________________
આ રીતે પર્યુષણના પાંચ કર્તવ્યો આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ માટે મહત્વના છે, તેવી જ રીતે વ્યક્તિત્વને સમષ્ટિરૂપ બનાવતી, પ્રાણીમાત્ર આત્મરૂપ જોવાની, જ્ઞાનના પરમ શિખરે પહોંચાડતી યાત્રા સમ્યક આચરણના “દશ ધર્મથી પ્રારંભ થાય છે. જેને આપણે વિસ્તારથી અવલોકીએ: ક્ષમા: કોઈ પણ પ્રકારના દુઃખને ક્લેશભાવ વગર સહી લેવાની શક્તિ તે ક્ષમા-ધર્મ. ક્ષમાને તો વીરનું ભૂષણ: ક્ષમા વીરસ્ય ભૂષણ કહ્યું છે. માણસથી ભુલ થાય તે સ્વાભાવિક છે, પણ જો તે અપરાધને ક્ષમા ન કરવામાં આવે અને અપરાધનો પ્રતિકાર અપરાધથી જ કરવામાં આવે તો ગતનો વ્યવહાર ન ચાલી શકે. એટલું જ નહિ, પણ ક્રોધનું કારણ હોવા છતાં પણ મનમાં ક્રોધ ન જાગે તે ખરી ક્ષમા. ગમે તેવી આપત્તિ આવે તોય ગભરાય કે ડરે નહિ અને મનને સ્થિર રાખી, પૂર્વોપાર્જિત કર્મનું ફળ ગણી સહન કરે, પૈર્ય રાખે તે જ ખરો ક્ષમાવાન. આવી ક્ષમા ભાવનાને દિવ્ય ગણી છે–TOForgive is divine એથી અહિંસા ભાવ વૃદ્ધિ પામે છે, એનો વિકાસ થાય છે, અહિંસાનો પર્યાય પણ ક્ષમા જ છે. પરંતુ આ ક્ષમાભાવ સ્થિર રાખવો એ કંઈ સહેલો નથી. જ્યાં સુધી ક્રોધનો ત્યાગ ન કરીએ ત્યાં સુધી ક્ષમાભાવ વૃદ્ધિ પામતો નથી કે સ્થિર રહેતો નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ તો ક્રોધને જ બધા અનિષ્ટોનું મૂળ કહ્યું છે
क्रोधादि भवति सम्मोः सम्मोहात् स्मृतिविभ्रमः।
स्मृतिप्रशांत बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ।। -ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિ નાશ પામતાં બુદ્ધિનો અને એ પછી પ્રાણનો નાશ થાય છે.
આ રીતે ક્રોધના આવેશમાં મનુષ્ય કેવો વિનાશ નોતરે તે કહેવાય નહીં એટલે જ, ક્રોધ પર વિજય મેળવવા આ પર્વનો આરંભ “મા” જેવા મહાન ભાવથી થાય છે. ક્ષમા એ ધર્મનો પાયો છે. એ પર તો બધા ધર્મો ટક્યા છે. ભગવાન મનુએ પણ ક્ષમાને મુખ્ય ગણી છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com