SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેબ્રુઆરી ૨૦૧૨ [ રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમાચાર ) પરમ પૂજ્ય આચાર્યભગવંતશ્રી આદિ મુનિવરનું ચાતુર્માસ ગોડીજી મંદિર પાયધુની મુંબઇમાં ખૂબ ભવ્યતાસભર સંપન્ન થયું. ચાતુર્માસ દરમ્યાન પ્રવચનાદિમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. રવિવારીય ભવ્ય અનુષ્ઠાનો અને બાળકોની શિબિર વગેરે કાર્યક્રમો સુંદર રીતે સંપન્ન થયા. બાળકોની રવિવારીય શિબિરનું સફળ સંચાલન મુનિ પુનિત પદ્મસાગરજી મ. તથા મુનિ ભુવનપદ્મસાગરજી મ.સા.એ કર્યું હતું. શ્રી ગોડીજી જૈન ટ્રસ્ટના ઉપક્રમ પૂજ્ય આચાર્યભગવંતશ્રીના જન્મદિવસ નિમિત્તે બિરલા માતુશ્રી સભાગૃહમાં ભવ્ય કાર્યક્રમ ગોઠવાયો અને શ્રીસંધનું સ્વામિવાત્સલ્ય અને સોનાની ગીનીથી સંધપૂજન થયું હતું. પુજ્ય આચાર્ય ભગવંતશ્રીની પાવન નિશ્રામાં ગોરેગાંવ (વેસ્ટ) શ્રીજવાહર નગર જૈન શ્વે મુ સંધમાં નિર્માણ થનાર નૂતન ઉપાશ્રયનું ખનન મૂહુર્ત થયું હતું. - પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની પાવન નિશ્રામાં શાંતાક્રુઝ (વેસ્ટ)માં વિશ્વ મૈત્રી ધામ, બોરીજના સ્થાપક શ્રી નવીનભાઈ જગાભાઇ પરિવારના શ્રીમતી પૂર્ણાબેન વિનીતભાઇ શાહની નમસ્કારમહામંત્રની આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે નમસ્કાર મહામંત્ર પૂજન અને શ્રીસંધસ્વામિવાત્સલ્યનું પણ ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની પાવન નિશ્રામાં આયોજિત આગામી કાર્યક્રમો ભાયખલા મોતીશા શેઠના દેરાસરે તારીખ ૩-૪-૫ ફેબ્રુઆરી જિનેન્દ્ર ભક્તિ સ્વરૂપ મહોત્સવનું આયોજન. ગોરેગાંવ (વેસ્ટ) જવાહર નગર જૈન શ્વે મુસંધના ઉપક્રમે શ્રીધર્મનાથ દાદા ના દેરાસરની રપમી સાલગિરી પ્રસંગે પંચાહિકા મહોત્સવનું સુંદર આયોજન. નાસિક રોડ પર શંખેશ્વર વેલી કોલોનીમાં તારીખ ૫-૩-૨૦૧૨થી શિખરબદ્ધ નૂતન જિનાલયની ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ, શ્રી ગોડીજી જૈન દેરાસર પાયધૂની, મુંબઈમાં તારીખ ૨૩-૩-૨૦૧૨ના પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીનો મંગલ પ્રવેશ તથા શ્રી નવપદ સાધનામય ચૈત્રી ઓળીની આરાધના. શ્રી ગોડીજી પાર્શ્વનાથજી મંદિરની ૨૦મી વર્ષગાંઠ પ્રસંગે ૧૩-૪-૨૦૧૨ થી ખૂબ ભવ્યાતિભવ્ય આયોજનો પૂર્વક અઢાર દિવસના મહામહોત્સવનો પ્રારંભ. જિનબિંબોની પ્રતિષ્ઠા અને અંજનશલાકાનું આયોજન. તારીખ ૧-૫-૨૦૧૨ ના ગોડીજી મંદિરની 200મી સાલગિરી સમારોહ યુક્ત ભવ્યતિભવ્ય ઉજવણી તથા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર દ્વારા તૈયાર થનાર કલાસ શ્રુતસાગર ગ્રંથસૂચીના ખંડ-૯,૧૦,૧૧,૧૨ના વિમોચનનું સુચિત આયોજન. તારીખ ૨-૫-૨૦૧૨ના રોજ દ્વિ-શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ. રાષ્ટ્રસંત, શાસન પ્રભાવક પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. આદી મુનિ ભગવંતનું આગામી ચાતુર્માસ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે નક્કી થયું છે. આચાર્યભગવંતશ્રી તેમના શિષ્ય પરિવાર સાથે તારીખ ૩-૫-૨૦૧૨ના દિવસે અમદાવાદ તરફ વિહાર કરશે. For Private and Personal Use Only
SR No.525263
Book TitleShrutsagar Ank 2012 02 013
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy