________________
धृतिः क्षमा दमोस्तेयं शौचईनिद्रनिग्रह : धीविंदया सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥
અને ભગવાન વેદ વ્યાસે તો ક્ષમાને વિશ્વની સર્વોપરી ધારણ શક્તિ કી છે :
क्षमा धर्मः क्षमा यज्ञः क्षमा वेदाः श्रुतम् । य एतदेवं जनाति स सर्व क्षन्तु महर्ति ॥ क्षमा ब्रह्म क्षमा सत्यं क्षमा भूतं च भावि । क्षमा तपः क्षमा शौर्च क्षमायेदं धृतं जगत् ॥
ક્ષમા ધર્મ છે, ક્ષમા યજ્ઞ છે, ક્ષમા વેદ છે અને ક્ષમા શાસ્ત્ર છે. જે એને જાણી લે છે તે સ્વસ્વ ક્ષમા કરવાને પાત્ર બને છે.
ક્ષમા બ્રહ્મ છે. ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત અને ભવિષ્ય છે. ક્ષમા તપ છે. ક્ષમા પવિત્રતા છે અને ક્ષમા જ સંપૂર્ણ જગતને ધારણ કરી રહી છે.
ક્ષમાનો બીજો અર્થ ‘ધરતી’ પણ થાય છે. જે સહજ ભાવથી ધરતી આપણા સૌનો ભાર ઉપાડે છે, આપણે તેને ગમે તેટલી ઇજા પહોંચાડીએ, તો પણ તે ખમી લે છે. આપણે ધરતીને ખોદીએ તો બદલામાં પાણી આપે છે. ખેડીને ખેડ કરીએ તો ધાન્ય નિપજાવે છે. આમ એના સ્વભાવમાં જ ક્ષમા છે. આવી સહજ ક્ષમા જ સાચી આત્મશક્તિ બને છે.
આપણા મનમાં ક્રોધ હોય, તેને કાબૂમાં રાખીને ક્ષમા કરીએ તો એ બહુ સારી વાત છે, પણ એમાં ક્ષમાનો સાચો અર્થ આવી શકતો નથી કેમકે મનમાં ક્રોધ છે અને બહારથી ક્ષમા આપી છે, તે સહજ ક્ષમા તો નથી જ. જ્યારે સહજભાવથી ક્ષમા થાય ત્યારે તેની સાચી શક્તિ પ્રગટ થાય છે.
કોઇને આપણે ક્ષમા આપી હોય તો ચિત્ત ઉપર એનો ભાર ન હોવો જોઇએ. કોઇએ આપણું બુરું કર્યું હોય અને તેનો બદલો વાળવાની વૃત્તિ આપણે રાખી હોય તો તેનો ભાર ચિત્ત ઉપર રહ્યા કરે છે, તેમ કોઇએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com