________________
શાસ્ત્રીય વિધાન પ્રમાણે તો ભાદ્રપદી એકમથી આસુવદી એકમ સુધી સોળ કારણ વ્રત ગણ્યા છે. તેમાં આ ધર્મ લક્ષણા પર્વ પણ આવી જાય છે. આ રીતે આખોય ભાદ્રપદ જૈન-સમાજ માટે આધ્યાત્મિક જાગૃતિનો સુવર્ણ અવસર બની રહે છે.
આ પર્વની વિશેષતા એ છે કે તે આત્મનિરીક્ષણ અને વીતરાગ ભાવના પ્રેરે છે. તેના દરેક દિવસનું મહાત્મ્ય છે, એક-એક ધર્મ-લક્ષણ છે જે આત્મસંશોધન માટે ઘણા મહત્ત્વના છે.
સંસારના પરિભ્રમણમાં રાગ-દ્વેષ અને કષાય રહેલા છે. એનાથી મુક્ત થવા વીતરાગની આરાધના સૌથી મહત્વની છે. આ આરાધના એટલે આત્મશુદ્ધિ. આપણી અધોમુખી ચેતનાને ઉર્ધ્વમુખી બનાવવાનો આ પ્રયોગ એટલે પર્યુષણ. હું કોણ છું? હું શું છું? મારું કર્તવ્ય શું છે? મારે શું કરવું જોઇએ? આ બધા પ્રશ્નોનું સમાધાન ‘પર્યુષણ’ સાધનામાં છે. આ રીતે સાધના દ્વારા સાધક દુ:ખકર એવા સઘળાં કર્મોનો નાશ કરી આત્માના સ્વરૂપને ઓળખી લે છે. આ સાધનાના સોપાન સમા ધર્મ લક્ષણો આ પ્રમાણે છે:
उत्तम खममवज्जव
सच्चउचं च संजम चेव । तव चांग-मकिंचन्हं ब्रह्मा इदि दसविहं होदि ॥
ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ આર્કિચન્ય અને બ્રહ્મચર્ય-આ દશેય ધર્મોની પૂજા, આરાધના અને પરિપાલન પર્યુષણના દિવસોમાં કરવામાં આવે છે એથી તે દશ લક્ષણા પર્વ કહેવાય છે.
ધર્મ એ આત્માનો મુખ્ય સ્વભાવ છે. એ આત્માના શ્રેય માટે છે. એ દ્વારા મનુષ્ય પોતાના આત્માનાં સ્વરૂપને ઓળખી શકે તે માટે આ દશ-લક્ષણો મનુષ્ય-શ્રેષ્ઠ દશ કર્તવ્યો છે. આત્માના અનંત ગુણોના તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com