SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૧૮-મહા પ્રમાણે તેમણે મંદિરનું અધૂરું કામ પૂરું કરાવ્યું. પેઢી અને મંદિરનું કામ સંભાળવા તે જાતે પેઢી પર જતાં અને મુનીમો તથા ગુમાસ્તાઓને દોરવણી આપતાં, શેઠ હઠીસિંહને પુત્ર નહોતો તેથી તેમણે બંને પત્નીઓને પિતરાઈ ભાઈ દોલતભાઈના બે દીકરા દત્તક લેવરાવ્યા હતા, પણ એમની અલૌકિક કીર્તિ આ હઠીસિંહ મંદિરથી જ જળવાઈ છે. મંદિરની પ્રતિષ્ઠા કરાવતી વખતે કંકોત્રીઓ કાઢી. અનેક સંઘ આવ્યા. લગભગ લાખ માણસ ભેગું થયું હતું. દિલ્લી દરવાજાથી શાહીબાગના મહેલ સુધી લોકોએ પડાવ નાખ્યો હતો અને સં. ૧૯૦૩ના મહા વદ ૧૧ને દિવસે ચૌદ ઘડી ને પાંચ પળે શ્રીસાગરગચ્છના ભટારક શ્રી શાંતિસાગરજીના હસ્તે ૧૫મા તીર્થંકર શ્રીધર્મનાથ ભગવાન વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકાથી પ્રતિષ્ઠા થઈ. અમદાવાદનું આ શ્રેષ્ઠ દેવાલય છે. ગઈ સદીના પૂર્વ ભાગમાં એ બંધાયું છે. પ્રાચીન રીત પ્રમાણે મંદિરો બાંધવનારા શિલ્પીઓના પરિવાર હજુ હયાત છે તે આ મંદિરથી સિદ્ધ થાય છે. શિલ્પી પ્રેમચંદ સલાટે એની રચના કરી છે. તે બંધાયું ત્યારે શિખરબંધ દેરીઓના કોટ વચ્ચે ઘેરાયેલું સમગ્ર નિર્માણ, ચારે પાસની હરિયાળી વચ્ચે, ખરેખર કોઈ દેવનિવાસ સમું લાગતું હશે. પાછળથી નજીકમાં યુરોપિયન ઢબના એક બંગલો અને ફરતા મોટો કોટનો દરવાજો, ગ્રીક સ્વરૂપના કોરિશ્ચિયન થાંભલાઓ અને રોમન ઢબની કમાનનો દરવાજે કોઈ પરદેશીને વિમાસણ કરાવી દે કે પ્રાચીન બાંધણીના દેવાલય આસપાસ આવું યાવની સ્વરૂપ નિર્માણ કરનારાનો હેતુ શો હશે. પરંતુ અંદર પ્રવેશ કરતાં જ મંદિરનો દર્શનભાગ જોતાંની સાથે સ્થાપત્ય રચનાની સપ્રમાણ એકરૂપતાથી પ્રભાવિત બની કોઈ પણ જોનારથી આનંદના ઉદ્ગાર કાઢ્યા વિના રહેવાતું નથી. મંદિરના બલાનક અથવા પ્રવેશદ્વારના નકશીથી ભરપૂર સ્તંભો ઉપર એવી જ શોભાયમાન માળવાળી ડેલીની રચના છે. તેની બે બાજુ મિનારા જેવા બેઠા ઘાટના તોડા છે, જે મુસ્લિમ અસર બતાવે છે ડેલી કે દોઢીથી અંદર જતાં જ વિશાળ ચોક વચ્ચે મંદિર નજરે પડે છે. તેની ફરતી કોટની જેમ ગોઠવાયેલી દેરીઓ આબુના મંદિરની યાદ આપે છે. એ બધી સાથે ચોકમાં બાવન જિનાલયો છે. સત્તર દેરીઓ દરેક બાજુ પર છે. નવ દેરીઓ પાછળના ભાગમાં અને પ્રવેશદ્વારની બે બાજુ ચારચાર મળી આઠ છે. તે અને મુખ્ય મંદિર મળી જિનાલયોની સંખ્યા બાવન થાય છે. મંદિરના રંગમંડપ પછીનો ગૂઢમંડપ અને છેવટનો ગભારો (ગર્ભમંદિર) બધું જ કામ દેશી ખારા પથ્થર (સેડ સ્ટોન) માં કરેલું છે. બંને બાજુ ચૌકમાં જવાનાં પગથિયાં છે. ગૂઢમંડપની બેઉ બાજુનાં પગથિયાંની ચોકી ઉપર આ મંદિરની બાંધણીને નાગરશૈલીનું સ્વરૂપ ગણવામાં આવે છે. બર્ગેસ અને ફર્ગ્યુસન જેવા પ્રકાંડ સ્થાપત્યપંડિતો આ મંદિરની રચનામાં ઉતારેલી સંબંધપરંપરા અને ઍકરૂપતા ઉપર વારી ગયા છે. બીજું કોઈ ઠેકાણે અહીંની પેઠે દરેક રચના હેતુસારી અને મુગ્ધકર બનેલી જોવામાં આવતી નથી. અનેકવિધ નકશીકામ, પ્રમાણો અને ખંડોને સમગ્રતા આપી મુખ્ય કેન્દ્ર તરફ મનને એકાગ્ર કરાવનારી વિરલ શક્તિ અહીં પ્રકટ થતી દેખાય છે. અંદરથી નજર ફેરવો, કે બહાર ચોકમાં જઈ કોઈ ખૂણેથી નિરીક્ષણ કરો તે અનેક પ્રકારની વિવિધતા જતાં છતાં આપણને ગૂંચવણ કે મથામણ લાગી નથી. દરેક રચના કે ગોઠવણ તેનો હેતુ સંભાળી આનંદપ્રદ બની રહે છે. ફર્ગ્યુસને કહ્યું છે : ‘હિન્દુસ્થાનમાં જૈન સ્થાપત્ય ટોચે પહોંચ્યું હતું અને મુસલમાન સમયમાં કેટલાંક મિશ્રણથી એ વધારે શુદ્ધ બન્યું. મુસલમાની સમયમાં પણ જૈન મંદિરો બંધાયા તેમાં આ મંદિરની રચના સંપૂર્ણ દેખાય છે.' આ મંદિરની બાંધણી આટલી ઉત્તમ છતાં એમાં માનવઆકૃતિઓનું રૂપવિધાન પહેલાં દરજ્જાનું ન ગણી શકાય. પાંચ પાંચ સદીઓથી આપણા શિલ્પીઓને મુસ્લિમ આદર્શોનાં કારણે રૂપકામથી વિમુખ રહેવું પડ્યું હતું તેથી આકારમાં ઉપજેલી સંદિગ્ધતા અને નિચ્ચેતનતા બહાર પડી આવે છે. રંગમંડપના આઠે થાંભલા પર દેવાંગના કે પૂતળીઓ છે તેમાં આ વાત સ્પષ્ટ થાય છે. થાંભલાઓને ચોરસની અઠાંસમાં લાવી ગોળ ઘુમ્મટ કરવાની રીત સોલંકી યુગની છે. ધુમ્મટના અંદરના ટોચને વિતાન કહે છે. વિતાનમાં For Private and Personal Use Only
SR No.525263
Book TitleShrutsagar Ank 2012 02 013
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy