SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેબ્રુઆરી ૨૦૧૨ ( પ્રકાશકીય — ગુજરાતના પાટનગર ગાંધીનગર - અમદાવાદની વચ્ચે મહત્વપૂર્ણ સ્થાન ઉપર આજથી પચ્ચીસ વરસ પહેલા એક એવું દેવાલય સ્થાપિત થયું, કે જે થોડાક સમયમાં દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ બન્યું. સાથે-સાથે તીર્થધામની વિશિષ્ટતા પ્રાપ્ત કરીને એ જિનાલય એના સંપૂર્ણ દબદબા સાથે આજે રજતજયંતિ મહોત્સવના માંડવા તળે શોભા વેરી રહ્યું છે. જૈનસંઘની સદા પ્રભાવી પરંપરા હેઠળ તીર્થોની સ્થાપના, વિકાસ અને વિશેષતાઓ વધુને વધુ આકાર લઇ રહ્યા છે. પણ અદ્વિતીય, અપ્રતિમ અને અપૂર્વ એવી વિશેષતા ખરા અર્થમાં બહું ઓછા તીર્થો સાથે સંકળાય છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના નામથી પ્રખ્યાત તીર્થ એક નહીં, બે નહીં પણ ત્રણ અપૂર્વ વિશેષતાઓની ત્રિવેણી બનીને વિશ્વવિકૃત બન્યું છે. જ્ઞાનતીર્થ એનો આત્મા છે તો કલાતીર્થ એનો બહુમૂલ્ય શણગાર છે અને આરાધના એનો આત્મભાવ છે. ( વિશાળ રત્નરાશિ ધરાવતા રત્નાકર જેવો વિશાળ પુસ્તક-ગ્રંથાગાર, બહુમૂલ્ય ખજાના સાથેના મહાલય જે સમ્રા સંપ્રતિ સંગ્રહાલય, પ્રતિપળ-પ્રતિક્ષણ સમૃદ્ધ એવા આલય જેવું આંતરિક શુદ્ધિના સાધન યુક્ત સાધનાલય અહીંની શસ્યશ્યામલા ધરતીના શણગાર છે, ઉડીને આંખોમાં ઉપસી આવે એવું પાસું છે બહુજન સુલભ, સહુજન સુલભ ત્વરિત ઉપલબ્ધિ સંપન્ન જ્ઞાનમંદિર! હજુ તો તમે પુરુનામ બોલતા બોલતા યાદ કરો ત્યાં તો કમ્યુટરની સ્ક્રીન ઉપર તમે શોધતા ગ્રંથની માહિતિ ઝબૂકવા માંડે! જાણેકે માંગ્યું ને મળ્યું! વિદ્વાન અને સંશોધન ક્ષેત્રે ડૂબેલા મોટા-મોટા સ્કોલરોથી માંડીને વિદ્યાર્થી અને અદના વાચકને શ્રુતપાસનાની સફરના ભોમિયા બનવાનું શ્રેય જ્ઞાનમંદિરની સમગ્ર ટીમે પ્રાપ્ત કર્યું છે. એ માટેનું પ્રાણપૂરક બળ છે ૫. પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી પધસાગરસૂરીશ્વરજી મ.સા. ના આશીર્વાદ તથા પ. પૂ. અપૂર્વ મૃતોપાસક પંન્યાસપ્રવર શ્રી અજયસાગરજી મ. સા. નું સાતત્યસભર સંતુલિત માર્ગદર્શન. આ જ્ઞાનમંદિરના મુખપત્ર તરીકે પ્રકાશિત શ્રતસાગર સામયિક છેલ્લા થોડાક સમયથી પ્રકાશિત થઇ ! શક્યું નહોતું. પ્રસ્તુત અંકની પ્રસ્તુતિ સાથે એનું પુનઃ પ્રકાશન પ્રારંભ કરીએ છીએ. જે તૈયાર કરવામાં જ્ઞાનમંદિરની સમગ્ર ટીમ જેમાં પ્રકાશન વિભાગ, હસ્તપ્રત વિભાગ, કબૂટર વિભાગના તમામ સદસ્યોએ મન મુકીને કામ કર્યુ છે સહયોગી બન્યા છે. ઉપરાંત મુદ્રક નિકુંજભાઈ શાહ(નવનીત પ્રિન્ટર્સ)નો પણ સાથ સાંપડ્યો છે. વિશ્વાસ છે કે હવે એમાં નિયમિતતા જાળવવા સફળ થઇશું. આ અંકમાં સંકલિત સામગ્રી અંગે આપના સૂચનો, પ્રતિભાવની પ્રતીક્ષા કરીશું. અનુક્રમ લેખ લેખક ૧. મહાવીરાલય કનુભાઈ લ. શાહ ૨. ફારસી ભાષામાં નિબદ્ધ અપભજિન સ્તોત્ર સંકલિત ૩. હઠીસીંગનું દહેરૂં રવિશંકર મ. રાવલ ૪. સાચો શ્રાવક વિજયભાઈ હઠીસીંગ ૫. સંતાનના વિનયસૂત્રો સંકલિત ૬. પુસ્તક પરિચય (સત્ર શ્રીપનિરસ મા -૧ એ છે) ડૉ, હેમંત કુમાર ૭. શ્રદ્ધાંજલિ સંકલન-દિલાવરસિંહ વિહોલ ૮, ૫.પૂ.આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા ના સમાચાર સંકલન-હીરેન દોશી For Private and Personal Use Only
SR No.525263
Book TitleShrutsagar Ank 2012 02 013
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy