________________
|| મનોગત ભારતીય સંસ્કૃતિમાં પર્વોનું વિશેષ મહત્વ છે. સાધારણ રીતે આ પર્વો રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક પ્રસંગ કે પુણ્ય સ્મૃતિમાં ઉજવવામાં આવે છે અને એ દરેકનો મહિમા છે. જે જીવનના મહતમ અને ઉજ્જવલ આદર્શોની પ્રેરણા આપે છે. કેટલાંક પર્વો-વિશેષત: ધાર્મિક પર્વો આંતરિક જાગૃતિ અને આત્મ કલ્યાણ માટે ઉપકારક બને છે.
પર્યુષણ આવું જ લોકોત્તર મહાપર્વ છે. જે તપ, ત્યાગ, સંયમ, સ્વાધ્યાય અને પ્રતિક્રમણ દ્વારા આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિને અવસર આપે છે.
આ પર્યુષણ પર્વના દરેક દિવસો, જીવનને શુદ્ધ કરનારા ધર્મ-અનુષ્ઠાનો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપની આરાધનાનું ઉત્તમ આયોજન છે. આ પુણ્ય પર્વ દરમ્યાન સાધક આત્માનું કલ્યાણ સાધી શકે છે. પરંતુ આજના યુગમાં આ યમનિયમોનું સાત્વિકભાવે પાલન કરવાનો અવકાશ મેળવનારા શ્રાવકો કેટલા? જીવનવ્યવહારમાં રચ્યાપચ્યા રહેતા આજના માનવીઓમાં ધર્મ-ધ્યાન અને આત્મચિંતન માટેની નિષ્ઠા કે લગની બહુ ઓછી જોવા મળે છે. આ વાત આપણે સૌએ સાચા હૃદયથી સ્વીકારવી રહી.
આવા વ્રતો, પર્વો અને ધાર્મિક અવસરો જીવનમાં નવ-સંકલ્પ અને જાગૃતિ માટે નિર્માયેલા છે. એની ઉજવણી કેવળ આનંદ-સુખ ખાતર ઉજવીને સંતોષવા માટે નથી પણ આત્મ-ઉપાસનાના વિચારોને આચારમાં મૂકી, જીવનમાં તેનો વિકાસ કરવા માટે છે. એથી આત્મા ઉત્તરોત્તર ઉજ્જવલ બની, જીવન પણ નિર્મળ ને નિર્ભય બને છે. એ સાથે, સૌ જીવાત્માઓનું કલ્યાણ સાધવાની પવિત્ર ભાવના અંતરમાં સતત જાગૃત રહે છે. પર્યુષણ આવી મંગલ અને આત્મોન્નતિની ભાવનાથી ભર્યું-ભર્યું ધર્મપર્વ છે. પરંતુ ધર્મ-પર્વના આ હાર્દને આપણે ખરા અર્થમાં સમજીને આચરી શકતા નથી. એ વાત અંતરના દુખ સાથે આપણા મુનિ-મહારાજો
અને સાધ્વીજીઓ પોતાના પ્રવચનમાં વારંવાર કહેતા આવ્યા છે કે, માત્ર . બાહ્ય આડંબર કે દેખાવ પૂરતા પર્વો ન ઉજવો. પર્વની ભાવના અને તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com