________________
સ્થાનકવાસી અંતગડ સૂત્ર, શ્વેતાંબર મૂર્તિપૂજક કલ્પસૂત્ર તથા દિગંબર તત્ત્વાર્થાધિગમ સૂત્રની વાંચના કરે છે. શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિભાવપૂર્વક જિનમંદિરોમાં કે સ્થાનકોમાં જઈને સાધુ-સાધ્વીઓ પાસે ધર્મબોધ પામે છે. ઉપવાસ, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક ક્રિયાઓ આચરીને સંયમ, શાસ્ત્ર-શ્રવણ, દેવ પૂજન અને દાન-પુણ્ય કરે છે.
આ રીતે આત્મશુદ્ધિ દ્વારા આત્મચિંતનની ભૂમિકા પર પહોંચવું, ભૌતિક જીવનના ભોગથી વિમુખ બની આત્મસાધનામાં પ્રવૃત બનવું કે જેમાં સાંસારિક જીવનની મહત્ત્વાકાંક્ષાઓ અને પ્રલોભનો નહીં પરંતુ આત્મોન્નતિની અભિલાષા જ રમણ કરતી હોય, 'મદનું ધ્યાનાવિષ્ટોડર્ડનૈવ મવતિ' – જે વ્યક્તિ આઈન્તય ગુણોનું ચિંતવન કરે છે તે એ જ વેળા અહંત બની જાય છે. આવા પરમ ભાવની ઉજવણી અને સાધના એટલે પર્વાધિરાજ પર્યુષણ.
પર્યુષણ' શબ્દ મૂળ સંસ્કૃત છે. એ પરથી પ્રાકૃત ભાષામાં પજૂષણ' શબ્દ ઉતરી આવ્યો છે. “પેન્જનો અર્થ છે–“રાગદ્વેષ' અને “ઉષન'નો અર્થ છે બાળવું-એટલે કે રાગદ્વેષને બાળી ભસ્મ કરી નાખવા એનું નામ “પર્યુષણ”. સંસ્કૃતમાં પણ પર્યુષણ'ની વ્યુત્પતિ આ પ્રમાણે આપી છે:
परितः समन्तात उष्यन्ते दह्यन्ते ।
पाप कर्माणि यस्मिन् तत्पर्युषणम् ॥ –જેમાં સંપૂર્ણપણે પાપ કર્મો હોમીને ખાખ કરી નાખવામાં આવે છે તે પર્યુષણ.
પર્યુષણ ચાતુર્માસની મધ્યમાં આવે છે. એટલે કે ભાદરવા સુદ પાંચમથી શરૂ થઈ ભાદરવા સુદ ચતુર્દશી સુધી-દશ દિવસ ચાલે છે. દિગંબર સંપ્રદાય ઉપરની તિથિ પ્રમાણે દશ લક્ષણા પર્યુષણ ઉજવે છે.
શ્વેતાંબર આદિ અન્ય સંપ્રદાયો આઠ દિવસનું પર્યુષણ ગણે છે. એથી તેના પર્યુષણનો પ્રારંભ અને સમાપન દિગંબની પહેલાં થાય છે. પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com