Book Title: Paryushan
Author(s): Anwar Agewan
Publisher: Premayan Prakashan
Catalog link: https://jainqq.org/explore/034997/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ ALANTTI જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, eeShee-2eo : Pછે, ૩૦૦૪૮૪૬ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ (આત્મસાધનાનું મહાપર્વ) લેખક: અનવર આગેવાન આત્મ કે મ૨ી દુકકડમ સહ વીકારશે આ 4 નો ૯૯.. પ્રવીણ દોશી. પ્રેમાયન પ્રકાશન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : પ્રેમાયન પ્રકાશન ૨, મોરારબાગ, આર.બી. મહેતા માર્ગ, ઘાટકોપર, મુંબઇ-૪૦૦ ૦૭૭. © લેખક બીજી આવૃતિ ૧૯૯૦ કિંમત રૂા. ૫-૦૦ મુદ્રક જયંત પ્રિન્ટરી, ૩૫૨/૫૪, ગીરગામ રોડ, મુંબઇ-૪૦૦૦૦૨. ફોન: ૨૫૨૯૮૨, ૨૯૯૧૯૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ અંતરની અમીરાતના મૂર્તિમંત પ્રતીક પરમ મિત્રશ્રી પ્રવીણભાઈ દોશી અનવર આગેવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ આ જ લેખકનાં પ્રગટ થયેલા પ્રકાશનો : આધ્યાત્મ: સાધના અને સાક્ષાત્કાર સંત-સાહિત્ય: સંત દાદ્ સંત કવિ નઝિર ગોરખનાથ સાંઇ દીનદરવેશ દીનદયાગિરી કવિ ગિરધરરાય દાસી જીવણ રહિમ અને માલ કવિ ગંગ લોકસાહિત્ય: કસુંબીનો રંગ રાજસ્થાનની રસધાર રન્નાદે ધર્મ-સાહિત્ય: વેદ સાહિત્યનો પરિચય પર્યુષણ કથા-સાહિત્ય: અદ્વૈત લેખકના અપ્રગટ પ્રકાશનો ] આધ્યાત્મ: સાહિત્ય આધ્યાત્મ શબ્દકોષ મંત્ર-સાધના તંત્ર: એક વિજ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સનાતન મંત્ર: ઓમકાર ગાયત્રી કુંડલિની શક્તિ સૂફી સાધના સમાધિ ભક્તિ સાહિત્ય: ભક્તિનો માર્ગ ભારતના સિદપુરુષો જીવન પરાગ યાત્રા-સંસ્મરણઃ ગંગાને તીરે તીરે (હિમાલયની યાત્રા) સાધુ તો ચલતા ભલા સંત સમાગમ સાધુ કી સંગત મારા અલૌકિક અનુભવો ધર્મ-કથા: વિતરાગની વાટે એક જ ક્ષણ અમૃતઘટ જ્યોતિ કલશ ધર્મ-દર્શન: જૈન તત્વદર્શન ગીતનું તત્વચિંતન વૈષ્ણવ દર્શન સંતવાણીઃ મીરા (૨૦૦૦ પદોનો સંગ્રહ) સંત દાદૂ (૬૦૦ પદો અને સાખીઓ) સોરઠી સંતવાણી (૧૦,૦૦૦ ભજનોનો બૃહદ સંગ્રહ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ नवसऽथा: નંદિતા એલોકેશી પરસ્પર પુરુષ ऽथा-संग्रह : અનુરાગ વિશ્વાસ જીવન ચરિત્ર: નોખી માટીના માનવી ऽविता : દર્દની ઘેરી રાતે (કાવ્ય સંગ્રહ) प्यासी (गजल संग्रह ) हिन्दी प्रकाशन चिंतन : भारतके सांस्कृतिक प्रतीक संस्मरण : बिखरी राते, टूटे सपनें जीवन चरित्र : कैसे कैसे लोग शायरी : गूंजती तन्हाइयाँ लिखा जो तेरे नाम उपन्यास : परात्पर पुरूष भैरवी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ || મનોગત ભારતીય સંસ્કૃતિમાં પર્વોનું વિશેષ મહત્વ છે. સાધારણ રીતે આ પર્વો રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક પ્રસંગ કે પુણ્ય સ્મૃતિમાં ઉજવવામાં આવે છે અને એ દરેકનો મહિમા છે. જે જીવનના મહતમ અને ઉજ્જવલ આદર્શોની પ્રેરણા આપે છે. કેટલાંક પર્વો-વિશેષત: ધાર્મિક પર્વો આંતરિક જાગૃતિ અને આત્મ કલ્યાણ માટે ઉપકારક બને છે. પર્યુષણ આવું જ લોકોત્તર મહાપર્વ છે. જે તપ, ત્યાગ, સંયમ, સ્વાધ્યાય અને પ્રતિક્રમણ દ્વારા આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિને અવસર આપે છે. આ પર્યુષણ પર્વના દરેક દિવસો, જીવનને શુદ્ધ કરનારા ધર્મ-અનુષ્ઠાનો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપની આરાધનાનું ઉત્તમ આયોજન છે. આ પુણ્ય પર્વ દરમ્યાન સાધક આત્માનું કલ્યાણ સાધી શકે છે. પરંતુ આજના યુગમાં આ યમનિયમોનું સાત્વિકભાવે પાલન કરવાનો અવકાશ મેળવનારા શ્રાવકો કેટલા? જીવનવ્યવહારમાં રચ્યાપચ્યા રહેતા આજના માનવીઓમાં ધર્મ-ધ્યાન અને આત્મચિંતન માટેની નિષ્ઠા કે લગની બહુ ઓછી જોવા મળે છે. આ વાત આપણે સૌએ સાચા હૃદયથી સ્વીકારવી રહી. આવા વ્રતો, પર્વો અને ધાર્મિક અવસરો જીવનમાં નવ-સંકલ્પ અને જાગૃતિ માટે નિર્માયેલા છે. એની ઉજવણી કેવળ આનંદ-સુખ ખાતર ઉજવીને સંતોષવા માટે નથી પણ આત્મ-ઉપાસનાના વિચારોને આચારમાં મૂકી, જીવનમાં તેનો વિકાસ કરવા માટે છે. એથી આત્મા ઉત્તરોત્તર ઉજ્જવલ બની, જીવન પણ નિર્મળ ને નિર્ભય બને છે. એ સાથે, સૌ જીવાત્માઓનું કલ્યાણ સાધવાની પવિત્ર ભાવના અંતરમાં સતત જાગૃત રહે છે. પર્યુષણ આવી મંગલ અને આત્મોન્નતિની ભાવનાથી ભર્યું-ભર્યું ધર્મપર્વ છે. પરંતુ ધર્મ-પર્વના આ હાર્દને આપણે ખરા અર્થમાં સમજીને આચરી શકતા નથી. એ વાત અંતરના દુખ સાથે આપણા મુનિ-મહારાજો અને સાધ્વીજીઓ પોતાના પ્રવચનમાં વારંવાર કહેતા આવ્યા છે કે, માત્ર . બાહ્ય આડંબર કે દેખાવ પૂરતા પર્વો ન ઉજવો. પર્વની ભાવના અને તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ હાર્દને સમજો. પર્વાધિરાજ અલૌકિક લોકોતર પર્વ છે, તેને સંયમ અને તપસ્યાથી ઉજવો. પર્વો તો આવીને ચાલ્યા જાય છે–જીવનને ઉર્ધ્વમુખી બનાવવાનો સંદેશ આપીને પણ આપણે તો એ સંદેશ ઝીલવાની પ્રેરણા પામવાની પરવા કરતા નથી. આ વ્રતો અને પર્વો માત્ર પરંપરાગત રૂઢિ, અંધશ્રદ્ધા અને આનંદ-પ્રમોદની દષ્ટિએ ઉજવાય છે. એથી પર્વના મહાભ્યને વિસારી દીધું છે. એટલું જ નહિ, પણ પર્વ અને ધર્મના અનુષ્ઠાનના નામે થતા આવા ઉજવણાઓએ આપણામાંથી ધર્મ, ધ્યાન, તપ અને ત્યાગના સંસ્કાર હણ્યા છે. રહ્યો કેવળ બાહ્યાચાર ને બાહ્યાડંબર! જો આવા પવિત્રપર્વની આરાધના સાચા હૃદયે અને સાચા ધર્મ લક્ષણથી કરવામાં આવે, એ પાછળ રહેલા મહાભ્યને સમજી, જ્ઞાન અને યોગની રીતે આચરવામાં આવે તો આત્માનો ઉત્કર્ષ સહજતાથી થાય અને જીવનમાં ચિરઆનંદ તથા શાશ્વત સુખને પામી શકાય એવું તેજસ્વી અને તપોમય આરાધનાનું આ પર્વ છે. એ સાથે, સંવત્સરી સમસ્ત જગતના સર્વ જીવાત્માઓને ક્ષમા અર્પ, વિશ્વ સાથે મંગલ-મૈત્રીનો સેતુ રચવા, અખિલાઈ સાથે એકતા સાધવાનો સંદેશ આપે છે. આવી મંગલ અને ઉદાત્ત ભાવના અન્યત્ર કયા પર્વમાં હશે? જેઓ જૈન શાસનના વિશાળ છત્ર નીચે ઊભા છે, જૈન વંશવેલમાં જન્મ ધર્યો છે, તે સૌ કોઈ પોતાના અંતરને પૂછી શકે તો એમને હું એટલું જ કહીશ કે, પર્યુષણના આ પવિત્ર દિવસોમાં તમે કેટલો ત્યાગ કર્યો. કેટલો આત્મ-સંયમ કેળવ્યો? ક્યા નૂતન સંકલ્પથી આત્મલોકની કેડીએ પગલાં માંડ્યા? આટલી વાત સૌ કોઈ ધર્મપ્રેમી પોતાના અંતરને પૂછશે તો આ પર્વનું રહસ્ય, એનું મહાત્મ સ્વયમેવ સમજાઇ રહેશે તો મારું લખ્યું સાર્થક. - અનવર આગેવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ-આરાધના આધ્યાત્મિક્તા ભારતીય સંસ્કૃતિનો પાયો છે. એથી એના દરેક વ્રત અને તહેવારો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે આધ્યાત્મિક્તા સંકળાયેલી છે. આ દ્રષ્ટિએ વ્રતો તથા પર્વો પાછળની ભાવના, આત્માના સ્વરૂપને ઓળખવાની છે. બીજા ધર્મો પણ આ જ રીતે આત્માના સ્વરૂપને ઓળખવાનું કહે છે. પણ જૈન-શાસનની સૈદ્ધાંતિક દષ્ટિ બીજા ધર્મો કરતાં જુદી પડે છે. જૈન દર્શને જીવાત્માના બંધન અને મુક્તિના સ્વરૂપ તથા તેના કારણોની વૈજ્ઞાનિક વિવેચના કરી છે. એથી તેના ધાર્મિક આચારવિચાર, રીતરિવાજ અને વ્રત-પદિ જીવને મુક્ત દશા ભણી ચાલતા આત્મવિકાસના સોપાન સમા બની રહે છે. પર્યુષણ આવું જ આત્મોન્નતિ ભણી લઈ ચાલતું સાધના-પર્વ છે. સામાન્ય રીતે આજના લૌકિક પર્વો તથા ઉત્સવ પાછળ મનુષ્યની ભાવના આનંદ-પ્રમોદ અને ઐહિક કામનાઓ સંતોષવાની રહી છે. ત્યારે આવા સ્થળ આનંદોત્સવથી પર એવા કેટલાંક લોકોત્તર પર્વો પણ છે. જે જીવનમાં દાન, ત્યાગ, સંયમ, જેવી પવિત્ર ભાવનાઓ ગાડી આત્મકલ્યાણના માર્ગે પ્રેરે છે. આ ત્યાગપ્રધાન પર્વે જ આત્મોન્નતિ કરાવે છે. આ પર્વના આયોજન પાછળ આ જ મહત્તમ દ્રષ્ટિ અને સંદેશ રહેલા છે. એથી તેને પર્વાધિરાજ' અથવા ધર્મ પર્વ' પણ કહે છે. એજ આ પર્વનો મુખ્ય ધર્મ-ભાવ છે આ પર્વ દરમિયાન આત્મ ગુણની સાધના કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ જીવન વ્યવહારમાં વિરોધમાં સમતા, કલહ-વિવાદમાં શાંતિ અને જીવમાત્ર પ્રત્યે ભેદ- વિભેદનો ત્યાગ કરી, સૌ પ્રત્યે આત્મીયભાવ જાગવો એ જ સાચું દર્શન, સાચું જ્ઞાન અને ચારિત્ર છે. આ રીતે પર્યુષણ આધ્યાત્મિક જ નહી, સામાજિક