Page #1
--------------------------------------------------------------------------
________________
જીવતે અનેકાન્ત
[૨૬]
કલપના, તત્ત્વજ્ઞાન અને ધર્મ એ ત્રણ માનવી જીવનની, બીજા કોઈના જીવનમાં ન હેય તેવી, વિશેષતાઓ છે. તેમ છતાં આ ત્રણે વસ્તુઓ એક જ કોટિની કે એક જ સરખા મૂલ્યવાળી નથી. કપના કરતાં તત્ત્વજ્ઞાનનું સ્થાન ઊંચું છે, એટલું જ નહિ, પણ તે સ્થાયી અને વ્યાપક પણ છે. ધર્મનું સ્થાન તે તત્ત્વજ્ઞાન કરતાંય ચઢિયાતું છે, કારણ ધર્મ એ તત્ત્વજ્ઞાનનું પકવ પરિણામ -ફળમાત્ર છે.
કલ્પનાએ ક્ષણે ક્ષણે નવનવી અને તે પણ જુદી જુદી વ્યક્તિઓમાં નવીનરૂપે ઉદ્ભવે છે. એ બધી કલ્પનાઓ કાંઈ સ્થિર નથી હોતી તેમ જ સાચી પણ નથી હોતી, તેથી કલ્પના કરનાર વ્યક્તિ પણ પિતે સેવેલી અને પિધેલી કલ્પનાઓ ઘણીવાર અને મોટે ભાગે ફેંકી જ દે છે, એને એ બદલ્યા પણ કરે છે. જે કોઈ વ્યક્તિ પોતાની કલ્પનાઓને સત્યની કસેટીએ નહિ, કસાયા છતાં સેવ્યા જ અને પિષ્યા જ કરે, તેય એ કલ્પનાઓને બીજા લેકે સ્વીકારતા કે અપનાવતા નથી. તેથી ઊલટું, જો કોઈ કલ્પના સત્યની કસોટીએ કસાતાં પાર ઊતરે, તેમાં ભ્રાંતિ જેવું ન જ રહે, તે એવી કલ્પના ગમે તે કાળ, ગમે તે દેશ અને ગમે તે જાતિના મનુષ્યમાં જન્મી હોય છતાં તે ક૯૫ના પિતાની સત્યતાના બળના પ્રમાણમાં સર્વત્ર સ્વીકારાવા લાગે છે અને તે કહપના સ્થાયી બને છે. આવી જ સ્થિર કલ્પનાઓ તત્વજ્ઞાન તરીકે લેખાય છે, અને તે જ કયાંય સીમાબદ્ધ ન રહેતાં સાર્વજનિક કે બહુજના સંપત્તિ બને છે. માનવી પરીક્ષણશકિત જે તત્વજ્ઞાનને કસી સત્યરૂપે સ્વીકરે છે, તે જ તત્ત્વજ્ઞાન પછી કાળક્રમે ધીરેથી કે ત્વરાથી માનવી આચરણને વિષય બને છે અને જે તત્વજ્ઞાન વિવેકપૂર્વક આચરણમાં આવે છે, તે જ માનવ વંશને ખરેખર વિકાસપ્રદ ધર્મ બની જાય છે.
ઉપરની બાબત એકાદ દાખલાથી સ્પષ્ટ કરીએ. “જીવ, આત્મા, ઈશ્વર એ છે એવી એક કલ્પના. “તે નથી' એવી બીજી કલ્પના છે તે બધા જ વસ્તુતઃ એક જ છે, તેઓ વચ્ચે વાસ્તવિક ભેદ છે જ નહિ અને જીવ તેમ જ પરમાત્મા પણ વસ્તુતઃખી નોખી વસ્તુ નથી એવી કલ્પનાઓ એક બાજુ અને
Page #2
--------------------------------------------------------------------------
________________
જીવતા અનેકાન્ત
[૮૦૧ બીજી બાજુ છ બધાય વસ્તુતઃ ખા ખા છે, પરમાત્મા અને છ વચ્ચે
ખરેખરી જુદાઈજ છે એવી કલ્પનાઓ પ્રવર્તે છે. જ્યારે તેથી તદ્દન ઊલટી જાતની કલ્પનાઓ પણ પ્રવર્તે છે; તે એમ માને છે કે ઈશ્વર તે શું પણ આત્મા જેવી સ્વતંત્ર અને સ્થાયી કઈ વસ્તુ નથી. આત્મા એ તે પાણીના પરપોટા જેવી પાંચ ભૂતોની બનેલી એક ગતિશીલ અને દૃશ્ય આકૃતિ માત્ર છે. આ બધી ઓછેવત્તે અંશે કલ્પનાઓ છે એમ સમજવું જોઈએ, કારણું અમુક કલ્પનાઓના પક્ષને માણસ પણ ક્યારેક તે કલ્પનાઓ છેડી બીજા જ પક્ષમાં ભળે છે અગર તે બન્ને પક્ષેથી તટસ્થ રહે છે.
