________________
હાર્દને સમજો. પર્વાધિરાજ અલૌકિક લોકોતર પર્વ છે, તેને સંયમ અને તપસ્યાથી ઉજવો.
પર્વો તો આવીને ચાલ્યા જાય છે–જીવનને ઉર્ધ્વમુખી બનાવવાનો સંદેશ આપીને પણ આપણે તો એ સંદેશ ઝીલવાની પ્રેરણા પામવાની પરવા કરતા નથી. આ વ્રતો અને પર્વો માત્ર પરંપરાગત રૂઢિ, અંધશ્રદ્ધા અને આનંદ-પ્રમોદની દષ્ટિએ ઉજવાય છે. એથી પર્વના મહાભ્યને વિસારી દીધું છે. એટલું જ નહિ, પણ પર્વ અને ધર્મના અનુષ્ઠાનના નામે થતા આવા ઉજવણાઓએ આપણામાંથી ધર્મ, ધ્યાન, તપ અને ત્યાગના સંસ્કાર હણ્યા છે. રહ્યો કેવળ બાહ્યાચાર ને બાહ્યાડંબર!
જો આવા પવિત્રપર્વની આરાધના સાચા હૃદયે અને સાચા ધર્મ લક્ષણથી કરવામાં આવે, એ પાછળ રહેલા મહાભ્યને સમજી, જ્ઞાન અને યોગની રીતે આચરવામાં આવે તો આત્માનો ઉત્કર્ષ સહજતાથી થાય અને
જીવનમાં ચિરઆનંદ તથા શાશ્વત સુખને પામી શકાય એવું તેજસ્વી અને તપોમય આરાધનાનું આ પર્વ છે. એ સાથે, સંવત્સરી સમસ્ત જગતના સર્વ જીવાત્માઓને ક્ષમા અર્પ, વિશ્વ સાથે મંગલ-મૈત્રીનો સેતુ રચવા, અખિલાઈ સાથે એકતા સાધવાનો સંદેશ આપે છે.
આવી મંગલ અને ઉદાત્ત ભાવના અન્યત્ર કયા પર્વમાં હશે? જેઓ જૈન શાસનના વિશાળ છત્ર નીચે ઊભા છે, જૈન વંશવેલમાં જન્મ ધર્યો છે, તે સૌ કોઈ પોતાના અંતરને પૂછી શકે તો એમને હું એટલું જ કહીશ કે, પર્યુષણના આ પવિત્ર દિવસોમાં તમે કેટલો ત્યાગ કર્યો. કેટલો આત્મ-સંયમ કેળવ્યો? ક્યા નૂતન સંકલ્પથી આત્મલોકની કેડીએ પગલાં માંડ્યા?
આટલી વાત સૌ કોઈ ધર્મપ્રેમી પોતાના અંતરને પૂછશે તો આ પર્વનું રહસ્ય, એનું મહાત્મ સ્વયમેવ સમજાઇ રહેશે તો મારું લખ્યું સાર્થક.
- અનવર આગેવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com