દ્રષ્ટિએ પણ એટલું જ મહત્ત્વનું પર્વ છે. પર્યુષણના દિવસોમાં દરેક જૈન સંપ્રદાયોમાં શાસ્ત્ર વાંચન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી અંતગડ સૂત્ર, શ્વેતાંબર મૂર્તિપૂજક કલ્પસૂત્ર તથા દિગંબર તત્ત્વાર્થાધિગમ સૂત્રની વાંચના કરે છે. શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિભાવપૂર્વક જિનમંદિરોમાં કે સ્થાનકોમાં જઈને સાધુ-સાધ્વીઓ પાસે ધર્મબોધ પામે છે. ઉપવાસ, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક ક્રિયાઓ આચરીને સંયમ, શાસ્ત્ર-શ્રવણ, દેવ પૂજન અને દાન-પુણ્ય કરે છે. આ રીતે આત્મશુદ્ધિ દ્વારા આત્મચિંતનની ભૂમિકા પર પહોંચવું, ભૌતિક જીવનના ભોગથી વિમુખ બની આત્મસાધનામાં પ્રવૃત બનવું કે જેમાં સાંસારિક જીવનની મહત્ત્વાકાંક્ષાઓ અને પ્રલોભનો નહીં પરંતુ આત્મોન્નતિની અભિલાષા જ રમણ કરતી હોય, 'મદનું ધ્યાનાવિષ્ટોડર્ડનૈવ મવતિ' – જે વ્યક્તિ આઈન્તય ગુણોનું ચિંતવન કરે છે તે એ જ વેળા અહંત બની જાય છે. આવા પરમ ભાવની ઉજવણી અને સાધના એટલે પર્વાધિરાજ પર્યુષણ. પર્યુષણ' શબ્દ મૂળ સંસ્કૃત છે. એ પરથી પ્રાકૃત ભાષામાં પજૂષણ' શબ્દ ઉતરી આવ્યો છે. “પેન્જનો અર્થ છે–“રાગદ્વેષ' અને “ઉષન'નો અર્થ છે બાળવું-એટલે કે રાગદ્વેષને બાળી ભસ્મ કરી નાખવા એનું નામ “પર્યુષણ”. સંસ્કૃતમાં પણ પર્યુષણ'ની વ્યુત્પતિ આ પ્રમાણે આપી છે: परितः समन्तात उष्यन्ते दह्यन्ते । पाप कर्माणि यस्मिन् तत्पर्युषणम् ॥ –જેમાં સંપૂર્ણપણે પાપ કર્મો હોમીને ખાખ કરી નાખવામાં આવે છે તે પર્યુષણ. પર્યુષણ ચાતુર્માસની મધ્યમાં આવે છે. એટલે કે ભાદરવા સુદ પાંચમથી શરૂ થઈ ભાદરવા સુદ ચતુર્દશી સુધી-દશ દિવસ ચાલે છે. દિગંબર સંપ્રદાય ઉપરની તિથિ પ્રમાણે દશ લક્ષણા પર્યુષણ ઉજવે છે. શ્વેતાંબર આદિ અન્ય સંપ્રદાયો આઠ દિવસનું પર્યુષણ ગણે છે. એથી તેના પર્યુષણનો પ્રારંભ અને સમાપન દિગંબની પહેલાં થાય છે. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય વિધાન પ્રમાણે તો ભાદ્રપદી એકમથી આસુવદી એકમ સુધી સોળ કારણ વ્રત ગણ્યા છે. તેમાં આ ધર્મ લક્ષણા પર્વ પણ આવી જાય છે. આ રીતે આખોય ભાદ્રપદ જૈન-સમાજ માટે આધ્યાત્મિક જાગૃતિનો સુવર્ણ અવસર બની રહે છે. આ પર્વની વિશેષતા એ છે કે તે આત્મનિરીક્ષણ અને વીતરાગ ભાવના પ્રેરે છે. તેના દરેક દિવસનું મહાત્મ્ય છે, એક-એક ધર્મ-લક્ષણ છે જે આત્મસંશોધન માટે ઘણા મહત્ત્વના છે. સંસારના પરિભ્રમણમાં રાગ-દ્વેષ અને કષાય રહેલા છે. એનાથી મુક્ત થવા વીતરાગની આરાધના સૌથી મહત્વની છે. આ આરાધના એટલે આત્મશુદ્ધિ. આપણી અધોમુખી ચેતનાને ઉર્ધ્વમુખી બનાવવાનો આ પ્રયોગ એટલે પર્યુષણ. હું કોણ છું? હું શું છું? મારું કર્તવ્ય શું છે? મારે શું કરવું જોઇએ? આ બધા પ્રશ્નોનું સમાધાન ‘પર્યુષણ’ સાધનામાં છે. આ રીતે સાધના દ્વારા સાધક દુ:ખકર એવા સઘળાં કર્મોનો નાશ કરી આત્માના સ્વરૂપને ઓળખી લે છે. આ સાધનાના સોપાન સમા ધર્મ લક્ષણો આ પ્રમાણે છે: उत्तम खममवज्जव सच्चउचं च संजम चेव । तव चांग-मकिंचन्हं ब्रह्मा इदि दसविहं होदि ॥ ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ આર્કિચન્ય અને બ્રહ્મચર્ય-આ દશેય ધર્મોની પૂજા, આરાધના અને પરિપાલન પર્યુષણના દિવસોમાં કરવામાં આવે છે એથી તે દશ લક્ષણા પર્વ કહેવાય છે. ધર્મ એ આત્માનો મુખ્ય સ્વભાવ છે. એ આત્માના શ્રેય માટે છે. એ દ્વારા મનુષ્ય પોતાના આત્માનાં સ્વરૂપને ઓળખી શકે તે માટે આ દશ-લક્ષણો મનુષ્ય-શ્રેષ્ઠ દશ કર્તવ્યો છે. આત્માના અનંત ગુણોના તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતીક સમા છે અને આ પ્રતીકોને હું સિદ્ધ સ્વરૂપે નિહાળું છું. તે આ રીતે કે, આ “૧૦’માં આંક છે–એક' અને શૂન્ય'. એટલે કે આત્મામાં એકથી અનંત ગુણો સમાયેલા છે. ‘એક’ શબ્દ એકત્વ છે અને “શૂન્ય' અનંત વાચક છે. એ પરથી એક વાત દીવા જેવી લાગે છે કે, સિદ્ધાવસ્થામાં આત્માના અનંત ગુણોનો વિકાસ થાય છે અને આત્મા અનેકાંત રૂપ છે. – 'તત્વમને છાત્તાપહમ્' – એથી તેની આવિભૂતિ પણ અનેકાંતરૂપે