એ બધી કલ્પનાઓ બદલાવા અને નવું નવું રૂપ ધારણ કરવા છતાં તેની પાછળ એક કદી ન બદલાય અને કદી પણ ન ભૂંસાય એવી સ્થિર પણ કલ્પના છે. દા. ત. માણસ તે શું, કેઈ પણ પ્રાણી એવું નથી, જેને
હું કાંઈક છું” એવું હુંપણાનું ભાન ન હોય, તેમ જ સુખદુઃખના ભેદની લાગણી અને સુખ માટેની પ્રવૃત્તિ તેમ જ દુઃખ તરફને અણગમે ન હોય, ત્રણે કાળમાં સૌને એકસરખી રીતે માન્ય થાય એ આ અનુભવ તે જ તત્વજ્ઞાનની કક્ષામાં આવે, કારણ એ અનુભવ માત્ર વાસ્તવિકપણાની ભૂમિકા ઉપર જ ઊભે થયેલે હાઈ ટકી રહે છે. તેમાં કોઈને કોઈ વાંધો લેવા જેવું દેખાતું નથી. હુંપણનું ભાન, સુખની રુચિ, દુઃખને અણગમે એ અનુભવ સૌમાં એકસરખે અને સાચે સિદ્ધ થશે છેતેને જ લીધે તેમાંથી ધર્મ જન્મે છે. સાચું જ વિચારવું, વિચાર અને સમજ હોય તેવું જ બોલવું અને તેવું જ આચરવું એ જે સત્ય-અહિંસા નામને ધર્મ મનુષ્ય જાતિમાં ઉદ્ભવ્યો છે ને કાળક્રમે તેને અનેક રૂપે વિકાસ થયેલ છે તેમ જ થતો જાય છે, તેના મૂળમાં પેલે અનુભવ જ કામ કરી રહ્યો છે. જીવ કે ઈશ્વર હેવા ન હોવાની તેમ જ તેના નખાપણ કે અખાપણાની ગમે તેટલી અરસપરસ વિરોધી કલ્પનાઓ પ્રવર્તતી હેય, છતાં કોઈ પ્રાણી કે કોઈ મનુષ્ય એવો નથી કે પિતા પ્રત્યે બીજાના અણગમાકારક વર્તનને પસંદ કરે. એ જ બીજા પાસેથી પિતાના તરફના સદ્વર્તનની આશા બીજા પ્રત્યે પોતાના સદ્વર્તનને ઘટે છે. એ ઘડતર વિરોધી ધક્કાઓથી મોડે મોડે જન્મ કે સમજપૂર્વક જલદી જન્મે એ નોખી વાત, પણ આખી માનવજાત આ ઘડતર તરફ જ ઢળી રહી છે અને માનવજાતિમાં થયેલા તેમ જ થતા મહાન પુરુષે પિતાની જીવનચર્યાથી આખી માનવજાતને એ જ રીતે ઘડવા મથ્યા છે ને મથી રહ્યા છે. તેથી જ એ ઘડતર ધર્મના બીજા ઉપસિદ્ધાન્તનો મૂળ સિદ્ધાન્ત બની રહ્યો છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
૮૭૨ ]
દર્શન અને ચિંતન
તત્ત્વજ્ઞાનના જન્મ કાઈ ને કાઈ સપ્રદાયને આભારી છે. તત્ત્વજ્ઞાનના વિકાસ અને પ્રચારમાં પણ સંપ્રદાયોને મુખ્ય ફાળેા છે. એ જ રીતે ધર્મના વિકાસ અને પાણમાં પણ સંપ્રદાયાતો અમુક હિસ્સો છે જ, છતાં માનવજાતની ટૂંકી દૃષ્ટિએ એ જ તત્ત્વજ્ઞાન અને ધર્માંના ઝરા જેવા સંપ્રદાયને સાંકડા, ભધિયાર તેમ જ મેલે પણ કરી નાખ્યા છે. અજ્ઞાન અને મેહમાંથી જન્મેલી ટૂંકી દૃષ્ટિ કાઈ એક સંપ્રદાય બહાર ખીજા સંપ્રદાયાના વાસ્તવિક અનુભવને જોઈ શકતી નથી. કાઈ એને જોવા કહે તેય તે ડરે છે, ભડકે છે, પોતે પોતાના તરીકે માનેલ સંપ્રદાયમાં પણ એ ખુલ્લા મનથી સેમેરના સત્યા જોતા નથી. આનું નામ મતાંધતા કે સાંપ્રદાયિકતા છે, મનુષ્યજાતિમાં મતાંધતાને લીધે જે પરિણામે આવ્યાં છે, તેમને તદ્દન ટૂંકમાં નોંધવા હાય તો આ પ્રમાણે નોંધી શકાયઃ—
( ૧ ) તે સત્યસિદ્ધ નહિ થયેલ કલ્પનાને પણ તત્ત્વજ્ઞાન તરીકે લેખી તેને તત્ત્વજ્ઞાનની ક્રાફટમાં મૂકે છે.
( ૨ ) તે ખીજા કાઈ એ સત્ય સાબિત કરેલ અને તત્ત્વજ્ઞાન તરીકે લેખાય એવા અનુભવને પણ વિચારતાં, અપનાવતાં ડરે છે, પાછો પડે છે.
(૩) તેને જે વાત પેાતાના અને બીજાના સંપ્રદાયમાં એકસરખી હાય, તે એકસરખી નથી દેખાતી. એક જ બાબતને તે બરાબર હોય, છતાંય તેને તે પોતાના સંપ્રદાયમાં ચડિયાતી ને ખામી વિનાની માને છે, જ્યારે બીજા સૌંપ્રદાયમાંની એ જ બાબતને તે પ્રથમ તો સ્વીકારતા જ નથી અને સ્વીકારે તેય તે ઊતરતી કે બરાબરીનુ સ્થાન આપી શકતા નથી.
ખામીવાળી લેખી તેને
(૪) તેને એક અથવા બીજી રીતે પેાતાની માન્યતાઓનું શ્રેષ્ટપણું — પછી તે વાસ્તવિકમાં હોય કે નહિ—લેકામાં મનાતું થાય એ ગમે છે, અને એવા શ્રેષ્ઠપણાને માનવા-મનાવવાની ધૂનમાં તે બીજા કાઈ પણ સંપ્રદાયની તેટલી જ શ્રેષ્ઠ ખાખતાને—તેટલા જ કીમતી અનુભવોને, અને તેટલુ વધારેમાં વધારે ઉતારી પાડવા પ્રેરાય છે.
(૫) તે આચારણમાં ગમે તેટલા મેાળો હાય, પોતાની બધી જ નબળાઈ એ જાણતા પણ હોય અને પોતાના સંપ્રદાયમાંની સામૂહિક કમજોરી જાતે અનુભવી વ્યક્તિગત દૃષ્ટિએ સ્વીકારતા પણ હોય, છતાં તેને પોતાના સંપ્રદાયનાં પ્રવતા, આગેવાનો કે શાસ્ત્રોની મહત્તા સચવાઈ રહે એવું જ મનમાં થયા કરે છે અને ખીન્ત સંપ્રદાયાનાં પ્રવતકા, આગેવાને અને
Page #4
--------------------------------------------------------------------------
________________
'જીવતા અનેકાન્ત
[ ૮૭૩
શાસ્ત્રોની લઘુતા થતી જોઈ મનમાં એક જાતની છૂપે રસ વહે અને જાહેરમાં તે લઘુતા દ્વારા પોતાના સંપ્રદાયની મહત્તા સ્થાપવા લલચાય, જેને પરિણામે ખંડન ભંડન ને વાદવિવાદ જન્મે.
આટલી સામાન્ય ભૂમિકા પછી હવે આપણે આપણા મુખ્ય વિષય ઉપર આવીએ. અનેકાંત એ જૈન સંપ્રદાયના મુખ્ય સિદ્ધાન્ત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના બન્ને પ્રદેશમાં સમાનપણે માન્ય થયેલા છે. અનેકાંત અને સ્યાદ્નાદ એ અન્ને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈના જ નહિ, પણ જૈનેતર સમજદાર લોક જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદન કે અનેકાંત-સપ્રદાય તરીકે ઓળખે-એળખાવે છે. હંમેશાંથી જૈન લેકા પોતાની અનેકાંત સબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમ જ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહી આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શુ છે? અને તેનુ વિતપણું એટલે શું? તેમ જ એવા જીવતા અનેકાંત આપણી જૈન પરંપરામાં સામુદાયિક દૃષ્ટિએ ત્યારે ય હતા તે અત્યારે પણ છે? અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાએથી, બધી આજુથી ખુલ્લું એવું એક માનસચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કાઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જોવા ના પાડે છે અને શકય હાય તેટલી વધારેમાં વધારે ખાજુએથી, વધારેમાં વધારે વિગતોથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાને પક્ષપાત ધરાવે છે. આ તેના પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલા છે. અનેકાંતનુ વિતપણું અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનુ યથાર્થતાનું વહેણુ, અનેકાંત એ માત્ર કલ્પના નથી, પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હાઈ તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણના વિષય હોઈ તે ધમ પણ છે. અનેકાંતનુ વિતપણું એમાં છે કે તે જેમ બીજા વિષયેતે બધી બાજુથી તટસ્થપણે જોવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પોતાના સ્વરૂપ અને વિતપણા વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણુ અને તટસ્થપણું' તેટલું જ અનેકાન્તનુ બળ કે જીવન.
જો અનેકાંતના જીવનની ઉપરની વ્યાખ્યા સાચી હોય, તે આપણે આગળ કે પાછળના કાઈ પણ બધા સ્વીકાર્યા સિવાય જ તદ્દન નિખાલસપણે એને વિશે વિચાર કરવા જોઈશે. આ વિચાર કરતાં પ્રથમ પ્રશ્ના કાંઈક નચે પ્રમાણે ઉદ્ભવે ખરા :—
Page #5
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
દર્શન અને ચિંતન (૧) શું આવી અનેકાંતદષ્ટિ માત્ર જૈન પરંપરાના પ્રવર્તક અને અનુયાયીઓમાં જ હતી અને છે, કે મનુષ્યજાતિમાં અસ્તિત્વ ધરાવતા બીજા સંપ્રદાયના પ્રવર્તે અને અનુયાયીઓમાં પણ એ પ્રવર્તી છે, અગર પ્રવર્તી શકે?
(૨) પરિભાષા, વ્યાખ્યા અને ઉપગને ગમે તેટલે ભેદ હોવા છતાં જે વસ્તુગતે અનેકાંતવિચાર અને અનેકાંતવર્તન બીજા કોઈ જૈનેતર ગણાતા સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીઓમાં હોય અને તે આપણને પ્રમાણુથી સાચું લાગે, તે તેને તેટલા જ આદરથી સ્વીકાર કરે કે સાંપ્રદાયિક અભિનિવેશથી આંખ બંધ કરવી ?
(૩) અનેકાંતના પાયા ઉપર સ્થપાયેલ જૈન સંપ્રદાયમાં પણ અનેકાંત જીવનમાં બીજા સંપ્રદાય કરતાં વધારે પ્રમાણમાં ઊતર્યો ન હોય, તો જૈન લોકેને અનેકાંત વિશે ગૌરવ લેવાને કાંઈ કારણ છેઅથવા અનેકાંત વિશે ગૌરવ લેવું એટલે શું?
બીજા અને ત્રીજા પ્રશ્નને પ્રથમ લઈએ. હું ધારું છું, “ગમે તે સાંપ્રદાયિક મનને જૈન હશે તેય એમ ભાગ્યે જ કહેશે કે જૈન સિવાયના કોઈ પણ સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીમાં સાચે જ અનેકાંત વિચાર કે વર્તન હેય, તે તેનો સ્વીકાર કરતાં, તેને આદર કરતાં અચકાવું. એવો પણ કઈ જૈન ભાગ્યે જ નીકળશે કે બીજા સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીના જીવનમાં ઊતરેલ હોય તેટલો પણ અનેકાન્ત પિતાના જીવનમાં ન હોવા છતાં માત્ર સાંપ્રદાયિક માન્યતાને કારણે પિતાના જીવનમાં ગૌરવ લે.” ત્યારે હવે પ્રથમ પ્રશ્નને અંગે જ કાંઈક વિચારવું ઘટે છે. હું મારા વાચન અને ચિંતનને પરિણામે તદ્દન સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે પરિભાષા, શૈલી અને ઉપગની પદ્ધતિ ગમે તેટલી જુદી હોય, છતાંય પ્રસિદ્ધ બધા જ જૈનેતર સંપ્રદાયના પ્રવર્તકે અને કેટલાક તેના અનુયાયીઓ સુધ્ધાં અનેકાંતને અવલંબીને જ પોતપોતાની ઢબે વિચાર પ્રગટ કરી ગયા છે. અને હું એમ સ્પષ્ટપણે જોઈ શકું છું કે અનેકાંતદષ્ટિએ વિચાર કરવાની શક્યતા જો જૈન સંપ્રદાયના પ્રવર્તકે ને અનુયાયીઓમાં સંભવિત છે, તે તેટલી જ શકયતા બીજા કોઈ પણ જુદા નામથી ઓળખાતા સંપ્રદાયના અનુયાયીઓમાં પણ સંભવિત છે. એટલું જ નહિ, પણ ઘણીવાર તે વ્યવહારમાં જૈન કરતાં જેનેતર સંસ્કારી અને શિક્ષિત વ્યક્તિઓમાં એ શક્યતા વધારે પ્રમાણમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
જીવતા અનેકાન્ત
[ ૮૯
દગ્ગાચર થાય છે. મારા આ અભિપ્રાયની યથાર્થતા આંકવા ઇચ્છનારને હું. થોડીક સૂચનાઓ કરવા ઈચ્છું છું. જો તે એ સૂચના પ્રમાણે વતી જોશે, તા તેમને પોતાને પોતાની જ આંખે એ સત્ય દીવા જેવું દેખાશે. સહેલામાં સહેલી અને સૌથી પ્રથમ અમલમાં મુકાય એવી સૂચના એ છે કે જે જે હેય તે ઉત્તરાધ્યયન મૂળ અગર તેનું ભાષાંતર વાંચે. તેની સાથે જ બૌદ્ધ સંપ્રદાયનું માન્ય ધમ્મપદ ને વૈદિક સંપ્રદાયાની માન્ય ગીતા વાંચે. વાંચતાં "કેવળ એટલી જ દૃષ્ટિ રહે કે દરેક સંપ્રદાયના તે તે શાસ્ત્રોમાં ચિત્તશુદ્ધિ, સંચન, અહિંસા આદિ સદ્ગુણાની પૃષ્ટિ કેવી એકસરખી રીતે કરવામાં આવી છે. એથી આગળ વધી વધારે જોવા ઇચ્છનારને હું સૂચના કરવા ઇચ્છું છું કે ખુદ તથાગત મુદ્દે પાતે કેવા અર્થમાં ક્રિયાવાદી છે અને કયા અમાં અક્રિયાવાદી છે એના જે ખુલાસો કર્યો છે અને જે રીતે અનેકાંતદૃષ્ટિ જીવનમાં હાવાની સાબિતી આપી છે, તેને જૈન અનેકાંત સાથે સરખાવવી. તે જ રીતે પાત ંજલ યોગશાસ્ત્ર કે તેના કરતાંય બહુ જૂના ઉપનિષદોમાં જે અધિકારપરત્વે અનેકવિધ આધ્યાત્મિક સાધનાઓ બતાવી છે, તેનું જૈન આધ્યાત્મિક સાધનાઓ સાથે તાલન કરવું, જેવું કે આચાય હરિભદ્ર અને યશોવિજજીએ કર્યું છે. જÀાસ્ત્રિયન, ક્રિશ્ચિયન અને ઇસ્લામી ધાર્મિક આજ્ઞાએ સુધી ન જાય, તેાય ઉપર કહેલ બૌદ્ધ અને