________________
'જીવતા અનેકાન્ત
[ ૮૭૩
શાસ્ત્રોની લઘુતા થતી જોઈ મનમાં એક જાતની છૂપે રસ વહે અને જાહેરમાં તે લઘુતા દ્વારા પોતાના સંપ્રદાયની મહત્તા સ્થાપવા લલચાય, જેને પરિણામે ખંડન ભંડન ને વાદવિવાદ જન્મે.
આટલી સામાન્ય ભૂમિકા પછી હવે આપણે આપણા મુખ્ય વિષય ઉપર આવીએ. અનેકાંત એ જૈન સંપ્રદાયના મુખ્ય સિદ્ધાન્ત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના બન્ને પ્રદેશમાં સમાનપણે માન્ય થયેલા છે. અનેકાંત અને સ્યાદ્નાદ એ અન્ને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈના જ નહિ, પણ જૈનેતર સમજદાર લોક જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદન કે અનેકાંત-સપ્રદાય તરીકે ઓળખે-એળખાવે છે. હંમેશાંથી જૈન લેકા પોતાની અનેકાંત સબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમ જ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહી આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શુ છે? અને તેનુ વિતપણું એટલે શું? તેમ જ એવા જીવતા અનેકાંત આપણી જૈન પરંપરામાં સામુદાયિક દૃષ્ટિએ ત્યારે ય હતા તે અત્યારે પણ છે? અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાએથી, બધી આજુથી ખુલ્લું એવું એક માનસચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કાઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જોવા ના પાડે છે અને શકય હાય તેટલી વધારેમાં વધારે ખાજુએથી, વધારેમાં વધારે વિગતોથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાને પક્ષપાત ધરાવે છે. આ તેના પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલા છે. અનેકાંતનુ વિતપણું અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનુ યથાર્થતાનું વહેણુ, અનેકાંત એ માત્ર કલ્પના નથી, પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હાઈ તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણના વિષય હોઈ તે ધમ પણ છે. અનેકાંતનુ વિતપણું એમાં છે કે તે જેમ બીજા વિષયેતે બધી બાજુથી તટસ્થપણે જોવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પોતાના સ્વરૂપ અને વિતપણા વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણુ અને તટસ્થપણું' તેટલું જ અનેકાન્તનુ બળ કે જીવન.
જો અનેકાંતના જીવનની ઉપરની વ્યાખ્યા સાચી હોય, તે આપણે આગળ કે પાછળના કાઈ પણ બધા સ્વીકાર્યા સિવાય જ તદ્દન નિખાલસપણે એને વિશે વિચાર કરવા જોઈશે. આ વિચાર કરતાં પ્રથમ પ્રશ્ના કાંઈક નચે પ્રમાણે ઉદ્ભવે ખરા :—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org