________________
ક્ષમાથી શરૂ થયેલી ધર્મયાત્રા ક્ષમા પર આવીને વિરામે છે ત્યારે સાધક સમસ્ત વિશ્વ સાથે એકાત્મા અનુભવે છે. વિશ્વને પોતાનામાં સ્થાપના કરે છે. સૌને આત્મીયભાવે અને ક્ષમાદષ્ટિએ નિહાળે છે. વિશ્વમૈત્રીને જીવનમાં સાકાર કરે છે:
मित्रस्या मा चक्षुषा सर्वाणि, भूतानि समीक्षान्ताम् । मित्रस्य अहं चक्षाषु,
सर्वानि भूतानि समीक्षे । -વિશ્વના સમસ્ત પ્રાણી અને મિત્રભાવે જુએ, અને હું સમસ્ત વિશ્વના પ્રાણીમાત્રને મિત્રભાવે નિહાળું.
આ રીતે પર્યુષણ આત્મનિરીક્ષણ અને આત્મસાક્ષાત્કારનું મહાન પર્વ છે. મહત્તમ સાધના છે. ધર્મયાત્રા છે. એ યાત્રા વિશ્વહૃદયને બંધુત્વની ભાવનાથી સાંકળતી, આત્મલોક ભણી લઈ ચાલતી, પર્યુષણ'ના મહાન સંદેશરૂપ સૌમાં અનેકાંતરૂપે પ્રગટે. અનંતગુણરૂપે વૃદ્ધિ પામે અને સર્વત્ર પ્રેમ, મૈત્રી સૌહાર્દ અને સદ્ભાવનાનું સામ્રાજ્ય સ્થપાય, એ સિવાય આજના સંતત્પતયુગ માટે બીજી કોઈ મંગળ કામના આપણા હૃદયમાં હોઈ શકે!
w
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com