Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
repe
ઢાદશાંગી આગમ ગ્રુત
૫ ફેબ્રુઆરી, ૨૦૧૨ વિ.સં. ૨૦૬ મહા સુદ ૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક
થાઈ શ્રી ધૈલાસસાગરસૂરિ જ્ઞાનપીરિ
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર ૩૮૨૦૦૭
ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨૫૨ ફેક્સ (૦૭૯) ૨૩૨૭૬૨૪૯
wedsite : www.kobatirth.org = email : gyanmandir@kobatirth.org
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Promeg
આજથી ૨૫ વરસ પૂર્વે
તા. ૧૨-૦૨-૧૯૮૭ ના દિવસે ત્રિના સમયે વિવધરંગી સેશનીથી ઝળળતું-દીપનું શ્રી મદ્યવીરલયનું મનોહર દૃશ્ય.
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्हम्नमः
श्रीमहावीर जैन आराधना में की स्थापना और श्रीमहावीरस्वामि जिनालय की प्रतिमा के खूवर्ष पूर्ण होने को आये है। मप्रतिको रजतजयंति महोत्सव मनाया जाने बालमनाई। प्रभुजी की प्रति बाइसे दिनों-दिन को बा
का विकास होता चला आ रहा है। संस्थाके कार्यक्षेत्र में भी अभिवृद्धि हुई।
संस्थामे निर्मित श्री कैलास सागररिज्ञान मंदिरले भी अंतर्राष्ट्रीय जगत में अपना स्थान लिया। अनेक साधुजन विद्वान साहित्य से समृद्ध ज्ञानमंदिर में आकर अपनी पीपासझति है। साहित्य के साथमे कला का भी सुंदर संग्रह संस्थाक पास में है। इस रजत जयंतिक प्रसंग पर "भुत सागर" वैमासिक पत्रिका का भी पुन: प्रकाशन प्रारंभ किया जा रहा है। पत्रिका पूवार्य भगवंत साधुगण एवं विद्वानों के चिंतन पूर्ण लेखस समृद्ध होगा। सर्वप्रथम ज्ञान के क्षेत्र में सेवा अर्पण सुनिराज श्री निर्माण सागर जी जिन्होंने कठिन अमर ग्रन्थों को व्यवस्थित करने में सहयोग दिया। ज्ञान मंदिर उनके द्वारा किये गये कार्य को अपनी स्मृति में बनाये रखेगा वर्तमान मंदिर विकास किये जिन्होंने अपना समय और दिन दिया और देस) रहे हैं ऐसे पंन्यास श्री अजय सागरी
मुंबई
2-1-12
को भी मैं धन्यवाद देता। मार्गदर्शनज्ञान के सभमे प्रति उपयोगी सिदो गरे। तदुपरांत संस्थाकरीण जिनका संस्था कार्य में सरकार मिल रहा है, वे भी धन्यवाद के राम हैं। संस्थायें अपनी सेवा देने वाले पंडित वर्गवा अन्य रामकर्मचारियों की भी मैं अपनी और से हार्दिक आशीर्वाद इस शुभ प्रसंग पर देखाई। परम पूज्य रामाधिपति
भी लाससागरकार्य सुखरूपसंपन्नरी और संस्थायी
seym
swine Gruntime cars Ca Cameramenin saina Canon
admin
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રુતસાગર
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનું મુખપત્ર * આશીર્વાદ
રાષ્ટ્રસંત પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. પ.પૂ.પંન્યાસપ્રવર શ્રી અજયસાગરજી મ. સા.
* સંપાદક *
બી.વિજય જૈન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* સલાહકાર ક
શ્રી કનુભાઈ શાહ તથા ડૉ. હેમંત કુમાર
* પ્રકાશક *
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨૫૨ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૨૪૯ website : www.kobatirth.org * email : gyanmandir@kobatirth.org
* અંક-પ્રકાશન સૌજન્ય
શ્રી નવિનચંદ્ર જગાભાઈ શાહ પરિવાર, શાંતાક્રુઝ-મુંબઈ હસ્તે-ફાલ્ગુનીબેન શાહ, અન્નદાવાદ
૫ ફેબ્રુઆરી, ૨૦૧૨, વિ.સં. ૨૦૬૮, અહા સુદ ૧૩
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાના પ્રાંગણમાં સ્થિત શ્રી મહાવીર જિનાલય નિર્માણ અને ખૂલનાયક ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર સ્વામી આફ્રિ જિન બ્રિહ્મ પ્રતિષ્ઠા ઉત્સવની ર૫મી વર્ષગાંઠના પુનિત પ્રસંગે પ્રસ્તુત શ્રુતસાગર સામાયિકના નૂતન અંકનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેબ્રુઆરી ૨૦૧૨
( પ્રકાશકીય
—
ગુજરાતના પાટનગર ગાંધીનગર - અમદાવાદની વચ્ચે મહત્વપૂર્ણ સ્થાન ઉપર આજથી પચ્ચીસ વરસ પહેલા એક એવું દેવાલય સ્થાપિત થયું, કે જે થોડાક સમયમાં દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ બન્યું. સાથે-સાથે તીર્થધામની વિશિષ્ટતા પ્રાપ્ત કરીને એ જિનાલય એના સંપૂર્ણ દબદબા સાથે આજે રજતજયંતિ મહોત્સવના માંડવા તળે શોભા વેરી રહ્યું છે.
જૈનસંઘની સદા પ્રભાવી પરંપરા હેઠળ તીર્થોની સ્થાપના, વિકાસ અને વિશેષતાઓ વધુને વધુ આકાર લઇ રહ્યા છે. પણ અદ્વિતીય, અપ્રતિમ અને અપૂર્વ એવી વિશેષતા ખરા અર્થમાં બહું ઓછા તીર્થો સાથે સંકળાય છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના નામથી પ્રખ્યાત તીર્થ એક નહીં, બે નહીં પણ ત્રણ અપૂર્વ વિશેષતાઓની ત્રિવેણી બનીને વિશ્વવિકૃત બન્યું છે. જ્ઞાનતીર્થ એનો આત્મા છે તો કલાતીર્થ એનો બહુમૂલ્ય શણગાર છે અને આરાધના એનો આત્મભાવ છે. ( વિશાળ રત્નરાશિ ધરાવતા રત્નાકર જેવો વિશાળ પુસ્તક-ગ્રંથાગાર, બહુમૂલ્ય ખજાના સાથેના મહાલય જે સમ્રા સંપ્રતિ સંગ્રહાલય, પ્રતિપળ-પ્રતિક્ષણ સમૃદ્ધ એવા આલય જેવું આંતરિક શુદ્ધિના સાધન યુક્ત સાધનાલય અહીંની શસ્યશ્યામલા ધરતીના શણગાર છે, ઉડીને આંખોમાં ઉપસી આવે એવું પાસું છે બહુજન સુલભ, સહુજન સુલભ ત્વરિત ઉપલબ્ધિ સંપન્ન જ્ઞાનમંદિર! હજુ તો તમે પુરુનામ બોલતા બોલતા યાદ કરો ત્યાં તો કમ્યુટરની સ્ક્રીન ઉપર તમે શોધતા ગ્રંથની માહિતિ ઝબૂકવા માંડે! જાણેકે માંગ્યું ને મળ્યું! વિદ્વાન અને સંશોધન ક્ષેત્રે ડૂબેલા મોટા-મોટા સ્કોલરોથી માંડીને વિદ્યાર્થી અને અદના વાચકને શ્રુતપાસનાની સફરના ભોમિયા બનવાનું શ્રેય જ્ઞાનમંદિરની સમગ્ર ટીમે પ્રાપ્ત કર્યું છે. એ માટેનું પ્રાણપૂરક બળ છે ૫. પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી પધસાગરસૂરીશ્વરજી મ.સા. ના આશીર્વાદ તથા પ. પૂ. અપૂર્વ મૃતોપાસક પંન્યાસપ્રવર શ્રી અજયસાગરજી મ. સા. નું સાતત્યસભર સંતુલિત માર્ગદર્શન.
આ જ્ઞાનમંદિરના મુખપત્ર તરીકે પ્રકાશિત શ્રતસાગર સામયિક છેલ્લા થોડાક સમયથી પ્રકાશિત થઇ ! શક્યું નહોતું. પ્રસ્તુત અંકની પ્રસ્તુતિ સાથે એનું પુનઃ પ્રકાશન પ્રારંભ કરીએ છીએ. જે તૈયાર કરવામાં જ્ઞાનમંદિરની સમગ્ર ટીમ જેમાં પ્રકાશન વિભાગ, હસ્તપ્રત વિભાગ, કબૂટર વિભાગના તમામ સદસ્યોએ મન મુકીને કામ કર્યુ છે સહયોગી બન્યા છે. ઉપરાંત મુદ્રક નિકુંજભાઈ શાહ(નવનીત પ્રિન્ટર્સ)નો પણ સાથ સાંપડ્યો છે. વિશ્વાસ છે કે હવે એમાં નિયમિતતા જાળવવા સફળ થઇશું.
આ અંકમાં સંકલિત સામગ્રી અંગે આપના સૂચનો, પ્રતિભાવની પ્રતીક્ષા કરીશું.
અનુક્રમ
લેખ
લેખક ૧. મહાવીરાલય
કનુભાઈ લ. શાહ ૨. ફારસી ભાષામાં નિબદ્ધ અપભજિન સ્તોત્ર
સંકલિત ૩. હઠીસીંગનું દહેરૂં
રવિશંકર મ. રાવલ ૪. સાચો શ્રાવક
વિજયભાઈ હઠીસીંગ ૫. સંતાનના વિનયસૂત્રો
સંકલિત ૬. પુસ્તક પરિચય (સત્ર શ્રીપનિરસ મા -૧ એ છે) ડૉ, હેમંત કુમાર ૭. શ્રદ્ધાંજલિ
સંકલન-દિલાવરસિંહ વિહોલ ૮, ૫.પૂ.આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા ના સમાચાર સંકલન-હીરેન દોશી
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૬૮-મહા
www.kobatirth.org
મહાવીાલય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
» કનુભાઈ શાહ
જૈન ધર્મ અને સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ૧૦ કિ.મી અને અમદાવાદથી ૧૫ કિ.મીના અંતરે અમદાવાદ-ગાંધીનગર રાજમાર્ગ ઉપર આવેલું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાબરમતી નદીની સમીપે સુંદર સઘન વૃક્ષોથી ઘેરાયેલું આ સ્થળ પ્રાકૃતિક શાંતિપૂર્ણ, આધ્યાત્મિક, આહ્લાદક વાતાવરણનો અનુભવ કરાવે છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર માટે ભૂમીદાતા શ્રેષ્ઠિવર્ય અમદાવાદ નિવાસી શેઠ શ્રી રસિકલાલ અચરતલાલ શાહ છે.
પૂજ્ય ગચ્છાધિપતિ મહાન જૈનાચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સાના પ્રશિષ્ય રાષ્ટ્રસંત, યુગદ્રષ્ટા, શ્રુતોદ્ધારક આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સાના શુભાશીર્વાદથી તા.૨૬-૧૨-૧૯૮૦ના રોજ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના થઇ હતી. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની એવી ઇચ્છા હતી કે આ જગ્યાએ ધર્મ આરાધના અને જ્ઞાન સાધનાની કોઇ એકાદ પ્રવૃત્તિ જ નહિ પરંતુ અનેકવિધ પ્રવૃત્તિઓનો મહાસંગમ થાય. પ.પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીએ ધર્મતીર્થ, જ્ઞાનતીર્થ અને કલાતીર્થના વિવિધ સ્વરૂપે અનેક પ્રવૃત્તિઓની શૃંખલા સર્જીને ૫.પૂ.આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીના સ્વપ્નને મૂર્તિમંત રૂપ આપ્યું છે.
