________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૬૮-મહા
www.kobatirth.org
મહાવીાલય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
» કનુભાઈ શાહ
જૈન ધર્મ અને સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ૧૦ કિ.મી અને અમદાવાદથી ૧૫ કિ.મીના અંતરે અમદાવાદ-ગાંધીનગર રાજમાર્ગ ઉપર આવેલું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાબરમતી નદીની સમીપે સુંદર સઘન વૃક્ષોથી ઘેરાયેલું આ સ્થળ પ્રાકૃતિક શાંતિપૂર્ણ, આધ્યાત્મિક, આહ્લાદક વાતાવરણનો અનુભવ કરાવે છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર માટે ભૂમીદાતા શ્રેષ્ઠિવર્ય અમદાવાદ નિવાસી શેઠ શ્રી રસિકલાલ અચરતલાલ શાહ છે.
પૂજ્ય ગચ્છાધિપતિ મહાન જૈનાચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સાના પ્રશિષ્ય રાષ્ટ્રસંત, યુગદ્રષ્ટા, શ્રુતોદ્ધારક આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સાના શુભાશીર્વાદથી તા.૨૬-૧૨-૧૯૮૦ના રોજ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના થઇ હતી. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની એવી ઇચ્છા હતી કે આ જગ્યાએ ધર્મ આરાધના અને જ્ઞાન સાધનાની કોઇ એકાદ પ્રવૃત્તિ જ નહિ પરંતુ અનેકવિધ પ્રવૃત્તિઓનો મહાસંગમ થાય. પ.પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીએ ધર્મતીર્થ, જ્ઞાનતીર્થ અને કલાતીર્થના વિવિધ સ્વરૂપે અનેક પ્રવૃત્તિઓની શૃંખલા સર્જીને ૫.પૂ.આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીના સ્વપ્નને મૂર્તિમંત રૂપ આપ્યું છે.
ધર્મતીર્થ સ્વરૂપની સ્થાપનામાં સુંદર કોતરણીથી વિભૂષિત શ્રી મહાવીરાલય-જિનમંદિરનું બેનમૂન સર્જન કરીને તેને પરંપરાગત શૈલીમાં શિલ્પાંકનો દ્વારા ભવ્ય રીતે અલંકૃત કરવામાં આવ્યું છે. શ્રી મહાવીરાલયમાં મૂળનાયક તરીકે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી (૫૧) બિરાજમાન છે, પરમાત્માની નયનરમ્ય પ્રતિમા કેવી મનમોહક અને આંખને ઠારે એવી છે એ નીચેની પંક્તિઓમાં આબેહુબ અભિવ્યક્ત થયું છે.
‘રૂપ તારું એવું અદ્ભૂત, પલક વિણ જોયા કરું ।
નેત્ર તારા નિરખી નિરખી, પાપ મુજ ધોયા કરું' I
જ્યારે ભોંયતળિયે મૂલનાયક તરીકે શ્રી આદિનાથ પ્રભુ (૫૧) બિરાજમાન છે. આ મંદિરના પ્રથમ મજલે ગર્ભગૃહમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર પ્રભુ અને આજુબાજુમાં શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી સિમંધર પ્રભુ બિરાજિત છે. રંગમંડપમાં સામસામે બે કુલિકાઓમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન જ્યારે સામે શ્રી નેમનાથ પ્રભુ પ્રતિષ્ઠિત થયેલા છે. રંગમંડપમાં અન્ય મૂર્તિઓમાં ડાબી બાજુએથી વાસુપૂજ્ય સ્વામી અને શ્રી અજિતનાથ પ્રભુ બિરાજિત છે. જ્યારે જમણી બાજુએ શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલા છે. જિનાલયમાં પ્રવેશતાં જ ડાબી-જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની કાઉસગ્ગ ધ્યાનમાં લીન પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થયેલી છે.
ભૂમિતલ પર મૂળનાયક તરીકે શ્રી આદિનાથ દાદા બિરાજિત છે ગર્ભગૃહની બહાર બંને કુલિકાઓમાં રૂઢિકરત્નમય શ્રી પાર્શ્વનાથ દાદાની મૂર્તિઓ બિરાજમાન કરેલી છે. જ્યારે ડાબી બાજુએ યક્ષરાજ માણીભદ્રવીર અને જમણી બાજુએ રાજરાજેશ્વરી દેવી પદ્માવતીની સ્થાપના થયેલી છે. શ્રી યક્ષરાજ માણીભદ્રવીરની સામેના ખંડમાં રજતજડિત કોતરણીયુક્ત ગૃહમંદિરમાં પંચધાતુમય શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિ તથા દેવી પદ્માવતીની સામેના ખંડમાં ટ્રસ્ટી મુરબ્બી શ્રી શાંતિલાલ મોહનલાલ શાહ પરિવાર તરફથી પ્રતિષ્ઠિત કરાયેલ શ્રી આદીશ્વર પ્રભુની પંચધાતુની મૂર્તિ બિરાજિત છે.
For Private and Personal Use Only
પ્રથમ મજલે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી અજિતનાથ પ્રભુ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા પ્રવેશદ્વારની બંને બાજુઓની શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓની પ્રતિષ્ઠા મહાસુદિ ૧૪ ગુરુવાર, ૨૦૪૩ સને ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ માં પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના કરકમલો દ્વારા સંપન્ન થઇ છે. પ્રથમ મજલે તથા ભૂમિતલ ૫૨ બિરાજિત અન્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા જુદા-જુદા સમયે થયેલી છે.