________________
આપણું બુરું કે અપરાધ કર્યો હોય અને તેને ક્ષમા આપી હોય તો એનો ભાર પણ મન ઉપર રહેતો હોય છે. એટલે એવો ભાર ભૂલ્ય પણ નહી રહેવો જોઈએ. સાધક માટે આ ભૂમિકા ઘણી જ અગત્યની છે.
એ જ રીતે જો ચિત્તમાં ક્રોધાદિ વિકારો જાગ્યા હોય કે કોઇએ અપકાર કર્યો હોય તો એ વિકારો મિટાવી, સહજભાવથી ક્ષમા-ધર્મનું પાલન કરવું એ આત્મવિકાસનું સૌથી પહેલું સોપાન છે. પછી જ બીજા ધર્મ-સોપાન આવે છે. પ્રાઈવ: માવ: માર્દવ-મૂદુ એટલે નમભાવ. આત્માનો સ્વભાવ મૂદુ છે. માર્દવ ધર્મને ધારણ કરનાર, કુળ, જ્ઞાતિ, રૂપ, તપ, ચુત, શીલ વગેરે કોઈ જાતનું માન, અભિમાન કે દુરાભિમાન રાખતો નથી. માર્દવ ધર્મ હંમેશા માન-કષાય ન હોય ત્યાં જ ઉદ્ભવે છે. જ્યાં સુધી મનુષ્યમાં માન-કષાય રહે છે ત્યાં સુધી એનામાં માર્દવ ધર્મ પ્રગટતો નથી, માટે જેનામાં કોઈ જાતનું અભિમાન કે દુરાભિમાન નથી, એજ મનુષ્ય બીજાઓની સાથે મધુર સંબંધ સાધી શકે છે અને સૌની સાથે વિનમભાવથી વર્તે છે. એથી તેનામાં પરોપકારની ભાવના પ્રગટે છે.
આ રીતે જેના દિલમાં નમતાનો દીવો પ્રગટ્યો છે, ત્યાં માન-કયાયનો ઓછાયો સુદ્ધાં પડી શકે નહીં આર્જવ: આર્જવ એટલે રાજુ સરળ. ક્ષમા અને માર્દવથી સાધક આગળ વધીને, ક્રમશ: સાધનાના વિકાસ દ્વારા મન, વચન, કાયા-ત્રણેય માયાચારથી પર બને છે. ત્યારે જ જીવ નિર્મળ થાય છે. એટલે કે, બીજાઓ સાથે નિષ્કપટ, નિદભ અને સરળ વ્યવહાર રાખવો, લોભ, લાલચ અને પ્રપંચથી પર બનવું એ જ ઉત્તમ આર્જવ લક્ષણ છે 'કાગવડ ગાઈવઃ '.
હદયની નિષજ સરળતા સાધનાની માટે જ નહિ, પણ જીવન-વ્યવહાર માટે પણ એટલી જ મહત્વની છે. જેમણે સરળતા જીવનમાં ઉતારી છે, તેણે અર્ધી સફળતા મેળવી છે, એમ કહેવું ખોટું નથી પણ આજે હદયની સરળતા જ ક્યાં છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com