ધર્મતીર્થ સ્વરૂપની સ્થાપનામાં સુંદર કોતરણીથી વિભૂષિત શ્રી મહાવીરાલય-જિનમંદિરનું બેનમૂન સર્જન કરીને તેને પરંપરાગત શૈલીમાં શિલ્પાંકનો દ્વારા ભવ્ય રીતે અલંકૃત કરવામાં આવ્યું છે. શ્રી મહાવીરાલયમાં મૂળનાયક તરીકે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી (૫૧) બિરાજમાન છે, પરમાત્માની નયનરમ્ય પ્રતિમા કેવી મનમોહક અને આંખને ઠારે એવી છે એ નીચેની પંક્તિઓમાં આબેહુબ અભિવ્યક્ત થયું છે.
‘રૂપ તારું એવું અદ્ભૂત, પલક વિણ જોયા કરું ।
નેત્ર તારા નિરખી નિરખી, પાપ મુજ ધોયા કરું' I
જ્યારે ભોંયતળિયે મૂલનાયક તરીકે શ્રી આદિનાથ પ્રભુ (૫૧) બિરાજમાન છે. આ મંદિરના પ્રથમ મજલે ગર્ભગૃહમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર પ્રભુ અને આજુબાજુમાં શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી સિમંધર પ્રભુ બિરાજિત છે. રંગમંડપમાં સામસામે બે કુલિકાઓમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન જ્યારે સામે શ્રી નેમનાથ પ્રભુ પ્રતિષ્ઠિત થયેલા છે. રંગમંડપમાં અન્ય મૂર્તિઓમાં ડાબી બાજુએથી વાસુપૂજ્ય સ્વામી અને શ્રી અજિતનાથ પ્રભુ બિરાજિત છે. જ્યારે જમણી બાજુએ શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલા છે. જિનાલયમાં પ્રવેશતાં જ ડાબી-જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની કાઉસગ્ગ ધ્યાનમાં લીન પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થયેલી છે.
ભૂમિતલ પર મૂળનાયક તરીકે શ્રી આદિનાથ દાદા બિરાજિત છે ગર્ભગૃહની બહાર બંને કુલિકાઓમાં રૂઢિકરત્નમય શ્રી પાર્શ્વનાથ દાદાની મૂર્તિઓ બિરાજમાન કરેલી છે. જ્યારે ડાબી બાજુએ યક્ષરાજ માણીભદ્રવીર અને જમણી બાજુએ રાજરાજેશ્વરી દેવી પદ્માવતીની સ્થાપના થયેલી છે. શ્રી યક્ષરાજ માણીભદ્રવીરની સામેના ખંડમાં રજતજડિત કોતરણીયુક્ત ગૃહમંદિરમાં પંચધાતુમય શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિ તથા દેવી પદ્માવતીની સામેના ખંડમાં ટ્રસ્ટી મુરબ્બી શ્રી શાંતિલાલ મોહનલાલ શાહ પરિવાર તરફથી પ્રતિષ્ઠિત કરાયેલ શ્રી આદીશ્વર પ્રભુની પંચધાતુની મૂર્તિ બિરાજિત છે.
For Private and Personal Use Only
પ્રથમ મજલે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી અજિતનાથ પ્રભુ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા પ્રવેશદ્વારની બંને બાજુઓની શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓની પ્રતિષ્ઠા મહાસુદિ ૧૪ ગુરુવાર, ૨૦૪૩ સને ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ માં પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના કરકમલો દ્વારા સંપન્ન થઇ છે. પ્રથમ મજલે તથા ભૂમિતલ ૫૨ બિરાજિત અન્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા જુદા-જુદા સમયે થયેલી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ફેબ્રુઆરી ૨૦૧૨
શ્રી મુનિસુવ્રત સ્વામી તથા શ્રી નેમનાથ પ્રભુની શ્યામવર્ણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા વિ.સં.૨૦૪૯ વૈશાખ સુદિ ૬ના રોજ થયેલી છે જ્યારે ભૂમિનલની દેવકુલિકાઓમાં સ્ફટિકરમય બંને તરફ પ્રતિમાઓના લાભાર્થી છે : શ્રમણોપાસિકા શાંતાબેન ભૂદરમલ અદાણી પરિવાર . આ બંને પ્રતિમાઓની એંજનવિધિ શ્રી નેમિ-સરસ્વતીધામ રાંતેજ તીર્થધામમાં રાષ્ટ્રસંત આચાર્ય ગુરુદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં સંપન્ન થયેલી આ સ્ફટિકરત્નની પાર્શ્વનાથ પ્રભુની બંને મૂર્તિઓની પ્રતિષ્ઠા વિ.સં ૨૦૬૫ માગસર સુદિ ૩ રવિવાર, સને તા.૩૦-૧૧-૨૦૦૮ના રોજ થઈ છે.
મહાવીરાલયની વિશિષ્ટતા :
પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરિનો વિ.સં.૨૦૪૯ જેસુદિ ૨ના રોજ અંકુર અમદાવાદમાં કાલધર્મ થયો હતા. પરંતુ તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે થયો હતો. આ દિવસની સ્મૃતિની જાળવણી રૂપે મહાવીરાલયના ઘુમટમાંથી સૂર્યકિરણો પ્રવેશીને શ્રી મહાવીર પ્રભુના લલાટ ઉપર તિલક રૂપે પ્રતિવર્ષ ૨૨ મેના રોજ પ્રકાશિત કરે છે અને એ પ્રકાશથી દેરાસર ઝળહળી ઊઠે છે. સૂર્યકિરણનું શિખરમાં પ્રવેશવું, સીધું ભાલતિલક પર પડવું, તે આચાર્યશ્રીના અગ્નિસંસ્કારના દિવસે જ અને બપોરના ૨.૭ મિનિટે જ દેરાસરમાં ઝળહળાં થાય એ બધું ગાણિતિક અને જ્યોતિષીય ગણત્રીના આધારે થયેલું છે. આ એક વિસ્મયકારી ઘટના છે. આ રમણીય અને કલ્પનાતીત દૃશ્યને જોવા શ્રધ્ધાળુજનો ભાવવિભોર બનીને દર્શન કરે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકોની હાજરી રહે છે. આ દિવસે દર્શનાર્થીઓને સંસ્થા તરફથી ભાથું આપવામાં આવે છે.
મહાવીરાલયની સ્થાપના દ્વારા ધર્મતીર્થ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર દ્વારા જ્ઞાનતીર્થ અને સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય દ્વારા કલાતીર્થ એમ ધર્મતીર્થ, જ્ઞાનતીર્થનો ત્રિવેણી સંગમદાર સમા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રનું સર્જન કરીને, આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.એ જનસમૂહને પ્રેરણા કરતું એક અદ્ભૂત સંસ્થાનું સર્જન કરીને વિશ્વભરમાં એક અજોડ કીર્તીમાન સ્થાપિત કર્યો છે.
જિનાલય નિર્માણની રજતજયંતિ ઉજવણી પ્રસંગે આયોજિત પરમાત્મભક્તિ મહોત્સવની ભૂરિભૂરિ અનુમોદના કરું છું.
અર્ધમાગધી
ગુજરાતી
પંજાબી
તમને ખબર છે?
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ખાતું તમને શું જોવા મળે છે?
૨૯ ભાષાઓમાં સંગ્રહિત દ જેટલા વિવિધ વિષયો અને પેટાવિષયોમાં ફેલાયેલા ૧૯૯૭.૫૯ જેટલા પુસ્તકોનો વિશાળ સંગ્રહ . એનું ભાષાવાર વર્ગીકરણ કરીએ તો નીચેના આંકડાઓ તમને આ ગ્રંથાગારની યાત્રા કરવા માટે ઉત્સુક બનાવશે.
અંગ્રેજી
પ્રાકૃત
મંગાવી
મરાઠી
માગુર્જર
સારસની
હરી
૧૨૧૫૫
૧
www.kohatirth.org
૨૭૪૦૫
૧૩
૪૮૮૧
૧૮૫
૩૫૪
૨૨૫૩
૧
૧૮૦૭૭
અપભ્રંશ
૩૬
જર્મન
પાટી
ફારસી
બ્રજ
મલયાલમ
રોયન
સંસ્કૃત
અન્ય ભાષા
૧૭
૩૭
-25
૧૭૮
૧૧
૪૭
3
८
૧૪૮૮૩
૧૫૬૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
અ
ફડ
તામીલ
પુરાની હિન્દી
ફ્રેંચ
તિબ્બતી-મોટ
મહારાષ્ટ્રી
રાજસ્થાની
સિંધી
૨૪
૨૩ ૪૭૪
૩૬
૩૨ ર
૧૯૬
3
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-મહા
પ્રાચીન ફારસી તથા અપભ્રંશમિશ્ર ભાષામાં તિબદ્ધ
શ્રી ત્રિકષભજન સ્તોત્ર
પ્રિસ્તુત રચના ૧૪મી સદીના મહાન જૈનાચાર્ય જિનપ્રભસૂરિએ તત્કાલીન ફારસી ભાષામાં કરેલી છે. તેઓ શાસ્ત્ર પરંપરા અને સાહિત્યના પ્રકાંડ વિદ્વાન હોવાની સાથે સાથે વિશિષ્ટ મંત્ર-તંત્ર શક્તિ ધરાવનારા પ્રભાવક આચાર્ય હતા. એમણે તત્કાલીન દિલ્લીશ્વર મુગલ સમ્રા મુહમ્મદ બિન તુગલક (ઇ. ૧૩૨૫-૧૩૫૧] ને પોતાની પ્રતિભાથી પ્રભાવિત કર્યો હતો. ઇસ્લામી હુકમત દ્વારા જૈન દેરાસરો ઉપર થતા આક્રમણને ખાળવામાં પણ આચાર્યશ્રીનો મહત્વનો ફાળો હતો. આ પ્રતિભાશાલી સરિવચ્ચેની અન્ય ગ્રંથ રચનાઓમાં વિવિધ તીર્થકલ્પ, વિધિપ્રપા, સંદેહ વિષૌષધિ, સ્મરણ ટીકા વગેરે મળે છે. લગભગ ૭૦૦ જેટલા સ્તોત્રો પણ એમણે રચ્યા છે.]
अल्लाल्लाहि तुराहं कीम्वरु सहियानु तुं मरा ब्वांद ।
दुनीयक समेदानइ बुस्मारइ बुध चिरा नह्यं ।।१।। હે પૂજ્ય! હું તારો સેવક-નોકર છું અને તું પૃથ્વીપતિ જેવો મારો સ્વામી છે. તું તો જગતના બધા લોકોને જાણે છે-ઓળખે છે તો પછી મને શા માટે લાંબા સમયથી સંભારતો નથી ?
हे अल्लाह ! हे पूज्य ! मैं आपका सेवक हूं और आप पृथ्वीपति, मेरे स्वामी हैं | जब आप सभी लोकों को जानते हैं, तब फिर हमारी खोज-खबर क्यों नहीं लेते? हमारे दुखों को इतने लम्बे समय से क्यों नहीं समझते?
येके दो सि जिहारि पंच्य शस ल्ल्य हस्त नोय दहा ।
दानिसिमेद हकीकत आकिलु तेयसु तुरा दोस्ती ।।२।। જગતમાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કે દશ જે કાંઈ તારી સાથે મૈત્રી ધરાવનારા, નરો છે તે જ ગુણવાન અને સાધુ પુરૂષ છે.
સંસાર મેં , , તન, વાર, પગ, છઠ્ઠ, સાત, ગાડ, નૌ, તથા ૨૧ બારિ રસ સે હી , कुशल, मध्यस्थ अथवा साधुगण कहलाते हैं, जिनका आपके प्रति मैत्री भाव अथवा अनुराग हो ।
आनिमानि खतमथु खुदा विस्नवि किंचि बिवीनि ।
माहु रोजु सो जामु मुरा येकुय दिलु विनिसीनि ।।३।। હે સ્વામિનું! અમારી સેવા-ભક્તિ તરફ જરાતરા પણ જો અને માસ, દિવસ, રાત્રી કે છેવટે એક પ્રહર પણ આવીને અમારા દિલમાં નિવાસ કર.
