________________
૮૭૨ ]
દર્શન અને ચિંતન
તત્ત્વજ્ઞાનના જન્મ કાઈ ને કાઈ સપ્રદાયને આભારી છે. તત્ત્વજ્ઞાનના વિકાસ અને પ્રચારમાં પણ સંપ્રદાયોને મુખ્ય ફાળેા છે. એ જ રીતે ધર્મના વિકાસ અને પાણમાં પણ સંપ્રદાયાતો અમુક હિસ્સો છે જ, છતાં માનવજાતની ટૂંકી દૃષ્ટિએ એ જ તત્ત્વજ્ઞાન અને ધર્માંના ઝરા જેવા સંપ્રદાયને સાંકડા, ભધિયાર તેમ જ મેલે પણ કરી નાખ્યા છે. અજ્ઞાન અને મેહમાંથી જન્મેલી ટૂંકી દૃષ્ટિ કાઈ એક સંપ્રદાય બહાર ખીજા સંપ્રદાયાના વાસ્તવિક અનુભવને જોઈ શકતી નથી. કાઈ એને જોવા કહે તેય તે ડરે છે, ભડકે છે, પોતે પોતાના તરીકે માનેલ સંપ્રદાયમાં પણ એ ખુલ્લા મનથી સેમેરના સત્યા જોતા નથી. આનું નામ મતાંધતા કે સાંપ્રદાયિકતા છે, મનુષ્યજાતિમાં મતાંધતાને લીધે જે પરિણામે આવ્યાં છે, તેમને તદ્દન ટૂંકમાં નોંધવા હાય તો આ પ્રમાણે નોંધી શકાયઃ—
( ૧ ) તે સત્યસિદ્ધ નહિ થયેલ કલ્પનાને પણ તત્ત્વજ્ઞાન તરીકે લેખી તેને તત્ત્વજ્ઞાનની ક્રાફટમાં મૂકે છે.
( ૨ ) તે ખીજા કાઈ એ સત્ય સાબિત કરેલ અને તત્ત્વજ્ઞાન તરીકે લેખાય એવા અનુભવને પણ વિચારતાં, અપનાવતાં ડરે છે, પાછો પડે છે.
(૩) તેને જે વાત પેાતાના અને બીજાના સંપ્રદાયમાં એકસરખી હાય, તે એકસરખી નથી દેખાતી. એક જ બાબતને તે બરાબર હોય, છતાંય તેને તે પોતાના સંપ્રદાયમાં ચડિયાતી ને ખામી વિનાની માને છે, જ્યારે બીજા સૌંપ્રદાયમાંની એ જ બાબતને તે પ્રથમ તો સ્વીકારતા જ નથી અને સ્વીકારે તેય તે ઊતરતી કે બરાબરીનુ સ્થાન આપી શકતા નથી.
ખામીવાળી લેખી તેને
(૪) તેને એક અથવા બીજી રીતે પેાતાની માન્યતાઓનું શ્રેષ્ટપણું — પછી તે વાસ્તવિકમાં હોય કે નહિ—લેકામાં મનાતું થાય એ ગમે છે, અને એવા શ્રેષ્ઠપણાને માનવા-મનાવવાની ધૂનમાં તે બીજા કાઈ પણ સંપ્રદાયની તેટલી જ શ્રેષ્ઠ ખાખતાને—તેટલા જ કીમતી અનુભવોને, અને તેટલુ વધારેમાં વધારે ઉતારી પાડવા પ્રેરાય છે.
(૫) તે આચારણમાં ગમે તેટલા મેાળો હાય, પોતાની બધી જ નબળાઈ એ જાણતા પણ હોય અને પોતાના સંપ્રદાયમાંની સામૂહિક કમજોરી જાતે અનુભવી વ્યક્તિગત દૃષ્ટિએ સ્વીકારતા પણ હોય, છતાં તેને પોતાના સંપ્રદાયનાં પ્રવતા, આગેવાનો કે શાસ્ત્રોની મહત્તા સચવાઈ રહે એવું જ મનમાં થયા કરે છે અને ખીન્ત સંપ્રદાયાનાં પ્રવતકા, આગેવાને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org