જ થાય છે. પાંચ પરમ કર્તવ્યો અહી એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે, સાધનામાં જો કોઈ વસ્તુ બાધક હોય તો તે છે – મિથ્યાત્વ એટલે કે વિપરીત દૃષ્ટિ. જ્યાં સુધી સમ્યગદ્દષ્ટિ જાગ્રત થઈ નથી, ત્યાં સુધી સત્ય-અસત્યનું જ્ઞાન થતું નથી. પર્યુષણની આરાધનાની યાત્રા આરંભતા પૂર્વેના ત્રણ દિવસો એની ભૂમિકા રૂપે છે. આ દિવસોમાં પર્વના મહાભ્યને ભિન્ન ભિન્ન રૂપે કથાઓ દ્વારા સમજાવવામાં આવે છે અને એના શ્રવણ-મનન સાથે વ્યક્તિગત તથા સમષ્ટિગત પાંચ કર્તવ્યો’નું આચરણ આવશ્યક છે. એ આચરણ વગર આખીયે આરાધના અધુરી રહે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે: ૧. અમારિ પરિવર્તન: આ કર્તવ્યમાં અહિંસાની જાહેર ઉદ્ઘોષણા છે. જેમાં શ્રાવક સંકલ્પ કરે છે કે, મનથી કોઇને હણીશ નહિ, વચનથી કોઈને હણીશ નહિ, કાયાથી કોઈને હણીશ નહિ. ખરેખર જૈન ધર્મનો મર્મ જ અહિંસા અને અભયમાં છે. મન, વચન અને કાયાથી “અહિંસાનું પાલન એ સાધનાનું પ્રથમ સોપાન છે. ૨. સાધર્મિક વાત્સલ્ય: સાધર્મિક એટલે અહિંસા સત્યને આચરનાર આ સત્યને આચરનાર ભલે ગમે તે વર્ણ જાતિ કે સંપ્રદાયનો હોય પણ એના પ્રત્યે પ્રેમ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ભક્તિભાવ પ્રગટ કરવો, તેને યથાશક્તિ સહાય કરવી, એનું નામ છે-સાધર્મિક વાત્સલ્ય. ૩. ક્ષમાપના: અહી ક્ષમાનો અર્થ અતિ વ્યાપક છે. સમસ્ત સૃષ્ટિના અંશ રૂપે હોવા છતાં એની સમગ્રતાને આપણામય સમજવાની ભાવના તે “મા” છે. જાણતા-અજાણતા તો શું સ્વપ્નેય કોઈ અપરાધ કે ભૂલ થઈ હોય તો તે “ક્ષમ્ય” કરવી, માત્ર વ્યવહારથી નહિ, અંત:કરણથી કરીને, જીવનવ્યવહારને નિરાપરાધ, નિષ્પક્ષ અને નિર્વ્યાજ બનાવીએ, એ ઉત્તમ ક્ષમા છે. એટલે જ તો મહાવીર પ્રભુએ કહ્યું છે કે, જે ઉપશમે, ઉપશમાવે છે, જે ખમે છે, ખમાવે છે એ જ સાચો આરાધક છે. ૪. અઠ્ઠમ તપ: તપ એ સાધનાનું મહત્વનું અંગ છે. તપ વિશે જૈન-દર્શને ઘણી ગહન અને વ્યાપક મીમાંસા કરી છે. શાસ્ત્રકારોએ તપની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “તપ એટલે એક કે એથી વધુ દિવસનો આહાર પ્રતિબંધ નહિ, પણ એ તપ દ્વારા ઇન્દ્રિય-શુદ્ધિ અને મન-શુદ્ધિ કરવી, એ ખરું તપ છે'. ૫. ચૈત્ય પરિપાટી: ચૈત્ય એટલે દેરાસર, જિનાલય પરિપાટી એટલે પરિક્રમા અથવા યાત્રા. પર્યુષણના પર્વ દરમ્યાન સાધકે સાંસારિક કાર્યોથી નિવૃત્ત થઈ, ધર્મના અનુષ્ઠાનમાં જોડાઈ જવાનું છે. જ્યાં સુધી મન સંસારભાવ રમણ કરતું રહેશે, ત્યાં સુધી આત્મભાવમાં જોડાઈ શકતું નથી. એટલે ચૈત્ય પરિપાટીના કર્તવ્ય દ્વારા મનને પરિશુદ્ધ બનાવી સાધના માટે તૈયાર થવાનું છે. પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પર્યુષણના પાંચ કર્તવ્યો આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ માટે મહત્વના છે, તેવી જ રીતે વ્યક્તિત્વને સમષ્ટિરૂપ બનાવતી, પ્રાણીમાત્ર આત્મરૂપ જોવાની, જ્ઞાનના પરમ શિખરે પહોંચાડતી યાત્રા સમ્યક આચરણના “દશ ધર્મથી પ્રારંભ થાય છે. જેને આપણે વિસ્તારથી અવલોકીએ: ક્ષમા: કોઈ પણ પ્રકારના દુઃખને ક્લેશભાવ વગર સહી લેવાની શક્તિ તે ક્ષમા-ધર્મ. ક્ષમાને તો વીરનું ભૂષણ: ક્ષમા વીરસ્ય ભૂષણ કહ્યું છે. માણસથી ભુલ થાય તે સ્વાભાવિક છે, પણ જો તે અપરાધને ક્ષમા ન કરવામાં આવે અને અપરાધનો પ્રતિકાર અપરાધથી જ કરવામાં આવે તો ગતનો વ્યવહાર ન ચાલી શકે. એટલું જ નહિ, પણ ક્રોધનું કારણ હોવા છતાં પણ મનમાં ક્રોધ ન જાગે તે ખરી ક્ષમા. ગમે તેવી આપત્તિ આવે તોય ગભરાય કે ડરે નહિ અને મનને સ્થિર રાખી, પૂર્વોપાર્જિત કર્મનું ફળ ગણી સહન કરે, પૈર્ય રાખે તે જ ખરો ક્ષમાવાન. આવી ક્ષમા ભાવનાને દિવ્ય ગણી છે–TOForgive is divine એથી અહિંસા ભાવ વૃદ્ધિ પામે છે, એનો વિકાસ થાય છે, અહિંસાનો પર્યાય પણ ક્ષમા જ છે. પરંતુ આ ક્ષમાભાવ સ્થિર રાખવો એ કંઈ સહેલો નથી. જ્યાં સુધી ક્રોધનો ત્યાગ ન કરીએ ત્યાં સુધી ક્ષમાભાવ વૃદ્ધિ પામતો નથી કે સ્થિર રહેતો નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ તો ક્રોધને જ બધા અનિષ્ટોનું મૂળ કહ્યું છે क्रोधादि भवति सम्मोः सम्मोहात् स्मृतिविभ्रमः। स्मृतिप्रशांत बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ।। -ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિ નાશ પામતાં બુદ્ધિનો અને એ પછી પ્રાણનો નાશ થાય છે. આ રીતે ક્રોધના આવેશમાં મનુષ્ય કેવો વિનાશ નોતરે તે કહેવાય નહીં એટલે જ, ક્રોધ પર વિજય મેળવવા આ પર્વનો આરંભ “મા” જેવા મહાન ભાવથી થાય છે. ક્ષમા એ ધર્મનો પાયો છે. એ પર તો બધા ધર્મો ટક્યા છે. ભગવાન મનુએ પણ ક્ષમાને મુખ્ય ગણી છે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ धृतिः क्षमा दमोस्तेयं शौचईनिद्रनिग्रह : धीविंदया सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥ અને ભગવાન વેદ વ્યાસે તો ક્ષમાને વિશ્વની સર્વોપરી ધારણ શક્તિ કી છે : क्षमा धर्मः क्षमा यज्ञः क्षमा वेदाः श्रुतम् । य एतदेवं जनाति स सर्व क्षन्तु महर्ति ॥ क्षमा ब्रह्म क्षमा सत्यं क्षमा भूतं च भावि । क्षमा तपः क्षमा शौर्च क्षमायेदं धृतं जगत् ॥ ક્ષમા ધર્મ છે, ક્ષમા યજ્ઞ છે, ક્ષમા વેદ છે અને ક્ષમા શાસ્ત્ર છે. જે એને જાણી લે છે તે સ્વસ્વ ક્ષમા કરવાને પાત્ર બને છે. ક્ષમા બ્રહ્મ છે. ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત અને ભવિષ્ય છે. ક્ષમા તપ છે. ક્ષમા પવિત્રતા છે અને ક્ષમા જ સંપૂર્ણ જગતને ધારણ કરી રહી છે. ક્ષમાનો બીજો અર્થ ‘ધરતી’ પણ થાય છે. જે સહજ ભાવથી ધરતી આપણા સૌનો ભાર ઉપાડે છે, આપણે તેને ગમે તેટલી ઇજા પહોંચાડીએ, તો પણ તે ખમી લે છે. આપણે ધરતીને ખોદીએ તો બદલામાં પાણી આપે છે. ખેડીને ખેડ કરીએ તો ધાન્ય નિપજાવે છે. આમ એના સ્વભાવમાં જ ક્ષમા છે. આવી સહજ ક્ષમા જ સાચી આત્મશક્તિ બને છે. આપણા મનમાં ક્રોધ હોય, તેને કાબૂમાં રાખીને ક્ષમા કરીએ તો એ બહુ સારી વાત છે, પણ એમાં ક્ષમાનો સાચો અર્થ આવી શકતો નથી કેમકે મનમાં ક્રોધ છે અને બહારથી ક્ષમા આપી છે, તે સહજ ક્ષમા તો નથી જ. જ્યારે સહજભાવથી ક્ષમા થાય ત્યારે તેની સાચી શક્તિ પ્રગટ થાય છે. કોઇને આપણે ક્ષમા આપી હોય તો ચિત્ત ઉપર એનો ભાર ન હોવો જોઇએ. કોઇએ આપણું બુરું કર્યું હોય અને તેનો બદલો વાળવાની વૃત્તિ આપણે રાખી હોય તો તેનો ભાર ચિત્ત ઉપર રહ્યા કરે છે, તેમ કોઇએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ આપણું બુરું કે અપરાધ કર્યો હોય અને તેને ક્ષમા આપી હોય તો એનો ભાર પણ મન ઉપર રહેતો હોય છે. એટલે એવો ભાર ભૂલ્ય પણ નહી રહેવો જોઈએ. સાધક માટે આ ભૂમિકા ઘણી જ અગત્યની છે. એ જ રીતે જો ચિત્તમાં ક્રોધાદિ વિકારો જાગ્યા હોય કે કોઇએ અપકાર કર્યો હોય તો એ વિકારો મિટાવી, સહજભાવથી ક્ષમા-ધર્મનું પાલન કરવું એ આત્મવિકાસનું સૌથી પહેલું સોપાન છે. પછી જ બીજા ધર્મ-સોપાન આવે છે. પ્રાઈવ: માવ: માર્દવ-મૂદુ એટલે નમભાવ. આત્માનો સ્વભાવ મૂદુ છે. માર્દવ ધર્મને ધારણ કરનાર, કુળ, જ્ઞાતિ, રૂપ, તપ, ચુત, શીલ વગેરે કોઈ જાતનું માન, અભિમાન કે દુરાભિમાન રાખતો નથી. માર્દવ ધર્મ હંમેશા માન-કષાય ન હોય ત્યાં જ ઉદ્ભવે છે. જ્યાં સુધી મનુષ્યમાં માન-કષાય રહે છે ત્યાં સુધી એનામાં માર્દવ ધર્મ પ્રગટતો નથી, માટે જેનામાં કોઈ જાતનું અભિમાન કે દુરાભિમાન નથી, એજ મનુષ્ય બીજાઓની સાથે મધુર સંબંધ સાધી શકે છે અને સૌની સાથે વિનમભાવથી વર્તે છે. એથી તેનામાં પરોપકારની ભાવના પ્રગટે છે. આ રીતે જેના દિલમાં નમતાનો દીવો પ્રગટ્યો છે, ત્યાં માન-કયાયનો ઓછાયો સુદ્ધાં પડી શકે નહીં આર્જવ: આર્જવ એટલે રાજુ સરળ. ક્ષમા અને માર્દવથી સાધક આગળ વધીને, ક્રમશ: સાધનાના વિકાસ દ્વારા મન, વચન, કાયા-ત્રણેય માયાચારથી પર બને છે. ત્યારે જ જીવ નિર્મળ થાય છે. એટલે કે, બીજાઓ સાથે નિષ્કપટ, નિદભ અને સરળ વ્યવહાર રાખવો, લોભ, લાલચ અને પ્રપંચથી પર બનવું એ જ ઉત્તમ આર્જવ લક્ષણ છે 'કાગવડ ગાઈવઃ '. હદયની નિષજ સરળતા સાધનાની માટે જ નહિ, પણ જીવન-વ્યવહાર માટે પણ એટલી જ મહત્વની છે. જેમણે સરળતા જીવનમાં ઉતારી છે, તેણે અર્ધી સફળતા મેળવી