हे स्वामिन ! हमारे अल्पमात्रिक भक्ति-भाव की ओर भी जरा ध्यान दीजिए और उसे अर्थात मेरी व्यथा-कथा को सुनिए। माह, दिवस रात्रि अथवा (कम से कम) एक क्षणमात्र के लिए भी तो हमारे हृदय में स्थित होइए (નિવાસ નિg)
तुं मादर तुं फिदर बुध तुं ब्रादर तुं आमु।
नेसि बिहेलिय तइं अवरि बीजे मोरइ कामु ।।४।। હે પ્રભુ! તું જ મારી માતા, મારા પિતા અને ભાઈ છે. તને છોડીને બીજા કોઈની સાથે મારે કશું કામ નથી.
हे सर्वज्ञ प्रभु! तू ही हमारी माता है, और तू ही पिता और भाई है, तुझे छोडकर हमारा और किसी से भी कोई काम नहीं।
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેબ્રુઆરી ૨૦૧૨ महमदमालिम मंतरा ईब्राहिम रहमाणु ।
ईहं तुरा कुताबीआ मेदिहि मुक्यल्फरमाणु ।।५।। હે પ્રભુ ! તું જ મહમ્મદ-વિષ્ણુ છે, તું જ ઇબ્રાહીમ-બ્રહ્મા છે અને તું જ રહેમાન-મહેશ્વર છે. સર્વ દેવ તે તૂ જ છે. તૂ જ પંડિત છે, અને હું તારો લહીઓ છું. તેથી તું મને તારૂં ફરમાન લખવા આપ.
हे प्रभु ! तू ही मेरा महम्मद अर्थात् विष्णु है, तू ही मेरा इब्राहीम अर्थात मार्गदर्शक ब्रह्मा और तू ही मेरा रहमान अर्थात् महेश्वर है। मेरे लिए तुम ही सभी प्रकार के देवता हो। तुम्हीं मेरे लिए सत्पण्डित हो। मैं तो आपका आज्ञापालक लेखक मात्र हूँ। मुझे आप आदेश दें कि मैं क्या करूँ? क्योंकि सत्पण्डित ही शिष्य को आदेश दे सकता है। (इसकी तुलना 'भक्तामर स्तोत्र' के २५वें पद्य से की जा सकती है।)
___ फरमूद तुरा जु मेकुनइ मेचीनइ न सुधंग। खो-सु शलामथ आदतनु अर्जदि छोडिय यंग ।।६।।
છે દુનિયાના જંગ-ઝઘડાથી પર થએલા માલિક ! જે તારા ફરમાન પ્રમાણે નથી વર્તતો તે દુઃખોમાંથી છૂટવાનો નથી અને સુખ, સૌભાગ્ય, અને સહાયતા મેળવવાનો નથી.
विश्व के हे स्वामिन् ! तुम्हारे आदेश का जो पालन नहीं करता, वह विश्व के दुःखों से छुटकारा नहीं पा सकता, वह सुख सन्तोष, कौशल तथा सहानुभूति भी प्राप्त नहीं कर सकता |
सादि न खस्मि नवा अगर तं कुय तुरा सलामु ।
बंदि पलात सु मे दिहइ वासइ ने हर हरामु ।।७।। હે પ્રભુ ! મારા નમસ્કારને લઈને તુ જો તુમાન ન થાય અને મને જો કોઈ બક્ષીસ ન આપે તો પછી એ મારો કરેલો નમસ્કાર હરામ વ્યર્થ નહિ થઈ જાય...
हे प्रभु, यदि आप हमारा नमस्कार स्वीकार न करें तथा आप उससे सन्तुष्ट न हों और हमें कोई वरदान न दें, तब क्या हमारा नमस्कार व्यर्थ नहीं चला जायेगा?
जानूउरु यो मेकुसइ मिदिहदि सो न विहस्ति।
बुचिरुक बिल्लइ दोजखी धंग बहुत तसु हस्ति ।।८।। હે પ્રભુ ! જે મનુષ્ય જનાવરોને-પશુઓને મારે છે તે સ્વર્ગમાં નહિ જાય પણ ચોક્કસ રીતે તે દોજખમાં-નર્કમાં જ જાય છે, તેથી તાર જે સેવક છે તે કોઈ જીવને મારતો નથી.
जो मनुष्य पशुओं (एक प्राणियों) की हत्या करता है, उसे स्वर्ग की प्राप्ति नहीं हो सकती। प्रत्युत निश्चित रूप से वह हत्यारा नरक में जाकर भयानक कष्ट भोगता है। यही कारण है कि आपका सेवक कभी भी प्राणिहत्या नहीं करता।
___ अस्तारां तेरीखु व दातु साले साते दीग सरातु।
चिस्मदी द यं बुध रु तुरा बूदी कार सऊ बस मरा ।।९।। આ નક્ષત્ર, આ તારીખ, આ સાલ, આ ઘડી, આ પ્રભાતઃ બધી વસ્તુઓ આજે મારા માટે સફળ થઈ છે કારણ કે એમાં મેં મારી બે આંખોથી તારા દીદારનાં દર્શન કર્યા છે. બસ, મારાં બધાં કામો પૂરાં થયાં છે.
हे! प्रभु हमारे दोनों नेत्रों ने यदि आपके भव्य मुख का दर्शन कर लिया, तो हम यही मानते हैं कि हमें सुन्दर-सुन्दर नक्षत्र, तारीख, साल, घड़ी सुखद-प्रभात, सुन्दर भव आदि सभी कुछ प्राप्त हो गए तथा हमारे सभी मनोरथ भी पूर्ण हो गए।
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-મહા
माही उस्तुरु गाउ गाउनर खू (ग) पलंगो। आहू गुरवा मुरुगु सेरु गामेसि कलागो ।।
मगस सितारक मारु बाजु गाबसु ताउसग। ऊयजकु मखलु कतानु खइख सगु बत बुज मूसग ।। दुज खडसार नकासु जनि दरजीउ जरी हजामु । ते वासई जिम मेकुनई सिरिजिन तुरा सलामु ।।१०।।
જે તને નથી નમતા તે મત્સ્ય, ઊંટ, ગાય, બળદ, સૂઅર, ચિત્રા, હરણ, બીલાડી, મરઘા, વાધ, ભેંસ, કાગડા, માખી, કાબર, સર્પ, બજા, રીંછ, મોર, ગરોળી, તીડ, માકડ, ચાંચડ, કુતરા, બતક, બકરા, મૂષક આદિ તિર્યંચનીપશ, પશ્વિની યોનિમાં, તેમ જ ચમાર, ચિતારા. દરજી, સોનાર, હજામ કે સ્ત્રીઆદિની નીચ મનુષ્યજાતિમાં પેદા થાય છે.
हे भगवन्! जो आपको नमस्कार नहीं करते, उन्हें मत्स्य, ऊंट, गाय, बैल, सुअर, चक्रक, कृष्णसार, बिल्ली, પુર, શેર, થાઇ, મછિી, , નવી, વાવરિ, પન્ના, બીન, રીજી, મQર, ગૃધિકા, તીડ, મ9પ, વંદ, श्वान, हंस, बकरी, तीतर, मूष, आदि तिर्यंच गति तथा चर्मकार, चित्रकार, महिला, सुचिकार, स्वर्णकार, नापित, आदि जातियों में जन्म प्राप्त होता है।
शहरु दिह उलातु छत्रु खाफूर उदु । मिसिकि जरु नवातु ष्वांद रोजी दरास ।। कसव पिसि तुरा इं नो सरा मेखुहाइ । रिसह हथमु दोस्ती वंदिने मेदिहीति ।।११।। હે જિન ! હું તારી પાસે શહર, ગામ, દેશ, સોનું, અગર, તુરી, કપુર, ખાંડ, સેલડી આદિ એવી કોઇ સારી નરસી વસ્તુની યાચન નથી કરતો. તું તારા બંદાને-સેવકને એક માત્ર ન્યાય ભરેલી મૈત્રી આપ-અર્થાત્ આ સેવકને તું તારી મિત્રતાની બક્ષીસ આપ, એટલું જ હું તને વીનવું છું.
1 ટે 25મવ! મેં માપ શહર, આમ, રેડ, પછ– SIN, Íર, ગુરુ, તૂરી, સુવુળ, પરા, સ્વામીના, विभूति, ईख आदि की याचना करने नहीं आया है, बल्कि हे स्वामिन! मैं तो आपसे यही याचना मैं सभी के प्रति न्याय करूँ, तथा सभी का मित्र बनें। (વિ.સં. ૧૯૮૩, ઈસ્વી. ૧૯૨૭ન્ન મુનિશ્રી જિનવિજયજીના સંપાદન હેઠળ પ્રકાવિત જૈન સાહિત્ય સંશોધક ખંડ૩માં પૃષ્ઠ-૨૩-૨૪માં પ્રકાશિત લેખ તથા પ્રવૃત્તવિદ્યા એપ્રિલ-જૂન, ૧૯૯૭મ્ર પૃષ્ઠ ૧૬ ઉu૨ પ્રકાશિત ડૉ. રાજારામ જૈનના લેખના આધારે સંકલિત.)
તમને ખબર છે? -
સંસ્થાના સુધર્માસ્વામી શ્રુતાગારમાં જુદા જુદા ૨૯ જેટલા જ્ઞાનભંડારોની હસ્તલિખિત તાડપત્રીય અને અન્ય હસ્તપ્રતોની ૮ હજાર જેટલી ઝેરોક્ષ પ્રતોનો વિશાળ સંગ્રહ છે.
૧ લાખ જેટલી હસ્તપ્રતોની વિગતવાર માહિતિ કમ્યુટરમાં સંગ્રહીત થઇને અધ્યયન કર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૫૦ હજારથી વધારે હસ્તપ્રતોનું સંસ્કરણ સંપાદન કાર્ય ગતિશીલ છે.
- જ્ઞાનમંદિરના વિદ્વાન અને કર્મઠ પંડિતો દ્વારા સંપાદિત સંકલિત હસ્તપ્રતો કેલાસશ્રુતસાગર ગ્રંથસૂચી - જૈન હસ્તલિખિત સાહિત્ય ખંડ-૧ થી ૮ રૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમાં કુલ ૨૪૩૪૪ જેટલી હસ્તપ્રતોની વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાઈ છે, એ શૃંખલામાં નિકટ ભવિષ્યમાં પ્રકાશિત થનારા ખંડ-૯ થી ૧૨માં અંદાજિત ૧૩૧૦૦ જેટલી હસ્તપ્રતોની માહિતિ સંપાદિત થઈને પ્રકાશિત થશે. અત્યંત પરિશ્રમ, લગન, ધીરજ, અને ખંત સાથે આ કાર્ય કરવાનું હોય છે એનો અંદાજ જેમણે આ કાર્ય કર્યું હોય કે જોયું હોય એને જ આવી શકે ધૂળધોયાનું આવું કાર્ય કરનાર વિદ્વાન પંડિત મિત્રોને લાખ-લાખ અભિનંદન અને એમની શ્રતોપાસનાને અગણિત વંદન.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેબ્રુઆરી ૨૦૧૨
હઠીસિંહનું હેરું
* વિશંકર મ. રાવળ
ગુર્જર નરેશ મહારાજાધિરાજ કુમારપાળના સમયમાં જૈન ધર્મનો પ્રભાવ ગુજરાતમાં વિસ્તર્યો ત્યારથી જ્યારે જ્યારે ગુર્જર ધનિકોને તક મળી ત્યારે ત્યારે તેમણે પોતાના ઇષ્ટદેવનાં મહાન તીર્થધામોનાં સર્જન માટે અખૂટ દ્રવ્ય વાપરવામાં જે ઉદારતા દાખવી છે તે ઇતિહાસપ્રસિદ્ધ બની છે. કુંભારિયા, આબુ, શત્રુંજય અને રાણકપુરનાં દેવમંદિરો તેની પૂર્ણ પ્રતીતિ આપે છે.
આ પરંપરાએ અમદાવાદમાં પણ જૈન મંદિરોથી નગરને શોભા અને પ્રસિદ્ધિ મળ્યાં છે. ગુજરાતી મુસ્લિમ સુલતાનોએ અમદાવાદ વસાવ્યું એટલે તેમનાં મકાનો અને મસ્જિદ તથા મકબરા ઉત્તમ જ હોય, તેમના રાજદ્વાર જૈન શેઠિયાઓને સારું સન્માન મળતું તેનો લાભ લઈ તેમણે પણ સારામાં સારાં મંદિરો બંધાવી કીર્તિ પ્રાપ્ત કરી છે. અમદાવાદ અસલથી જૈન નગરી છે. શાહજહાંના વખતમાં ઝવેરી શાંતિદાસે બાવન જીનાલયોવાળું ચિંતામણિનું દહેરું બંધાવેલું પણ ઔરંગઝેબની સુખાગીરી વખતે તે અપવિત્ર થયું હતું અને કેટલાક સમય સુધી જૈનોની પ્રતિષ્ઠા પામેલી પ્રતિમાઓ ભોંયરામાં રાખવી પડી હતી.
આવું ઘણો કાળ ચાલ્યા પછી ઓગણસમી સદીના અધવચમાં પહેલાંના રાજ્યની અસ્થિરતા અને ભય જતાં રહ્યાં હતાં. અને ખાસ કરી અંગ્રેજી રાજ્યમાં લોકોને શાંતિ મળી. એ શાંતિમાં અમદાવાદના લોકોનો ભાંગી પડેલો વેપાર ધીમેધીમે સુધર્યો, જામ્યો અને વિસ્તર્યો એટલે જૈનોનો મંદિરો બાંધવાનો રસ પણ જાગ્રત થયો અને ઓગણીસમી સદીના મધ્યમાં શેઠ હઠીસિંહનું મોટું દેવાલય દિલ્લી દરવાજા બહાર બંધાયું. શાંતિદાસ શેઠના ચિંતામણિ મંદિરનો નાશ થયા પછી એવું મોટું મંદિર આ જ હતું. મોગલાઈ પછીની અંધાધૂંધીમાં મૂંઝાયેલા મુલકમાં બીજા કોઈ પ્રાંતમાં એ સમયે આવી ઉત્તમ કારીગરીવાળું મંદિર ભાગ્યે જ થયું હશે એમ કહેવું વધુ પડતું નહિ ગણાય.
અમદાવાદના દિલ્હી દરવાજા બહાર આવેલું આ સુંદર મંદિર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હઠીભાઈ શેઠને અમદાવાદમાં કોઇ નહિ ભૂલે. એમનો જન્મ ઓશવાળ વણિક જ્ઞાતિમાં વિ. સં. ૧૮૫૨માં થયો હતો. તેમના પિતા કેશરીસિંહ રેશમ અને કિરમજનો વેપાર કરતા. તેમણે એ સમયે જરૂર પડે એટલું ભણતર હઠીભાઈને કરાવ્યું હતું, હઠીસિંહને નાના મૂકી તે ગુજરી ગયા એટલે પેઢીનો વહીવટ એમના કાકાના દીકરા મોહકમચંદ ચલાવતાં તેમની પાસેથી હઠીસિંહે વેપારવહીવટ અને પરદેશની આડતો બાબત ખૂબ અનુભવ મેળવ્યો.
હઠીસિંહનો વેપાર ચીન અફીણ ચડાવવાનો હતો અને તેમાં ઘણીવાર મોટા સોદા પણ કરતા. હજાર બે હજાર પેટીથી ઓછો સોદો તેઓ કરતા નહિ પણ એ વખતે હમણાના કેટલાંક વેપારીઓની જેમ કોઈ સાથે દગો રમતા નહિ અને સંબંધમાં આવેલા વેપારીઓની આંટ જાળવતા. દાન આપવામાં વર્ગ કે જાતનો ભેદ રાખતા નહિ. એમની ઉદારતાને લીધે એમના મૃત્યુ પછી પણ ગરીબ લોકો તેમને સંભારતા.
શેઠ ડીમાભાઈ અને શેઠ મગનભાઈની સાથે પંચતીર્થનો સંધ લઈ તે જાત્રાને નીકળ્યા હતા પણ રસ્તામાં રોગ ચાલ્યાની ખબર મળતાં પાછા આવ્યા.
વિ. સં. ૧૯૪૧ (ઇ. ૧૮૪૮)ના મહા મહિનામાં એમણે દિલ્લી દરવાજા બહાર મોટા મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ. એ મંદિર પૂરું થાય તે પહેલાં તેમનાં માતુશ્રી સુરજબાઈ માંદાં પડ્યાં. એમની આખર અવસ્થા હતી તેવામાં મુઠ્ઠીસિંહને હોઠે એક ફોલ્લી થઈ તે ઝેરી થઈ વકરી. તેમાં તેનો ચાર દિવસની માંદગીબાદ, વિ. સં. ૧૯૪૧ના શ્રાવણ સુદ ૫ ને શુક્રવારે મરણ પામ્યા. તેમના મરણ પછી એક મહિને તેમનાં માતુશ્રી સુરજબાઈ ગુજરી ગયાં. હઠીભાઈ નગરશેઠ હીમાભાઈની પુત્રી રુક્ષ્મણીને પરણ્યાં હતાં પણ તેમની આંખે અંધાપો આવ્યો એટલે હીમાભાઈની બીજી પુત્રી પ્રસન્ન સાથે લગ્ન કર્યો, પણ તે અકાળે ગુજરી ગયાં એટલે ઘોઘાના એક વણિકનાં પુત્રી હરકુંવર સાથે તેમનું ત્રીજીવાર લગ્ન થયું.
For Private and Personal Use Only
આ હ૨કોર શેઠાણીનું નામ અમદાવાદમાં આજ સુધી પ્રસિદ્ધ છે. એમનાં પગલાં થયાં પછી શેઠની સમૃદ્ધિ બહુ વધી. તે ભણેલાં, વ્યવહારદક્ષ, ચતુર અને ધર્મપ્રભાવવાળાં ગુર્જર નારીરત્ન હતાં. નામાંકિત પતિની ઇચ્છા
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-મહા પ્રમાણે તેમણે મંદિરનું અધૂરું કામ પૂરું કરાવ્યું. પેઢી અને મંદિરનું કામ સંભાળવા તે જાતે પેઢી પર જતાં અને મુનીમો તથા ગુમાસ્તાઓને દોરવણી આપતાં, શેઠ હઠીસિંહને પુત્ર નહોતો તેથી તેમણે બંને પત્નીઓને પિતરાઈ ભાઈ દોલતભાઈના બે દીકરા દત્તક લેવરાવ્યા હતા, પણ એમની અલૌકિક કીર્તિ આ હઠીસિંહ મંદિરથી જ જળવાઈ છે.
મંદિરની પ્રતિષ્ઠા કરાવતી વખતે કંકોત્રીઓ કાઢી. અનેક સંઘ આવ્યા. લગભગ લાખ માણસ ભેગું થયું હતું. દિલ્લી દરવાજાથી શાહીબાગના મહેલ સુધી લોકોએ પડાવ નાખ્યો હતો અને સં. ૧૯૦૩ના મહા વદ ૧૧ને દિવસે ચૌદ ઘડી ને પાંચ પળે શ્રીસાગરગચ્છના ભટારક શ્રી શાંતિસાગરજીના હસ્તે ૧૫મા તીર્થંકર શ્રીધર્મનાથ ભગવાન વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકાથી પ્રતિષ્ઠા થઈ.
અમદાવાદનું આ શ્રેષ્ઠ દેવાલય છે. ગઈ સદીના પૂર્વ ભાગમાં એ બંધાયું છે. પ્રાચીન રીત પ્રમાણે મંદિરો બાંધવનારા શિલ્પીઓના પરિવાર હજુ હયાત છે તે આ મંદિરથી સિદ્ધ થાય છે. શિલ્પી પ્રેમચંદ સલાટે એની રચના કરી છે. તે બંધાયું ત્યારે શિખરબંધ દેરીઓના કોટ વચ્ચે ઘેરાયેલું સમગ્ર નિર્માણ, ચારે પાસની હરિયાળી વચ્ચે, ખરેખર કોઈ દેવનિવાસ સમું લાગતું હશે.
પાછળથી નજીકમાં યુરોપિયન ઢબના એક બંગલો અને ફરતા મોટો કોટનો દરવાજો, ગ્રીક સ્વરૂપના કોરિશ્ચિયન થાંભલાઓ અને રોમન ઢબની કમાનનો દરવાજે કોઈ પરદેશીને વિમાસણ કરાવી દે કે પ્રાચીન બાંધણીના દેવાલય આસપાસ આવું યાવની સ્વરૂપ નિર્માણ કરનારાનો હેતુ શો હશે.
પરંતુ અંદર પ્રવેશ કરતાં જ મંદિરનો દર્શનભાગ જોતાંની સાથે સ્થાપત્ય રચનાની સપ્રમાણ એકરૂપતાથી પ્રભાવિત બની કોઈ પણ જોનારથી આનંદના ઉદ્ગાર કાઢ્યા વિના રહેવાતું નથી. મંદિરના બલાનક અથવા પ્રવેશદ્વારના નકશીથી ભરપૂર સ્તંભો ઉપર એવી જ શોભાયમાન માળવાળી ડેલીની રચના છે. તેની બે બાજુ મિનારા જેવા બેઠા ઘાટના તોડા છે, જે મુસ્લિમ અસર બતાવે છે
ડેલી કે દોઢીથી અંદર જતાં જ વિશાળ ચોક વચ્ચે મંદિર નજરે પડે છે. તેની ફરતી કોટની જેમ ગોઠવાયેલી દેરીઓ આબુના મંદિરની યાદ આપે છે. એ બધી સાથે ચોકમાં બાવન જિનાલયો છે. સત્તર દેરીઓ દરેક બાજુ પર છે. નવ દેરીઓ પાછળના ભાગમાં અને પ્રવેશદ્વારની બે બાજુ ચારચાર મળી આઠ છે. તે અને મુખ્ય મંદિર મળી જિનાલયોની સંખ્યા બાવન થાય છે. મંદિરના રંગમંડપ પછીનો ગૂઢમંડપ અને છેવટનો ગભારો (ગર્ભમંદિર) બધું જ કામ દેશી ખારા પથ્થર (સેડ સ્ટોન) માં કરેલું છે. બંને બાજુ ચૌકમાં જવાનાં પગથિયાં છે. ગૂઢમંડપની બેઉ બાજુનાં પગથિયાંની ચોકી ઉપર આ મંદિરની બાંધણીને નાગરશૈલીનું સ્વરૂપ ગણવામાં આવે છે.
બર્ગેસ અને ફર્ગ્યુસન જેવા પ્રકાંડ સ્થાપત્યપંડિતો આ મંદિરની રચનામાં ઉતારેલી સંબંધપરંપરા અને ઍકરૂપતા ઉપર વારી ગયા છે. બીજું કોઈ ઠેકાણે અહીંની પેઠે દરેક રચના હેતુસારી અને મુગ્ધકર બનેલી જોવામાં આવતી નથી. અનેકવિધ નકશીકામ, પ્રમાણો અને ખંડોને સમગ્રતા આપી મુખ્ય કેન્દ્ર તરફ મનને એકાગ્ર કરાવનારી વિરલ શક્તિ અહીં પ્રકટ થતી દેખાય છે. અંદરથી નજર ફેરવો, કે બહાર ચોકમાં જઈ કોઈ ખૂણેથી નિરીક્ષણ કરો તે અનેક પ્રકારની વિવિધતા જતાં છતાં આપણને ગૂંચવણ કે મથામણ લાગી નથી. દરેક રચના કે ગોઠવણ તેનો હેતુ સંભાળી આનંદપ્રદ બની રહે છે.