વૈદિક શાસ્ત્રોના જૈન શાસ્ત્રો સાથેના તાલનથી દરેકને એ ખાતરી થઈ જશે કે સત્ય અને તેની વિચારદષ્ટિ કાઈ એક જ પંથનાં અધાઈ રહેતી નથી. આ મુદ્દાની વધારે સ્પષ્ટતા કરવા ઇચ્છનારને હું એક ખીજી પણ સૂચના કરવા ઇચ્છું છું અને તે એ છે કે તેણે સમાન દરજ્જાના અમુક માણસો સરખી સંખ્યામાં દરેક સંપ્રદાયના અનુયાયીઓમાંથી પસંદ કરવા, પણી તેણે એ પસંદ કરેલ વ્યક્તિની જીવનચર્ચા ને વિચારસરણી તટસ્થપણે તેાંધવી. પસંદ કરાયેલ સખા દરજ્જાના વ્યાપારીઓ હાય કે વકીલો, ડૉકટરા હોય કે શિક્ષા, ખેડૂતો હોય કે નાકરા, આ બધાના પરિચયથી પરીક્ષક જોઈ શકશે કે વારસામાં અનેકાંતદૃષ્ટિ મળવાના દાવા કરનાર તે તે બાબત વધારે ગૌરવ. લેનાર જેના કરતાં જૈનેતરી કેટલે અંશે ઊતરતા છે, ચડિયાતા છે કે લગભગ ખરાખર છે. જીવતા અનેકાંત આપણને જાગતા રહેવા, પોતાની જાતને કે ખીજાને અન્યાય ન કરવા ફરમાવે છે. એટલે આપણે માત્ર સાંપ્રદાયિક અભિનિવેશને લીધે પોતાના સપ્રદાય વિશે. તેમ જ બીજા સંપ્રદાયા વિશે જે અરિત વિધાને કર્યો કરીએ છીએ, તેથી ખચતા રહેવું એ આપણા પ્રથમ ધમ છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન - હવે આપણે તપાસવાને છેલ્લે મુદ્દો બાકી છે કે તે અનેકાંત સામુદાયિક દૃષ્ટિએ જેન પરેપરામાં ક્યારેય હતું ને આજે પણ છે? આ પ્રશ્નનો જવાબ લાગે છે તે અઘરે નથી. એમ તે દરેક જૈન માને અને કહે જ છે કે અનેકાંત એ મુખ્ય જેન સિદ્ધાંત માત્ર તત્ત્વિક જ નહિ, પણ વ્યાવહારિક સુધ્ધાં છે. એને અર્થ એ થયો કે તત્વજ્ઞાનના વિચારપ્રદેશમાં અગર જીવનના પ્રત્યેક કાર્યક્ષેત્રમાં જે અનેકાંતને ઉપયોગ થાય, તે તે બીજી કઈ પણ દષ્ટિ કરતાં વધારે સલામત તેમ જ ઉપયોગ કરનારને વધારે માં વધારે સમાધાનકારક નીવડે છે. આપણે જૈન પરંપરાનાં બધાં જ ક્ષેત્રમાં આ કસટી લાગુ પાડી જેવું જોઈએ કે અનેકાંતદષ્ટિએ તેમાં કેટલો જીવંત ફાળો આપ્યો છે ને અત્યારે કેટલે ફાળો આપે છે.
જીવનના ધર્મ, કર્મ, સાહિત્ય, સમાજ અને રાષ્ટ્ર એટલા વિભાગે કરી વિચાર કરીએ. પ્રથમ આપણે જોઈએ કે જૈન પરંપરાના ધાર્મિક જીવનમાં અનેકાંતનું સ્થાન શું રહ્યું છે કે અત્યારે શું છે ? ભગવાન મહાવીર પહેલાના સમયની વાત જતી કરીએ. માત્ર તેમના પછીને આજ સુધીને ધાર્મિક ઈતિહાસ તપાસીએ તે સ્પષ્ટ જણાશે કે અનેકાંતને પોતાના સર્વશ્રેષ્ઠ સિદ્ધાન્ત તરીકે સ્થાપનાર આચાર્યું કે વિદ્વાને પિતાના જીવનમાં અનેકાંત ભાગ્યે જ ઉતારી શક્યા છે. એના પુરાવા વાસ્તે બહુ દૂર જવું પડે તેમ નથી. દિગંબર અને શ્વેતાંબર બે મુખ્ય ફિરકા તરફ પ્રથમ નજર કરે.
શ્વેતાંબર ફિરકામાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે દિગંબરેને જુદું જ રહેવું પડે? અગર દિગંબમાં એવી કઈ બાબત છે કે જે તાંબરેને અલગ રાખે ? કોઈ ઉટ ત્યાગી દિગંબર ફિરકામાં થયો હોય, તે શું તે ત્યાગી વેતાંબર ફિરકાએ નથી જન્માવ્યો? શ્વેતાંબર ફિરકાના વસ્ત્રધારણથી શિથિલતા આવતી જ હેય, તે દિગંબર ફિરકામાં શિથિલતાનું નામ પણ હેવું ન જ જોઈએ. દિગંબર શાસ્ત્રો અને શ્વેતાંબર શાસ્ત્રો વચ્ચે ઓળંગી ન શકાય એવી ખાઈ તે શું એક લીટી પણ નથી કે જે બન્નેને મળતાં, એકરસ થતાં કેજે બન્ને ફિરકાઓ આખા જગતને સુખ અને શાંતિ પૂરાં પાડનાર તરીકે અનેકાંતને ઉપદેશ કરવા નીકળ્યા છે ને પહેલેથી જ બને ફિરકાના વિદ્વાનો શાસ્ત્રોમાં અનેકાંતનું નગારું વગાડતા આવ્યા છે, તે બને ક્યારે પણ મળ્યા છે ખરા? અનેકાંતે તેમને અરસપરસ ભેટાવ્યા છે ખરા? તેમના તીર્થકલહ અનેકાંત પતાવ્યા છે ખરા ? જે ફિરકાઓ કે જે ફિરકાના અગ્રેસર વિદ્વાન અને આચાર્યો પિતાની અંદરના તદ્દન સામાન્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
જીવતો અનેકાન
( ૮
