SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતે અનેકાન્ત [૨૬] કલપના, તત્ત્વજ્ઞાન અને ધર્મ એ ત્રણ માનવી જીવનની, બીજા કોઈના જીવનમાં ન હેય તેવી, વિશેષતાઓ છે. તેમ છતાં આ ત્રણે વસ્તુઓ એક જ કોટિની કે એક જ સરખા મૂલ્યવાળી નથી. કપના કરતાં તત્ત્વજ્ઞાનનું સ્થાન ઊંચું છે, એટલું જ નહિ, પણ તે સ્થાયી અને વ્યાપક પણ છે. ધર્મનું સ્થાન તે તત્ત્વજ્ઞાન કરતાંય ચઢિયાતું છે, કારણ ધર્મ એ તત્ત્વજ્ઞાનનું પકવ પરિણામ -ફળમાત્ર છે. કલ્પનાએ ક્ષણે ક્ષણે નવનવી અને તે પણ જુદી જુદી વ્યક્તિઓમાં નવીનરૂપે ઉદ્ભવે છે. એ બધી કલ્પનાઓ કાંઈ સ્થિર નથી હોતી તેમ જ સાચી પણ નથી હોતી, તેથી કલ્પના કરનાર વ્યક્તિ પણ પિતે સેવેલી અને પિધેલી કલ્પનાઓ ઘણીવાર અને મોટે ભાગે ફેંકી જ દે છે, એને એ બદલ્યા પણ કરે છે. જે કોઈ વ્યક્તિ પોતાની કલ્પનાઓને સત્યની કસેટીએ નહિ, કસાયા છતાં સેવ્યા જ અને પિષ્યા જ કરે, તેય એ કલ્પનાઓને બીજા લેકે સ્વીકારતા કે અપનાવતા નથી. તેથી ઊલટું, જો કોઈ કલ્પના સત્યની કસોટીએ કસાતાં પાર ઊતરે, તેમાં ભ્રાંતિ જેવું ન જ રહે, તે એવી કલ્પના ગમે તે કાળ, ગમે તે દેશ અને ગમે તે જાતિના મનુષ્યમાં જન્મી હોય છતાં તે ક૯૫ના પિતાની સત્યતાના બળના પ્રમાણમાં સર્વત્ર સ્વીકારાવા લાગે છે અને તે કહપના સ્થાયી બને છે. આવી જ સ્થિર કલ્પનાઓ તત્વજ્ઞાન તરીકે લેખાય છે, અને તે જ કયાંય સીમાબદ્ધ ન રહેતાં સાર્વજનિક કે બહુજના સંપત્તિ બને છે. માનવી પરીક્ષણશકિત જે તત્વજ્ઞાનને કસી સત્યરૂપે સ્વીકરે છે, તે જ તત્ત્વજ્ઞાન પછી કાળક્રમે ધીરેથી કે ત્વરાથી માનવી આચરણને વિષય બને છે અને જે તત્વજ્ઞાન વિવેકપૂર્વક આચરણમાં આવે છે, તે જ માનવ વંશને ખરેખર વિકાસપ્રદ ધર્મ બની જાય છે. ઉપરની બાબત એકાદ દાખલાથી સ્પષ્ટ કરીએ. “જીવ, આત્મા, ઈશ્વર એ છે એવી એક કલ્પના. “તે નથી' એવી બીજી કલ્પના છે તે બધા જ વસ્તુતઃ એક જ છે, તેઓ વચ્ચે વાસ્તવિક ભેદ છે જ નહિ અને જીવ તેમ જ પરમાત્મા પણ વસ્તુતઃખી નોખી વસ્તુ નથી એવી કલ્પનાઓ એક બાજુ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249249
Book TitleJivto Anekant
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Anekantvad
File Size261 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy