________________
જીવતા અનેકાન્ત
[૮૦૧ બીજી બાજુ છ બધાય વસ્તુતઃ ખા ખા છે, પરમાત્મા અને છ વચ્ચે
ખરેખરી જુદાઈજ છે એવી કલ્પનાઓ પ્રવર્તે છે. જ્યારે તેથી તદ્દન ઊલટી જાતની કલ્પનાઓ પણ પ્રવર્તે છે; તે એમ માને છે કે ઈશ્વર તે શું પણ આત્મા જેવી સ્વતંત્ર અને સ્થાયી કઈ વસ્તુ નથી. આત્મા એ તે પાણીના પરપોટા જેવી પાંચ ભૂતોની બનેલી એક ગતિશીલ અને દૃશ્ય આકૃતિ માત્ર છે. આ બધી ઓછેવત્તે અંશે કલ્પનાઓ છે એમ સમજવું જોઈએ, કારણું અમુક કલ્પનાઓના પક્ષને માણસ પણ ક્યારેક તે કલ્પનાઓ છેડી બીજા જ પક્ષમાં ભળે છે અગર તે બન્ને પક્ષેથી તટસ્થ રહે છે.
એ બધી કલ્પનાઓ બદલાવા અને નવું નવું રૂપ ધારણ કરવા છતાં તેની પાછળ એક કદી ન બદલાય અને કદી પણ ન ભૂંસાય એવી સ્થિર પણ કલ્પના છે. દા. ત. માણસ તે શું, કેઈ પણ પ્રાણી એવું નથી, જેને
હું કાંઈક છું” એવું હુંપણાનું ભાન ન હોય, તેમ જ સુખદુઃખના ભેદની લાગણી અને સુખ માટેની પ્રવૃત્તિ તેમ જ દુઃખ તરફને અણગમે ન હોય, ત્રણે કાળમાં સૌને એકસરખી રીતે માન્ય થાય એ આ અનુભવ તે જ તત્વજ્ઞાનની કક્ષામાં આવે, કારણ એ અનુભવ માત્ર વાસ્તવિકપણાની ભૂમિકા ઉપર જ ઊભે થયેલે હાઈ ટકી રહે છે. તેમાં કોઈને કોઈ વાંધો લેવા જેવું દેખાતું નથી. હુંપણનું ભાન, સુખની રુચિ, દુઃખને અણગમે એ અનુભવ સૌમાં એકસરખે અને સાચે સિદ્ધ થશે છેતેને જ લીધે તેમાંથી ધર્મ જન્મે છે. સાચું જ વિચારવું, વિચાર અને સમજ હોય તેવું જ બોલવું અને તેવું જ આચરવું એ જે સત્ય-અહિંસા નામને ધર્મ મનુષ્ય જાતિમાં ઉદ્ભવ્યો છે ને કાળક્રમે તેને અનેક રૂપે વિકાસ થયેલ છે તેમ જ થતો જાય છે, તેના મૂળમાં પેલે અનુભવ જ કામ કરી રહ્યો છે. જીવ કે ઈશ્વર હેવા ન હોવાની તેમ જ તેના નખાપણ કે અખાપણાની ગમે તેટલી અરસપરસ વિરોધી કલ્પનાઓ પ્રવર્તતી હેય, છતાં કોઈ પ્રાણી કે કોઈ મનુષ્ય એવો નથી કે પિતા પ્રત્યે બીજાના અણગમાકારક વર્તનને પસંદ કરે. એ જ બીજા પાસેથી પિતાના તરફના સદ્વર્તનની આશા બીજા પ્રત્યે પોતાના સદ્વર્તનને ઘટે છે. એ ઘડતર વિરોધી ધક્કાઓથી મોડે મોડે જન્મ કે સમજપૂર્વક જલદી જન્મે એ નોખી વાત, પણ આખી માનવજાત આ ઘડતર તરફ જ ઢળી રહી છે અને માનવજાતિમાં થયેલા તેમ જ થતા મહાન પુરુષે પિતાની જીવનચર્યાથી આખી માનવજાતને એ જ રીતે ઘડવા મથ્યા છે ને મથી રહ્યા છે. તેથી જ એ ઘડતર ધર્મના બીજા ઉપસિદ્ધાન્તનો મૂળ સિદ્ધાન્ત બની રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org