જેવા મતભેદને શમાવી ન શકે, તેઓમાં અનેકાંતનું તત્ત્વજ્ઞાન કે અનેકાંતમય ધર્મ છે એમ કેશુ કહેશે? ઠીક ભલા, એથી આગળ ચાલી જઈએ. ડી વાર એમ માને કે અનેકાંતદષ્ટિ માત્ર એક જ જૈન ફિરકાને વરી છે, તે પછી તે ફિરકાના અનુયાયીઓને આપણે જરૂર પૂછીશું કે ભાઈઓ! તમારા શ્વેતાંબર કે દિગંબર કોઈ એક જ ફિરકામાં પહેલેથી આજ લગી ગણ-ગચ્છના નાના નાના અનેક વાડાઓ કેમ પડ્યા કે જે વાડાઓ એકબીજાથી દૂર રહેવામાં જ મહત્વ માનતા આવ્યા છે ? શું અનેકાંત એ સાંધનાર છે કે ભાગલા પડાવનાર છે? જે ભાગલા જ પડાવનાર હેય તે તમારું સ્થાન દુનિયાના બીજા કોઈ પણ ઊતરતામાં ઊતરતા પંથ કરતાં ચડિયાતું નથી. સાંધનાર હોય, તો તમે પિતાના ફિરકામાં પડતા નાના નાના ભાગલાઓને પણ સધી ન શકવાને કારણે જીવનમાં અનેકાંત ઉતારી શક્યા નથી, અનેકાંતને જીવતો રાખી શક્યા નથી. બહુ જૂના વખતની વાત જતી કરીએ અને છેલ્લા પાંચ વર્ષના નવા ફાંટાને જ વિચાર કરીએ, તોય જૈન પરંપરામાં ધાર્મિક જીવન અનેકાંત વિનાનું જ જણાશે. સ્થાનકવાસી ફિરકાને પૂછીએ કે તમે પ્રથમના બે ફિરકાથી જુદા પડી અનેકાંત સિદ્ધાન્ત જીવતે રાખે છે કે તેની ચૂંથાયેલી કાયાના વધારે કટકા કર્યા છે? જે સ્થાનકવાસી ફિરકાએ પોતાનાં નાનાંમોટાં ટોળાંને સાંધવા પૂરતો અને એધાની દશીઓ આમ બાંધવી કે તેમ બાંધવી તેના એક નિર્ણય પૂર પણ અનેકાંત જીવી બતાવ્યું હોત, તે એટલે તે સતિષ થાત કે જીવનમાં અનેકાંતની હત્યા કરનાર પ્રથમના બે ફિરકાઓ કરતાં આ નવા ફિરકાએ કાંઈક અનેકાંતનું જીવન બચાવ્યું, પણ આપણે તો ભૂતકાળના ઈતિહાસ અને વર્તમાન જીવનમાં જોઈએ છીએ કે છ કોટી, આઠ કોટીના બેલની સંખ્યા પૂરતા અગર અમુક પાઠ બોલવા ન બેલવાના ભેદ પૂરતા, અગર કેળાં ખાઈ શકાય કે નહિ તે પૂરતા, અગર પર્યુષણ પર્વ અમુક તિથિએ કરવા ન કરવા પૂરતા અનંત ઝઘડાઓ વધારી અનેકાંતના અનેક અંત કરી નાખ્યા છે. ટૂંકમાં, જૈન પરંપરાના ધાર્મિક ઈતિહાસમાં અનેકાંત જીવતે તે નજરે જ પડતો નથી. હા, કલ્પનામાં તેણે અનેકાંત એટલે લગી વિરતાર્યો છે કે અનેકાંતનું પિષણ કરનાર એક ખાસું સ્વતંત્ર સાહિત્ય સર્જાયું છે. પરંતુ આ સ્થળે એ વાત ખાસ ભારપૂર્વક નોંધવા જેવી છે કે અનેકાંતની વ્યાખ્યા કરતાં આચાર્યોએ ને વિદ્વાનોએ જે ઉદાહરણ ને દાખલાઓ આપ્યા છે ને હજુયે આપે છે, તે ઉદાહરણો વાળના અગ્ર ઉપર નાચી શકાય કે નહિ એ પ્રશ્નના મનોરંજક જવાબ જેવા છે. આકાશને ફૂલ છે પણ એ
Page #9
--------------------------------------------------------------------------
________________
-૮૭૮ ]
દર્શન અને ચિંતન સાબિતી સુધી અનેકાંત ગયે છે, પણ મંદિરે જુદા હોવા છતાં એક જ તીર્થમાં શ્વેતાંબર દિગંબરે સલાહ સંપ અને પૂર્ણ સમાધાનીથી રહી શકે કે નહિ અને રહી શકે તે કેવી રીતે, તેમ જ ન રહી શકે તે કેવી રીતે એને નિર્ણય કરી ખુલાસે આટલા ઝઘડાશાસ્ત્રના અનુભવને પરિણામે પણ અનેકાંતના મહારથીઓએ હજુ લગી આપ્યું નથી. ધાર્મિક જીવનમાં એક જ છિન્નભિન્ન થયેલા અને નજીવી બાબતમાં પણ સ્થાન કે મહિષ યુદ્ધ કરનાર ધર્મવિદ્વાને જે પિતાની પરંપરામાં અનેકાંતદષ્ટિ કે અનેકાંતજીવનને દાવો કરે, તે એમણે આંખ આડા પાટા બાંધ્યા છે, જે બીજાને ને પિતાને જેવા ના પાડે છે, એમ જ કહી શકાય.
કમપ્રદેશ એટલે ધંધાનું ક્ષેત્ર. ધંધામાં અનેકાંત લાગુ પડી શકે કે નહિ એ પ્રશ્નને ઉત્તર જેને કદી નકારમાં ન જ આપે. હવે આપણે જોઈએ કે તેમણે ધંધાના ક્ષેત્રમાં અનેકાંત ક્યાં લગી પડ્યો છે? જીવન જીવવા અનેક વસ્તુઓ જોઈએ, કામ પણ અનેક જાતનાં કરવાં પડે. આપણે જૈન પરંપરાને પૂછીએ કે તારે નભવું હોય તે કઈ ચીજ વિના અને કયા વિના ચાલશે? અને તેમ છતાં આપણે જોઈએ છીએ કે જેને એક જ ધંધે શીખ્યા છે ને એક જ ધંધા તરફ ધસે જાય છે. તે ધા છે વ્યાપાર કે નોકરીને. શું જેનેને ખેતીની જરૂર નથી ? શું વહાણવટા કે વિમાની સાહસની જરૂર નથી ? શું આત્મ અને પરરક્ષણ માટે કવાયતી તાલીમની જરૂર નથી? શું તમને પિતાની સ્વચ્છતા માટે ને પિતાના આરોગ્ય માટે બીજાઓની સ્વચ્છતા અને આરોગ્યને જ ભાગ લેવો ઘટે? આપણે જૈન લોકોને ધંધે અને તેને પરિણામે તેમની કચરાતી જતી શારીરિક, માનસિક શક્તિને વિચાર કરીશું, તે આપણને સ્પષ્ટ જણાશે કે જેને ધધાના ક્ષેત્રની બાબતમાં એકતી થઈ ગયા છે. એમને સારું અનાજ, સારાં ફળ અને સ્વચ્છ દૂધ ઘી જોઈએ, પણ એના ઉત્પાદક ધંધાઓ એ ન કરી શકે ! એટલે અનેકાંતને વિચાર માત્ર વિદ્વાન ને ધર્મગુરુઓ પૂરતા જ છે, એમએમણે માની લીધેલું હોવાથી તે પ્રત્યક્ષ જીવનમાંથી સરી ગયો છે.
સાહિત્યને પ્રદેશ લઈએ. જેને દાવો છે કે અનેકાંત જેવી વિશાળ અને ઉદાર દષ્ટિ બીજી એકેય નથી, અને છતાંય આપણે હમેશાં માત્ર ગૃહસ્થ જૈનેને જ નહિ, પણ ત્યાગી અને વિદ્વાન જેને સુધ્ધને સાહિત્યની એકેએક શાખામાં બીજાને હાથે પાછું પીતાં ને બીજાના પ્રમાણપત્રથી ફુલાતાં તેમ જ બીજા સંપ્રદાયના વિદ્વાનોનું ન છૂટકે અનુસરણ કરતાં જોઈએ છીએ.
Page #10
--------------------------------------------------------------------------
________________
જીવતા અનેકાન્ત
[ ૮૭
જે અનેકાંતષ્ટિ અનેક ખાજુથી અનેક વસ્તુનું અનેક રીતે જૂનું નવું જ્ઞાન સચિત કરવા પ્રેરી શકે, તે જ અનેકાંતદૃષ્ટિની હિમાયત કરનાર વર્ગ માં જ્યારે સાહિત્ય-ઉપાસના અને વિદ્યા-ઉપાસનાની બાબતમાં આટલું અધુ પામરપણું દેખાય, ત્યારે એમ ક્યા માણસ માની શકે કે જૈન પરંપરામાં અનેકાંતદૃષ્ટિ જીવતી છે?
હવે સમાજક્ષેત્ર લઈ વિચારીએ. સમાજને મૂળ પાયે લગ્નસંસ્થા છે. એને અસલી ઉદ્દેશ એ છે કે માણસ પોતાની શક્તિના નિરકુશ આવાને મર્યાદિત અને વિવેકી નિયમન દ્વારા કાબૂમાં લઈ તેના એવી રીતે વિનિયોગ કરે છે કે જેથી સમાજતંતુ ચાલુ રહે અને તે ઉત્તરાત્તર વધારે અભ્યુદયવાન અને. આ ઉદ્દેશની દૃષ્ટિએ લગ્નસંસ્થા માંગલિક જ નહિ, પણ પવિત્ર તેમ જ આશીર્વાદરૂપ પણ છે. જો એથી વિપરીત માત્ર દેહવાસનાપ્રેરિત લગ્નસંસ્થા ચાલે તો એ નથી માંગલિક કે નથી પવિત્ર, ઊલટી શાપરૂપ છે. જ્યાં લગી આવા વિવેક જાગરૂક રહે છે અને તેનુ જ પાણુ વિચારકા દ્વારા કરવામાં આવે છે, ત્યાં લગી અનેકાંત એ સંસ્થા પરત્વે વતા છે એમ કહી શકાય. આપણે ભૂતકાળના તિહાસ અને વર્તમાન આપણા સમાજનું માનસ જોઈએ, તે આપણને જારશે કે આ બાબતમાં અનેકાંત જીવિત રહ્યો નથી. જૈન સમાજમાં વિચારકાનું મુખ્ય સ્થાન આવ્યા છે. ત્યાગીઓની આ સંસ્થા માત્ર એક જ આપતી આવી છે અને અત્યારે પણ એ જ રીતે ભાર આપે છે, તેથી એ લખાણમાં કે ઉપદેશમાં જ્યાં ને ત્યાં કે જ્યારે અને ત્યારે એક જ વાત કહેતી આવી છે કે લગ્ન એ તો નકામી ઉપાધિ અને ધન છે તેમ જ એ અપવિત્ર છે. આવા સતત ઉપદેશ અને પ્રચાર હોવા છતાં પ્રકૃતિથી જ જે સંસ્થા સમાજ સાથે સંકલિત છે, તે નાબૂદ થઈ નથી અને થવાની પણ નથી. પરંતુ એવા અકાન્તિક ઉપદેશનું સમાજ-માનસ ઉપર એક પરિણામ એ આવ્યું છે કે તે લગ્નસંસ્થા નભાવ્યે જાય છે, પણ જાણે પરાણે ગળે ઢાલ ખષ્યા હાય તે રીતે જ તે તેને બજાવે છે. એક માજી આવેગા અને જો ઉત્સાહભેર વ્યક્તિને લગ્ન તરફ પ્રેરે છે અને ખીજી બાજુ તેના મનમાં ઊંડે ઊંડે વારસાગત લગ્નની અપવિત્રતાના વિવેકશૂન્ય સંસ્કાર પાષાતા જાય છે, પરિણામે કૌટુંબિક જીવનમાં જ્યારે અનેક જાતની દારીના પ્રસંગ આવે છે ત્યારે માણુસ વિવેકદૃષ્ટિ ન હોવાથી મોટે ભાગે કાંટાળી યોગ્ય રસ્તો કાઢવાને બદલે લગ્નસંસ્થાની અપવિત્રતાને સ્મરણે
વાખ
ત્યાગીઓ ભાગવતા આશ્રમ ઉપર ભાર
Page #11
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
દર્શન અને ચિંતન
કૌટુંબિક જીવનને નિદે છે અને ભારરૂપ ગણે છે. જો એવા માણસ કુટુંબમાં રહે છે, તોય તે તેનું કાંઈ લીધું નથી કરતા. જો તે કુટુંબ છેડી ચાગ લે છે, તેાય તે ઘણી વાર એ ચેાગને ભાગથી ખરડે છે. એણે અપવિત્રતા કે પવિત્રતા ક્યાં રહે છે એ પ્રથમથી જ જાણ્યું ન હતું. એણે તે માની લીધેલું કે કુટુંબબંધન એ અપવિત્ર છે અને કુટુંબથી છૂટાછેડા એ પવિત્ર છે. જો એનામાં વત અનેકાંતના સરકારી પ્રથમથી જ સિંચાયા હોત, તો તે એમ માનત કે પવિત્રતા કે અપવિત્રતા એ બન્ને મનેાગત જ છે અને તેથી તે મનના પવિત્રપા ઉપર ભાર આપી તેને સાચવવા અને પોષવાના પ્રયત્ન કરત અને પરિણામે તે લગ્નસ ંસ્થાના ઉદ્દેશને જીવનમાં ઉતારી શકત અને પેાતાની નબળાઈ લગ્નસંસ્થા ઉપર ન લાદત. આજે તે ભાગવાસનાની પ્રબળતા, જે મનેાગત એક અપવિત્રતા અને ભારે નખળાઈ છે, તેજ લગ્નસંસ્થા ઉપર લાદવામાં આવે છે અને પરિણામે આખા સમાજ માટે ભાગે લગ્નસંસ્થાની જવાબદારીની દૃષ્ટિએ કે ત્યાગી સંસ્થાની જવાખદારીની. દૃષ્ટિએ છેક જ નબળા પડ્યા છે.