ફર્ગ્યુસને કહ્યું છે : ‘હિન્દુસ્થાનમાં જૈન સ્થાપત્ય ટોચે પહોંચ્યું હતું અને મુસલમાન સમયમાં કેટલાંક મિશ્રણથી એ વધારે શુદ્ધ બન્યું. મુસલમાની સમયમાં પણ જૈન મંદિરો બંધાયા તેમાં આ મંદિરની રચના સંપૂર્ણ દેખાય છે.'
આ મંદિરની બાંધણી આટલી ઉત્તમ છતાં એમાં માનવઆકૃતિઓનું રૂપવિધાન પહેલાં દરજ્જાનું ન ગણી શકાય. પાંચ પાંચ સદીઓથી આપણા શિલ્પીઓને મુસ્લિમ આદર્શોનાં કારણે રૂપકામથી વિમુખ રહેવું પડ્યું હતું તેથી આકારમાં ઉપજેલી સંદિગ્ધતા અને નિચ્ચેતનતા બહાર પડી આવે છે.
રંગમંડપના આઠે થાંભલા પર દેવાંગના કે પૂતળીઓ છે તેમાં આ વાત સ્પષ્ટ થાય છે. થાંભલાઓને ચોરસની અઠાંસમાં લાવી ગોળ ઘુમ્મટ કરવાની રીત સોલંકી યુગની છે. ધુમ્મટના અંદરના ટોચને વિતાન કહે છે. વિતાનમાં
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
ફેબ્રુઆરી ૨૦૧૨ નકશીદાર કંદોરા હોય છે. અને ઠેઠ ઉપર જતાં સાંકડી બિંદુમાંથી પશિલાનું કમળ, ઝુમર જેવું શોભે છે.
રંગમંડપની ભોં ઉપર મધ્યમાં જ આગ્રાના જેવું રંગીન પત્થરોનું જડતર કામથી બનાવેલું કમળચક્ર છે તેથી શોભા ઘણી વધી જાય છે. સામે ગૂઢમંદિરના એક જ મોટા પંચશાખાવાળા નકશીદાર દ્વારની બે બાજુ જમીન પર બે બાજુ ધૂમટીઓ છે. આ ઘૂમટીઓ નીચેના ભોંયરાની મૂર્તિની આશાતના કે અપરાધ ન થાય તે માટે રાખી છે. સ્થાપત્યનો દોષ વહોરીને પણ તેને શોભા તરીકે જગ્યા કરી આપેલી છે.
ગૂઢમંડપમાં સ્તંભો નથી. પ્રવેશદ્વાર ઉપરાંત બે બાજુથી ચોકમાં જવાના મોટા બારણાં જ છે, તેથી ત્યાં પ્રકાશ ઓછો છે. પરંતુ સન્મુખ ગર્ભમંદિરનાં ત્રણ વાર તરફ જતાં ધ્યાનસ્થ પ્રતિમાઓમાં એકાગ્ર થવા બીજું અંધારું મદદરૂપ બને છે.
ગૂઢમંદિરનાં પ્રતિમાદારોને સુંદર મુલાયમ આકૃતિઓવાળી પિત્તળની જાળીઓ છે. મુસ્લિમ કાળમાં ઉદય પામેલી નકશીના એ સુંદર નમૂના છે. ગૂઢમંડપની ઉપર માળ છે તેથી તેનો ઘુમ્મટ ઘણો ઊંચો ગયો છે. પણ મંડપની બાજુના ખૂણાથી ઉપર જવાના દાદર મૂકેલા છે તે દ્વારા ઉપરના માળે તેમ જ ધાબા ઉપર જઈ શકાય છે.
મંડપના માળે ફરતી ગોળ અટારી છે તેમાંથી નીચેનો ભાગ જોવાય છે; તેમ જ ધુમ્મટ ત્યાંથી નજીક હોઈ તે પરની કેટલીક સુંદર પૂતળીઓની નીરખવાની સગવડ મળે છે.
અટારીમાંથી બહારના ધાબા પર જતાં બે બાજુની વિમાનગૃહોનાં છજાં ઉપરનાં સામરણ (કે સંવરણ) અથવા બેઠાં શિખરો અને તેની ઉપરની કારીગરી નજીકથી જોવાથી મન બહુ તૃપ્તિ પામે છે. ત્યાં કરેલી હાથી અને મનુષ્ય આકૃતિઓ કોઈ સમર્થ કારીગરના હાથની પ્રાણવાન કૃતિઓ છે. તે સાથે વિમાનની ભીંતો પરની કોતરેલી પત્થરની જાળીઓની નકશી વિવિધતા સાથે સુકુમાર શોભાભરી છે. ઝરૂખાને રાજસ્થાની અસરવાળી કમળપત્તિના શિરોહી ઘાટીની થાંભલીઓ અને કમાનો છે.
ખરું કહીએ તો સમગ્ર મંદિરની રચનામાં આ વિમાનમેડીઓ અને પ્રવેશનું બલાનક અથવા મેડીબંધ દોઢી અન્ય જિનમંદિરોમાં જોવા નથી મળતાં એવી એ બેનમૂન સુંદર રચના છે. મંદિરના ઘુમ્મોં પરની રચનાઓ (સંવરણ)નો સારો પરિચય પણ અહીં મળે છે. નૃત્યમંડપનો ઘુમ્મટ મુસ્લિમ અસરનો ગોળ ગુંબજ છે. પણ તેના કલશ આગળથી પાંખડીઓ પાડી તાજમહેલની જેમ તેના કંઠની પાંખડીમાં મેળવી દીધી છે.
ગૂઢમંડપનું સામરણ (સંવરણ) અનેક કલશો બનેલો પ્રાચીન પ્રણાલીને મેરુ (પિરામિડ) ઘાટ છે. તેની ભૂમિતિ વ્યવસ્થા અને ચોકસાઈ જઈ છક્ક થઈ જવાય છે. દરેક કામમાં ગણિત અને માપ સમજનાર શિલ્પીઓની સંખ્યા કેટલી હશે તેની કલ્પના કરવી રહી. ગૂઢમંડપનો મોટો ગુંબજ અંદરથી ૨૪ ફૂટના પરિઘનો છતાં મુખ્ય પ્રતિમાના ગર્ભમંદિરોનાં પણ શિખરો તેનાથી વધારે ઊંચાઈ પર લીધાં છે. આથી દ્વારા આગળનાં પગથિયાંથી એક રેખા ત્યાં સુધી લંબાવીએ તો બીજી બધી રચનાઓ અનુક્રમે ઢાળમાં રહે છે. નીચે ઊતરી ગયા પછી પણ ચોકમાંથી વિમાનઝરૂખાને જુદી જુદી બાજુએથી જોતાં મંદિરને નવું નવું આકર્ષણ મળે છે.
મંદિરના ચોકની ચારે બાજુની પરસાળના દરેક સ્તંભોના મથાળે એકેક નૃત્ય કે સંગીતની પૂતળી છે. તેમાં માત્ર કોઈ કોઈ કૌશલ્યપૂર્ણ હાથે નિર્માયેલી મનોહર હાવભાવવાળી કે સજીવતાભરી મળી આવે છે. ચકોર આંખને હલકું-મારે કામ તરવતાં વાર લાગતી નથી. પરસાળમાં ફરતા સ્તંભોની હારવાળી લાંબી ચાલીમાં નજર કરતાં આસ્લાદકતા અનુભવાય છે. તેમાં ચાલતાં ચાલતાં પણ મંદિરની ચારે બાજુની શિલ્પલીલા દેખાય છે.
આવાં જિનાલય માટે પરંપરસિદ્ધ રચના દર્શાવતા શાસ્ત્રગ્રંથોનું નિર્માણ થયું છે. તેનું અનુશાસન અને ગણિત સાચવીને શિલ્પીઓને નવું નિર્માણ કરવાનું હોય છે.
આ મંદિરની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૨૯ ફીટ છે. બહારના મંડપ (બલાનક) સિવાય પૂર્વ પશ્ચિમ લંબાઈ ૧ ૬0 ફૂટ છે. એકંદરે આ મંદિર અમદાવાદના સ્થાપત્યસમૂહમાં શેઠ હઠીભાઈની કીર્તિના ધ્વજ સમું હોઈ દેશના ગૌરવરૂપ છે.
(- નહાવીર જૈન વિદ્યાલય સુવર્ણજયંતી મહોત્સવ ગ્રંથમાંથી સાભાર.)
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-મહા
સાથો શ્રાવક
- વિજયભાઈ હઠીસિંગ રાગઃ ખમાજ (ઢાળ : વૈષ્ણવજન તો તેને રે કહીએ) (૧) સાચો શ્રાવક તેને રે કહીએ જે, પાપ અઢાર ના કરતો રે સહુ જીવોને સરખા ગણીને, જયણાપૂર્વક જીવતો રે..
સાચો (૨) જુઠું બોલે ના, તે જીવનમાં, અણહકનું નવ લેતો રે
બ્રહ્મચર્યમાં રહીને જીવે, પરિગ્રહ કદી નવ ધરતો રે. સાચો (૩) મનનું ધાર્યું થાય ના તોય, ક્રોધ કદી નવ કરતો રે મનની ઈચ્છા છોડી દઇને, સરળ બનીને જીવતો રે...
સાચો (૪) સ્વાર્થ સાધવા અન્યની સાથે, માયા નવ આચરતો રે રાગ દ્વેષ ને કલહ ત્યજીને, ઓછો લોભ જે કરતો રે..
સાચો (૫) કોઇ કારણે અન્યની ઉપર, આગ કદી નવ મૂકતો રે
ચાડી ચૂગલી કરે ના કોઇની, ગમો-અણગમો નવ કરતો રે.... (૬) દૃષ્ટાભાવમાં સદા રહીને, પ૨પંચાત ના પડતો રે માયા સાથે જૂઠ ઉમેરી, કોઇને નવ છેતરતો રે..
સાચો (૭) સમ્યક જ્ઞાનમાં, શ્રદ્ધા રાખી, મિથ્યાત્વમાં નવ પડતો રે અઢાર પાપથી દૂર રહીને, જીવન નિર્મળ કરતો રે....
સાચો (૮) શ્રુત સાંભળી, શ્રદ્ધા કરીને, સ્મરણથી મનન જે કરતો રે કરણી કથની સરખી કરીને, શ્રાવક સાચો બનતો રે....
સાચો (૯) નવાં નિકાચિત, કર્મ ના બાંધે, સંચિતને જે ખપાવે રે
કહે વિજય તે દિન પ્રતિદિન, મુક્તિના પંથે જાવે રે.... સાચો
સાચો
- તમને ખબર છે?
આચાર્યશ્રી કૈલાસસાગરસુરિ જ્ઞાનમંદિરના ગ્રંથાગારને કેટલા મૃતોપાસકોની શ્રુતસાધનામાં નિયમિતરૂપે સહયોગી નવાનું નાનકડું પુણ્ય સાંપડે છે?
૦ ૪૨૫ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી મ. સા., ૦ ૧૩૦થી વધારે સંશોધક વિદ્વાનો, ૦ ૩૦ જેટલા સંસ્થાનો, ૦ પ00 જેટલા સામાન્ય વાચકો-વિદ્યાર્થીઓ તથા સંસ્થાની મુલાકાતે આવનારા સંખ્યાબદ્ધ મુલાકાતીઓ અને યાત્રિકો!
