SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૧૮-મહા શ્રદ્ધાંજલિ (પૂ. આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ વલસાડ જિલ્લાના ફણસા ગામે થયો હતો. સંસારી અવસ્થામાં તેમને કેલાસસાગરસૂરીશ્વરજી મહારાજનાં સમાગમ થયો અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. સંસારની માયા-મમતા-મોહ છૂટી ગયાં અને તપ-ત્યાગ-વૈરાગ્યના માર્ગે જવા તેઓ તત્પર બન્યાં. પૂ. આચાર્યદેવે તેમની ભાવના જોઈ ફણસામાં વિ. સં. ૨૦૦૫ના વૈશાખ સુદ ૬ને દિવસે ભાગવતી દીક્ષા આપી મુનિ શ્રી કલ્યાણસાગરજી નામે ઘોષિત કર્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી, પોતાના શ્રદ્ધેય ગુરુદેવ પાસે આગમો અને અન્ય જૈનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. વ્યાકરણ અને જ્યોતિષ, શિલ્પ, સ્થાપત્ય વગેરે વિષયોમાં પ્રભુત્વ મેળવ્યું. શાસનસેવા સદૈવ પ્રવૃત્તિશીલ એવા તેમને વિ. સં. ૨૦૨૮માં મહેસાણા ખાતે ગણિપદ તથા વિ. સં. ૨૦૩૧માં અમદાવાદ ખાતે પંન્યાસ પદ પ્રદાન કરવામાં આવ્યું. વિ. સં. ૨૦૩૨માં જામગર મુકામે તેમને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યાં. મહેસાણાના પ્રસિદ્ધ શ્રી સીમંધરસ્વામી જિનાલયના નિર્માણ અને વિકાસમાં તેઓશ્રીની પ્રેરણા નોંધપાત્ર છે. ૫. પૂ. આ. શ્રી કૈલાસસાગરસુરીશ્વરજી મ.સાના હાર્દિક આશીર્વાદથી દક્ષિણ ગુજરાતના ભીલાડ સ્ટેશન નજીક નંદિગ્રામ મધ્યે શ્રી સિયાજીનગર મહાતીર્થનું નિર્માણ પણ પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીના મ.સા.ના ઉપદેશ તથા માર્ગદર્શન મુજબ થયેલ છે. તેઓશ્રી સંધ અને શાસનનાં કાર્યોમાં સતત પ્રવૃત્ત, શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમોમાં જાગ્રત અને ચુસ્ત હતા. ગુરુભક્તિમાં લીન, ગુરુપ્રેરિત કાર્યોમાં કાર્યરત રહેનાર, એકનિષ્ઠ સ્વભાવવાળા અને મંગલકારી પ્રવચનોથી સૌને પ્રભાવિત કરનાર, એક ચારિત્રગૃત અને કલ્યાણકારી તથા અનેકોને પ્રેરણારૂપ એવા પૂ. આચાર્યશ્રી વિ. સ. ૨૦૧૮, પોષ વદ-૯, તા. ૧૭.૦૧.૧૨ના રોજ પાલીતાણા ખાતે કાલધર્મ પામ્યા. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના. [[ ૫.પૂ. મુનિરાજ શ્રી નિર્વાણસાગરજી મ.સા. || તા. ૨૨-૯-૧૯૫૨ ના રોજ ગુડાબાલોતાન (રાજસ્થાન)માં માતુશ્રી સ્વ. સોનીબાઈ તથા પિતાશ્રી લાલચંદજી હીરાચંદજી જૈનના પરિવારમાં જન્મેલા પારસમલ તા. ૧૨-૩-૧૯૮૧, વિ સં.૨૦૩૭, ફાલ્ગન શુદિ - ૭ ના રોજ બેલ્લારી ગામમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી પાસાગરસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ઉપાધ્યાય શ્રી ધરણેન્દ્રસાગરજી મ.સા.ના શિષ્ય મુનિ શ્રી નિર્વાણસાગરજી બન્યાં, ૧૨-૩-૮૧ થી ૧૭-૩-૨૦૧૧ સુધીના ૩૦ વર્ષના દીટા પર્યાય દરમ્યાન ખુબ જ સુંદર સંયમ જીવનની જ્ઞાન, ધ્યાન, તપોમય આરાધનાની સાથે-સાથે એમને શ્રુતસેવાના કેટલાક ચિરસ્મરણીય કાર્યો કરીને સંઘ અને શાસનની અપૂર્વ સેવા કરી. લાંબા સમય સુધી ખુબ જ શ્રમ કરી અંગ્રેજી રોમન અક્ષરો ઉપર જાતે ડાયાટીક નિશાનીઓ સાથે ગાથાર્થ, શબ્દાર્થ, વિશેષાર્થ તથા સૂત્ર પરિચય આદિ સાથે પંચપ્રતિક્રમણ સૂત્ર ગ્રંથનું ભગીરથ કાર્ય કર્યું. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા ખાતે સંગ્રહીત ૨,૦૦,૦૦૦ થી વધુ હસ્તલિખિત ગ્રંથામાંથી વરસો લગી, રોજના ૧૮-૧૮ કલાક પરિશ્રમ કરી અંદાજે ૧૦૦ જેટલાં ફોર્મ ભરીને ૧,૨,૦૦૦ થી વધુ ફોર્મ ભર્યા. પ્રતોના પ્રારંભિક કાર્યો પૃષ્ઠો ગણવાં, પ્રતો ઉપર તેને રંપરીંગ કરવું આદિ કાર્યો પણ ખુબ જ ચીવટથી કયાં. આ કાર્યોમાં તેઓની એટલી નિપુણતા હતી કે હસ્તપ્રતનું પાનું હાથમાં લે એટલે પહેલી જ નજરમાં કામની માહિતી એમના ધ્યાન પર આવી જતી. તેઓશ્રી દ્વારા દેવી પદ્માવતી તથા દેવી સરસ્વતીની કૃપાથી સર્વતીર્થાઈન સિદ્ધ મહાયત્રની રચના કરવામાં આવી. તેઓ પોતાનાં કાર્યો પોતે જ કરવાના આગ્રહી હતા. તેમની પાસે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ખુબ જ સુંદર કળા હતી. ભટ્ટીની બારી, પતાસા પોળ સ્થિત વીરવિજયજી જ્ઞાનભંડારમાં રહેલ હસ્તપ્રતોનું એકલા હાથે લિસ્ટીંગ કાર્ય પૂર્ણ કર્યું. તે દીક્ષા દિવસથી જ નિત્ય એકાસણા તથા આયંબીલ તપના પ્રખર તપસ્વી હતા. એક વખત તેઓ દ્વારા સળંગ ૧૫૧ આયંબિલ કરવામાં આવેલ. દિવસમાં ૨૦-૨૨ કલાક કાર્યોમાં-આરાધનામાં તલ્લીન રહેતા હતા. ૩૦ વર્ષ જેટલો લાંબો દીક્ષા પર્યાય સુંદર રીતે પાળી તા. ૧૭-૦૬-૨૦૧૧ ના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. કોબા જ્ઞાનમંદિર' ના સ્થાપના કાળથી નિર્વાણસાગરજી એની સાથે સંકળાયેલા રહ્યા હતા. હસ્તપ્રતોના સંકલન, સંરક્ષણ, સંગ્રહણ આ બધી પ્રક્રિયાઓમાં એમની સૂઝ અને શ્રુતભક્તિ અનન્ય રહી હતી, એમના દિવંગત આત્માના અવિનાશી રૂપને અનંત અનંત વંદના. For Private and Personal Use Only
SR No.525263
Book TitleShrutsagar Ank 2012 02 013
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy