકે આવી ધર્મસૂર, કર્મચૂર અને સેવાપરાયણ વ્યક્તિએ ગુજરાતની સંસ્કારભૂમિમાં પાકતી જ રહી અને માતા ગુર્જરીના કીર્તિમંદિરને વધુ ને વધુ શોભાભર્યું બનાવતી જ રહી. આજે અહીં એક એવી જ વિભૂતિને સંક્ષિપ્ત પરિચય આપતાં આનંદ અને ધન્યતા અનુભવાય છે. એ ત્યાગી છે, સંત છે, જ્ઞાનની સાક્ષાત્ ગંગા છે, નમ્રતા અને પ્રસન્નતાની પ્રેરક મૂતિ છે, સાહિત્ય અને કલાના પરમ ઉપાસક છે. એ સહુને સમતાથી નિહાળે છે, સહુના કલ્યાણની કામના કરે છે, એ વંદનીય વિભૂતિનું નામ છે પૂજ્ય આચાર્ય શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજ.
જન્મ અને બાલ્યાવસ્થા : જેની પાછળ અનેક રોમાંચક ઈતિહાસની ઘટના છપાઈ છે એવી સુપ્રસિદ્ધ પ્રાચીન નગરી દર્શાવતી (ડભોઈ) એ પૂજ્યશ્રીની જન્મભૂમિ. વિ. સં. ૧૯૭૨ના પિષ સુદ બીજ, તા. ૭-૧-૧૯૧૬ના મધ્યરાત્રિએ પિતા નાથાલાલ વીરચંદ અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org