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ફેબ્રુઆરી ૨૦૧૨
[ સંતાનનાં વિનયનો
' 'વાવ,
૦ રોજ સવારે ઊઠીને સહુ પ્રથમ માતા-પિતાને નતમસ્તકે પ્રણામ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા. માતા
પિતાના આશીર્વાદ જીવનનું મંગલ પાથેય છે. ૦ માતા-પિતા અન્યત્ર હોય અથવા ગેરહાજર હોય તો તેમની પ્રતિકૃતિને ભાવવંદન કરવા, પ્રતિકૃતિ પણ હાજર
ન હોય તો સ્મૃતિપટ પર માતા-પિતાની છબી લાવીને ભાવવંદન કરવા. ૦ પરીક્ષા જેવા વિશિષ્ટ પ્રયોજન માટે જવાનું થાય ત્યારે માતા-પિતાના પ્રણામ સહ આશીર્વાદ સંપાદિત કરીને
નીકળવું. 0 કોઈ પણ કાર્ય માટે ઘરથી બહાર જતી વખતે માતા-પિતાની રજા લઈને જવું. 0 સંયોગવશાતુ બહારથી ઘરે જવામાં નિર્ધારિત સમય કરતાં મોડું થવાની શક્યતા જણાય તો ઘરે માતા-પિતાને
જાણ કરી દેવી જેથી તેમને ચિંતા ન થાય, ૦ માતા-પિતાને જુદું પ્રયોજન જણાવીને, અન્ય બીજ જ કોઈ પ્રયોજન માટે બહાર જવું - આવી માતા-પિતાની
ઠગાઈ ક્યારેય ન કરવી. માતા-પિતા પાસે તો હંમેશા સંપૂર્ણ પ્રામાણિક રહેવું. ૦ માતા-પિતા કોઈપણ કાર્ય સોંપે તો તેનો ઈ-કાર ન કરવો. કારણવશાતુ, તે કાર્ય થઈ શકે તેવું ન હોય તો ખૂબ - વિનયપૂર્વક કારણ જણાવવું. સ્પષ્ટ ના ન કહેવી. ૦ અનુકુળતા મુજબ માતા-પિતાને તેમના કાર્યમાં મદદ ફરવી. પાણી ભરવું, દૂધ લાવવું, પથારી પાથરવી, પથારી
ઉપાડવી, શાક સમારવું, કપડાં ઘડી કરવા વગેરે નાનાં-મોટાં કાર્યમાં ઉમળકાથી સહયોગ આપવો. છે માતા-પિતા દ્વારા પોતાની કોઈ અનુકૂળતા ન સચવાઈ હોય કે જરૂરિયાત ન સચવાઈ હોય તેવા પ્રસંગોમાં
તેમના સંયોગોનો વિચાર કરવો. તરત અને ઉગ્ર પ્રતિક્રિયા ન આપવી. ૦ જે બાબતો પ્રત્યે માતા-પિતાને અણગમો હોય તે બાબતો ખાસ ધ્યાન રાખીને ટાળવી. જેમ કે - કપડાં કે
પગરખાં અસ્તવ્યસ્ત મુકવાથી મમ્મી કે પપ્પાને અણગમો થતો હોય તો તે બાબતમાં વિશેષ કાળજી રાખવી. ૦ માતા-પિતાની પ્રસન્નતા વધે તે રીતે વર્તન કરવું. ૦ માતા-પિતા ધાર્મિક-સાંસ્કારિક-સાત્ત્વિક જીવનમૂલ્યોનું જે શિક્ષણ આપે તેને સહર્ષ ગ્રહણ કરવું અને જીવનમાં - ઉતારવું. ૦ માતા-પિતા સામે ક્યારેય ઉદ્ધત વર્તન ન કરવું, સામે ન બોલવું. ૦ અન્ય વ્યક્તિઓની હાજરીમાં તો માતા-પિતાનું ખરાબ દેખાય તેવું વર્તન ન જ કરવું. ૦ કોઈ પણ બાબતની ક્યારેય જીદ ન કરવી. ૦ ક્રોધ આમ પણ ન કરાય. માતા-પિતા પ્રત્યે તો ક્યારેય ક્રોધ ન કરવો. ૦ માતા કે પિતા બીમાર હોય ત્યારે બીજાં બધાં કાર્ય ગૌણ કરીને તેમની ચાકરી કરવી. તેમની બાજુમાં બેસવું. ૦ રોજ માતા-પિતાના પગ-માથું દબાવવા. ૦ રોજ ઓછામાં ઓછો અડધો કલાક માતા-પિતા સાથે બેસવું. તેમની સાથે અલક-મલકની વાતો કરવી. ૦ માતા-પિતાની નિંદા ક્યારેય કરવી નહિ, સાંભળવી પણ નહીં, ૦ માતા-પિતાની સાથે યાત્રા-પ્રવાસ આદિમાં જવામાં ક્યારેય શરમનો અનુભવ ન કરવો, ગૌરવ અનુભવવું. ૦ જીવનસાથીની પસંદગી વખતે તેની પ્રકૃતિ, રુચિ, અભિગમ, રહેણી-કરણી વગેરે બાબતો માતા-પિતા સાથે
તાલમેલ જળવાય તેવા હોવા જોઈએ. તે બાબત પણ લક્ષ્યમાં લેવી. ૦ પત્ની અને માતા વચ્ચે વિસંવાદ વિખવાદ થાય ત્યારે પત્નીનો પક્ષ લઈ માતાને ઉતારી ન પાડવા, સાચા
ખોટાની કડાકૂટ છોડી કર્તવ્યબદ્ધ બનવા અને ઔચિત્ય જાળવવા પત્નીને પણ સમજાવવી ૦ પોતાના સંસ્કારો, વિનય, હોંશિયારી આદિ માટે જ્યારે કોઈના દ્વારા પ્રશંસા થાય ત્યારે તે વખતે તે બાબતનો યશ માતા-પિતાને ચરણે ધરી દેવો. “આ બધો મારાં માતા-પિતાનો ઉપકારે છે. એમ કહી માતા-પિતાને
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૦૮-મા
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ચાધિકારી ગણાવવા.
૦ જીવનમાં જે કોઈ વિશિષ્ટ દાન આદિ સુકૃત્ય કરો તે બધાં માતા-પિતાના નામથી ક૨વા દ્વારા કૃતજ્ઞતા ગુણનું પાલન કરવું.
૦ કોઈ પણ કારણથી માતા-પિતા ઉદ્વેગ કે હતાશામાં હોય ત્યારે તેમના ઉદ્વેગ કે હતાશા વધે તેવું વર્તન ન કરવું. તેમનો ખેદ અને હતાશા હળવા બને તેવું સાંત્વન આપવું.
૩ ઘરમાં આવેલી ઉત્તમનવી ચીજ પહેલા માતા-પિતાને વાપરવા આપવી. વધી ઘટી વસ્તુ વડીલોને ફાળે ન આપવી.
૦ કોઈ એકાંત અને લાગણીની પળોમાં પોતાના અનુભવ અને ડહાપણની દાબડીમાંથી માતા કે પિતાએ જે શિખામણો આપી હોય તો જડીબુટ્ટીની જેમ જીવનમાં સાચવી રાખવી.
છે માતા-પિતા વૃદ્ધાવસ્થા કે માંદગીને કારણે સ્વાવલંબી ન રહી શકે તેવા સંયોગોમાં તેમને લેશમાત્ર પરાધીનતા કે લાચારીનો અનુભવ ન થાય તે રીતે તેમની સેવા ચાકરી કરવી.
2 વૃદ્ધ કે અશક્ત માતા-પિતાને દેરાસર કે ધર્મસ્થાન કે અન્યત્ર જવું હોય ત્યારે હાથ પકડીને ઉત્સાહથી લઈ જવા. કંટાળો ન દાખવવો તેમને રુચિ અને રસ હોય તેવા ધાર્મિક સ્તોત્રો, ધાર્મિક પુસ્તકો કે અન્ય સાત્ત્વિક સાહિત્ય વાંચી સંભળાવવું.
૩ કાનની કમજોરીને કારણે ઓછું સંભળાવાથી કાંઇ બાબત માતા-પિતા બીજી ત્રીજીવાર પૂછે તો કંટાળો લાવ્યા વગર મૃદુતાથી જવાબ આપો.
માતા-પિતાની બેઠક ઘરમાં ગૌરવવાળા સ્થાનમાં રાખવી. કોઈ અંધારિયો ખુણો પકડાવી ન દેવો,
૦ માતા-પિતાને સંતાનના ઉત્કર્ષની વાત સાંભળીને ખૂબ આનંદ થતો હોય છે. પરીક્ષામાં નંબર આવ્યો હોય, સ્પર્ધામાં ઇનામ લાગ્યું હોય, કોઈ વિશેષ સિદ્ધિ મળી હોય, ધંધામાં વિકાસ થયો હોય અથવા સામાજિક કે ધાર્મિક ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી. હોય તો તે વાત માતા-પિતાને ખાસ તરત જણાવવી.
૦ ક્યારેય રિસાઈ ને જવું. રિસાઈને ખાવા-પીવાનું ન છોડવું. તેમ કરવાથી માતા-પિતાના હ્રદયને ખુબ આધાત લાગે છે.
૩ એવું કોઈ અકાર્ય ક્યારેય ન કરવું જેથી માતા-પિતાના નામને લંક લાગે.
૩ કમાણી કરતા થાઓ ત્યારે, પ્રથમ કમાણી કે પ્રથમ પગાર માતા-પિતાના ચરણે સમર્પિત કરવાની ભાવના રાખવી. કાયમ માટે પગાર કે કમાણી વડીલને સોંપી તેમની પાસેથી આવશ્યકતા મુજબ ઉપાડ કરવાની વ્યવસ્થા ગોઠવાય તો અતિ ઉત્તમ,
૩ માતા-પિતાને દાનાદિ ધર્મની કે આત્મકલ્યાણની આરાધનાની રુચિ ન હોય તો કળપુર્વક તે પ્રગટાવવા પ્રયત્ન કરો. વ્યસન આદિની પરવશતા હોય તો પ્રેમપૂર્વક છોડાવવી, પરંતુ તેમનો સ્વમાનભંગ ન થાય તે ખાસ ધ્યાન રાખવું.
For Private and Personal Use Only
જ માતા-પિતાની ચાકરી કરવી. નોકરોના ભરોસે છોડી ન દેવા.
માતા-પિતાના આત્મશ્રેયાર્થે જે કાંઈ સુકૃત, ભક્તિ મહોત્સવ આદિ કરવા હોય તે શક્ય બને ત્યાં સુધી તેમની હયાતીમાં કરી લેવા, જેથી તેઓ તેનો આનંદ અને અનુમોદના માણી શકે.
૦ માતા-પિતાને કોઈ વિશેષ દાન-સુકૃત કરવાની ભાવના હોય, તો તેમની તે તમામ ઇચ્છા, સંયોગ્ય અનુકૂળ હોય તો વિના વિલંબ અચૂક પૂર્ણ કરવી.
૦ વરસીતપ જેવી કોઈ તપશ્ચર્યા હોય કે ચોવિહારનું રોજ પાલન કરતા હોય તો તેમના આવા તપ-ત્યાગ અને વ્રત-નિયમ માટે પૂરી અનુકૂળતા કરી આપવી. તેમની તપશ્ચર્યા-આરાધનામાં પૂરક અને પ્રોત્યાહક બનવું. ૦ માતા કે પિતા બેમાંથી એકની ગેરહાજરી થઈ હોય ત્યારે બીજાને સહેજ પણ ખાલીપો ન લાગે, ઓછું ન આવે કે એકલવાયું ન લાગે તેની વિશેષ કાળજી રાખવી.
