________________
સત્ય: "ક્ત હિમ્ વત્ રીતે ત૬ સત્ય – અથાત કોઇના હિત ખાતર-ભલા માટે જે કંઇ કહેવું તે સત્ય છે અને એજ સત્ય સંસારમાં સાર રૂપ છે. ભગવાને કહ્યું છે તેમ: 'તવં તો તાપૂર્વો' ભગવાન કેવલીના વચન તો સદા સર્વધ સત્ય અને અનુભૂત રહ્યા છે.
અસત્ય વચનથી બીજાને દુ:ખ ન પહોંચે માટે સ્વ-પર હિતકારી સત્ય વચન જ બોલવા જોઇએવેદ વ્યાસના શબ્દોમાં કહું તો 'તત્વ વન શ્રેયઃ સત્યાલિપિ હિત વા' સત્ય બોલવું એ શ્રેયનું મુખ્ય સાધન છે અને સત્યની સાથે સાથે જે હિતકર હોય તે જ બોલવું. મનુસ્મૃતિ ભાખે છે તેમ:
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्,
मा ब्रूयात् सत्यप्रियम् । સત્ય બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઇએ, પરંતુ અપ્રિય લાગે એવી વાત સાચી હોય તો પણ નહી બોલવી જોઇએ
જેમ શાન જેવી કોઈ દષ્ટિ નથી, ત્યાગ જેવું કોઈ સુખ નથી તેમ સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી.
ધરમુ ન દૂસર સત્ય સમાના આગમ નિગમ પુરાન બખાના.
– તુલસી સત્ય એ આત્માનું દિવ્ય રૂપ છે. અંતરાત્માની સત્તા છે. મહાન તપ છે. તેને દઢ કરવાથી સર્વ ધર્મ-લક્ષણો આપ મેળે આચારમાં ઉતરી આવે છે. એથી જ તો ગાંધીજીએ કહ્યું છે કે, જે સત્યને જાણે છે, મનથી વચનથી, કાયાથી સત્યનું આચરણ કરે છે, તે પરમેશ્વરને ઓળખે છે.'
પરંતુ આજે અસત્ય માણસની રગેરગમાં ઉતરીને લોહીમાં એવું ભળી ગયું છે કે, સત્ય-અસત્યની ભેદરેખા જ ભૂંસાઈ ગઈ છે. ત્યાં સત્યની પ્રતિષ્ઠા કરવી કપરી અને દુષ્કર છે. પણ જો મનુષ્ય પોતાના અંતરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com