છે, એમ કહેવું ખોટું નથી પણ આજે હદયની સરળતા જ ક્યાં છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ સત્ય: "ક્ત હિમ્ વત્ રીતે ત૬ સત્ય – અથાત કોઇના હિત ખાતર-ભલા માટે જે કંઇ કહેવું તે સત્ય છે અને એજ સત્ય સંસારમાં સાર રૂપ છે. ભગવાને કહ્યું છે તેમ: 'તવં તો તાપૂર્વો' ભગવાન કેવલીના વચન તો સદા સર્વધ સત્ય અને અનુભૂત રહ્યા છે. અસત્ય વચનથી બીજાને દુ:ખ ન પહોંચે માટે સ્વ-પર હિતકારી સત્ય વચન જ બોલવા જોઇએવેદ વ્યાસના શબ્દોમાં કહું તો 'તત્વ વન શ્રેયઃ સત્યાલિપિ હિત વા' સત્ય બોલવું એ શ્રેયનું મુખ્ય સાધન છે અને સત્યની સાથે સાથે જે હિતકર હોય તે જ બોલવું. મનુસ્મૃતિ ભાખે છે તેમ: सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, मा ब्रूयात् सत्यप्रियम् । સત્ય બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઇએ, પરંતુ અપ્રિય લાગે એવી વાત સાચી હોય તો પણ નહી બોલવી જોઇએ જેમ શાન જેવી કોઈ દષ્ટિ નથી, ત્યાગ જેવું કોઈ સુખ નથી તેમ સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી. ધરમુ ન દૂસર સત્ય સમાના આગમ નિગમ પુરાન બખાના. – તુલસી સત્ય એ આત્માનું દિવ્ય રૂપ છે. અંતરાત્માની સત્તા છે. મહાન તપ છે. તેને દઢ કરવાથી સર્વ ધર્મ-લક્ષણો આપ મેળે આચારમાં ઉતરી આવે છે. એથી જ તો ગાંધીજીએ કહ્યું છે કે, જે સત્યને જાણે છે, મનથી વચનથી, કાયાથી સત્યનું આચરણ કરે છે, તે પરમેશ્વરને ઓળખે છે.' પરંતુ આજે અસત્ય માણસની રગેરગમાં ઉતરીને લોહીમાં એવું ભળી ગયું છે કે, સત્ય-અસત્યની ભેદરેખા જ ભૂંસાઈ ગઈ છે. ત્યાં સત્યની પ્રતિષ્ઠા કરવી કપરી અને દુષ્કર છે. પણ જો મનુષ્ય પોતાના અંતરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ સત્યનો સંકલ્પ કરે, તો એ જ સત્ય તેને પ્રકાશની કેડી ચીંધે છે. આત્માનો વિકાસ કરે છે. શૌચ: 'વેવિઃ શૌવ:' શુદ્ધિ-પવિત્રતાનું નામ શૌચ. લોભના ત્યાગથી જ જીવનશુદ્ધિ થાય છે. પણ જે લોભી અને લાલચી છે તેના હૃદયમાં ક્યારેય શુચિતા પ્રગટતી નથી. એટલે જ તો તુલસીદાસજીએ ‘લોભ પાપકા બાપ બખાના.' ખરેખર જ, લોભ જ બધા પાપનું મૂળ છે. પરિગ્રહની વૃદ્ધિ પણ લોભમાંથી જ થાય છે ને! લોભી મનુષ્ય પોતાના લોભ ખાતર ન્યાય-અન્યાયનો પણ વિચાર કરતો નથી. એટલે શૌચ-ધર્મ આંતરિક શુદ્ધિ પર મહત્વનો ભાર આપે છે. બાહ્ય શુદ્ધિ ગમે તેટલી હોય પણ આંતરિક શુદ્ધિ વગર એનું મૂલ્ય કાણી કોડી બરાબર સમજવું. માટે જેટલો લોભ છૂટે, તેટલી શુદ્ધિ. સાધુ તપથી, સ્ત્રી સતિત્વથી, તેમ સંસારી નિર્લોભતાથી શુદ્ધ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો નિર્લોભતા જ પવિત્રતા છે. એટલે જ જ્ઞાનીજનો હૃદયની પવિત્રતા (ભાવ-શુદ્ધિ) જાળવવાનો ઉપદેશ આપે છે. જેથી લોભ, તૃષ્ણા આદિ દુર્ગુણોની છાયા પણ ન પડે. સંયમ: 'ન્દ્રિય-નિશેષઃ સંયમઃ'-ઇન્દ્રયો પર નિયંત્રણ, વિષયો પર વિજય એજ સંયમ છે. અહીં સંયમનો અર્થ ઇન્દ્રિય-સંયમ સાથે પ્રાણી-સંયમ પણ છે. એટલે કે પ્રાણીઓની રક્ષા કરવી, અનુકંપાની ભાવના રાખવી તે પ્રાણી-સંયમ, અને ઇન્દ્રિયોને વશમાં રાખવી તે ઇન્દ્રિય-સંયમ. આ રીતે ઇન્દ્રિયો પર સંયમ રાખવાથી રાગાàષાદિ વૃત્તિનું શમન થાય છે, અને પાંચેય ઇન્દ્રિયોને વશ કરીને જિતેન્દ્રિય બને છે. જિતેન્દ્રિય વગર આત્માનું ઓજ-તેજ પ્રગટતું નથી. એટલે મનુષ્ય માટે સંયમ અનિવાર્ય છે એ સંયમ દ્વારા સાધક આગળ વધે છે અને તપના શિખર સુધી પહોંચે છે. તપ: 'કૃનિશેષસ્તપઃ' સર્વ પ્રકારની ઇચ્છાઓનો નિરોધ એટલે તપ. સમસ્ત દુ:ખોનું મૂળ ઇચ્છા છે. એથી ઇચ્છા નિરોધ રૂપી તપ વગરનું ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ બધું નિરર્થક છે. જીવન શોધન માટે આ તપ જેવું કોઇ સાધન નથી. જેમ અગ્નિથી સુવર્ણ શુદ્ધ થાય છે તેવી જ રીતે ઇચ્છા-નિરોધ-તપ દ્વારા આત્મ શોધન થાય છે અને કર્મોની નિર્જરા પણ તે વગર થઇ શકતી નથી. આ તપના પણ બે પ્રકાર છે-બાહ્ય અને આંતરિક. બાહ્યતપ—શરીરને આશ્રિત છે. જેવાં કે, ઉપવાસ, વ્રત (અલ્પાહ્યર), રસ પરિત્યાગ (સ્વાદ ત્યાગ), પરિ સંખ્યાન (વિહિત-વસ્તુ સિવાયનો નિષેધ), વિવિક્ત શય્યાન (સંસર્ગરહિત, એકાંતવાસ) અને કાયાક્લેશ (આસનસિદ્ધિ). આંતરિક તપ—પ્રાયશ્ચિત, વિનય (નમ્રતા), વૈયાવૃત્ય (સેવા), સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ અર્થાત શરીર પરના મમત્વનો ત્યાગ). આ બંને તપ દ્વારા આત્માની નિર્મળતા પ્રગટે છે, વિષય અને કષાયનો નિરોધ થાય છે તથા ધ્યાનનું પણ પરિવર્ધન થાય છે. જો કે શાસ્ત્રકારોએ તો બાર જાતની તપસ્યાઓમાં સ્વાધ્યાયને સર્વોત્તમ ગણ્યું છે : सज्झायसमो तवो णत्थि સ્વાધ્યાય સમાન કોઇ તપ નથી. - આ બંને તપનું ગૃહસ્થ લોકોએ એકદેશ રૂપે અને સાધુઓએ સર્વદેશ રૂપે પાલન કરવાનું છે. પરંતુ જ્યાં સુધી અંતરંગથી, ભાવથી મમત્વ દૂર ન થાય ત્યાં સુધી બાહ્ય તપ નિરર્થક છે. પરમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે મન, વચન અને કાયાથી ઉત્તમ તપ ધારણ કરવું જોઇએ, અને એ પણ અજ્ઞાનતા કે આંધળા અનુકરણથી નહિ, પરંતુ જ્ઞાનપૂર્વકનું જ આત્મોત્થાન હોવું જોઇએ. આ તપ જ આત્મસાધના માટે ઉત્તમ માર્ગ છે. ત્યાગ:'તીતિ ત્યાઃ' · ત્યાગ કરવો કે આપવું એ ત્યાગ ધર્મ જીવનમાં ત્યાગની મહત્તા સર્વવિદિત છે. છતાં આજે ગતમાં ત્યાગની ભાવના સાવ લોપ પામતાં જે સંઘર્ષો, અન્યાયો અને અત્યાચારો અનેક ગણા વધી પડ્યા છે, તે બધા પાછળનું કારણ મમત્ત્વ અને મોહ જ છે. ત્યાગ ભાવની ઉન્નતિમાં જો કોઇ વસ્તુ બાધક હોય તો તે મોહ છે. જ્યાં - ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ મોહ ત્યાં ત્યાગ સંભવી જ શકતો નથી. સાચો વૈરાગ્ય ત્યાગમાં જ છે. જેણે સંસાર ત્યાગ્યો, તે સર્વસ્વ પામ્યો. અજ્ઞાનના ત્યાગથી જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આ ત્યાગના પણ બે પ્રકાર છે: બાહ્ય અને આંતરિક. મનુષ્ય સાથે વળગેલાં કામ, ક્રોધ, દ્વેષાદિ શત્રુઓને તજવાં-એ આંતરિક ત્યાગ છે અને બીજા જીવોને અન્ન-વસ્ત્રાદિ દાન આપવું એ બાહ્ય ત્યાગ છે. જો કે, શાસ્ત્રકારોએ ત્યાગના ચાર ભેદ વર્ણવ્યા છે: આહાંર, ઔષધ, અભય અને વિદ્યા. આ ચારેયમાં વિદ્યા-દાન સૌથી મોટો ત્યાગ છે. એટલે કે, વિદ્યાલયો ખોલી, વિદ્યાદાન આપી આત્માની ત્યાગ-ભાવના ઉન્નત અને અભિવૃદ્ધ કરવી. આ રીતે મનુષ્યને જ્ઞાન-દાન આપવાથી તેનો આંતર વિકાસ થાય છે અને ત્યાગની ભાવના કેળવાય છે. સમસ્ત વિશ્વના કલ્યાણનું સાધન આ ત્યાગવૃત્તિમાં જ રહેલું છે. માચિ: 'ન વિશ્વનઃ કૃતિ અપિનઃ તસ્ય માવ ગપિન્યમ્' કિચિત પણ પરિગ્રહ ન કરવો, અર્થાત જરૂરીઆતથી વધુ સંગ્રહ ન કરતાબાકીનું ત્યાગી દેવું અથવા સાદી-સરળ ભાષામાં-‘છે એટલેથી સંતોષ, વધુ ના ખપે.' એ આર્કિચન્ય ધર્મ છે. પરંતુ મનુષ્યને આજે એટલો બધો મોહ જાગ્યો છે કે, મળે એટલું બધુંય મારું! આ પરિગ્રહને કારણે કેટલી અસમાનતા અને કેટલાં અનિષ્ટો પેદા કર્યા છે કે એમાંથી કઇ રીતે ઉગારવું એ જ એક પ્રશ્ન છે. આ પરિગ્રહની ચિંતા દુ:ખ અને ક્લેશકર છે. આ માટે તમામ આસક્તિ અને વિષયોનો સર્વથા દ્વેષ-ત્યાગ એજ ઉત્તમ માર્ગ આર્ડિયન્સ ધર્મ છે. આ રીતે અપરિગ્રહ નિર્મમત્વ છે અને નિર્મમત્વ બનીને એકત્વ ભાવથી આકિચન્ય ધર્મનો વિકાસ કરવો જોઇએ. જેથી મનુષ્ય નિ અને નિર્ભય બની જાય અને તેના હૃદયમાં દિવ્ય ભાવના પ્રગટે ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ एगो मे सासदो आदा बाण-दसणं-लक्खणो सेसा मे बहिरा भावा सव्ये संजोगलक्खणा । संजोगमूलं जीवस् पत्ता दुक्खपरंपरा तम्हा संजोग सम्मांव तिविहेण वोच्छिरे । –શાન દર્શન રૂપી આત્મા જ એક શાશ્વત તત્ત્વ છે. બાકી બધા બાહ્ય ભાવ છે અને તે સઘળા સંયોગજન્ય છે. સંસારની દુખ પરંપરાનું મૂળ સંયોગ છે. એથી હું આ સંયોગની ભાવનાનું મન, વચન અને કાયાથી સર્વથા પરિત્યાગ કરૂં છું. બહાચર્ય: હવે છેલ્લે આવે છે સર્વ ધમની સ્થિરતા રૂપ બ્રહ્મચર્ય એ ન હોય તો ધર્મનો લોપ થાય પરંતુ આ બ્રહ્મચર્યનો અર્થ કેવળ પરંપરાગત ચાલ્યો આવતો સંકુચિત નથી, પણ એનો વિશુદ્ધ અર્થ તો છે-બહ્યની ચર્યા, આત્મરમણ– બ્રહને રતિ રૂતિ હર્યમ ' આ રીતે પોતાના જ સ્વરૂપમાં રમણ કરવું એજ ખરૂં બ્રહ્મચર્ય-આત્મસાક્ષાત્કાર. આત્માનું