________________
જીવતા અનેકાન્ત
[ ૮૯
દગ્ગાચર થાય છે. મારા આ અભિપ્રાયની યથાર્થતા આંકવા ઇચ્છનારને હું. થોડીક સૂચનાઓ કરવા ઈચ્છું છું. જો તે એ સૂચના પ્રમાણે વતી જોશે, તા તેમને પોતાને પોતાની જ આંખે એ સત્ય દીવા જેવું દેખાશે. સહેલામાં સહેલી અને સૌથી પ્રથમ અમલમાં મુકાય એવી સૂચના એ છે કે જે જે હેય તે ઉત્તરાધ્યયન મૂળ અગર તેનું ભાષાંતર વાંચે. તેની સાથે જ બૌદ્ધ સંપ્રદાયનું માન્ય ધમ્મપદ ને વૈદિક સંપ્રદાયાની માન્ય ગીતા વાંચે. વાંચતાં "કેવળ એટલી જ દૃષ્ટિ રહે કે દરેક સંપ્રદાયના તે તે શાસ્ત્રોમાં ચિત્તશુદ્ધિ, સંચન, અહિંસા આદિ સદ્ગુણાની પૃષ્ટિ કેવી એકસરખી રીતે કરવામાં આવી છે. એથી આગળ વધી વધારે જોવા ઇચ્છનારને હું સૂચના કરવા ઇચ્છું છું કે ખુદ તથાગત મુદ્દે પાતે કેવા અર્થમાં ક્રિયાવાદી છે અને કયા અમાં અક્રિયાવાદી છે એના જે ખુલાસો કર્યો છે અને જે રીતે અનેકાંતદૃષ્ટિ જીવનમાં હાવાની સાબિતી આપી છે, તેને જૈન અનેકાંત સાથે સરખાવવી. તે જ રીતે પાત ંજલ યોગશાસ્ત્ર કે તેના કરતાંય બહુ જૂના ઉપનિષદોમાં જે અધિકારપરત્વે અનેકવિધ આધ્યાત્મિક સાધનાઓ બતાવી છે, તેનું જૈન આધ્યાત્મિક સાધનાઓ સાથે તાલન કરવું, જેવું કે આચાય હરિભદ્ર અને યશોવિજજીએ કર્યું છે. જÀાસ્ત્રિયન, ક્રિશ્ચિયન અને ઇસ્લામી ધાર્મિક આજ્ઞાએ સુધી ન જાય, તેાય ઉપર કહેલ બૌદ્ધ અને વૈદિક શાસ્ત્રોના જૈન શાસ્ત્રો સાથેના તાલનથી દરેકને એ ખાતરી થઈ જશે કે સત્ય અને તેની વિચારદષ્ટિ કાઈ એક જ પંથનાં અધાઈ રહેતી નથી. આ મુદ્દાની વધારે સ્પષ્ટતા કરવા ઇચ્છનારને હું એક ખીજી પણ સૂચના કરવા ઇચ્છું છું અને તે એ છે કે તેણે સમાન દરજ્જાના અમુક માણસો સરખી સંખ્યામાં દરેક સંપ્રદાયના અનુયાયીઓમાંથી પસંદ કરવા, પણી તેણે એ પસંદ કરેલ વ્યક્તિની જીવનચર્ચા ને વિચારસરણી તટસ્થપણે તેાંધવી. પસંદ કરાયેલ સખા દરજ્જાના વ્યાપારીઓ હાય કે વકીલો, ડૉકટરા હોય કે શિક્ષા, ખેડૂતો હોય કે નાકરા, આ બધાના પરિચયથી પરીક્ષક જોઈ શકશે કે વારસામાં અનેકાંતદૃષ્ટિ મળવાના દાવા કરનાર તે તે બાબત વધારે ગૌરવ. લેનાર જેના કરતાં જૈનેતરી કેટલે અંશે ઊતરતા છે, ચડિયાતા છે કે લગભગ ખરાખર છે. જીવતા અનેકાંત આપણને જાગતા રહેવા, પોતાની જાતને કે ખીજાને અન્યાય ન કરવા ફરમાવે છે. એટલે આપણે માત્ર સાંપ્રદાયિક અભિનિવેશને લીધે પોતાના સપ્રદાય વિશે. તેમ જ બીજા સંપ્રદાયા વિશે જે અરિત વિધાને કર્યો કરીએ છીએ, તેથી ખચતા રહેવું એ આપણા પ્રથમ ધમ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org