(“માતૃવંદના' પુસ્તકમાંથી સંકલિત)
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ફેબ્રુઆરી ૨૦૧૨
पुस्तक परिचय
ग्रंथालय में संगृहीत अद्वितीय प्रकाशन ))
सचित्र श्रीपालरास भाग १ से ५ समग्र जैन संघ में सुपरिचित नवपद माहात्म्य को प्रदर्शित करता श्रीपाल रास अपने निर्माण काल से ही जन-जन के लिये अति उपयोगी रहा है. पूज्य उपाध्याय श्रीविनयविजयजी एवं पूज्य महोपाध्याय श्रीयशोविजयजी द्वारा रचित इस सिद्धचक्र माहात्म्य काव्य में मयणा रानी एवं श्रीपाल राजा के व्यक्तित्व को विशेषरूप से प्रकाशित किया गया है. इस कथा के माध्यम से मुख्यरूप से महारानी मयणा के नारीत्व, सतीत्व, सत्व, ज्ञान, श्रद्धा, धैर्य, औदार्य आदि का वर्णन बड़ी ही कुशलतापूर्वक किया गया है.
समग्र जैन संघ के लिये अति महत्त्वपूर्ण व सर्वोपयोगी इस पावन ग्रंथ को परम दानवीर श्रीमान प्रेमलभाई कापडिया ने विक्रम संवत २०६७ में सचित्र प्रकाशित किया है. गुजराती, हिन्दी एवं अंग्रेजी तीनों भाषाओं में ५५ भागों में ग्रंथ का प्रकाशन कर उन्होंने वस्तुतः एक ऐसा उत्कृष्ट कार्य किया है, जिससे विश्व में कहीं भी निवास करने वाले साधर्मिक जैनश्रावक इस ग्रंथ का यथोचित लाभ प्राप्त कर सकते हैं.
मारुगुर्जर भाषा में लिखित श्रीपालरास की सभी गाथाओं को कलात्मक रूप से प्रस्तुत करते हुए दुर्लभ प्राचीन सचित्र हस्तलिखित ग्रंथों का आधार लिया गया है. बहुमूल्य ऐतिहासिक सचित्र हस्तप्रतों के अतिसुंदर किनारियों से प्रत्येक गाथाओं को सुशोभित किया गया है. इस ग्रंथ में जैन चित्रकला का अद्वितीय संकलन किया गया है. वाचक वर्ग के लिये ऐसी अनूठी कलाकृतियों का दर्शन भी दुर्लभ है. इस ग्रंथ के अवलोकन से यह पता चलता है कि जैन जगत की उत्कृष्ट, सुंदर एवं दुर्लभ चित्रकला को देशभर से एकत्र कर इस पावन ग्रंथ की शोभा में चार चांद लगा दिया गया है. यह कार्य सोने में सुहागा जैसा है.
श्रीपालरास में वर्णित प्रत्येक मुख्य प्रसंगों को चित्रों में उतारकर हृदयंगम बनाने का प्रयास किया गया है. ग्रंथ में उद्धृत जयपुर मुगल शैली के चित्र अति सुंदर और उच्चस्तरीय हैं. संकलित उत्तम कलाकृतियाँ कथा प्रसंगों में प्राण का संचार करती हैं.
प्रस्तुत ग्रंथ में वाचक वर्ग की जानकारी एवं सुविधा हेतु प्रत्येक विषयों की प्रस्तुति योग्य रूप से की गई है. सर्वग्राह्य एवं बहुप्रचलित मूलपाठ को प्राचीन लिपि में ही प्रकाशित कर वाचकों को प्राचीनलिपि का दर्शन कराने का अद्भुत कार्य किया है, मारुगुर्जर भाषा में लिखित टबार्थ को भी उसी रूप में प्रकाशित कर वाचकों के लिये अति उपयोगी बनाने का प्रयास किया गया है. पूर्वकालीन महात्माओं के द्वारा लिखित शब्द प्रायः गूढार्थयुक्त, विविध नयसापेक्ष वाले होते हैं. अतः उनके द्वारा रचित ग्रंथों को समझने में उपयोगी सिद्ध होनेवाले विषयों का योग्यरूप से समायोजन किया गया है. मूल ग्रंथ से संबंधित आवश्यक सामग्रियों को विविध परिशिष्टों में प्रकाशित कर इस प्रकाशन को और भी अधिक उपयोगी बनाया गया है.
प्रस्तुत ग्रंथ में कुल ४०२ बहुमूल्य एवं हृदयंगम प्राचीन रंगीन चित्रों का संकलन करके जैन चित्रकला का अद्वितीय नमूना उपस्थापित किया गया है. सभी चित्र कथा प्रसंगों से संबंधित एवं हृदय में आह्लाद उत्पन्न करने वाले हैं. इस प्रकाशन में उपयोग किया जानेवाला कागज दीर्घायु है तथा मुद्रणकार्य भी अत्यंत सुंदर व आकर्षक है.
परमादरणीय श्रावक श्रेष्ठ माननीय श्री प्रेमलभाई कापडिया ने प्रस्तुत पावन ग्रंथ को विविध उपयोगी सामग्रियों एवं चित्रों के साथ प्रकाशित कर जैनजगत के आकाश में एक देदीप्यमान नक्षत्र की भाँति प्रस्थापित कर दिया है. यह संपूर्ण ग्रंथ जैन समाज को गौरवान्वित करने वाला है तथा यह प्रकाशन साधकों, संशोधकों, जिज्ञासुओं ज्ञानियों, सामान्य वाचकों के लिये या यों कहें कि संपूर्ण मानवजाति के लिये उपयोगी है, तो अतिशयोक्ति नहीं होगी. वैसे तो श्रीपालरास में जैनधर्म-दर्शन का सार समाहित है ही, श्री कापडियाजी ने इस प्रकाशन में जैनशासन की समस्त विधाओं का समाविष्ट कर हर प्रकार के वाचकों का पूरा-पूरा ध्यान रखा है. इस ग्रंथ का अवलोकन मात्र ही कर्मनिर्जरा का कारण बन सकता है. यदि इसका वांचन-मनन किया जाए तो जीव अपना मानव जीवन सफल बनाने में अवश्य ही सक्षम होगा.
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-મહા
શ્રદ્ધાંજલિ (પૂ. આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ
પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ વલસાડ જિલ્લાના ફણસા ગામે થયો હતો. સંસારી અવસ્થામાં તેમને કેલાસસાગરસૂરીશ્વરજી મહારાજનાં સમાગમ થયો અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. સંસારની માયા-મમતા-મોહ છૂટી ગયાં અને તપ-ત્યાગ-વૈરાગ્યના માર્ગે જવા તેઓ તત્પર બન્યાં. પૂ. આચાર્યદેવે તેમની ભાવના જોઈ ફણસામાં વિ. સં. ૨૦૦૫ના વૈશાખ સુદ ૬ને દિવસે ભાગવતી દીક્ષા આપી મુનિ શ્રી કલ્યાણસાગરજી નામે ઘોષિત કર્યા.
દીક્ષા અંગીકાર કર્યા પછી, પોતાના શ્રદ્ધેય ગુરુદેવ પાસે આગમો અને અન્ય જૈનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. વ્યાકરણ અને જ્યોતિષ, શિલ્પ, સ્થાપત્ય વગેરે વિષયોમાં પ્રભુત્વ મેળવ્યું. શાસનસેવા સદૈવ પ્રવૃત્તિશીલ એવા તેમને વિ. સં. ૨૦૨૮માં મહેસાણા ખાતે ગણિપદ તથા વિ. સં. ૨૦૩૧માં અમદાવાદ ખાતે પંન્યાસ પદ પ્રદાન કરવામાં આવ્યું. વિ. સં. ૨૦૩૨માં જામગર મુકામે તેમને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યાં.
મહેસાણાના પ્રસિદ્ધ શ્રી સીમંધરસ્વામી જિનાલયના નિર્માણ અને વિકાસમાં તેઓશ્રીની પ્રેરણા નોંધપાત્ર છે. ૫. પૂ. આ. શ્રી કૈલાસસાગરસુરીશ્વરજી મ.સાના હાર્દિક આશીર્વાદથી દક્ષિણ ગુજરાતના ભીલાડ સ્ટેશન નજીક નંદિગ્રામ મધ્યે શ્રી સિયાજીનગર મહાતીર્થનું નિર્માણ પણ પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીના મ.સા.ના ઉપદેશ તથા માર્ગદર્શન મુજબ થયેલ છે. તેઓશ્રી સંધ અને શાસનનાં કાર્યોમાં સતત પ્રવૃત્ત, શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમોમાં જાગ્રત અને ચુસ્ત હતા. ગુરુભક્તિમાં લીન, ગુરુપ્રેરિત કાર્યોમાં કાર્યરત રહેનાર, એકનિષ્ઠ સ્વભાવવાળા અને મંગલકારી પ્રવચનોથી સૌને પ્રભાવિત કરનાર, એક ચારિત્રગૃત અને કલ્યાણકારી તથા અનેકોને પ્રેરણારૂપ એવા પૂ. આચાર્યશ્રી વિ. સ. ૨૦૧૮, પોષ વદ-૯, તા. ૧૭.૦૧.૧૨ના રોજ પાલીતાણા ખાતે કાલધર્મ પામ્યા. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના.
[[ ૫.પૂ. મુનિરાજ શ્રી નિર્વાણસાગરજી મ.સા. ||
તા. ૨૨-૯-૧૯૫૨ ના રોજ ગુડાબાલોતાન (રાજસ્થાન)માં માતુશ્રી સ્વ. સોનીબાઈ તથા પિતાશ્રી લાલચંદજી હીરાચંદજી જૈનના પરિવારમાં જન્મેલા પારસમલ તા. ૧૨-૩-૧૯૮૧, વિ સં.૨૦૩૭, ફાલ્ગન શુદિ - ૭ ના રોજ બેલ્લારી ગામમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી પાસાગરસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ઉપાધ્યાય શ્રી ધરણેન્દ્રસાગરજી મ.સા.ના શિષ્ય મુનિ શ્રી નિર્વાણસાગરજી બન્યાં,
૧૨-૩-૮૧ થી ૧૭-૩-૨૦૧૧ સુધીના ૩૦ વર્ષના દીટા પર્યાય દરમ્યાન ખુબ જ સુંદર સંયમ
જીવનની જ્ઞાન, ધ્યાન, તપોમય આરાધનાની સાથે-સાથે એમને શ્રુતસેવાના કેટલાક ચિરસ્મરણીય કાર્યો કરીને સંઘ અને શાસનની અપૂર્વ સેવા કરી.
લાંબા સમય સુધી ખુબ જ શ્રમ કરી અંગ્રેજી રોમન અક્ષરો ઉપર જાતે ડાયાટીક નિશાનીઓ સાથે ગાથાર્થ, શબ્દાર્થ, વિશેષાર્થ તથા સૂત્ર પરિચય આદિ સાથે પંચપ્રતિક્રમણ સૂત્ર ગ્રંથનું ભગીરથ કાર્ય કર્યું.
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા ખાતે સંગ્રહીત ૨,૦૦,૦૦૦ થી વધુ હસ્તલિખિત ગ્રંથામાંથી વરસો લગી, રોજના ૧૮-૧૮ કલાક પરિશ્રમ કરી અંદાજે ૧૦૦ જેટલાં ફોર્મ ભરીને ૧,૨,૦૦૦ થી વધુ ફોર્મ ભર્યા. પ્રતોના પ્રારંભિક કાર્યો પૃષ્ઠો ગણવાં, પ્રતો ઉપર તેને રંપરીંગ કરવું આદિ કાર્યો પણ ખુબ જ ચીવટથી કયાં. આ કાર્યોમાં તેઓની એટલી નિપુણતા હતી કે હસ્તપ્રતનું પાનું હાથમાં લે એટલે પહેલી જ નજરમાં કામની માહિતી એમના ધ્યાન પર આવી જતી.
