SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. ફેબ્રુઆરી ૨૦૧૨ નકશીદાર કંદોરા હોય છે. અને ઠેઠ ઉપર જતાં સાંકડી બિંદુમાંથી પશિલાનું કમળ, ઝુમર જેવું શોભે છે. રંગમંડપની ભોં ઉપર મધ્યમાં જ આગ્રાના જેવું રંગીન પત્થરોનું જડતર કામથી બનાવેલું કમળચક્ર છે તેથી શોભા ઘણી વધી જાય છે. સામે ગૂઢમંદિરના એક જ મોટા પંચશાખાવાળા નકશીદાર દ્વારની બે બાજુ જમીન પર બે બાજુ ધૂમટીઓ છે. આ ઘૂમટીઓ નીચેના ભોંયરાની મૂર્તિની આશાતના કે અપરાધ ન થાય તે માટે રાખી છે. સ્થાપત્યનો દોષ વહોરીને પણ તેને શોભા તરીકે જગ્યા કરી આપેલી છે. ગૂઢમંડપમાં સ્તંભો નથી. પ્રવેશદ્વાર ઉપરાંત બે બાજુથી ચોકમાં જવાના મોટા બારણાં જ છે, તેથી ત્યાં પ્રકાશ ઓછો છે. પરંતુ સન્મુખ ગર્ભમંદિરનાં ત્રણ વાર તરફ જતાં ધ્યાનસ્થ પ્રતિમાઓમાં એકાગ્ર થવા બીજું અંધારું મદદરૂપ બને છે. ગૂઢમંદિરનાં પ્રતિમાદારોને સુંદર મુલાયમ આકૃતિઓવાળી પિત્તળની જાળીઓ છે. મુસ્લિમ કાળમાં ઉદય પામેલી નકશીના એ સુંદર નમૂના છે. ગૂઢમંડપની ઉપર માળ છે તેથી તેનો ઘુમ્મટ ઘણો ઊંચો ગયો છે. પણ મંડપની બાજુના ખૂણાથી ઉપર જવાના દાદર મૂકેલા છે તે દ્વારા ઉપરના માળે તેમ જ ધાબા ઉપર જઈ શકાય છે. મંડપના માળે ફરતી ગોળ અટારી છે તેમાંથી નીચેનો ભાગ જોવાય છે; તેમ જ ધુમ્મટ ત્યાંથી નજીક હોઈ તે પરની કેટલીક સુંદર પૂતળીઓની નીરખવાની સગવડ મળે છે. અટારીમાંથી બહારના ધાબા પર જતાં બે બાજુની વિમાનગૃહોનાં છજાં ઉપરનાં સામરણ (કે સંવરણ) અથવા બેઠાં શિખરો અને તેની ઉપરની કારીગરી નજીકથી જોવાથી મન બહુ તૃપ્તિ પામે છે. ત્યાં કરેલી હાથી અને મનુષ્ય આકૃતિઓ કોઈ સમર્થ કારીગરના હાથની પ્રાણવાન કૃતિઓ છે. તે સાથે વિમાનની ભીંતો પરની કોતરેલી પત્થરની જાળીઓની નકશી વિવિધતા સાથે સુકુમાર શોભાભરી છે. ઝરૂખાને રાજસ્થાની અસરવાળી કમળપત્તિના શિરોહી ઘાટીની થાંભલીઓ અને કમાનો છે. ખરું કહીએ તો સમગ્ર મંદિરની રચનામાં આ વિમાનમેડીઓ અને પ્રવેશનું બલાનક અથવા મેડીબંધ દોઢી અન્ય જિનમંદિરોમાં જોવા નથી મળતાં એવી એ બેનમૂન સુંદર રચના છે. મંદિરના ઘુમ્મોં પરની રચનાઓ (સંવરણ)નો સારો પરિચય પણ અહીં મળે છે. નૃત્યમંડપનો ઘુમ્મટ મુસ્લિમ અસરનો ગોળ ગુંબજ છે. પણ તેના કલશ આગળથી પાંખડીઓ પાડી તાજમહેલની જેમ તેના કંઠની પાંખડીમાં મેળવી દીધી છે. ગૂઢમંડપનું સામરણ (સંવરણ) અનેક કલશો બનેલો પ્રાચીન પ્રણાલીને મેરુ (પિરામિડ) ઘાટ છે. તેની ભૂમિતિ વ્યવસ્થા અને ચોકસાઈ જઈ છક્ક થઈ જવાય છે. દરેક કામમાં ગણિત અને માપ સમજનાર શિલ્પીઓની સંખ્યા કેટલી હશે તેની કલ્પના કરવી રહી. ગૂઢમંડપનો મોટો ગુંબજ અંદરથી ૨૪ ફૂટના પરિઘનો છતાં મુખ્ય પ્રતિમાના ગર્ભમંદિરોનાં પણ શિખરો તેનાથી વધારે ઊંચાઈ પર લીધાં છે. આથી દ્વારા આગળનાં પગથિયાંથી એક રેખા ત્યાં સુધી લંબાવીએ તો બીજી બધી રચનાઓ અનુક્રમે ઢાળમાં રહે છે. નીચે ઊતરી ગયા પછી પણ ચોકમાંથી વિમાનઝરૂખાને જુદી જુદી બાજુએથી જોતાં મંદિરને નવું નવું આકર્ષણ મળે છે. મંદિરના ચોકની ચારે બાજુની પરસાળના દરેક સ્તંભોના મથાળે એકેક નૃત્ય કે સંગીતની પૂતળી છે. તેમાં માત્ર કોઈ કોઈ કૌશલ્યપૂર્ણ હાથે નિર્માયેલી મનોહર હાવભાવવાળી કે સજીવતાભરી મળી આવે છે. ચકોર આંખને હલકું-મારે કામ તરવતાં વાર લાગતી નથી. પરસાળમાં ફરતા સ્તંભોની હારવાળી લાંબી ચાલીમાં નજર કરતાં આસ્લાદકતા અનુભવાય છે. તેમાં ચાલતાં ચાલતાં પણ મંદિરની ચારે બાજુની શિલ્પલીલા દેખાય છે. આવાં જિનાલય માટે પરંપરસિદ્ધ રચના દર્શાવતા શાસ્ત્રગ્રંથોનું નિર્માણ થયું છે. તેનું અનુશાસન અને ગણિત સાચવીને શિલ્પીઓને નવું નિર્માણ કરવાનું હોય છે. આ મંદિરની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૨૯ ફીટ છે. બહારના મંડપ (બલાનક) સિવાય પૂર્વ પશ્ચિમ લંબાઈ ૧ ૬0 ફૂટ છે. એકંદરે આ મંદિર અમદાવાદના સ્થાપત્યસમૂહમાં શેઠ હઠીભાઈની કીર્તિના ધ્વજ સમું હોઈ દેશના ગૌરવરૂપ છે. (- નહાવીર જૈન વિદ્યાલય સુવર્ણજયંતી મહોત્સવ ગ્રંથમાંથી સાભાર.) For Private and Personal Use Only
SR No.525263
Book TitleShrutsagar Ank 2012 02 013
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy