________________
एगो मे सासदो आदा बाण-दसणं-लक्खणो सेसा मे बहिरा भावा सव्ये संजोगलक्खणा । संजोगमूलं जीवस् पत्ता दुक्खपरंपरा तम्हा संजोग सम्मांव तिविहेण वोच्छिरे ।
–શાન દર્શન રૂપી આત્મા જ એક શાશ્વત તત્ત્વ છે. બાકી બધા બાહ્ય ભાવ છે અને તે સઘળા સંયોગજન્ય છે. સંસારની દુખ પરંપરાનું મૂળ સંયોગ છે. એથી હું આ સંયોગની ભાવનાનું મન, વચન અને કાયાથી સર્વથા પરિત્યાગ કરૂં છું.
બહાચર્ય: હવે છેલ્લે આવે છે સર્વ ધમની સ્થિરતા રૂપ બ્રહ્મચર્ય એ ન હોય તો ધર્મનો લોપ થાય પરંતુ આ બ્રહ્મચર્યનો અર્થ કેવળ પરંપરાગત ચાલ્યો આવતો સંકુચિત નથી, પણ એનો વિશુદ્ધ અર્થ તો છે-બહ્યની ચર્યા, આત્મરમણ– બ્રહને રતિ રૂતિ હર્યમ ' આ રીતે પોતાના જ સ્વરૂપમાં રમણ કરવું એજ ખરૂં બ્રહ્મચર્ય-આત્મસાક્ષાત્કાર. આત્માનું બીજું નામ બ્રહ્મ છે. ગાંધીજીએ કહ્યું છે તેમ-બ્રહ્મચર્ય એટલે બ્રાહ્મની સત્યની શોધમાં ચર્ચા અર્થાત તત્સંબંધી આચાર ભગવાન શ્રી કૃષ્ણ એટલે જ તો બ્રહ્મચર્યને પરમ પ્રાપ્તિનું સાધન કહ્યું છે.
|| છિન્તો દ્રઢ સત્તા –પરમાત્માની પ્રાપ્તિ ઇચ્છનાર બ્રહ્મચર્યનું પાલન કરે છે, આચરે છે. અથર્વવેદ પણ એટલો જ મહિમા ગાયો છે.
' 'હાર્વેના તપના દેવા મૃત્યુમીખતું !' –બ્રહ્મચર્ય રૂપી તપોબળથી જ્ઞાની લોકોએ મૃત્યુને જીત્યું છે. એટલે કે, બહ્મની ચર્યામાં રમણ કરનારા અમરતાને વર્યા છે.
આ રીતે સાધક આત્મસાક્ષાત્કાર-અમૃતત્વની ભૂમિકા સુધી પહોંચે છે અને આ પ્રશ્યપર્વની યાત્રા જે ધર્મલાણી આરભાઇ હતી તે ધર્મ પર પુનઃ આવી ને ઊભી છે. ત્યારે એ ધર્મભાવ વિસ્વરૂપ બની જાય છે.
૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com