તેઓશ્રી દ્વારા દેવી પદ્માવતી તથા દેવી સરસ્વતીની કૃપાથી સર્વતીર્થાઈન સિદ્ધ મહાયત્રની રચના કરવામાં આવી. તેઓ પોતાનાં કાર્યો પોતે જ કરવાના આગ્રહી હતા. તેમની પાસે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ખુબ જ સુંદર કળા હતી. ભટ્ટીની બારી, પતાસા પોળ સ્થિત વીરવિજયજી જ્ઞાનભંડારમાં રહેલ હસ્તપ્રતોનું એકલા હાથે લિસ્ટીંગ કાર્ય પૂર્ણ કર્યું. તે દીક્ષા દિવસથી જ નિત્ય એકાસણા તથા આયંબીલ તપના પ્રખર તપસ્વી હતા. એક વખત તેઓ દ્વારા સળંગ ૧૫૧ આયંબિલ કરવામાં આવેલ. દિવસમાં ૨૦-૨૨ કલાક કાર્યોમાં-આરાધનામાં તલ્લીન રહેતા હતા.
૩૦ વર્ષ જેટલો લાંબો દીક્ષા પર્યાય સુંદર રીતે પાળી તા. ૧૭-૦૬-૨૦૧૧ ના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. કોબા જ્ઞાનમંદિર' ના સ્થાપના કાળથી નિર્વાણસાગરજી એની સાથે સંકળાયેલા રહ્યા હતા. હસ્તપ્રતોના સંકલન, સંરક્ષણ, સંગ્રહણ આ બધી પ્રક્રિયાઓમાં એમની સૂઝ અને શ્રુતભક્તિ અનન્ય રહી હતી, એમના દિવંગત આત્માના અવિનાશી રૂપને અનંત અનંત વંદના.
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેબ્રુઆરી ૨૦૧૨
[ રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમાચાર )
પરમ પૂજ્ય આચાર્યભગવંતશ્રી આદિ મુનિવરનું ચાતુર્માસ ગોડીજી મંદિર પાયધુની મુંબઇમાં ખૂબ ભવ્યતાસભર સંપન્ન થયું.
ચાતુર્માસ દરમ્યાન પ્રવચનાદિમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા.
રવિવારીય ભવ્ય અનુષ્ઠાનો અને બાળકોની શિબિર વગેરે કાર્યક્રમો સુંદર રીતે સંપન્ન થયા. બાળકોની રવિવારીય શિબિરનું સફળ સંચાલન મુનિ પુનિત પદ્મસાગરજી મ. તથા મુનિ ભુવનપદ્મસાગરજી મ.સા.એ કર્યું હતું.
શ્રી ગોડીજી જૈન ટ્રસ્ટના ઉપક્રમ પૂજ્ય આચાર્યભગવંતશ્રીના જન્મદિવસ નિમિત્તે બિરલા માતુશ્રી સભાગૃહમાં ભવ્ય કાર્યક્રમ ગોઠવાયો અને શ્રીસંધનું સ્વામિવાત્સલ્ય અને સોનાની ગીનીથી સંધપૂજન થયું હતું.
પુજ્ય આચાર્ય ભગવંતશ્રીની પાવન નિશ્રામાં ગોરેગાંવ (વેસ્ટ) શ્રીજવાહર નગર જૈન શ્વે મુ સંધમાં નિર્માણ થનાર નૂતન ઉપાશ્રયનું ખનન મૂહુર્ત થયું હતું.
- પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની પાવન નિશ્રામાં શાંતાક્રુઝ (વેસ્ટ)માં વિશ્વ મૈત્રી ધામ, બોરીજના સ્થાપક શ્રી નવીનભાઈ જગાભાઇ પરિવારના શ્રીમતી પૂર્ણાબેન વિનીતભાઇ શાહની નમસ્કારમહામંત્રની આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે નમસ્કાર મહામંત્ર પૂજન અને શ્રીસંધસ્વામિવાત્સલ્યનું પણ ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું
પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની પાવન નિશ્રામાં આયોજિત આગામી કાર્યક્રમો ભાયખલા મોતીશા શેઠના દેરાસરે તારીખ ૩-૪-૫ ફેબ્રુઆરી જિનેન્દ્ર ભક્તિ સ્વરૂપ મહોત્સવનું આયોજન.
ગોરેગાંવ (વેસ્ટ) જવાહર નગર જૈન શ્વે મુસંધના ઉપક્રમે શ્રીધર્મનાથ દાદા ના દેરાસરની રપમી સાલગિરી પ્રસંગે પંચાહિકા મહોત્સવનું સુંદર આયોજન.
નાસિક રોડ પર શંખેશ્વર વેલી કોલોનીમાં તારીખ ૫-૩-૨૦૧૨થી શિખરબદ્ધ નૂતન જિનાલયની ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ,
શ્રી ગોડીજી જૈન દેરાસર પાયધૂની, મુંબઈમાં તારીખ ૨૩-૩-૨૦૧૨ના પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીનો મંગલ પ્રવેશ તથા શ્રી નવપદ સાધનામય ચૈત્રી ઓળીની આરાધના.
શ્રી ગોડીજી પાર્શ્વનાથજી મંદિરની ૨૦મી વર્ષગાંઠ પ્રસંગે ૧૩-૪-૨૦૧૨ થી ખૂબ ભવ્યાતિભવ્ય આયોજનો પૂર્વક અઢાર દિવસના મહામહોત્સવનો પ્રારંભ. જિનબિંબોની પ્રતિષ્ઠા અને અંજનશલાકાનું આયોજન. તારીખ ૧-૫-૨૦૧૨ ના ગોડીજી મંદિરની 200મી સાલગિરી સમારોહ યુક્ત ભવ્યતિભવ્ય ઉજવણી તથા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર દ્વારા તૈયાર થનાર કલાસ શ્રુતસાગર ગ્રંથસૂચીના ખંડ-૯,૧૦,૧૧,૧૨ના વિમોચનનું સુચિત આયોજન. તારીખ ૨-૫-૨૦૧૨ના રોજ દ્વિ-શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ.
રાષ્ટ્રસંત, શાસન પ્રભાવક પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. આદી મુનિ ભગવંતનું આગામી ચાતુર્માસ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે નક્કી થયું છે. આચાર્યભગવંતશ્રી તેમના શિષ્ય પરિવાર સાથે તારીખ ૩-૫-૨૦૧૨ના દિવસે અમદાવાદ તરફ વિહાર કરશે.
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
पार्श्वनाथ चौबीसी
संगमरमर, प. भारत,
वि. सं. 1409
24 तीर्थंकरों का
सम्राट संप्रति संग्रहालयमां संग्रहित प्रदर्शित चितार्थ बहुमूल्य शिल्पांनो तथा प्राचीन शैलीमां खालेजित बहुरंगी सचित्र हस्तप्रतना पाना.
समूह-मूलनायक
मध्य में विराजमान हैं.
जबकि दोनों ओर
पद्मासनस्थ मुद्रा
में 22 तीर्थकर है।
(एक तीर्थंकर सहित
परिकर का उपरी भाग अनुपलब्ध है) ।
weav
नय
BEZPLLBILL
परि
वाया मामलोगंमि । अवसं
सपा
साई सरि यर्व
॥ भवविरनिनि कम नमी राया सो बोगस मि
वर गवारा ि रा मरियमले वयं समपरिस
त
www.kobatirth.org
श्रुतधर लगवान लस्वामी रविश
आवश्यक सूत्री प्रासलाधामां 16 भी सहीमा अगा घर सजायेल जा सचित्र हस्त प्रतना 11 पाना छे. प्रेमां २ पाना चित्रमय छे. सा प्रतनी सार्धं 26.5 x 11.5 छे, पर नीचे अष्टमंगलनी सुंदर सामस्थमा नालेजाबेली . साधे सूत्री
शुभां पहेश खाता खायार्य लगवंत रखने जन्मे भाभलेला विनयवंत शिष्यो जलावाया छे.
નોવિ
कनका
Cedronety
30t
मयमा मायाकामग
स्ट
रामप्रस
लिया
श्री चिंतामणि पार्श्वनाथ जै. श्वे. मू.पू. जिन मंदिर-आगरा से प्राप्त
यह प्रतिमा बलुआ पत्थर में निर्मित व ध्यानमुद्रा में आसीन पद्मासनस्थ प्रथम तीर्थंकर आदिनाथ की है. कंधे पर अंकित लटें इनकी स्पष्ट पहचान है. अष्णीष शिखा, घुँघराले केश, चौड़े कंधे, वीतराग (शांत व प्रसन्न भावयुक्त मुखाकृति, सुगठित शरीर व शुभ लक्षणों से युक्त यह प्रतिमा मथुरा शैली की अनुपम कृति है. प्रतिमा की पादपीठ पर अंकित लेख में संवत 1974 वैसाख सुदि 10... स्पष्ट रूप से वाच्य है. आगे का लेख अवाच्य है.
म (162 नियमम
२मा
For Private and Personal Use Only
प्रस्तुत धानुं उत्तराध्ययन सूत्र (सावरि पंथपाठ) नी 128 पानामां प्राकृतभाषामा लजायेल हस्तप्रतनुं 30 भुं पासुं छे. पाटा जाते ११ भी सहीमां કાગળ ઉપર પ્રશિલિખિત આ પ્રામાં કુલ 12 विश्रमय भागानो छे. या प्रसमी सार्धं: 25.8 x 11 'थ भेटली छे.
मि मिविसायपर
मादिि
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यिनामिय मदिरा
भगवर
नारायणदि धमदादिमा
कामदारम बालियन नि म
जयमानमियामेन
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir याथार्य श्री दाशाशरसूति जानीहिर प्रवचन अंश Bin/471मझे जाttariafe A"dana" ५लिस101न प्रकाशन लेनेere|AL 41 माला441119 violence I nyाने myास करणरसीसीआई) 14-सार- Acre एजे, परभसयाॐ 25440417 मनि01- ) 430 रिलेस पत्रिका प्रकाशित किजानीरामनगरपक्षा सरल-स(जमावामें लोगो / /M) प्राप/0/01 मुआ मिलोस ५//iर लाल सागर"पना अपने लो प्रतियRGHTT) पसरर... आज भगवान् महावीर ने गौतम स्वामी से बार-बार कहा है कि-'हे गौतम ! एक क्षण का भी प्रमाद मत कर।' क्योंकि बीता हुआ समय कभी वापस नहीं आता। इसलिए उसका सदुपयोग करना चाहिए। समय चंचल है, वह कभी पकडा नहीं जा सकता। और अगर पकडा भी जाय तो रोका नहीं जा सकता। तीर्थंकर भगवान भी समय को रोक नहीं सके हैं। समय को रोका नहीं जा सकता, लेकिन उसे खरीदा जा सकता है। उसे खरीदा जा सकता है, सद्गुणों के द्वारा। जिसके पास समझ है, विवेकबुद्धि है, वही समय का उपयोग सत्कायों में कर सकता है। जो समय चला जाता है, वह जाने के बाद वापस नहीं आता, इसलिए आनेवाले कल का काम आज ही कर लेना चाहिए। बीती हुई 'कल' की बात को भूल कर 'आज' को सुन्दर बनाना चाहिए। जीवन को 'कल' के भरोसे नहीं, 'आज' जीना है। समय तो जल के प्रवाह की भाँति जा रहा है। उसे स्वाध्याय, तप, ब्रह्मचर्य, उपकार और दान के द्वारा सार्थक व शोभायमान करना है, सद्गुणों में यथासंभव वृद्धि करनी है। (राष्ट्रसंत प.पू. आ. श्रीपद्मसागरसूरिश्वरजी म.सा. के प्रवचन में से संकलित), मंड-45INS सोन्य: | શ્રી નવિનચંદ્ર જગાભાઈ શાહ પરિવાર, શાંતકુઝ-મુંબઈ 'હસ્તે - ફાલ્ગનીબેન શાહ, અમદાવાદ To, Book-Post NAVNEET M.: 9825261177 For Private and Personal Use Only