ખીજો પ્રશ્ન ઊંચનીચની ભાવનાને છે, જ્યારે જન્મ, સત્તા અને સ ંપત્તિ આદિની ખાદ્ય દૃષ્ટિએ ઊંચનીચતા માનવા-મનાવવાતા સનાતન ધર્મ પુરજોશમાં હતા, ત્યારે ભગવાન મહાવીર અને તથાગત જેવાએ ચડતા—ઊતરતાપણાની કસેટી સદ્ગુણનું તારતમ્ય છે એ વાત પોતના વ્યવહારથી સમાજ સામે મૂકી. આ વિશે જીવંત અનેકાંતનું જે દૃષ્ટિબિન્દુ હતુ તે વીરના વારસદારો આપણે ન સમજી શકયા કે ન તેને વ્યવહારમાં સાચવવા મથ્યા. બન્યું એમ કે માત્ર ધ ક્ષેત્રે જ નહિ, પણ કર્યું અને સમાજક્ષેત્રે પણ આપણે પાછા પુરાા સનાતન ધર્મની ઊંચનીચની ભાવનામાં જ સડાવાયા. ચેગ્યતાને વધારવા અને ફેલાવવાના પ્રયત્ન દ્વારા જે દલિત અને પતિત જાતિના ઉદ્ધાર કરવાનું કામ મહાવીરે વારસદારોને સોંપ્યું હતું, તે કામ કરવાને બદલે વારસદારો પાછા, અમે ચડિયાતા ને તમે ઊતરતા, એ જ ભાવનાના વમળમાં પડી ગયા. એમણે બ્રાહ્માને વળતો જવાબ આપ્યા કે બ્રાહ્મણુજાતિ ઉચ્ચ નથી. ભ્રાહ્મણજાતિના સદ્ગુણને અપનાવ્યા સિવાય એને ઊતરતી માનવા-મનાવવાનું કામ એક આવુ ચાલુ રહ્યું, બીજી બાજુ પ્રથમના દલિત. અને પતિને વ્યવહારમાં નીચ માનવા—મનાવવાનું પણ ચાલુ રહ્યું. સ્થિતિ ત્યાં લગી આવી કે જૈન સમાજ માત્ર સ્થાનભેદે ઉત્પન્ન થયેલા સવાલ, પોરવાલ, શ્રીમાલ આદિ અનેક જાતિ-ઉપજાતિના ભાગલામાં વહે’ચાઈ
Page #12
--------------------------------------------------------------------------
________________
જીવતો અનેકાન્ત
[ ૮૮૧ ગયે અને નાના નાના ગેળમાં વહેંચાઈ ક્ષીણવી થવા લાગે. વીસા દસાને ઊતરતા ગણે, તે દસા પાંચાને અને પાંચા અઢાઈયાને. સંસ્કાર, ઉંમર અને બીજી બધી યોગ્યતા હોવા છતાં એક જાતને બીજી જાત સાથે અને એક ગોળને બીજા ગોળ સાથે લગ્નવ્યવહાર ટૂંકા. લગ્ન અને બીજી જરૂરી બાબતોમાં જૈન સમાજ બીજા સમાજ સાથે છૂટાછેડા કર્યો જ જતો હતો, અને વધારામાં તે અંદર અંદર પણ સંબંધ પિવાને બદલે તેડવા લાગ્યા. સંકુચિતપણનું ઝેર માત્ર લગ્નસંબંધના વિચ્છેદ સુધી જ ન અટકયું, પણ તેણે ધર્મક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો. તાંબર અને દિગંબરના લગ્નસંબંધ વિચ્છિન્ન થયા અને દિગંબર ફિરકામાં તે આ વિશે એટલે સુધી અસર કરી છે કે તે સમાજને પ્રતિષ્ઠિત પંડિતવર્ગ દિગંબર દસાભાઈઓને પૂજા-અધિકાર પણ કબૂલ નથી. દસા કામને દિગબર ગમે તેવો સંસ્કારી કે વિદ્વાન હોય, પણ તે સર્વસામાન્ય મંદિરમાં પૂજા-અધિકાર મેળવી શકતા નથી; એટલું જ નહિ, પણ જો તેણે કયાંય એવે સ્થાને પૂજા કરી, તો તેને બીજા વર્ગ દ્વારા કેટે ઘસડવાના દાખલાઓ પણ આજે બને છે. જે અનેકાંતે સગુણેને જ એકમાત્ર નિરભિમાન ઉચ્ચતાની કસોટી કહેલ, તે જ અનેકાંત નિપ્રાણુ થતાં આજે ભાઈ એમ ન સંધાય એવા ભાગલા પાડી રહ્યો છે.
છેલ્લે રાષ્ટ્રીયતાને પ્રદેશ ઉપસ્થિત થાય છે. જૈન સમાજને ત્યાગીવર્ગ આપમેળે દીર્ધદષ્ટિપૂર્વક ક્યારે પણ રાષ્ટ્રભાવના પિષતો રહ્યો હોય એમ ઈતિહાસ જોતાં જણાતું નથી. અલબત્ત, કઈ પરાક્રમી અને સમજદાર નરરને સમાજમાં પાકે અને તેઓ મુખ્યપણે પોતાની સૂઝથી રાષ્ટ્રોદ્ધારનું કામ કરે ને તેમાં જશ મેળવે, તે પાછળથી જૈન ત્યાગી અને વિદ્વાન વર્ગ પણ તેના રાષ્ટ્રકાર્યની યશોગાથા ગાય અને પ્રશસ્તિ રચે. ભામાશાહ પ્રતાપને મદદ કરે ત્યાર બાદ તેની યશોગાથા આજ સુધી પણ ગવાતી આપણે સાંભળીએ છીએ. જોવાનું એ છે કે આ રાષ્ટ્રકાર્યની પ્રશંસા સ્વયંવિચારપ્રેરિત છે કે તે લેપ્રવાહનું અનુસરણ છે ? જે વસ્તુપાલ, ભામાશાહ કે બીજા કેઈ પણ તેવા વરના રાષ્ટ્રોદ્ધારકાર્યને અનેકાંતના વિવેકમાં ધરમૂળથી જ સ્થાન રહ્યું હોત તો તે વિવેક જૈનસમાજમાં એવું કાર્ય સતત ચાલુ રાખવાની અને પિષવાની પ્રેરણા આપત, પણ આપણે એથી ઊલટું જોઈએ છીએ. કઈ પણ ત્યાગી કે ધર્મશાસ્ત્રી પંડિત રાષ્ટ્રકથાને વિકથા કહીને ઉતારી પાડે છે અને રાષ્ટ્રીય પ્રવૃત્તિને રાજ્યવિરુદ્ધાતિક્રમ-અતિચાર કહીને તેમાં જોડાતા ઉત્સાહી યુવકેને હતોત્સાહ કરે છે. એક યુગ એ
Page #13
--------------------------------------------------------------------------
________________
૮૮૨ ]
દર્શન અને ચિંતન