બીજું નામ બ્રહ્મ છે. ગાંધીજીએ કહ્યું છે તેમ-બ્રહ્મચર્ય એટલે બ્રાહ્મની સત્યની શોધમાં ચર્ચા અર્થાત તત્સંબંધી આચાર ભગવાન શ્રી કૃષ્ણ એટલે જ તો બ્રહ્મચર્યને પરમ પ્રાપ્તિનું સાધન કહ્યું છે. || છિન્તો દ્રઢ સત્તા –પરમાત્માની પ્રાપ્તિ ઇચ્છનાર બ્રહ્મચર્યનું પાલન કરે છે, આચરે છે. અથર્વવેદ પણ એટલો જ મહિમા ગાયો છે. ' 'હાર્વેના તપના દેવા મૃત્યુમીખતું !' –બ્રહ્મચર્ય રૂપી તપોબળથી જ્ઞાની લોકોએ મૃત્યુને જીત્યું છે. એટલે કે, બહ્મની ચર્યામાં રમણ કરનારા અમરતાને વર્યા છે. આ રીતે સાધક આત્મસાક્ષાત્કાર-અમૃતત્વની ભૂમિકા સુધી પહોંચે છે અને આ પ્રશ્યપર્વની યાત્રા જે ધર્મલાણી આરભાઇ હતી તે ધર્મ પર પુનઃ આવી ને ઊભી છે. ત્યારે એ ધર્મભાવ વિસ્વરૂપ બની જાય છે. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ જેને તે “ક્ષમાવાણી’ પર્વ રૂપે ઉજવે છે. આ રીતે આદિલમા ને અંતે પણ ક્ષમા એવી ધર્મ-સાધનાની આ યાત્રા કેવા ભવ્ય, ઉદાત્ત અને મંગલ તત્વોને પોતાની સાથે લઈને ચાલે છે! સમસ્ત વિશ્વને આત્મ કલ્યાણનો માર્ગ ચીંધે છે. પર્યુષણના વ્રત અને અનુષ્ઠાનોuધર્મભાવથી પૂરા થાય છે, પરંતુ જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓ-જીવાત્મા પાસે જાણે-અજાણે થયેલા પોતાના અપરાધોની ક્ષમાયાચના ન કરે ત્યાં સુધી બંધુત્વ અને વિશ્વમૈત્રીની આ સાધના અધૂરી રહે છે. એથી પોતાના અપરાધો પ્રત્યે શુદ્ધ હૃદયથી પ્રાયશ્ચિત કરી, વિનમ્રતાની ચરમશિખર પર ઉભીને સાધક કહે છે કે, પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણે-અજાણે થયેલા કાર્યો અને આચરણથી જો કોઈનાયે હૃદયને દુઃખ-લેશ પહોંચ્યા હોય, કોઇનું યે અહિત થયું હોય અથવા વેરભાવ કે રાગ-દ્વેષથી પ્રેરાયો હોઉં તો એ માટે હું મન, વચન અને કાયાથી ક્ષમા યાચના કરું છું: खामेमि सन्चे जीवा, सब्वे जीवा खमन्तु मे । मित्ति मे सव्व भूएसु वेरं मझं ण केणई ॥ વિશ્વના સમસ્ત જીવોને હું ક્ષમા આપું છું, ખમાવું છું અને સર્વ મને ક્ષમા આપે! સર્વ જીવો ભૂતમાત્ર વિશે મારા હૃદયમાં મૈત્રીભાવ છે અને કોઇના પ્રત્યે મને વેરભાવ નથી. આ રીતે ક્ષમાયાચના કરવી અને બીજાને એજ રીતે ક્ષમા આપવી એ પરમ ઉચ્ચ અને ઉદાત્ત માનવ ગુણ છે. આ સમસ્ત વિશ્વમાં કોઈ વ્યક્તિ મારૂ વેરી નથીકોઈનાયે પ્રત્યે મારા મનમાં વેરભાવ નથી એવી મંગલ ભાવના સાધકના અંતરમાં સાકાર બની ઊઠે છે ત્યારે બહાર-ભીતર સર્વત્ર તમામયી લાગે છે. उत्तम छिमा जहां मन होई। अंतर बाहर शत्रू न कोई ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાથી શરૂ થયેલી ધર્મયાત્રા ક્ષમા પર આવીને વિરામે છે ત્યારે સાધક સમસ્ત વિશ્વ સાથે એકાત્મા અનુભવે છે. વિશ્વને પોતાનામાં સ્થાપના કરે છે. સૌને આત્મીયભાવે અને ક્ષમાદષ્ટિએ નિહાળે છે. વિશ્વમૈત્રીને જીવનમાં સાકાર કરે છે: मित्रस्या मा चक्षुषा सर्वाणि, भूतानि समीक्षान्ताम् । मित्रस्य अहं चक्षाषु, सर्वानि भूतानि समीक्षे । -વિશ્વના સમસ્ત પ્રાણી અને મિત્રભાવે જુએ, અને હું સમસ્ત વિશ્વના પ્રાણીમાત્રને મિત્રભાવે નિહાળું. આ રીતે પર્યુષણ આત્મનિરીક્ષણ અને આત્મસાક્ષાત્કારનું મહાન પર્વ છે. મહત્તમ સાધના છે. ધર્મયાત્રા છે. એ યાત્રા વિશ્વહૃદયને બંધુત્વની ભાવનાથી સાંકળતી, આત્મલોક ભણી લઈ ચાલતી, પર્યુષણ'ના મહાન સંદેશરૂપ સૌમાં અનેકાંતરૂપે પ્રગટે. અનંતગુણરૂપે વૃદ્ધિ પામે અને સર્વત્ર પ્રેમ, મૈત્રી સૌહાર્દ અને સદ્ભાવનાનું સામ્રાજ્ય સ્થપાય, એ સિવાય આજના સંતત્પતયુગ માટે બીજી કોઈ મંગળ કામના આપણા હૃદયમાં હોઈ શકે! w = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ શવિ હે વિશ્વ વિભૂતિ, ક્ષમાના સાક્ષાત સ્વરૂ alcohilo 'હe oS ઝાગીને જગાડવું, સાધીને સિદ્ધ કર્યું, કરુણાના મહાસાગર, વંદે વિશ્વ તમને ! સકલ સૃષ્ટિ આજ સંતત્પત છે પ્રભુ, અહિંસા, શાંતિ ઝંખે સમસ્ત વિશ્વ આજે. પધારો પ્રભુ, પરમ કૃપાળુ ફરી આ ધરતીએ, પામે લોક સુખ-શાતા, એવું સહુ વિનવે. Shree જયંત પ્રિન્ટરી, મુંબઇ-૨, ફોન : 2529825299193. ના