________________
૮૮ ]
દર્શન અને ચિંતન
કૌટુંબિક જીવનને નિદે છે અને ભારરૂપ ગણે છે. જો એવા માણસ કુટુંબમાં રહે છે, તોય તે તેનું કાંઈ લીધું નથી કરતા. જો તે કુટુંબ છેડી ચાગ લે છે, તેાય તે ઘણી વાર એ ચેાગને ભાગથી ખરડે છે. એણે અપવિત્રતા કે પવિત્રતા ક્યાં રહે છે એ પ્રથમથી જ જાણ્યું ન હતું. એણે તે માની લીધેલું કે કુટુંબબંધન એ અપવિત્ર છે અને કુટુંબથી છૂટાછેડા એ પવિત્ર છે. જો એનામાં વત અનેકાંતના સરકારી પ્રથમથી જ સિંચાયા હોત, તો તે એમ માનત કે પવિત્રતા કે અપવિત્રતા એ બન્ને મનેાગત જ છે અને તેથી તે મનના પવિત્રપા ઉપર ભાર આપી તેને સાચવવા અને પોષવાના પ્રયત્ન કરત અને પરિણામે તે લગ્નસ ંસ્થાના ઉદ્દેશને જીવનમાં ઉતારી શકત અને પેાતાની નબળાઈ લગ્નસંસ્થા ઉપર ન લાદત. આજે તે ભાગવાસનાની પ્રબળતા, જે મનેાગત એક અપવિત્રતા અને ભારે નખળાઈ છે, તેજ લગ્નસંસ્થા ઉપર લાદવામાં આવે છે અને પરિણામે આખા સમાજ માટે ભાગે લગ્નસંસ્થાની જવાબદારીની દૃષ્ટિએ કે ત્યાગી સંસ્થાની જવાખદારીની. દૃષ્ટિએ છેક જ નબળા પડ્યા છે.
ખીજો પ્રશ્ન ઊંચનીચની ભાવનાને છે, જ્યારે જન્મ, સત્તા અને સ ંપત્તિ આદિની ખાદ્ય દૃષ્ટિએ ઊંચનીચતા માનવા-મનાવવાતા સનાતન ધર્મ પુરજોશમાં હતા, ત્યારે ભગવાન મહાવીર અને તથાગત જેવાએ ચડતા—ઊતરતાપણાની કસેટી સદ્ગુણનું તારતમ્ય છે એ વાત પોતના વ્યવહારથી સમાજ સામે મૂકી. આ વિશે જીવંત અનેકાંતનું જે દૃષ્ટિબિન્દુ હતુ તે વીરના વારસદારો આપણે ન સમજી શકયા કે ન તેને વ્યવહારમાં સાચવવા મથ્યા. બન્યું એમ કે માત્ર ધ ક્ષેત્રે જ નહિ, પણ કર્યું અને સમાજક્ષેત્રે પણ આપણે પાછા પુરાા સનાતન ધર્મની ઊંચનીચની ભાવનામાં જ સડાવાયા. ચેગ્યતાને વધારવા અને ફેલાવવાના પ્રયત્ન દ્વારા જે દલિત અને પતિત જાતિના ઉદ્ધાર કરવાનું કામ મહાવીરે વારસદારોને સોંપ્યું હતું, તે કામ કરવાને બદલે વારસદારો પાછા, અમે ચડિયાતા ને તમે ઊતરતા, એ જ ભાવનાના વમળમાં પડી ગયા. એમણે બ્રાહ્માને વળતો જવાબ આપ્યા કે બ્રાહ્મણુજાતિ ઉચ્ચ નથી. ભ્રાહ્મણજાતિના સદ્ગુણને અપનાવ્યા સિવાય એને ઊતરતી માનવા-મનાવવાનું કામ એક આવુ ચાલુ રહ્યું, બીજી બાજુ પ્રથમના દલિત. અને પતિને વ્યવહારમાં નીચ માનવા—મનાવવાનું પણ ચાલુ રહ્યું. સ્થિતિ ત્યાં લગી આવી કે જૈન સમાજ માત્ર સ્થાનભેદે ઉત્પન્ન થયેલા સવાલ, પોરવાલ, શ્રીમાલ આદિ અનેક જાતિ-ઉપજાતિના ભાગલામાં વહે’ચાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org