હતા કે જ્યારે રાષ્ટ્રકાર્ય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ એ શબ્દ સાંભળતાં જ કાનમાં શસ્ત્રના ખણખણાટ સભળાતા. તે વખતે અહિંસાના ઉપાસક એવું પ્રતિપાદન કરતા કે જૈન ધર્મ અહિંસામૂલક હાવાથી હિંસા સાથે સંકલિત રાષ્ટ્રકા' કે રાષ્ટ્રક્રાંતિમાં સાચા જૈન વી રીતે જોડાઈ શકે ? તરત જ ખીજે યુગ એવા આવ્યો કે રાષ્ટ્રોત્થાનની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસા ઉપર ગોઠવાઈ અને તે દૃષ્ટિએ ચલાવવામાં આવી. આ વખતે અહિંસા સિદ્ધાન્તને અનન્ય દાવે કરનાર કેટલાક ત્યાગી અને પડિંત કહેવા લાગ્યા છે કે રાજકીય પ્રવૃત્તિ યા રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં અહિંસાનું પાલન શક નથી. અહીં પ્રશ્ન એ છે કે અહિંસાનું પાલન કાં અને કેવી રીતે શકય છે, એ તે પક્ષકારે એ જણાવવું જોઈ એ. જો રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં એમને અહિંસાની શકયતા ન જણાતી હોય તે સામાજિક અને કૌટુમ્બિક પ્રવૃત્તિમાં એની શકયતા કઈ રીતે સંભવે ? છેવટે તે એવા વિચારકાને મતે અહિંસાની શકયતા એક માત્ર મુનિમાગ અને મુનિ-આચારા સિવાય અન્યત્ર સંભવવાનું ભાગ્યે જ કુલિત થશે અને મુનિમા કે મુનિ આયાર એટલે છેવટે એકાંતિક નિવૃત્તિ કે નિષ્ક્રિયતા એવા જ અથ લિત થશે, જેનુ મૂલ્ય તેરાપ’થની નિવૃત્તિ કરતાં જરા પણુ વધારે સિદ્ધ નહિ થાય. દાનના નિષેધ, સાનિક હિસ્રવૃત્તિને નિષેધ; એટલું જ નહિ, પણ વયાપાલન સુધ્ધાંના નિષેધ, એ તેરાપંથની નિવૃત્તિ; અને ખીજી બાજુ આવી નિવૃત્તિના સંસ્કાર સેવા ગૃહસ્થવર્ગ અને તેટલું વધારેમાં વધારે ધન વગરમહેનતે કે ઓછામાં એછી મહેનતે સધરવાની વૃત્તિવાળા રહે. આ હિંસા કેટલી સુંદર ! ખીજાની સુખસગવડને ભાગે સંગ્રહાતા ધન ઉપર ગુરુવ નભે, પણ તે જ ધનને સમુચિત વિનિયોગ કરવાને ઉપદેશ સુધ્ધાં આપવામાં તે પાપ માને આવી અહિંસાની વિબના અહિંસાનું સ્વરૂપ' ન સમજવાને લીધે આછેવત્તે અરશે. આખા સમાજમાં પ્રવર્તે છે.
રાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે અત્યારે અહિંસામૂલક રારૂ થઈ છે, તેમાં ખાદીનું સ્થાન છે. કપડાં પહેરવાં જ છે, તે પછી યન્ત્રનિષ્પન્ન અને પરદેશી કપડાં ખરીદી તે વાટે ધનના દુરુપયોગને માર્ગ ખુલે કરવા એમાં અહિંસા છે કે ખાદી અંગીકારી નિરુધોગીઓને એ કાળિયા અન્ન પૂરું પાડવાની સમજ દાખવવી એમાં અહિંસા છે? એ જ રીતે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું ખીજું અંગ દલિત જાતિઓને ઉદ્ઘાર છે, કાણુ એવા સમજદાર અહિંસાવાદી હો, જે આ પ્રવૃ ત્તિને સથા અહિંસામૂલક નહિ માને? અને છતાં આપણે જોઈ એ છીએ કે જૈન સમાજના અહિંસાપાસકોએ આ પ્રવૃત્તિને એક જ અવગણી છે. જે
Page #14
--------------------------------------------------------------------------
________________ જીવતે અનેકાન્ત [883 દેશમાં જન્મવું, રહેવું અને નભવું, જે વર્ગના ખભા અને પીઠ ઉપર બેસવું ને જીવન ટકાવવું, તે દેશ અને તે વર્ગની સુખસગવડને પ્રશ્ન આવે અને તે પરત્વે પિતાનું રૂઢ વર્તન બદલવાને પ્રશ્ન આવે ત્યાં નિવૃત્તિની વાત કરી કે બીજો તર્કવાદ ઉપસ્થિત કરી પિતાની જાતને બચાવી લેવી એ આચારમય અનેકાંતનો મૃત્યુઘંટ નહિ તે શું છે? જૈન સમાજને બીજા સમાજોની પેઠે જિજીવિષા છે. તે જીવ આવ્યો છે અને હજી પણ આવશે. જીવન એ છેવટે પરાણે પણ સમન્વય કે સમાધાની વિના શકય જ નથી. એટલે જૈન સમાજમાં એ સમજાય કે સમાધાનરૂપ અનેકાંતને સ્થાન ન જ હતું કે આગળ સ્થાન નહિ રહે એમ તો ન જ કહી શકાય. આ સ્થળે જે કહેવાનો આશય છે તે એટલે જ છે કે પરાણે, અણુસમજે કે બીજાની દેખાદેખીએ આચરવામાં આવેલ અનેકાંત એ નથી હોતે તેજસ્વી કે નથી બનતે પ્રાણુપદ. જૈન પરંપરાએ જે લાંબા કાળ લગી અનેકાંતના વિચારે સેવ્યા હોય અને તે વિશેનું ઢગલાબંધ સાહિત્ય રચ્યું તેમ જ પડ્યું હોય, તે બીજા બધા સમાજે કરતાં તેની પાસેથી વધારેમાં વધારે જીવંત અનેકાન્તના પાલનની કોઈ આશા સેવે, તે એ ભાગ્યે જ અજુગતું કહેવાય. એમાંય જ્યારે દેશમાં કોઈ એ પ્રજ્ઞ મનુષ્ય પાકે કે જેની સમગ્ર વિચારસરણું અને કાર્યપદ્ધતિ છવતી અનેકાંતદષ્ટિ ઉપર જ રચાઈ અને ઘડાઈ હેય અને તે આપણું સામે હોય, ત્યારે એને ઓળખતાં અને અપનાવતાં અનેકાંતવાદીઓ સહેજે પણ પાછા પડે, તે એમ કેમ કહી શકાય કે અનેકાંતવાદના અનુયાયીઓમાં તે વાદ આવે છે ? –શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ઉત.