SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ.સં.૨૦૦૮-મા www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ચાધિકારી ગણાવવા. ૦ જીવનમાં જે કોઈ વિશિષ્ટ દાન આદિ સુકૃત્ય કરો તે બધાં માતા-પિતાના નામથી ક૨વા દ્વારા કૃતજ્ઞતા ગુણનું પાલન કરવું. ૦ કોઈ પણ કારણથી માતા-પિતા ઉદ્વેગ કે હતાશામાં હોય ત્યારે તેમના ઉદ્વેગ કે હતાશા વધે તેવું વર્તન ન કરવું. તેમનો ખેદ અને હતાશા હળવા બને તેવું સાંત્વન આપવું. ૩ ઘરમાં આવેલી ઉત્તમનવી ચીજ પહેલા માતા-પિતાને વાપરવા આપવી. વધી ઘટી વસ્તુ વડીલોને ફાળે ન આપવી. ૦ કોઈ એકાંત અને લાગણીની પળોમાં પોતાના અનુભવ અને ડહાપણની દાબડીમાંથી માતા કે પિતાએ જે શિખામણો આપી હોય તો જડીબુટ્ટીની જેમ જીવનમાં સાચવી રાખવી. છે માતા-પિતા વૃદ્ધાવસ્થા કે માંદગીને કારણે સ્વાવલંબી ન રહી શકે તેવા સંયોગોમાં તેમને લેશમાત્ર પરાધીનતા કે લાચારીનો અનુભવ ન થાય તે રીતે તેમની સેવા ચાકરી કરવી. 2 વૃદ્ધ કે અશક્ત માતા-પિતાને દેરાસર કે ધર્મસ્થાન કે અન્યત્ર જવું હોય ત્યારે હાથ પકડીને ઉત્સાહથી લઈ જવા. કંટાળો ન દાખવવો તેમને રુચિ અને રસ હોય તેવા ધાર્મિક સ્તોત્રો, ધાર્મિક પુસ્તકો કે અન્ય સાત્ત્વિક સાહિત્ય વાંચી સંભળાવવું. ૩ કાનની કમજોરીને કારણે ઓછું સંભળાવાથી કાંઇ બાબત માતા-પિતા બીજી ત્રીજીવાર પૂછે તો કંટાળો લાવ્યા વગર મૃદુતાથી જવાબ આપો. માતા-પિતાની બેઠક ઘરમાં ગૌરવવાળા સ્થાનમાં રાખવી. કોઈ અંધારિયો ખુણો પકડાવી ન દેવો, ૦ માતા-પિતાને સંતાનના ઉત્કર્ષની વાત સાંભળીને ખૂબ આનંદ થતો હોય છે. પરીક્ષામાં નંબર આવ્યો હોય, સ્પર્ધામાં ઇનામ લાગ્યું હોય, કોઈ વિશેષ સિદ્ધિ મળી હોય, ધંધામાં વિકાસ થયો હોય અથવા સામાજિક કે ધાર્મિક ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી. હોય તો તે વાત માતા-પિતાને ખાસ તરત જણાવવી. ૦ ક્યારેય રિસાઈ ને જવું. રિસાઈને ખાવા-પીવાનું ન છોડવું. તેમ કરવાથી માતા-પિતાના હ્રદયને ખુબ આધાત લાગે છે. ૩ એવું કોઈ અકાર્ય ક્યારેય ન કરવું જેથી માતા-પિતાના નામને લંક લાગે. ૩ કમાણી કરતા થાઓ ત્યારે, પ્રથમ કમાણી કે પ્રથમ પગાર માતા-પિતાના ચરણે સમર્પિત કરવાની ભાવના રાખવી. કાયમ માટે પગાર કે કમાણી વડીલને સોંપી તેમની પાસેથી આવશ્યકતા મુજબ ઉપાડ કરવાની વ્યવસ્થા ગોઠવાય તો અતિ ઉત્તમ, ૩ માતા-પિતાને દાનાદિ ધર્મની કે આત્મકલ્યાણની આરાધનાની રુચિ ન હોય તો કળપુર્વક તે પ્રગટાવવા પ્રયત્ન કરો. વ્યસન આદિની પરવશતા હોય તો પ્રેમપૂર્વક છોડાવવી, પરંતુ તેમનો સ્વમાનભંગ ન થાય તે ખાસ ધ્યાન રાખવું. For Private and Personal Use Only જ માતા-પિતાની ચાકરી કરવી. નોકરોના ભરોસે છોડી ન દેવા. માતા-પિતાના આત્મશ્રેયાર્થે જે કાંઈ સુકૃત, ભક્તિ મહોત્સવ આદિ કરવા હોય તે શક્ય બને ત્યાં સુધી તેમની હયાતીમાં કરી લેવા, જેથી તેઓ તેનો આનંદ અને અનુમોદના માણી શકે. ૦ માતા-પિતાને કોઈ વિશેષ દાન-સુકૃત કરવાની ભાવના હોય, તો તેમની તે તમામ ઇચ્છા, સંયોગ્ય અનુકૂળ હોય તો વિના વિલંબ અચૂક પૂર્ણ કરવી. ૦ વરસીતપ જેવી કોઈ તપશ્ચર્યા હોય કે ચોવિહારનું રોજ પાલન કરતા હોય તો તેમના આવા તપ-ત્યાગ અને વ્રત-નિયમ માટે પૂરી અનુકૂળતા કરી આપવી. તેમની તપશ્ચર્યા-આરાધનામાં પૂરક અને પ્રોત્યાહક બનવું. ૦ માતા કે પિતા બેમાંથી એકની ગેરહાજરી થઈ હોય ત્યારે બીજાને સહેજ પણ ખાલીપો ન લાગે, ઓછું ન આવે કે એકલવાયું ન લાગે તેની વિશેષ કાળજી રાખવી. (“માતૃવંદના' પુસ્તકમાંથી સંકલિત)
SR No.525263
Book TitleShrutsagar Ank 2012 02 013
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy