SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન - હવે આપણે તપાસવાને છેલ્લે મુદ્દો બાકી છે કે તે અનેકાંત સામુદાયિક દૃષ્ટિએ જેન પરેપરામાં ક્યારેય હતું ને આજે પણ છે? આ પ્રશ્નનો જવાબ લાગે છે તે અઘરે નથી. એમ તે દરેક જૈન માને અને કહે જ છે કે અનેકાંત એ મુખ્ય જેન સિદ્ધાંત માત્ર તત્ત્વિક જ નહિ, પણ વ્યાવહારિક સુધ્ધાં છે. એને અર્થ એ થયો કે તત્વજ્ઞાનના વિચારપ્રદેશમાં અગર જીવનના પ્રત્યેક કાર્યક્ષેત્રમાં જે અનેકાંતને ઉપયોગ થાય, તે તે બીજી કઈ પણ દષ્ટિ કરતાં વધારે સલામત તેમ જ ઉપયોગ કરનારને વધારે માં વધારે સમાધાનકારક નીવડે છે. આપણે જૈન પરંપરાનાં બધાં જ ક્ષેત્રમાં આ કસટી લાગુ પાડી જેવું જોઈએ કે અનેકાંતદષ્ટિએ તેમાં કેટલો જીવંત ફાળો આપ્યો છે ને અત્યારે કેટલે ફાળો આપે છે. જીવનના ધર્મ, કર્મ, સાહિત્ય, સમાજ અને રાષ્ટ્ર એટલા વિભાગે કરી વિચાર કરીએ. પ્રથમ આપણે જોઈએ કે જૈન પરંપરાના ધાર્મિક જીવનમાં અનેકાંતનું સ્થાન શું રહ્યું છે કે અત્યારે શું છે ? ભગવાન મહાવીર પહેલાના સમયની વાત જતી કરીએ. માત્ર તેમના પછીને આજ સુધીને ધાર્મિક ઈતિહાસ તપાસીએ તે સ્પષ્ટ જણાશે કે અનેકાંતને પોતાના સર્વશ્રેષ્ઠ સિદ્ધાન્ત તરીકે સ્થાપનાર આચાર્યું કે વિદ્વાને પિતાના જીવનમાં અનેકાંત ભાગ્યે જ ઉતારી શક્યા છે. એના પુરાવા વાસ્તે બહુ દૂર જવું પડે તેમ નથી. દિગંબર અને શ્વેતાંબર બે મુખ્ય ફિરકા તરફ પ્રથમ નજર કરે. શ્વેતાંબર ફિરકામાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે દિગંબરેને જુદું જ રહેવું પડે? અગર દિગંબમાં એવી કઈ બાબત છે કે જે તાંબરેને અલગ રાખે ? કોઈ ઉટ ત્યાગી દિગંબર ફિરકામાં થયો હોય, તે શું તે ત્યાગી વેતાંબર ફિરકાએ નથી જન્માવ્યો? શ્વેતાંબર ફિરકાના વસ્ત્રધારણથી શિથિલતા આવતી જ હેય, તે દિગંબર ફિરકામાં શિથિલતાનું નામ પણ હેવું ન જ જોઈએ. દિગંબર શાસ્ત્રો અને શ્વેતાંબર શાસ્ત્રો વચ્ચે ઓળંગી ન શકાય એવી ખાઈ તે શું એક લીટી પણ નથી કે જે બન્નેને મળતાં, એકરસ થતાં કેજે બન્ને ફિરકાઓ આખા જગતને સુખ અને શાંતિ પૂરાં પાડનાર તરીકે અનેકાંતને ઉપદેશ કરવા નીકળ્યા છે ને પહેલેથી જ બને ફિરકાના વિદ્વાનો શાસ્ત્રોમાં અનેકાંતનું નગારું વગાડતા આવ્યા છે, તે બને ક્યારે પણ મળ્યા છે ખરા? અનેકાંતે તેમને અરસપરસ ભેટાવ્યા છે ખરા? તેમના તીર્થકલહ અનેકાંત પતાવ્યા છે ખરા ? જે ફિરકાઓ કે જે ફિરકાના અગ્રેસર વિદ્વાન અને આચાર્યો પિતાની અંદરના તદ્દન સામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249249
Book TitleJivto Anekant
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Anekantvad
File Size261 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy